-: પ્રેસનોટ :-
(તા.૨૭/૦૪/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૮૯ કિં.રૂ. ૧૭૮૦૦/- તથા ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૨૩ કિં રૂ.૭૧૮૭૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૮ સહીત કુલ-૧૬ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મારામારીના કેસો
૧. જવાહરનગર પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૯૨૬૦૦૧૪૮/૨૦૨૬ ભારતીય ન્યાંય સંહીતા-૨૦૨૩ ની કલમ-૧૨૧(૧), ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(ખ), ૩૫૧(૩), ૧૩૨, ૨૨૪, ૩૨૪(૩), ૫૪ તથા પ્રીવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એક્ટ ની કલમ-૩ મુજબ ગુનાના કામના ફરીયાદી અ.પો.કો.મહેન્દ્રકુમાર લક્ષ્મણભાઈ બ.નં.૨૧૦૧ ધંધો-નોકરી રહે-બી/૪૬, ૪૦૩, પ્રતાપનગર પોલીસ લાઈન, મકરપુરા તા.જી.વડોદરા નાઓની ફરીયાદ મુજબ આરોપી નં (૧) દેવરાજ મહેશભાઈ બારોટ તથા (૨) અજય મસ્કે આજરોજ તા-૨૭/૦૪/૨૦૨૬ ના કલાક-૦૧/૫૫ વાગ્યાના અરસામા મોજે- સોલંકી ફળીયુ, રણોલી ગામ તા.જી.વડોદરા ખાતે આરોપી નં (૧) તથા (૨) નાઓએ ભેગા મળી એકબીજાની મદદગારી કરી ફરીયાદીશ્રી ની કાયદેસરની ફરજમા રૂકાવટ કરી આઉટસોર્સ ડ્રાઈવર રઘુવીરસિંહ રાજેશભાઈ નાઓ સરકારી મોબાઈલ ફોનમા વીડીઓ ઉતારવા જતા હતા તે દરમ્યાન ધક્કો મારી મોબાઈલ ફોન પાડી દીધેલ અને મોબાઈલ ફોનને પોતાના પગથી લાતો મારી સરકારી મોબાઈલ ફોનને નુકશાન પહોચાડી ફરીયાદીને તથા ડ્રાઈવરને ગંદી બિભત્સ ગાળો બોલી ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મારી આરોપી નં (૧) નાએ પોતાના હાથમા પહેરેલ કડુ ફરીયાદીને માથાના ભાગે મારી દેતા માથાના ભાગે ત્રણ ટાંકા આવેલ હોય અને જો ફરીથી અહીયા આવશો તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી આ બન્ને ઈસમો ત્યાથી લગ્નની ભીડનો લાભ લઈ નાશી જઈ ગુનો કરેલ તે વીગેરે બાબતે તા.૨૭/૦૪/૨૦૨૬ ના કલાક ૦૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી જે.ટી.દેસાઇ જ.નગર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.