Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૭/૧૧/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૨૬/૧૧/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૦૭ કિં.રૂ.૧૪૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૨, બિયર નંગ-૩૭, કવાટરીયા નંગ-૨૧૨ મળી કુલ કિ.રૂ.૫૭,૮૬૫/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૨૧ સહિત-૨૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.    મારામારીના કેસો

૧.     કારેલીબાગ પોલીસ સ્ટેશન

કારેલીબાગ પો.સ્ટે. પાર્ટ”એ” ગુ.ર.નં.-૧૧૧૯૬૦૨૭૨૫૦૩૯૫/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૧૧૫(૨), ૧૧૭(૨), ૨૯૬(ખ) મુજબના ગુનાના કામના ફરિયાદી રાજીશ કુમારન થિય્યા રહે-૩૦૧,પ્રશાંત એપાર્ટમેન્ટ, મેંટલ હોસ્પિટલની સામે કારેલીબાગ નાઓની ફરિયાદ મુજબ આરોપી સત્યેન માધવરાવ પટેલ રહે. વી.આઈ.પી. રોડ કારેલીબાગ વડોદરા શહેર નાઓએ તા.૨૪/૧૧/૨૦૨૫ ના ક.૨૧/૦૦ વાગ્યાના અરસામા મોજે. સત્યજીવન પ્રોવીઝન સ્ટોર ખાતે મેન્ટલ હોસ્પિટલની સામે કારેલીબાગ ખાતે ફરીયાદી પાસે નિકળતા પોતાના સરસામાનના પૈસા માંગી ફરીયાદીને ગમે તેમ ગાળા ગાળી કરી ફરી.ને ધક્કો મારી નિચે પાડી દઈ નાકના ભાગે તથા ડાબા હાથના કાંડાના ભાગે મુક્કા વડે માર મારી ઝપાઝપી કરી ગંભીર ઈજા પહોચાડી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૬/૧૧/૨૦૨૫ ના ક.૨૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. કિંજલબેન કિશોરજી કારેલીબાગ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળીકાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     સમા પોલીસ સ્ટેશન

સમા પો.સ્ટે. પાર્ટ- એ  ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૫૦૨૮૪/૨૦૨૫  ભારતીય ન્યાય સંહીતા સને- ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૨), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્વેતા દીપક બંસલ રહે, મ.નં.૩૦૧, રીદ્ધી સિદ્ધી રેસીડેન્સી, શુકલાનગર પાસે, સમા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) અમિત યાદવ (૨) ધનંજય યાદવ (૩) વર્ષા વા/ઓ ધનંજય  યાદવ તમામ રહે, મ.નં.૩૦૨, રીદ્ધી સિદ્ધી રેસીડેન્સી, શુકલાનગર પાસે, સમા, વડોદરા શહેર નાઓએ તા.૨૭/૦૮/૨૦૨૫ ના ક:૧૦/૦ વાગે સુમારે મોજે:- મ.નં.૩૦૧, રીદ્ધી સિદ્ધી રેસીડેન્સી, ફલેટના મકાનની બહાર, શુકલાનગર પાસે, સમા અગાઉ થયેલ નાના મોટા ઝઘડાની અદાવત રાખી ફરીયાદીના ફલેટના મકાનની બહાર ફરીયાદીને તથા ફરીયાદીના પતિ સાથે બોલા ચાલી ગાળા ગાળી ઝઘડો કરી હાથાપાઇ તથા ગડદાપાટુનો મારમારી ફરીયાદીના પતિને સોસાયટીમા રહેવા નહી દઉ તેવી ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ. બાબતે તા.૨૬/૧૧/૨૦૨૫ ના ક.૧૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. રાજુભાઇ પરસોતમભાઇ સમા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.    મોબાઇલ ચોરીના કેસો

૧.     ફતેગંજ પોલીસ સ્ટેશન

ફતેગંજ પોસ્ટે એ પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૬૦૧૨૨૫૦૫૪૦/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩ (૨) મુજબના ગુનાના કામના ફરિયાદી કનુભાઈ વાલજીભાઇ રોહીત રહે મ.નં-૩૦ તરૂણનગર છાણી જકાતનાકા પાસે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૫/૧૧/૨૦૨૫ ના ક.૧૪/૦૦ થી ૧૬/૦૦ વાગ્યાની આસપાસ ફરીયાદી તેમની દિકરી નેન્શી માર્ટીન નાઓ સાથે સાહેદ અંબાબેન નાઓની પાન-માવાની ગલ્લાના થડા ઉપર ફોન રાખેલ હતો અને પોતાનુ કામ કરતા હતા તે સમય દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમે નજર ચુકવી ફરીયાદીનો OPPO કંપનીનો A16E મોડલનો મોબાઇલ ફોન જેનો IMEI NO.860035063760396 જેની કિ.રૂ.૫,૦૦૦/- તે કોઇ ચોર ઇસમે નજર ચુક કરીને લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા ૨૬/૧૧/૨૦૨૫ ના ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ નિલેશભાઈ રમણભાઈ ફતેગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.    સ્ત્રી અત્યાચારના કેસો

૧.     પાણીગેટ પોલીસ સ્ટેશન

પાણીગેટ પો સ્ટે પાર્ટ-એ- ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૫૦૬૨૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૮૫, ૨૯૬(બી), ૩૫૧(૩), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ભાવનાબેન W/O આશિષકુમાર દિલીપભાઈ વ્યાસ તે અગમશરણ નટવરલાલ પંડયાની દિકરી રહે,સી-૪૫ મનનપાર્ક સોસાયટી, શ્રીનાથ વિધાલયની પાછળ, ડભોઈ વાઘોડીયા રીંગ રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ફરીના પતિ (૧) આશિષકુમાર દિલીપભાઈ વ્યાસ(ર) સાસુ- ભક્તિબેન દિલીપભાઈ વ્યાસ(૩) દિયર-કેયુર દિલીપભાઈ વ્યાસ તમામ રહે, એ/૪ જલારામ ડુપ્લેક્ષ, માતર સોસાયટી, પાતડીયા હનુમાન મંદિર પાસે, મુ.પાદરા તા.પાદરા જી.વડોદરા નાઓએ તા.૨૬/૦૬/૨૦૨૫ ના ક.૧૭/૦૦ વાગ્યેથી તા.૧૧/૦૮/૨૦૨૫ના ક.૧૧/૪૫ વાગ્યા સુધી મોજે-એ/૪ જલારામ ડુપ્લેક્ષ, માતર સોસાયટી, પાતડીયા હનુમાન મંદિર પાસે, મુ.પાદરા આરોપીઓ ફરિયાદી બેનને માનસિક તેમજ શારીરીક ત્રાસ આપી, ગંદી ગાળો બોલી, વારંવાર મારી નાખવાની ધમકી આપી તેમજ ફરીયાદીશ્રીના ચરિત્ર પર પરપૂરૂષ સાથેના સંબંધો ખોટી રીતે સાબિત કરશે તેવી ધમકી આપી, યેનકેન પ્રકારે દબાણ કરી, સ્ત્રીધન પોતાની પાસે રાખી લઈ ફરીયાદીશ્રીને પરત ના આપી, એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૬/૧૧/૨૦૨૫ ના ક.૧૯/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી વી.એસ.દેસાઈ પાણીગેટ પો.સ્ટે નાઓએ  સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.    ઘરફોડ ચોરીના કેસો

૧.     પાણીગેટ પોલીસ સ્ટેશન

પાણીગેટ પો.સ્ટે. પાર્ટ-એ- ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૫૦૬૨૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની  કલમ-૩૦૫ (ક), ૩૩૧ (૩), ૩૩૧ (૪) મુજબના ગુનાના કામના ફરિયાદી ગોપાલદાસ સોમાલાલ તલાટી રહે–મ.નં. ૦૫, ગોકુળનગર, પરીવાર સ્કુલની બાજુમાં, આજવા રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઇ તા.૧૪/૧૧/૨૦૨૫ ના સાંજના આશરે પાચેક વાગ્યાથી તા.૧૬/૧૧/૨૦૨૫ ના રોજ રાત્રીના ૦૯/૦૦ વાગ્યા દરમ્યાન મોજે- મ.નં. ૦૫, ગોકુળનગર, પરીવાર સ્કુલની બાજુમાં, આજવા રોડ ખાતે અજાણ્યા ચોર ઇસમ ફરિયાદીના ઘરમાં પ્રવેશ કરી ઘરના રૂમમાં રહેલ તિજોરીના ડ્રોવરમાં મુકેલ સોનાની બે બંગડી જે આશરે ત્રણ તોલાની જેની આશરે કિં.રૂ.૧,૮૦,૦૦૦/- જે ચોરી કરી જઈ ગુનો કર્યા વિ બાબતે તા-૨૬/૧૧/૨૦૨૫ ના ક.૨૨/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી ડી.આર.પટેલ પાણીગેટ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.    વિશ્વાસઘાત/છેતરપીંડીના કેસો

૧.     વારસીયા પોલીસ સ્ટેશન

વારસીયા પોલીસ સ્ટેશન પાર્ટ- એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૩૮૨૫૦૨૪૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી કૃમિલ ભરતકુમાર ગાંધી રહે. મ.નં. સી/૩૦૨, રાધે રત્નમ, રાજ રત્ન પ્લેટીનાની સામે વાઘોડીયા રોડ વડૉદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) યાજ્ઞીક હિતેષભાઇ હરીઓમપ્રસાદ ઉર્ફે ઘનશ્યામ મહારાજ ઉર્ફે ભુદેવ રહે. મ.નં. ૪૬/૨૭૩ વિજયનગર નારણપુર અમદાવાદ (૨) તપન નવીનચંદ્ર શાહ રહે. એ-૨૦૨, બદ્રીકેદાર એપાર્ટમેન્ટ, દીપીકા ગાર્ડન પાસે કારેલીબાગ વડોદરા શહેર નાઓએ તા.૧૦/૦૩/૨૦૨૪ થી આજદીન સુધી મોજે. એલ/૦૮/૯૩ વિજયનગર સોસાયટી હરણી રોડ ફરીયાદીનું મ.નં. એલ/૦૮/૯૩ વિજયનગર સોસાયટી હરણી રોડ વડોદરા શહેર ખાતેનું તા.૧૦/૦૩/૨૦૨૪ રોજ ભાડેથી રાખી ફરીયાદી સાથે ફોન પર વાતચીત કરી ફરીયાદીને લગ્ન માટે ગ્રહો નડતર રૂપ છે તે ગ્રહો દુર કરવા વીધી કરવા માટે સોનાના દાગીના (૧‌) સોનાની વીંટી નંગ-૦૧ તથા (૨) સોનાની ચેઇન નંગ-૦૧ બન્નેનું વજન આશરે ૨.૫ થી ૩.૦ તોલા જેની કિં.રૂ. આશરે ૨,૫૦,૦૦૦/- તેમજ ફરીયાદીના ક્રેડીટ કાર્ડ પર તા.૨૨/૧૧/૨૦૨૪ ના રોજ એલ.જી.કંપનીનું ફ્રીજ કિ.રૂ.૪૦,૦૦૦/- માં ખરીદ કરેલ અને તા.૨૪/૦૪/૨૦૨૫ ના રોજ બ્લ્યુ સ્ટાર કંપનીનું રૂપિયા ૪૦,૮૦૦/- માં એ.સી. ખરીદ કરેલ તથા તા.૦૮/૦૫/૨૦૨૫ ના રોજ રોકડ રૂ.૧૦,૦૦૦/- અને તા.૦૭/૦૬/૨૦૨૫ ના રોજ રોકડ રૂપિયા ૨૦,૦૦૦/- મળી કુલ્લે ૩૦,૦૦૦/- રૂપિયા ફરીયાદી પાસેથી હાથ ઉછીના મેળવી તે નાણા અને ગ્રહ નડતર દુર કરવાની વીધી માટે આપેલ સોનાના દાગીના ફરીયાદીએ પરત માંગતા આરોપીએ ફરીયાદીને આજદીન સુધી પરત નહી આપી ફરીયાદીની જાણ બહાર સંમતી વીના આરોપી નં.(૨) નાઓ પાસે તા.૦૪/૦૭/૨૦૨૫ ના રોજ ગીરવે મુકી રૂ.૧,૦૦,૦૦૦/- મેળવી લઈ પોતાના અંગત હીત માટે ઉપયોગમાં લઈ ફરીયાદી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરેલ તેમજ સાહેદ રમેશભાઇ બાબુભાઇ સોની નાઓની માનસીક શાંતી માટે ગ્રહો સુધારવા માટે દીન ૨૭ સુધી વીધી કરવા (૧) સોનાની ચેઇન પેન્ડલ સાથે (૨) એક સોનાની લકી જે બન્નેની કિંમત રૂ.૯૦,૦૦૦/- ની મત્તાના દાગીના આરોપી નં.(૧) નાઓએ મેળવી લઈ દીન ૨૭ બાદ સાહેદને દાગીના પરત નહી આપી તે દાગીના સાહેદની જાણ બહાર અને સંમતી વીના આરોપી નં.(૨) નાઓ પાસે તા.૨૧/૦૭/૨૦૨૫ ના રોજ રૂ.૩૫,૦૦૦/-માં ગીરવે મુકી રૂ.૩૫,૦૦૦/- મેળવી લઈ પોતાના અંગત હીતમાં ઉપયોગમાં લઈ સાહેદ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરેલ તેમજ સાહેદ આશિષભાઇ પ્રવિણભાઇ પરમાર નાઓના ધંધામાં વધારો અને પ્રગતી કરવાની વીધી કરવા સોનાની વીંટી નંગ-૦૧ જેની કિં.રૂ.૪૦,૦૦૦/-ની મત્તાની વીંટી મેળવી લઈ પરત ન આપી તે વીંટી સાહેદની જાણ બહાર અને સંમતી વીના આરોપી નં.(૨) નાઓ પાસે ગીરવે મુકી આરોપી નં.(૧),(૨) નાઓએ એકબીજાના મેળાપીપણામાં રહી ફરીયાદી અને સાહેદો પાસેથી ગ્રહો દુર કરવા અને માનસીક શાંતી તેમજ ધંધામાં પ્રગતીની તાંત્રીક વીધી કરવાના બહાને સોનાના દાગીના મેળવી લઈ ફરીયાદી અને સાહેદોની સંમતી વીના અને જાણ બહાર આરોપી નં.(૧) નાએ આરોપી નં.(૨) પાસે સોનાના દાગીના ગીરવે મુકી દાગીનાની રકમ મેળવી લઈ ફરીયાદી અને સાહેદોને સોનાના દાગીના પરત ન આપી ફરીયાદી અને સાહેદો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી ગુનો કર્યા બાબતે તા.૨૬/૧૧/૨૦૨૫ ના ક.૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી વી.આર.ચૌધરી વારસીયા પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૭.    અન્ય કેસો

૧.     માંજલપુર પોલીસ સ્ટેશન

માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ ૧૧૧૯૬૦૦૩૨૫૦૬૭૦/૨૦૨૫ ઈ.પી.કો કલમ ૩૮૪,૫૦૬(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી વિનોદભાઇ શ્રીનીરશભાઇ મંડલ રહે,૪૪/૪૫ મહાદેવનગર કોતરતલાવડી અલવાનાકા માંજલપુર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી જનઅર્પણ પેપરના તંત્રી કંચન પરમાર મોબાઇલ નં-૯૫૧૦૫૭૦૬૩૯ નાઓએ સને-૨૦૨૩ થી આજદિન સુધી મોજે:- મકરપુરા જી.આઇ.ડી.સી. પ્લોટ નં.૪૨૪ સમીરખા કંપની પાસે કાજલ પાન સેન્ટર ખાતે આરોપીનાને ફરિયાદીનો ગલ્લો દબાણ શાખા વાળા હટાવવાની જાણ આ કંચન પરમારને થતા તે ફરીયાદીના ગલ્લા ઉપર આવી ફરીને પોતાની ઓળખાણ આપી અને મોટા અધિકારીઓ સાથે સારી ઓળખાણ છે તમારી લારી કોઇ નહી હટાવે તે સારૂ રૂ.૩૦,૦૦૦/-ની માંગણી કરેલ. અને ફરિને ફોન કરી તથા રૂબરૂ મળી રૂપિયા નહી આપે તો તારા હાથ-પગ તોડી નાખીશ અને તારો ગલ્લો પણ નહી રહે અને તુ પણ નહી રહે તેવી ધમકી આપેલ જેથી ફરિએ ટુકડે ટુક્ડે રૂ.૮૦૦૦/- રોકડા આપેલ હતા અને વધારે રૂપિયા માંગતા ફરિયાદી પાસે રૂપિયા ન હોય જેથી દબાણ કરી ફરિના બેંક ઓફ બરોડા ખાતા નં-૦૬૩૪૦૧૦૦૦૧૪૩૩૧ નો ફરિની સહી વાળો ચેક બળજબરીથી લઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૬/૧૧/૨૦૨૫ ના ક.૨૧/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એન.જી.રોહિત માંજલપુર પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.