Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૭/૦૧/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૨૬/૦૧/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૬૧ કિ.રૂ.૧૨,૨૦૦/-તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો-૪૭, બિયર-૭, કવાટરીયા -૦૩ મળી કુલ કિં.રૂ.૭૭,૭૫૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૪ સહીત કુલ-૧૯ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.       મારામારીના કેસો

૧.       ગોત્રી પો.સ્ટે.

ગોત્રી પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૬૦૦૩૮/૨૦૨૬ બી.એન.એસ.ની કલમ ૧૧૫(બી), ૧૧૮ (૧), ૧૧૭(૨), ૨૯૬(બી),૫૪ જી.પી એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી અક્ષયકુમાર નગીનભાઈ વાળા રહે.કંચનલાલનો ભઠો ઈ.એસ.આઈ હોસ્પીટલ સામે ગોત્રી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) દિનેશ જીતુભાઈ પરમાર (૨) જયેશ કેશુભાઈ પરમાર બન્ને રહે. કંચનલાલ નો ભઠો ઈ.એસ.આઈ હોસ્પીટલ સામે ગોત્રી રોડ વડોદરા શહેર (૩) અનિલ માવજીભાઈ મકવાણા રહે-સોનાપાર્ક સોસાયટી મકરપુરા ડેપોની બાજુમા વડોદરા શહેર નાઓએ તા.૨૬/૦૧/૨૦૨૬ ના ક.૨૧/૪૫ વાગે  ઈ.એસ.આઈ હોસ્પીટલ સામે અંબે માતાના મંદિર પાસે ફરિયાદીના પત્નિ સાથે આરોપી નં(૧) નાનો આડા સબંધ રાખતો હોય જેથી ફરિયાદીએ તેની સામે જોતા ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ તેના ખિસ્સામાંથી કિચન કાઢી કિચનમાં લટકાવેલ કઈક અણીદાર જેવુ લટકાવેલ હતુ તે ફરિયાદીને ડાબા હાથ ઉપર મારી ઈજા ૫હોચાડી છેલ્લી આંગળી ઉપર ફ્રેક્ચર કરી  તથા આરોપી નં(૨)(૩) નાએ પકડી રાખી મોઢાના ભાગે તથા પેટના ભાગે મુક્કા મારી એકબીજાને મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રી નાઓના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો  કર્યા વિ.બાબતે તા.૨૭/૦૧/૨૦૨૬ ના ક.૦૪/૧૫ વાગ્યે ગુનો નોધાયેલ છે.સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી આર.એન ચુડાસમા ગોત્રી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.       હરણી પો.સ્ટે.

હરણી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૦૪૩/૨૦૨૬ બી.એન.એસ કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩), ૧૧૭(૨), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી મનોજ વિજયભાઇ ઝા રહે.મ.નં.જી/૩૩, રાજીવનગર ૦૧,સંતોષીનગરની સામે,ન્યુ વી.આઇ.પી.રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) મનોજભાઇ કાંતીભાઇ મારવાડી (૨) સુનિલ કાંતીભાઇ મારવાડી મનોજભાઇનો દિકરો (૩) નેહલભાઇ મનોજભાઇ મારવાડી ત્રણે રહે. જય સંતોષીનગર,ખોડીયારનગર ચાર રસ્તા પાસે, ન્યુ વી.આઇ.પી.રોડ (૪)મનોજભાઇ મારવાડીનો સાળો વિષ્ણુભાઇ મોહનભાઇ વાઘેલા રહે.અમરનગર, પાંચમપુરા ની સામે, ન્યુ વી.આઇ.પી.રોડ નાઓએ તા.૨૬/૦૧/૨૦૨૬ ના આશરે ક.૧૮/૦૦ ખોડીયાર નગર તળાવ પાસે આવેલ બગીચાની બહારના ભાગે આરોપીઓએ ફરિયાદી ઉપર ખોટો શક વહેમ રાખી તુ કેમ અહીયા આંટા મારે છે તેમ કહી ફરીને ગમે તેમ ગાળો બોલી ફરી.ને પકડી ગળદાપાટુનો માર મારી અને આરોપી નેહલ મારવાડી નાઓએ નજીકમા પડેલ લાકડી લઈ આવી ફરીને બન્ને હાથ તથા બન્ને પગ ઉપર મારી જમણા હાથની છેલ્લી આંગળી ઉપર તથા ડાબા પગના ઘુંટણની પાછળના ભાગે ફ્રેક્ચર કરી આરોપીઓએ ફરી.ને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૭/૦૧/૨૦૨૬ ના ક.૦૧/૪૫ વાગ્યે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એસ.કે.મકવાણા હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

 

 

 

 

૩.       ચોરીના કેસો

૧.       સયાજીગંજ પો.સ્ટે.

સયાજીગંજ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૦૨૬૦૦૭૪/૨૦૨૬ ભારતિય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી સંદિપ જેરામભાઈ પરમાર રહે. અવધપુરી ટેનામેન્ટ મકાન નં- બી/૧૯ ટીપી-૧૩ છાણી જકાતનાકા વડોદરા નાઓની ફરિયાદ મુજબ તા.૨૬/૦૧/૨૦૨૬ ના ક.૧૭/૩૦ વાગ્યે મોજે કમાટીબાગ મ્યુજ્યમની સામે આવેલ ખાણીપીણીના સ્ટોલ પાસેથી નાસ્તો કરતા હોય તે દરમ્યાન ફરિયાદીના ખીસ્સામા મુકેલ સેમસંગ  એસ ૨૦ એફ ઈ મોબાઈલ ફોન કિં.રૂ.૨૦,૦૦૦/- નો ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૬/૦૧/૨૦૨૬ ના ક.૨૦/૩૦ વાગ્યે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ.નીતીનભાઇ રમેશચંદ્ર સયાજીગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      સયાજીગંજ પો.સ્ટે.

સયાજીગંજ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૦૨૬૦૦૭૫/૨૦૨૬ ભારતિય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી દર્શનાબેન વા/ઓ મકરંદ શ્રીપાલ જોગલેકર રહે.બી.૯ નવકાર વાટીકા ડીમાર્ટ પાસે વાઘોડીયા રોડ વડોદરા નાઓની ફરિયાદ મુજબ તા.૨૬/૦૧/૨૦૨૬ ના ક. ૧૭/૧૫ વાગ્યે મોજે કમાટીબાગ મ્યુજ્યમની સામે આવેલ ખાણીપીણીના સ્ટોલ પર નાસ્તો કરતા હોય તે દરમ્યાન પર્સમા મુકેલ આઈફોન ૧૩ મોબાઈલ ફોન કિં.રૂ.૪૫,૦૦૦/- નો ચોરી કરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા-૨૬/૦૧/૨૦૨૬ ના ક.૨૧/૪૦ વાગ્યે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. નીતીનભાઇ રમેશચંદ્ર સયાજીગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.       અન્ય કેસો

૧.       વાડી પો.સ્ટે.

વાડી પો.સ્ટે. પાર્ટ-એ ૧૧૧૯૬૦૩૫૨૬૦૦૪૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ-૧૯૪ મુજબ ગુનાના કામના ફરિયાદી અ.હે.કો. જસ્મીનકુમાર દશરથભાઇ બ.નં.૩૧૪૩ વાડી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) આફતાબ સ/ઓ અસલમ હૈદરમીયા શેખ રહે.યાસીન ટેલરની સામે, વાડી તાઇવાડા, વડોદરા શહેર તથા નં.(૨) વાજીદખાન શબ્બીરખાન પઠાણ રહે.વાડી જહાંગીરપુરા, વડોદરા શહેર (૩) ઇરફાનભાઇ ગુલામ દત્તગીર મનસુરી રહે.વાડી જહાંગીરપુરા, વડોદરા તા.૨૬/૦૧/૨૦૨૬ ના બપોરના આશરે બે વાગ્યા આસપાસ મોજે.મોગલ રેસ્ટોરન્ટ પાસે, વાડી, આરોપીઓ જાહેરમાં રોડ પર એકબીજા સાથે બોલાચાલી ઝઘડો કરી બુમ બરાડા પાડી એક બીજાને છુટા હાથની મારામારી કરી સુલેહ શાંતીનો ભંગ કરી મળી આવી પકડાઇ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૬/૦૧/૨૬ ના ક.૧૫/૩૦ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.ઇશ્વરભાઇ થાનાભાઇ વાડી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.