-: પ્રેસનોટ :-
(તા.૨૭/૦૭/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૬/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૧ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૩૨ કિં.રૂ.૬૪૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ તથા બિયરબિયર નંગ- ૨૦૫, કવાટરીયા નંગ-૧૪ તેમજ મો.સા-૧ મળી કુલ્લે કિં.રૂ.૧,૨૩,૦૧૮/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૯ સહિત કુલ-૧૬ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન ચોરીના કેસો
૧. સયાજીગંજ પો.સ્ટે ગુ.ર.નં.કલમ-૧૧૧૯૬૦૩૦૨૬૦૪૨૬/૨૦૨૬ ભારતિય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૦૫ (બી) મુજબના ગુનાના કામના ફરિયાદી જોશના વા/ઓ ભુષણ નથુરામ જાદવ રહે.એ વિંગ ૨૦૧ ઇશાન્ય સ્કાય બ્રીજ, ગાયત્રી પેટ્રોલ પંપ પાસે ઉંડેરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૯/૦૭/૨૦૨૬ ના ક.૧૩/૦૦ વાગ્યેથી ક.૧૫/૦૦ વાગ્યાના સમય ગાળામા મોજે. કમાટીબાગ ગેટ નં.૦૨ પાસેના પાર્કીંગમાંથી ફરિયાદીનુ એક્ટીવા ૩જી રજી નં. MH-08-AK-6293 ની કિ.રૂ.૪૦,૦૦૦/- નુ કોઈ ચોર ઈસમ મોટર એકટીવાને દુપ્લીકેટ ચાવી અગર કોઈ સાધન વડે લોક ખોલી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા બાબતે તા-૨૬/૦૭/૨૦૨૬ ના ક.૧૯/૩૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.કે.રાઠોડ સયાજીગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ગોરવા પો.સ્ટે એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૩૪૪/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૩૦૫(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી પુર્વેશકુમાર દેવેન્દ્રભાઇ નેદરિયા રહે.મ.નં.૦૭ ગાયત્રી પાર્ક સોસાયટી, પંચવટી ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા,૧૯/૦૭/૨૦૨૬ ના ક.૨૦/૦૦ વાગ્યાથી તા ૨૦/૦૭/૨૦૨૬ ૦૯/૦૦ વાગ્યા સુધીના કોઈપણ સમયે. મોજે-સોનુભાઇ મિકેનીકના ગેરેજ અલમરહબા પાર્ક મધુનગર ગોરવા ઉપર મુકેલ ફરિની મારુતી કંપનીની અલ્ટો એલ એક્સ સીલ્વર કલરની ફોર વ્હીલર જેનો રજી નં.GJ-06-BA-7135 ની જેનો ચે.નં.S00445609 તથા એં.નં.3137247 ની જેની આશરે કિ.રૂ.૫૦,૦૦૦/- ની કોઇ ચોરી ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૬/૦૭/૨૦૨૬ ના ક.૧૯/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુાની તપાસ પો.સ.ઇશ્રી એચ.આર.મુજાવર ગોરવા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. સયાજીગંજ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં. અને કલમ- ૧૧૧૯૬૦૩૦૨૬૦૪૨૪/૨૦૨૬ ભારતિય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૫ (બી) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી અરકાન વાજીદહુસેન શેખ રહે. મહેબુબપુરા નવાપુરા ડો. શેખની ક્લીનીકની સામેની ગલી નવાપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા-૧૯/૦૭/૨૦૨૬ ના ક.૦૦/૩૦ વાગ્યેથી સવાર ક.૦૮/૦૦ વાગ્યાના સમયગાળામા કડક બજાર પાસે આવેલ રેલ્વે હોસ્પીટલ પાસેથી ફરિયાદીનુ હિરો સ્પ્લેન્ડર પ્લ્સ મો.સા.નં. GJ 06 QM 0407 નુ કિં.રૂ. ૨૫૦૦૦/-નુ તા-૧૯/૦૭/૨૦૨૬ ના ક.૦૦/૩૦ વાગ્યાથી સવાર ક.૦૮/૦૦ વાગ્યાના સમયગાળામા કડક બજાર પાસે આવેલ રેલ્વે હોસ્પીટલના પાર્કીંગમાથી કોઈ ચોર ઈસમ મો.સા. ડુપ્લીકેટ ચાવી અગર કોઈ સાધન વડે લોક ખોલી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા બાબતે તા-૨૬/૦૭/૨૦૨૬ ના ક.૧૮/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જે.કે.રાઠોડ સયાજીગંજ પો. સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ઘરફોડ ચોરીના કેસો
૧. પાણીગેટ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૪૧૧/૨૦૨૬–બી.એન.એસ. કલમ-૨૦૨૩ ની કલમ ૩૦૫,૩૩૧(૪) મુજબના કામના ફરીયાદી અરૂણાબેન વા/ઓ નરેન્દ્રભાઇ જોબનપુત્રા ઉ.વ.૭૩ ધંધો-ઘરકામ રહે, મ.નં.એ/૦૯, પ્રભાત સોસાયટી, વાઘોડીયા રોડ, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યો ઈસમ તા.૨૭/૦૫/૨૦૨૬ ના વહેલી સવારના કલાક ૦૩/૩૦ વાગ્યા થી કલાક ૦૬/૩૦ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે ગઈ તા.૨૭/૦૫/૨૦૨૬ ના કલાક ૦૩/૩૦ થી કલાક ૦૬/૩૦ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીના મકાનના મેઇન દરવાજાની લોખંડની જાળીનો નકુચો તથા મુખ્ય લાકડાનો દરવાજો કોઇ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશી ઘરના બેડરૂમમા રહેલ લોખંડની તિજોરી તોડી તેમા મુંકેલા સોનાના, ચાંદિના દાગીના કુલ કિ.રૂ. ૧,૯૨,૫૦૦/-ની મત્તાની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ બાબતે તા.૨૭/૦૭/૨૦૨૬ ના ક.૧૨/૪૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સબ.ઈન્સ શ્રી વી.એસ.દેસાઈ પાણીગેટ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. અન્ય કેસો
૧. વારસીયા પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.ર.નંબર-૧૧૧૯૬૦૩૮૨૬૦૨૦૫/૨૦૨૬ ગુજરાત આતંકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ-૨૦૧૫(G.C.T.O.C)ની કલમ-૩(૧) ,૩(૨),૩(૪),૩(૫) મુજબના ગુનાના કામના ફરીયાદી શ્રી વાય.જી.મકવાણા પોલીસ ઇન્સ્પેકટર વારસીયા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા.૧૮/૦૬/૨૦૨૬ થી અગાઉના દસ વર્ષના સમયગાળા દરમ્યાનમા મોજે,વડોદરા શહેર પોલીસ કમિશ્નરેટ એરીયા તથા ગુજરાતના અન્ય જીલ્લાઓ ખાતે આ કામના આરોપીઓ (૧) હિંમાશુ ઉર્ફે હેરી રમેશકુમાર લુધવાણી રહે,ટી-૧૨ રૂમ નં ૧૬૮ એસ.કે.કોલોની વારસીયા વડોદરા શહેર તથા સાગરીતો (૨) વિવેક ઉર્ફે બન્ની મોહનભાઇ કેવલાની રહે મ.ન.એ/૦૩ ટેક્ષ્સટાઇલ સોસાયટી,લોટસ ક્લબની બાજુમા ફતેગંજ વડૉદરા શહેર (૩) અનિલ ઉર્ફે બોબડો કિશનચંદ બુધવાણી રહે,મ.ન.૧૫ સી ટાવર શિવધારા ફ્લેટ પટેલ પાર્કની પાછળ વારસીયા વડોદરા શહેર (૪) રોહિત ઉર્ફે બાબલો રામઅવતાર શર્મા રહે મ.ન.૦૩ પ્રમુખ સ્વામી સોસાયટી ગાયત્રી નગર સોસાયટીની બાજુમા વારસીયા વડોદરા (૫) રફીકશા દિવાન રહીમશા દિવાન રહે,મહાવત ફળીયુ હાથીખાના ફતેપુરા, વડોદરા શહેર (૬) વરૂણ ઉર્ફે જેટલી નંદલાલ હેમાણી રહે,બી-૩૪ જી વોર્ડ શાંતી પ્રકાશ સોસાયટી કુબેરનગર અમદાવાદ (૭) દીપક ઉર્ફે દીપુ ઉર્ફે અન્નુ રાજુભાઇ લાલવાણી રહે,ટી-૨૯/૪૫૦ સંત કવર કોલોની કોટ વિસ્તાર વારસીયા વડોદરા શહેર (૮) ભરત ઉર્ફે ધીરજ ધર્મેશભાઇ નામાણી રહે,ટી-૧૨ એ, કીચન બ્લોક સંત કવર કોલોની પાસે વારસીયા વડોદરા શહેર (૯) નરેન્દ્ર ઉર્ફે ગણેશ ઉર્ફે ડેડર દયાલદાસ રામચંદાણી રહે, ટી-૧૨ સુદામાનગર વારસીયા વડોદરા શહેર નાઓ સાથે મળીને નાણાકીય લાભ લેવાના હેતુથી બહારના રાજય માથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની આયાત કરી પોતાની ગુનાહિત સંગઠીત ટોળકી મારફતે સાગરીતોને ગેરકાયદેસર વેચાણ, ડિસ્ટ્રીબ્યુશન કરી ગેરકાયદેસર પ્રવુતિ ચાલુ રાખવા સંગઠીત ગુનાહિત ટોળકી બનાવી આર્થીક ગુનાઓ આચરેલ છે. તેમજ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવુતિમાથી કમાયેલ નાણા દેશના અર્થતંત્રને નુકશાન પહોચાડે છે અને આ પ્રકારની ગેરકાયદેસરની પ્રવુતિ દ્વારા કમાયેલ નાણા માથી કોઇ પણ પ્રકારનો ટેક્સ ભરતા નથી અને આનાથી બીન હિસાબી નાણામા વધારો થાય છે આ પ્રકારના કમાયેલ નાણાથી સંગઠીત ગુનાહિત ટોળકી દ્વારા તેનો ઉપયોગ અન્ય બીજા ગુનાઓ આચરતા હોય છે જેનાથી પ્રજામા ભયનો માહોલ ઉત્પન કરે છે જે ભયના કારણે સામાન્ય પ્રજા આ ગેંગના સાગરીતો સામે કોઇ પણ જાતની ફરીયાદ કરતા ડરે છે અને આ પ્રકારના ગેરકાયદેસર કમાયેલ નાણા માથી આર્થીક સ્થીતિ મુજબુત બનાવી શરીર સંબધી તથા છેતરપીંડી, ગેરેકાયદેસર અવરોધ, લુટ, મર્ડર, આરોપીને કસ્ટડીમાથી ભગાડી જવા મિલ્કત સંબધી ગુનાનાઓ આ સંગઠીત ગુના આચરતી ટોળકીએ આચરેલ છે અને અનેક પ્રકારના ગુનાઓમા સંડોવાયેલ છે આ સંગઠીત ગુના આચરતી ટોળકીના સાગરીતો ગુનો આચર્યા પછી તેઓની અટકાયત કરી, પુરાવાઓના પરિપ્રેક્ષ્યમા તેઓના વિરુધ્ધ તોહમતનામુ કરવામા આવેલ છે. પરંતુ આ ગુનાહિત સંગઠીત ટોળકીના સભ્યો જામીન મેળવી પુન: પોતાની ગેરકાયદેસરની પ્રવુતી ચાલુ રાખેલ છે. આમ ઉપરોકત આરોપીઓએ ગુના આચરવા સારૂ ‘’હેરી લુધવાણી ગેંગ’’ નામની સંગઠીત ગુના આચરતી ટોળકી ‘’Organized Crime Syndicate’’ બનાવી વડોદરા શહેર/જીલ્લામા તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમા શરીર સંબધી તેમજ પ્રોહીબીશન એકટ અંગેના ગંભીર પ્રકારના ગુનાઓ એકબીજા સાથે સંકળાયલ રહી ગુનાહિત કાવતરૂ રચી સંગઠીત ગુનાઓ કરી એકબીજાની મદદગારી કરી આ ગુનાની તપાસમા સંગઠીત ગુના કરતી ટોળકી સાથે મળી ગુનાહીત કાવતરૂ કરનાર ટોળકીને દુષ્પ્રેરણ કરનાર તથા ટોળકીને સગવડતા કરી આપનારની જે હકીકત તપાસમા મળી આવે તેઓ તમામ વિરુધ્ધ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૬/૦૭/૨૦૨૬ ના કલાક.૧૫/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ મ.પો.કમિ.શ્રી ઇ ડિવિ. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.