-: પ્રેસનોટ :-
(તા.૨૭/૦૬/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૬/૦૬/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૦૮ કિં.રૂ.૧૬૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ, ઇ.કવાટરીયા તથા બિયર-૨૧૭, મોબાઇલ ફોન-૦૧ મળી કુલ કિ.રૂ.૬૧,૬૭૯/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૫ સહિત કુલ-૦૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મારામારીના કેસો
૧. વાડી પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૫૨૬૦૨૨૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી જાવેદ ઉર્ફે પિન્ટુ અબ્દુલ સત્તાર મનસુરી ઉ.વ.૩૭ ધંધો.સી.ટી. કેબલ રહે.ખાટકીવાડ, મટન માર્કેટ સામે, રહીમ મંજીલ, વાડી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં. (૧) સલીમભાઇ મનસુરી તથા (૨) જુનેદ મનસુરી રહે.નાલબંધ વાડા, વાડી, વડોદરા શહેર તા.૨૬/૦૬/૨૦૨૬ ના બપોરના આશરે ક.૦૩/૦૦ વાગ્યા આસપાસ મોજે.અમર ચાયનીઝની લારી પાસે, મોગલવાડ, વડોદરા શહેર પોતાની બર્ગમેન પર બેસેલ હોય ત્યારે આ કામના આરોપી નં.(૧) નાઓ તેમની એવીયેટર લઈને ત્યાંથી નીકળેલ અને ફરી. સામે આંખો કાઢીને જોતા હોય ત્યારે ફરી.એ કહેલ કે “મારી સામે શું જોવો છો” તેમ કહેતા આ કામના આરોપી નં.(૧) નાઓ ઉભા રહી ફરી.ને ગંદી ગાળો આપી બોલાચાલી ઝઘડો કરેલ ત્યારે ફરી.એ ગાળો આપવાની ના કહેતા આરોપી નં.(૧) નાઓ એકદમ ઉશ્કેરાઇ જઇ એવીયેટરમાંથી નાનું દંડા જેવું કંઇક કાઢી માથાના ભાગે મારી ઇજા પહોંચાડેલ તેવામાં આ કામના આરોપી નં.(૨) નાઓ આવી ફરી.ને ગંદી ગાળો આપી બોલાચાલી ઝઘડો કરી આરોપી નં.(૧) તથા નં.(૨) નાઓ જતા જતા ફરી.ને જાનથી મારી નાખવાની ધમકી આપી એક બીજાની મદદગારી કરી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૬/૦૬/૨૦૨૬ ના કલાક.૧૮/૨૦ વાગે ગુનો નોધાયેલ હોય જે ગુનાની તપાસ હે.કો.ઇશ્વરભાઇ થાનાભાઇ વાડી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ઘરફોડ ચોરીના કેસો
૧. બાપોદ પો.સ્ટે. પાર્ટ–એ ૧૧૧૯૬૦૦૨૨૬૦૩૩૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી બ્રિજેશકુમાર પ્રકાશભાઇ પટેલ ઉ.વ.૩૧ ધંધો-વેપાર હાલ રહે, મ.નં.બી/૪૧ ઓલીવન રેસીડેન્સી, સરદાર એસ્ટેટ પાછળ, આજવા રોડ વડોદરા શહેર મુળ રહે- ગેરેજવાળુ ફળીયુ, કોઠંબા પોલીસ સ્ટેશનની નજીક, કોઠંબા જી. મહીસાગર નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણ્યા ત્રણ ઇસમો ગઈ તા.૨૪/૦૬/૨૦૨૬ ના રાત્રીના કલાક ૦૩/૪૫ વાગ્યા થી ૦૩/૫૫ વાગ્યાના અરશામા મોજે- મ.નં.બી/૪૧ ઓલીવન રેસીડેન્સી, સરદાર એસ્ટેટ પાછળ, આજવા રોડ વડોદરા શહેર અજાણ્યા ત્રણ ઇસમોએ ફરીયાદીના મકાનના દરવાજાનો નકુચો તોડી મકાનમા પ્રવેશી બેડરૂમમા રહેલ લાકડાના કબાટના દરવાજાનુ લોક તોડી કબાટમા રહેલ લોકરનુ તાળુ કોઇ સાધન વડે તોડી લોકરમા રાખેલ સોનાનો સેટ નંગ-૦૧ જેનુ વજન ૩૫.૦૭ ગ્રામ કિંમત આશરે રૂપિયા ૮૭,૬૭૫/- તથા સોનાની બુટ્ટી જોડ-૦૧ જેનુ વજન ૦૮.૪૬ ગ્રામ કિંમત આશરે રૂપિયા ૨૧,૧૫૦/- તથા સોનાની ચેઈન નંગ-૦૧ જેનુ આશરે વજન ૨૦.૦૦ ગ્રામ કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- તથા સોનાની વીટી નંગ-૦૧ જેનુ વજન ૦૫.૦૦ ગ્રામ કિંમત રૂપિયા ૧૨,૫૦૦/- તથા ચાદીના છડા જોડ-૦૧ જેનુ વજન ૨૫૦ ગ્રામ કિંમત રૂપિયા ૧૫,૦૦૦/- મળી કુલ્લે રૂપીયા ૧,૮૬,૩૨૫/- ની મતાની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૬/૦૬/૨૦૨૬ ના કલાક ૧૭/૦૦ વાગે ગુનો નોધાયેલ હોય જે ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી આર.બી.પટેલ બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. ચોરીના કેસો
૧. અટલાદરા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૪૪૨૬૦૩૧૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૪(૧) મુજબના ગુનાના કામના ફરિયાદી સંતોષકુમાર ગંગારામ લુસ્ટે ઉ.વ.૪૦ ધંધો-નોકરી રહે.મ.નં.એ-૨/૨૮૯ દર્શનમ એન્ટીકા બંસલમોલ પાસે દંતેશ્વર તરસાલી રીંગ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણી વ્યક્તી જેના નામ ઠામની ખબર નથી તે તા.૩૧/૦૫/૨૦૨૬ના કલાક ૧૧/૦૦ થી ૧૨/૩૦ વાગે સુધીમા મોજે:- અટલાદરા સ્વામીનારાયણ મંદીર ખાતે વડોદરા શહેર નાએ ફરીયાદી તથા સાહેદ લીલાબેન બાબુભાઈ તાંદલેકર તથા તેમના પતી બાબુભાઈ તથા કુંદાબેન વિ/ઓ ચંદ્રકાંત જાદવ નાઓ અટલાદરા મંદીરમાં દર્શન કરવા ગયેલ ત્યારે સાહેદ લીલાબેન નાઓએ ગળામાં પહેરેલુ સોનાનુ મંગલસુત્ર કાળા મણકા વાળુ જેમા સોનાની નાની મણી તથા વાડકી વાળુ જેનુ વજન ૦૬ ગ્રામ જેટલુ કિંમત રૂપીયા ૬૦,૦૦૦/- ની મત્તાનુ કોઈ અજાણી વ્યક્તીએ ગળામા હાથ નાખી ખેચી ચોરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૬/૦૬/૨૦૨૬ ના ક.૧૬/૩૦ વાગે ગુનો નોધાયેલ હોય જે ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી બી.જી.ભરવાડ અટલાદરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહન અકસ્માત કેસો
૧. મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.ન.-૧૧૧૯૬૦૧૬૨૬૦૩૬૬/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ),૧૨૫(બી) તથા એમ.વી એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનાના કામના ફરિયાદી કુંતાબેન વા/ઓ સુનીલભાઈ બારીયા ઉ.વ. ૩૬ ધંધો ઘરકામ રહેવાસી હાલપટેલ ફળીયુ જાંબુવા ગામ વડોદરા શહેર મુળ/રહે ગામ રાજપુર (કદવાલ), પોસ્ટ પાની (વડોથ) તા. પાવી જેતપુર જિ. છોટા ઉદેપુર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક ફોર વ્હિલ જેનો રજી નં. GJ-06-JQ-2488 ના ચાલક ખ્યાતિબેન મયંકભાઈ પટેલ રહે- સ્વામિનારાયણ ફળિયુ માણેજા વડોદરા શહેર તા. ૨૫/૦૬/૨૦૨૬ ના રોજ બપોરના આશરે ચારેક વાગેના, મોજે- જાન્બુવા ગામના મેદાનમા જાંબુવા વડોદરા શહેર ગઈ તા. ૨૫/૦૬/૨૦૨૬ ના રોજ બપોરના આશરે ચારેક વાગેના સુમારે ફરી શ્રી તેઓના બાળક વિંસ અને યશને લઈને તેઓના ઘરની બાજુના જાન્બુવા ગામના મેદાનમા રમાડવા માટે લઈ ગયેલ તે વખતે ચારેક વાગેના સુમારે ફરિ શ્રીનો દીકરો વિન્સ લીમડાના ઝાડ નીચે રમતો હતો તે દરમ્યાન એક સફેદ કલરની ફોર વ્હિલ જેનો રજી નં. GJ-06-JQ-2488 નાની લઈને એક મહિલા ડ્રાઈવીંગ કરતી હતી જેનુ નામ ખ્યાતિબેન મયંકભાઈ પટેલ નાઓ કોઈક વખત બહુ ઝડપથી કે કોઈક વખત બહુ ધીમે ધીમે ચલાવતી હતી તેનાથી ફરી શ્રી ને લાગેલ કે આ મહિલા ફોર વ્હિલ ગાડી શીખતી હોય તે દરમયાન અચાનક આ ફોર વ્હિલ ચાલક મહિલા પોતાની ફોર વ્હિલનો કાબુ ગુમાવી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરી શ્રી ના દિકરા વિન્સને અથાડી અડફેટે લીધેલ જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નજીકની એસ.એમ.એસ. હોસ્પિટલ મકરપુરા ખાતે સારવાર અર્થે લઈ ગયેલ અને સારવાર દરમયાન ડો. શ્રીએ ડાબા પગના ઘુંટણથી ડાબા પગની એડી સુધી પગના પાછળના ભાગે આખી ચામડી ઉખડી ગયેલ અને અંદરનો માંસ વાળો ભાગ બહાર નીકળેલ અને ડાબા પગે ઘુંટણથી નીચેના ભાગે હાડકામા ગંભીર ઈજા પહોચાડી ફ્રેક્ચર કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૭/૦૬/૨૦૨૬ ના ક.૧૪/૩૦ વાગે ગુનો નોધાયેલ હોય જે ગુનાની તપાસ એ.એસ.આઈ નરસિંહભાઈ કેરાજી મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.