-: પ્રેસનોટ :-
(તા.૨૬/૧૧/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૫/૧૧/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૨ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૪૩ કિં.રૂ.૮૬૦૦/- તથા ઇ- બોટલો કુલ નંગ-૨૫૬ કુલ કિ.રૂ.૯,૩૯,૩૬૪/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૨૨ સહિત-૩૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મારામારીના કેસો
૧. કુંભારવાડા પોલીસ સ્ટેશન
કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૫૦૨૧૭/૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬(ખ), ૩૫૧(૧) અને ૫૪ મુજબના કામના ફરીયાદી તુષાર નરેશભાઇ રાવલ રહે,મ.નં.૧૩૪ ભાથુજી મંદિર પાસે તુલસીવાડી વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી ૧) સચીન સુરેશભાઇ સોલંકી (૨) તરુણ ભોલાભાઇ સોલંકી તથા તેના બે મિત્રો રહે, તુલસીવાડી ભાથુજી મહારાજનું મંદિરની ગલીમાં વડોદરા શહેર નાઓએ તા.૨૪/૧૧/૨૦૨૫ ના રાત્રીના ક.૧૦/૩૦ વાગ્યાની આસપાસ ફરીયાદી તુલસીવાડી ભાથુજી મંદિર પાસે હાજર હતા તે વખતે આરોપીઓ આવી ફરીયાદીને ગમે તેમ ગંદી ગાળો બોલી ઝઘડો કરી છુટાહાથની મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કર્યા વિ.બાબતે તા.૨૫/૧૧/૨૦૨૫ ના ક.૦૧/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી સી.પી.ઝાલા કુંભારવાડા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માતના કેસો
૧. હરણી પોલીસ સ્ટેશન
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૪૪૭/૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી),૧૦૬(૧) એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના કામના ફરીયાદી રાંગુભાઇ મસુઆભાઇ મેડા રહે.રાજીવનગરની સામે સરકારી જગ્યામા ઝુપડપટ્ટીમા ખોડીયારનગર પાસે વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી એક ટ્રેક્ટર નં.જીજે 06 આરબી 7691ના ચાલકે તા.૨૫/૧૧/૨૦૨૫ ના બપોરના આશરે ૧૫/૦૦ વાગે મોજે રાજીવ નગરની સામે સરકારી જગ્યામા ઝુપડપટ્ટીમા ખોડીયાર નગર પાસે ન્યુ વીઆઇપી રોડ તહોમતદાર નાઓએ તેનુ ટ્ર્રેક્ટર ગફલતભરી રીતે બેદરકારીથી રીવર્સ લેતા તેની ટ્રોલીનુ ટાયર ફરીયાદીશ્રીની દિકરી શીવાની ઉમર 01 ની ઉપર ચઢી જતા તેને માથામા જમણી બાજુના ભાગે વાગી ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવી નાસી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૫/૧૧/૨૦૨૫ ના ક. ૨૦/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એસ.કે.મકવાણા સા હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ગોરવા પોલીસ સ્ટેશન
ગોરવા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ગોરવા પોલીસ સ્ટેશન ૧૧૧૯૬૦૦૭૨૫0૬૩૪/૨૫ બી.એન.એસ. એક્ટ કલમ ૨૮૧,૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી એક્ટ ૧૭૭,૧૮૪ મુજબના કામના ફરીયાદી કેતુલભાઈ ડાહ્યાભાઈ વાધેલા રહે-મકાન નં ડી 68 જનકપુરી વિભાગ 1 મધુનગર વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ એક એક્ટીવા નં.GJ-23-DE-9454 ના ચાલકે તા.૨૩/૧૧/૨૦૨૫ ના રોજ ક.૧૬/૧૫ વાગ્યાના સુમારે મધુનગર બ્રિજ ઉતરતા ગોરવા ફરીયાદીની મોટી માતા શાંતાબેન મધુનગર બ્રીજ ઉતરી રસ્તો ઓળંગતા હતા તે વખતે આરોપીએ પોતાની એક્ટીવા પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી એક્સિડંટ કરી ફરીયાદીની મોટી માતા શાંતાબેનને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા-૨૫/૧૧/ ૨૦૨૫ ના ક.૦૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ હેમંતભાઇ નગીનરાવ ગોરવા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. ચોરીના કેસો
૧. પાણીગેટ પોલીસ સ્ટેશન
પાણીગેટ પો સ્ટે પાર્ટ-એ- ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૫૦૬૧૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબના કામના ફરીયાદી દિપકભાઇ દિલીપભાઇ કનોજીયા રહે- વેરાઇ માતાનો ટેકરો પાણીગેટ બાવચાવાડ ભોળાનાથ મંદિર પાસે, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા.૨૨/૧૧/૨૦૨૫ ના રાત્રીના ક.૨૩/૦૦ વાગ્યાથી તા.૨૩/૧૧/૨૦૨૫ ના રાત્રીના ક.૦૩/૦૦ વાગ્યા દરમ્યાન મોજે- વેરાઇ માતાનો ટેકરો પાણીગેટ બાવચાવાડ ભોળાનાથ મંદિર પાસે, કોઇ અજાણ્યો ચોર ઇસમે ફરીશ્રીના ઘરમા પ્રવેશ કરી મોબાઇલ ફોન નંગ-૦૩ જેની કિ.રૂ.૪૮,૦૦૦/- તથા રોકડા રૂ.૧૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૫૮,૦૦૦/- ની મત્તાની ચોરી કરી લઇ ગયેલ હોય ગુનો કર્યા વિ બાબતે તા-૨૫/૧૧/૨૦૨૫ ના ક.૧૫/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી ડી.આર.પટેલ પાણીગેટ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.