Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૭/૦૩/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.       પ્રોહીબીશનના કેસો

તા.૨૬/૦૩/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૨૧ કિ.રૂ.૪૨૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૦ સહીત કુલ-૧૧ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.       વાહન અકસ્માત/(ફેટલ)ના કેસો:-

૧.         પાણીગેટ પો.સ્ટે. પાર્ટ- એ- ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૬૦૧૫૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૧૦૬(૧),૨૮૧ તથા એમ.વી. એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી કૌશિકભાઇ s/o મનોજભાઇ વસાવા ઉ.વ.૨૪ ધંધો-મજુરી રહે-પોસ્ટવાળુ ફળિયુ,ગામ.તતારપુરા તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી મનોજભાઇ અંબાલાલ વસાવા ઉ.વ.૫૦ રહે-પોસ્ટવાળુ ફળિયુ,ગામ.તતારપુરા તા.જી.વડોદરા તા.૨૬/૦૩/૨૦૨૬ ના બપોરના આશરે સવા એક વાગ્યા પહેલા મોજે-ગધેડા માર્કેટ ચારરસ્તા થી મહાવિરહોલ ચારરસ્તા જવાના રોડ પર ‘પ્રકાશ ચાઇનીઝની લારી’ પાસે,વડોદરા શહેર આ કામના ફરિ.ના પિતા ( આરોપી ) નાઓ મોટરસાઇકલ રજી. નં. GJ-06-ML-2049 ની પોતે પોતાની રીતે પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા સ્ટેઇરીંગ પરનુ કાબુ ગુમાવી દેતા ઉભેલ આઇસર રજી.નં.GJ06AT5903 સાથે અથડાતા રોડ પર પડી ગયેલ હતા અને તેમને માથાના ભાગે ઇજા થતા બેભાન થઇ ગયેલ હતા જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ ગાડીમાં એસ.એસ.જી. હોસ્પીટલ લઇ જતા ફરજ પરના ડો.શ્રી એ મરણ ગયેલ હોવાનુ જાહેર કરતા ગુનો કર્યા વિ.બાબતે તા.૨૬/૦૩/૨૦૨૬ ના કલાક-૧૫/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સબ.ઈન્સ. શ્રી આર.એસ.ભરવાડ પાણીગેટ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.         છાણી પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં.-૧૯/૨૦૨૬ (૧૧૧૯૬૦૦૫૨૬૦૧૨૮/૨૦૨૬) ભારતી ન્યાય સંહીતા અધિનીયમ ની કલમ-૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી)તથા M.V.ACT કલમ-૧૭૭,૧૮૪ મુજબ ગુનાના કામના ફરીયાદી કાર્તિક દિનેશભાઇ ગાંધી ઉ.વ.૩૨ ધંધો.મજુરી રહે.૨૨ પટેલ નગર સોસાયટી છાણીગામ વડોદરા નાઓની ફરીયાદ મુજબ આરોપી મેસ્ટ્રો સ્કુટર જેનો ર.જી.નં. GJ-06-LP-0557  નો ચાલક મોહિત ગઈ તારીખ ૨૬/૦૩/૨૦૨૬ સાંજના કલાક ૨૦/૦૦ ની આસપાસ ને.હા.૪૮ પર દુમાડ ચોકડી થી વાસદ તરફ જતા રસ્તા પર  હેપ્પી મોલની સામે છાણી વડોદરા શહેર ખાતે મેસ્ટ્રો ચાલક મોહિત કે જેઓએ પોતાના કબજામાં રહેલ મેસ્ટ્રો સ્કુટર જેનો ર.જી.નં. GJ-06-LP-0557 પુર ઝડપે ગફલત ભરી રીતે ચલાવી લાવી કોઇ અજાણ્યા વાહનની પાછળ ઘુસાડી અકસ્માત કરી મને બન્ને હાથે, બન્ને પગે, હોઠ પર તથા માથાના ભાગે ઇજા પહોચાડેલ તથા પોતાને માથાના ભાગે ગંભીર ઇજા તથા જમણા પગે થાપાના ભાગે ફેક્ચર તથા શરીર પર નાની મોટી ઇજાઓ પહોચાડી અકસ્માત કરી  ગુનો કર્યા વિ.બાબતે તા-૨૭/૦૩/૨૦૨૬ ના કલાક: ૦૦ /૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ આર.બી.ચારેલ છાણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.       મારામારીના કેસો:-

૧.         બાપોદ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૬૦૧૮૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬(૨), ૩૫૧(૩), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અશોકભાઇ રણછોડભાઇ માળી ઉ.વ.૫૩ ધંધો-વેપાર રહે.મ.નં.એ/૨/૩ વીનસ સોસાયટી કેનેરા બેન્ક પાસે રામપાર્કની બાજુમાં આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) યોગેશભાઇ શંકરલાલ પ્રજાપતી નં.(૨) વર્ષાબેન યોગેશભાઇ પ્રજાપતી તથા આરોપી નં.(૩) આદીત્ય યોગેશભાઇ પ્રજાપતી  તમામ રહે, મ.નં. એ /૦૨/૦૧ વિનશ સોસાયટી રામપાર્કની બાજુમા આજવા રોડ વડોદરા શહેર તા.૨૪/૦૩/૨૦૨૬ ના કલાક-૧૩/૪૫ વાગ્યાના સુમારે મોજે. વિનશ સોસાયટી આજવા રોડ વડોદરા શહેર ખાતે આ કામના ફરી. પોતાના ઘરની ચોકડી તથા દિવાલ મજુર બોલાવી તોડી ઇટોના ટુકડા તથા પથ્થરના કટકા ફરી. પોતાના મકાનની દિવાલ પાસે નાખતા હતા તે વખતે આરોપી નં.(૧) યોગેશભાઇ પ્રજાપતી આવી તુ મકાનનો કચરો અહીયા કેમ નાખે છો ? તેમ કહી બોલાચાલી ઝઘડો કરી બિભ્તસ ગાળો બોલી થપ્પડ મારી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેનુ ઉપરાણુ લઈ આરોપી નં.(૨) વર્ષાબેન પ્રજાપતી તથા આરોપી નં.(૩) આદીત્ય પ્રજાપતી આવી ફરી. સાથે બોલાચાલી ઝઘડો કરી તમારે વાઘરીને અહીયા નહી રહેવાનુ કહી ફરી.ને ગડદાપાટુનો માર મારતા સાહેદ ફરી.ની પત્ની તથા દીકરો ભારત છોડાવવા પડતા સાહેદ ભારતને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરી.ની ફોરવ્હીલ ઉપર પથ્થર ફેકી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા:-૨૬/૦૩/ર૦૨૬ ના કલાક ૧૩/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો પ્રવિણભાઈ સાગરભાઈ  બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      સીટી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં- ૧૧૧૬૯૬૦૦૬૨૬૦૦૬૯/૨૦૨૬  ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬(ખ), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અસલમભાઇ બાબુભાઇ શેખ ઉ.વ.૫૫ ધંધો-છુટક મજુરી રહે. પટેલ ફળીયુ નં-૦૧, યાકુતપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં.(૧) સોહીલ શેખ તથા નં.(૨) તેનો મોટો ભાઇ તા.૨૬/૦૩/૨૦૨૬ ના ક.૨૧/૩૦ વાગ્યા ની આસપાસ મોજે- પટેલ ફળીયા નં-૦૩, યાકુતપુરા વડોદરા શહેર આ કામના ફરી.શ્રી ના ભત્રીજા સાથે આ સામાવાળા સોહીલ શેખ તથા તેના ભાઈ નાઓએ ફરી.શ્રીના ભત્રીજા  સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરીને ફરી.શ્રી ના ભત્રીજા સેફાનને જમણી આંખની ઉપર કપાળના ભાગે ઈજા કરીને ભાગી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૭/૦૩/૨૦૨૬ ના કલાક ૦૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. અજીતસિંહ લાલસિંહ સીટી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.