-: પ્રેસનોટ :-
(તા.૨૭/૦૮/૨૦૨૬)
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૬/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૦૯ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૩૦ કિં.રૂ.૬૦૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ તથા બિયર નંગ-૯૯૪, બસ-૧, મોબાઇલ ફોન-૧ મળી કુલ કિ.રૂ.૨૧,૦૮,૮૮૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૪ સહિત કુલ-૦૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મારામારીના કેસો
૧. સીટી પો.સ્ટે. પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૬૨૬૦૨૦૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૨૯૬(ખ),૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી મહોમ્મદહનીફ અબ્દુલરહેમાન જબુવાલા ઉ.વ.૫૪ ધંધો.-રિક્ષા ડ્રાઇવર રહે.દુધવાલા મહોલ્લો, સૈયદવાડાની સામે,સાત દરગાહ પાસે,પાણીગેટ, ભદ્રકચેરી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) શાહનવાઝ ઝુલ્ફીકારઅલી સૈયદ રહે.દુધવાલા મહોલ્લો, સૈયદવાડા ની સામે,સાત દરગાહ પાસે, પાણીગેટ, ભદ્રકચેરી, વડોદરા શહેર તથા નં.(૨) ઝેદ ઉર્ફે જીતુ પઠાણ રહે, ખબર નથી. નં.(૩) સોહેબ ઝુલ્ફિકારઅલી સૈયદ રહે.દુધવાલા મહોલ્લો, સૈયદવાડાની સામે,સાત દરગાહ પાસે, પાણીગેટ, ભદ્રકચેરી,વડોદરા શહેર આજરોજ તા.૨૬/૦૮/૨૦૨૬ ના કલાક ૧૬/૩૦ વાગ્યાની આસપાસ ફરી.શ્રી સાથે ઘરની દિવાલ બાંધવા બાબતે આરોપી નં.(૧) નાઓએ ફરી.શ્રીને માથાના ભાગે લોખંડની કોષ મારી ઈજા કરેલ તથા નં.(૨) નાઓએ ફરી.શ્રી સાથે ગાળાગાળી કરી ફરી.શ્રીના ભત્રીજા ફારુખ સાથે ઝપાઝપી કરેલ તથા આરોપી નં.(૩) નાઓએ પણ ફરી.શ્રી સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરીને ત્યાંથી આ ત્રણેય ઇસમો ભાગી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૬/૦૮/૨૦૨૬ ના કલાક ૧૯/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી ડી.કે.સોજીત્રા સીટી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાાસ હાથ ધરેલ છે.
૨. કુંભારવાડા પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૧૬૮/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૧૯૧(૩), ૧૧૮(૨), ૧૧૫(૨), ૨૯૬(ખ), ૩૫૧(૩) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ફીરોજભાઇ ગુલામભાઇ મનસુરી ઉ.વ.૪૦ ધંધો-ટેમ્પો ડ્રાઇવિંગ રહે-ચાંદભાઇની લારી પાસે રહેમતનગર ભાંડવાડા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧)રેહાન ઉર્ફે બાબા (૨)મેરાજ ઉર્ફે પીરુ (૩)મોઇન (૪)સાહીલ મુબીન પઠાણ તમામ રહે-ભાંડવાડા વડોદરા શહેર(૫) અન્ય બે ઇસમો જેમના નામ ઠામની ખબર નથી તે તા.૨૬/૦૮/૨૦૨૬ ના સવારના આશરે ૦૯/૩૦વાગ્યાની આસપાસ રહેમતનગર મસ્જીદ ભાંડવાડા પાસે ઇદ-એ-મિલાદનો તહેવાર હોય જેથી ડી.જે. મુકેલ હતુ જે ડી.જે. ને ફરીયાદીનો ટેમ્પો GJ 06 CT 1044 નાનો અડી જતા ડી.જે.ના વાયર નીકળી ગયેલ જેથી આરોપી નં.(૧)રેહાન ઉર્ફે બાબા તથા નં.(૨)મેરાજ ઉર્ફે પીરુ તથા નં.(૩)મોઇન તમામ રહે-ભાંડવાડા વડૉદરા શહેર નાઓ આવી ડી.જે.ના વાયરો કેમ તોડી નાખેલ તેમ કહી મા-બહેન સમાણી ગાળો બોલી ગડદા પાટુનો માર મારી તથા નં.(૧)નાએ ફરીને માથાના ભાગે પથ્થર (બ્લોક) મારી ઇજા પહોચાડી જતા રહેલ ત્યારબાદ તરત જ થોડીવારમા આરોપી નં.(૧)(૨)(૩) તથા(૪)સાહીલ મુબીન પઠાણ રહે-ભાંડવાડા રહેમતનગર વડોદરા શહેર તથા આરોપી નં.(૫)અન્ય બીજા બે અજાણ્યા ઇસમો જેમના નામ ઠામની ફરી.ને ખબર નથી તેઓ ફરીથી આવી આજે તો બધાને પતાવી દેવા છે તેમ કહી ફરી.ને મારવા દોડતા ફરી.ના સાળા સાહેદ યાસીન નન્નુભાઇ પઠાણ રહે-ભાંડવાડા વડૉદરા શહેર નાઓ વચ્ચે છોડાવવા પડતા આરોપી નં.(૧)નાઓએ તલવાર મારતા જમણા હાથના કોણીથી ખંભાના વચ્ચેના ભાગે ઇજા થયેલ તથા સાહેદ મુસ્તાકખાન નન્નુખાન પઠાણ રહે-સદર નાઓને આરોપી નં.(૨)નાએ લોખંડની પાઇપનો ફટકો માથાના ભાગે મારી ઇજા પહોચાડી તથા સાહેદ મોહંમદ સફી અબ્દુલગફુર પઠાણ નાઓને આરોપી નં.(૩) નાએ લાકડીના બે-ત્રણ ફટકા બરડાના ભાગે મારી ઇજા પહોચાડી તથા આરોપી નં.(૪) તથા નં.(૫) નાઓએ ફરી.તથા સાહેદોને પકડી રાખી ગમેતેમ ગાળો બોલી ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તિક્ષ્ણ હથીયારો ધારણ કરી ગેરકાયદેસર મંડળી રચી મે. પોલીસ કમીશ્નરશ્રી વડોદરા શહેરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી નાસી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૬/૦૮/૨૦૨૬ ના કલાક ૧૭/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી સી.પી.ઝાલા કુંભારવાડા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માત/ ફેટલના કેસો
૧. સમા પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૩૧૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૩૪, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ભીખુભાઇ છગનભાઇ બદિયાણી ઉ.વ.૫૨ ધંધો.વેપાર રહે, હાલ-૪૦૫/રાધીકા રેસિડેંસી આરાધ્યા સ્કેર ની સામે,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણ્યા વાહન ચાલક તેના નામ સરનામાની ખબર નથી તે આજરોજ તા.૨૬/૦૮/૨૦૨૬ ના રોજ કલાક ૧૫/૦૦ વાગ્યાના સુમારે મોજે દુમાડ ચોકડી બ્રીજ નીચે કોઇ અજાણ્યા વાહનચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી મરણ જનાર અમરનાથ ગુલીચંદ કોરી ઉ.વ.આશરે ૩૫ રહે. જેના સરનામાની ખબર નથી તેને અકસ્માત કરી માથાના પાછળના ભાગે તથા કપાળની જમણી તરફ તથા બન્ને પગમાં ગંભીર ઇજા તથા જમણી આંખના નીચેના ભાગે સામાન્ય ઇજા પહોચાડી પોતાનુ વાહન લઇ નાસી ગયેલ હોય અને અમરનાથ ગુલીચંદ કોરી જે સારવાર દરમ્યાન મોત નિપજાવી ગુનો કર્યા વિ બાબતે તા.૨૬/૦૮/૨૦૨૬ ના કલાક ૨૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ PSI શ્રી એસ.જી.ડામોર સમા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાાસ હાથ ધરેલ છે.
૨. કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૧૬૯/૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(બી) તથા એમ.વી એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ભરતભાઈ છોટાભાઈ અમીન ઉ.વ.૭૩ ધંધો:-નિવ્રુત રહે;-એ/૧ સત્યેન સોસાયટી ઉત્કર્ષ પેટ્રોલપંપની પાછળ કારેલીબાગ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક અજાણ્યો ફોર વ્હિલ વાહન ચાલક તા.૨૬/૦૮/૨૦૨૬ ના આશરે કલાક ૦૬/૪૫ વાગ્યાના અરસામાં મોજે- સ્વામિનારાયણ મંદિરની સામે પાણીની ટાંકીથી સંગમ ચાર રસ્તાની વચ્ચે લાલ બહાદુર શાસ્ત્રી સ્કુલની આગળ રોડ ઉપર વડોદરા શહેર આ કામના ફરીયાદી લાલ બહાદુર શાસ્ત્રી સ્કુલની આગળ રોડ ઉપરથી સ્વામીનારાયણ મંદિર તરફ ચાલતા રસ્તો ક્રોસ કરતી વખતે પાણીની ટાંકીથી સંગમ તરફ આવતી એક અજાણી ફોર વ્હિલના ચાલકે પોતાની ફોર વ્હિલ ગાડી પુરઝડપે અને બેદરકારીપુર્વક ચલાવી લાવી ફરિ.ને અથાડી દેતા જમણા પગના એડીના ભાગે ફેક્ચરની ઈજા પહોચાડી ભાગી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૭/૦૮/૨૦૨૬ ના કલાક ૦૦/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ જીતેન્દ્ર કૌશલેન્દ્રસિંહ કુંભારવાડા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાાસ હાથ ધરેલ છે.
૪. વાહન ચોરીના કેસો
૧. જે.પી.રોડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં ૬૮/૨૦૨૬ યુનીક નં 11196008260255/2026 ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૫(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી ઇલાફ અલીભાઇ પટેલ ઉ.વ.૩૯ ધંધો.વેપાર રહે.કે-૭૪, તાઇફનગર-૧, તાંદલજ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઈ તા.૨૨/૦૮/૨૦૨૬ ના કલાક ૨૧/૦૦ થી તા.૨૩/૦૮/૨૦૨૬ના કલાક ૧૦/૩૦ વાગ્યા દરમ્યાન આ કામના ફરીયાદીની દુકાન નં-૩, યુગ કોમ્પલેક્ષ શુભમ પાર્ટી પ્લોટ સામે તાંદલજાના પાર્કીંગમાં પાર્ક કરેલ ફરીયાદીની સેકન્ડ હેન્ડ ખરીદ કરેલ એક બજાજ કંપનીની પલ્સર ૨૨૦ મો.સા જેનો રજી નં GJ-06-NE-4816 ઈબોની બ્લેક રેડ કલરની સને-૨૦૨૧ના મોડલની જેનો ચેસીસ નં.MD2A13EX XMCK04585 તથા એંજીન નં. DKXCM K53844 નો છે. જેની આશરે કિ.રૂ.૨૫,૦૦૦/- ગણી શકાય જે કોઇ ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી અગર તો કોઈ સાધન વડે લોક તોડી ચાલુ કરી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ બાબતે તા.૨૬/૦૮/૨૦૨૬ ના કલાક ૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો વિરમભાઇ બનુભાઇ જે.પી.રોડ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાાસ હાથ ધરેલ છે.
૨. અટલાદરા પો.સ્ટે. પાર્ટ- એ ૧૧૧૯૬૦૪૪૨૬૦૩૯૪/૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨), ૩૦૫(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી અશોકભાઇ રમણભાઇ પટેલ ઉ.વ.૬૩ ધંધો-નોકરી રહે,મ.ન.ઇ/૨૮ અનંતા સ્વાગતમ બીલ-કલાલી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ કોઇ અજાણ્યો ચોર ઇસમ જેના નામ સરનામાની ખબર નથી તે તા.૧૨/૦૮/૨૦૨૬ ના કલાક ૧૯/૧૫ થી કલાક ૧૯/૩૫ વાગ્યા દરમ્યાન મોજે- કલાલી શિવાન્શ ચોક પાસે રોડની સાઇડમાં વડોદરા શહેર આ કામ ફરીયાદીશ્રીએ પોતાની કંપનીની એક હિરો કંપની સ્પેલન્ડર મોટર સાયકલનો જેનો આર.ટી.ઓ રજી.નં.GJ-06-NE-2157નો છે. જેનો એન્જીન નંબર HA11EVM5A58435 તથા ચેસીસ નંબર MBLHAW 113M5A10267નો છે જે સને-૨૦૨૧ નુ જેની હાલની આશરે કિંમત રૂપિયા-૪૦,૦૦૦/- જેટલી ગણી શકાય જે મોટર સાયકલ પાર્ક કરીને શાંકભાજી લેવા સારૂ ઉભા રહેલ તે દરમ્યાન પાર્ક કરેલ જગ્યાથી મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ડુબ્લીકેટ ચાવી વડે લોક ખોલી અગર તોડી ચોરી કરી લઈ જઇને ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૬/૦૮/૨૦૨૬ ના ક.૨૦/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. વિપુલભાઈ સગરામભાઈ અટલાદરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાાસ હાથ ધરેલ છે.