Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૮/૦૧/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૨૭/૦૧/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૨ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૨૯ કિ.રૂ.૫૮૦૦ /-તેમજ ઇંગ્લીશ દારૂની ઇ.કવા-૨, કિં.રૂ.૨૦૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૨૩ સહીત કુલ-૩૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨. મારામારીના કેસો

૧. કુંભારવાડા પો.સ્ટે.

કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૦૨૮/૨૬ બી.એન.એસ. કલમ  ૨૯૬(૨),૧૧૫(૨),૧૧૮(૧),૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ     આ કામના ફરીયાદી ઇશાન  સોકતહુસેન ગુલામ હુસેન શેખ  રહે ફતેપુરા ધુળધોયાવાડ પાડાખાના પાસે વડોદરા નં(૧)સાજીદ મહેબુબ ભાઇ શેખ રહે , જેતલપુર સયાજિગંજ વડોદરા શહેર તથા (૨) નોમાન અલ્લારખા શેખ તથા (૩) ફેઝલ અલ્લારખા શેખ બન્ને રહે,યાકુતપુરા પહેલવાનના ખાચામા વડોદરા શહેરનાઓએ તા.૨૭/૦૧/૨૦૨૬ ના રોજ રફિકભાઇ ગુલામભાઇ શેખ ની છોકરી શબનમ ના લગ્ન પ્રસંગ નું જમણવાર ધુળ ધોયાવાડ ખાતે હોવાથી ફરિયાદી તથા મહોલ્લાના છોકરાઓ જમવાનું પિરસતા હતા તે વખતે કલાક.૨૨/૩૦ વાગ્યાની આસપાસ નં(૧)સાજીદ મહેબુબ ભાઇ શેખ રહે , જેતલપુર સયાજિગંજ વડોદરા શહેર તથા (૨) નોમાન અલ્લારખા શેખ તથા (૩) ફેઝલ અલ્લારખા શેખ બન્ને રહે,યાકુતપુરા પહેલવાનના ખાચામા વડોદરા શહેર નાઓએ ફરિયાદી તથા ફરિયાદીના પિતાને ગમેતેમ ગંદી ગાળો બોલી નં (૨)નોમાન નાએ તેઓના હાથમાનો દાળ પિરસવાનો ડોયો ફરિયાદીના માથાના ભાગે મારી ઇજા પહોચાડેલ તથા સાજીદ શેખ તથા ફેઝલ શેખ નાઓએ ફરિયાદી તથા ફરિયાદીના પિતાને ગમેતેમ ગંદી ગાળો બોલી  ગડદાપાટુનો માર મારી એકબીજાની મદદગારી કરી મે.પો.કમી.સા.શ્રી નાઓના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે  તા.૨૮/૦૧/૨૦૨૬ ના કલાક.૦૧/૦૫  વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. રાહુલભાઇ ભીખાભાઇ નોકરી કુંભારવાડા પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.       ચોરીના કેસો

૧.       ગોરવા પો.સ્ટે.

ગોરવા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૭૨૬૦૦૪૬ /૨૬ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩(બી.એન.એસ.) ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી. ન્રુપકુમાર રાકેશભાઈ પટેલ ઉ.વ.૨૨ ધંધો. નોકરી હાલ રહે. મકાન નં સાત  ગણેશ એપારમેન્ટ ,ડીલેક્ષ ચોકડી પાસે નીઝામપુરા વડોદરા શહેર મુળ રહે.બી/૦૯ વાસુદેવ બંગ્લોઝ ,અન્ન્પુર્ણા રેસ્ટોરેન્ટની પાછળ,જશોદાનગર ,અમદાવાદ શહેર કોઇ અજાણ્યો ઇસમ તા.૨૭/૧૧/૨૦૨૫ ના ક ૧૦/૩૦ થી તા.૨૮/૧૧/૨૦૨૫ ના ક.૦૯/૩૦ વાગ્યા દરમ્યાનમાં  મોજે  મકાન નં.૧૯ નુર બંગ્લોઝ ના કપાઉંડમાં મધુનગર બ્રીજ પાસે ગોરવા વડોદરા શહેર  દરમિયાન મારી હોંડા કપંનીની એક્ટીવા જેનો રજી નં. GJ-27-FT-5074 જેનો એન્જીન નં.JK36EW 2224397 તેમજ ચેચીઝ નં.ME4JK362D SW224208 કાળા કલરની એક્ટીવા જેની ૨૦૨૫ ના મોડલની આશરે કિમત ૫૦,૦૦૦/- રૂપિયા જેટલી ગણી શકાય તે કોઈ ચોર ઈસમ ફરીયાદી ના સાહેબના ઘર નં.૧૯ નુર બંગ્લોઝ મધુનગર બ્રીજ પાસે ગોરવા વડોદરા શહેર નાઓના ઘરના કપાઉંડમાંથી મારી એકટીવાનુ કોઈ ચોર ઈસમ લોક તોડી લઈ ગયેલ હોય જે ગુનો કયૅા વિ.બાબતે તા.૨૭ /૦૧/૨૦૨૬  ના કલાક ૨૧/૧0 વાગે  નાઓની ફરિયાદ મુજબ આરોપી ગુનો નોધાયેલ છે.સદર ગુનાની તપાસ પો.સ.ઈ.  એચ.આર.મુજાવર  ગોરવા  પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.       મકરપુરા પો.સ્ટે.

મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ (એ) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૦૭૩/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૩ (૨) મુજબ મુજબના ગુનાના કામના ફરિયાદી સદામહુસેન ઇબ્રાહીમભાઇ સંધી ઉ.વ. ૩૫ ધંધો – ખેતીકામ રહે- સીંધી ફળીયુ, સરાર ગામ, ત.જી. વડોદરા  નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ઇસમ તા.૧૩/૦૧/૨૦૨૬ ના કલાક ૧૬/૦૦ વાગ્યા થી કલાક ૧૭/૦૦ દરમ્યાન  મોજે- સુશેન સર્કલ ખાતે એસ.અર.પી. ગ્રુપ -૯ ની દીવલ પાસેઆ કામના ફરી.શ્રી નાઓ પતંગની ખરીદી કરતા હતા તે સમયે ફરી.ના ખીસ્સા  રહેલ સેમસંગ કંપનીનો ફોલ્ડ 5 સીરીઝનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જે ગોલ્ડન કલરનો જેનો IMEI NO. 356725760207151 તથા 357227160207153  નો છે જેની કિ.રૂ. આશરે ૩૦,૦૦૦/-  ની ગણી શકાય જેની કોઇ અજાણ્યો ચોર ઇસમ ફરી.ન ખીસામાથી કાઢી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે  વિગેરે તા.૨૭/૦૧/૨૦૨૬ કલાક-૧૭/૦૦ વાગે ગુનો નોધાયેલ છે.સદર ગુનાની તપાસ અ.હે.કો. ભરતભાઈ મસરાભાઈ  મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.  મકરપુરા પો.સ્ટે

મકરપુરા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૬૨૬૦૦૭૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૩૦૬  મુજબ આ કામના ફરીયાદી  અશોક પ્રતાપરાવ જાતે સાતભાઇ  રહે, મ.નં-૨-મારૂતીધામ સોસાયટી નિલકંઠેશ્વર મહાદેવ મંદીરની પાસે તરસાલી સોમા તળાવ રીંગ રોડ તરસાલી વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી છાયાબેન મનોજભાઇ બારીયા રહે,ઘાઘરેટીયા ગામ સોમાતળાવ વડોદરા શહેરનાઓએ ગઇ તા-૨૪/૦૪/૨૦૨૫ ના રોજ કલાક ૧૨/૦૦ વાગ્યાથી તા-૩૧/૧૨/૨૦૨૫ ના કલાક ૧૩/૦૦ વાગ્યા પહેલા કોઇ પણ સમય ગાળા દરમ્યાન આ કામના ફરીયાદીશ્રીના રહેણાક મકાન મોજે-૦૨ મારૂતીધામ સોસાયટી તરસાલી સોમાતળાવ રીંગ રોડ વડોદરા શહેર વાળા મકાનમાં પ્ર્થમ માળે આવેલ બેડરૂમના કબાટમાં રાખેલ સોના ચાંદીના દાગીના ફરીયાદીશ્રીના ઘરે ઘરકામ કરતી બહેન નામે છાયાબેન મનોજભાઇ બારીયા રહે,ઘાઘરેટીયા ગામ સોમાતળાવ વડોદરા શહેર નાએ ફરીયાદીને પુછ્યા વગર બેડરૂમના કબાટમાં રાખેલ સોના ચાંદીના દાગીના જેની કુલ્લે કિમત રૂપિયા ૨,૫૦,૭૨૫/-ની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે  તા.૨૮/૦૧/૨૦૨૬ ના રોજ કલાક-૧૨/૩૦ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી આર.પી.ડાભી સા  મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓએ કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.       વાહન અકસ્માતના કેસો

૧.       કપુરાઇ  પો.સ્ટે.

કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૦૬૨/૨૦૨૬ બી.એન.એસ.કલમ-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૧૦૬ તથા એમ.વી. એક્ટ-૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ધરમસિંહ શ્રવણભાઇ ઠાકરડા ઉ.વ.૨૭ ધંધો.નોકરી રહે.વાવનગરી,બાલવાડીની બાજુમાં, ભાલીયાપુરા ગામ, તા.જી.વડોદરા   નાઓની ફરિયાદ મુજબ આરોપી બોલેરો નં. GJ23AW 5782 નો ચાલક ભાવેશભાઇ રાજુભાઇ ઠાકરડા રહે.સરપંચવાળુ ફળીયુ, ભાલીયાપુરા ગામ,તા.જી. વડોદરા તા.૨૭/૦૧/૨૦૨૬ના ક.૧૭/૩૦ વાગ્યાના સુમારે મોજે.સર્વે નં.૩૮૧ વાળુ ખેતર,ભાલીયાપુરા ગામ ,તા.જી.વડોદરા  દ.કિમી ૦૮  ચિખોદ્રા   પો.ચોકી  તા.૨૭/૦૧/૨૦૨૬ના સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે ફરી.નો દિકરો પ્રણવસિંહ ઉ.વ.૧.૫ નાનો ફરી.ના સર્વે નં.૩૮૧ વાળા ખેતરમાં માતાજીનો ભંડારો ચાલતો હોય ત્યાં ખેતરમાં રમતો હતો તે વખતે બોલેરો નં. GJ23AW 5782 નો ચાલક ભાવેશભાઇ રાજુભાઇ ઠાકરડા રહે.ભાલીયાપુરા ગામ નાનો તેના કબ્જાનું બોલેરો વાહન ખેતરમાં ગફલતભરી અને બેદરકારી રીતે ચલાવી લાવી ફરી.ના દિકરા પ્રણવસિંહને અથાડતા ફરી.ના દિકરો પ્રણવ બોલેરોના આગળના ટાયર નીચે આવી જતા માથાના ભાગે તેમજ છાતીના ભાગે ગંભીર ઇજાઓ કરી મોત નીપજાવી બોલેરો ચાલક તેનુ વાહન મુકી નાશી જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા ૨૭/૦૧/૨૦૨૬ ના કલાક ૨૧/૩૦ વાગે ગુનો નોધાયેલ છે.સદર ગુનાની તપાસ પો.સ.ઇ કે.ડી.પરમાર સા. કપુરાઇ  પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે

 

૨.       માંજલપુર પો.સ્ટે.

માંજલપુર પોસ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૦૩૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૧૦૬ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી રાકેશભાઇ બોડાભાઇ સોલંકી ઉ.વ.૩૮ ધંધો.મજુરી હાલ રહે. ગોકુળનગરની પાછળ નવી બનતી સાઇટમાં ગુરૂકુળ રોડ, સોમાતળાવ વડોદરા શહેર મુળ રહે.તળાવ ફળીયુ ગામ- બોરવાણી તા.જી-દાહોદ   નાઓની ફરિયાદ મુજબ આરોપી ડાનીસ નઈમ પઠાણ રહે.૦૮ કાશીબાનગર વિઠ્ઠલનગરની પાછળ જી.આઇ.ડી.સી રોડ માંજલપુર વડોદરા શહેર તા.૨૭/૦૧/૨૦૨૬ ના બપોરના ક.૧૨/૦૦ વાગ્યાની આસપાસ મોજે;-હર્ષ પેકેઝીંગ સોલ્યુશન શેડ નં.કે-૧/૫૧૮/૩ ના સામે આવેલ ત્રણ રસ્તા ઉપર પર મકરપુરા જી.આઇ.ડી.સી, માંજલપુર, વડોદરા શહેરઆ કામના આરોપી નામે ડાનીસ નઈમ પઠાણ રહે.૦૮ કાશીબાનગર વિઠ્ઠલનગરની પાછળ જી.આઇ.ડી.સી રોડ માંજલપુર વડોદરા શહેર નાઓએ આજરોજ તા.૨૭/૦૧/૨૦૨૬ ના બપોરના ક.૧૨/૦૦ વાગ્યાની આસપાસ હર્ષ પેકેઝીંગ સોલ્યુશન શેડ નં.કે-૧/૫૧૮/૩ ના સામે આવેલ ત્રણ રસ્તા ઉપર પોતાની હાઇડ્રા ક્રેન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરીયાદીના ભાણીયા વિનોદભાઇ જગાભાઇ ભાભોર નાઓ ચાલતા જતા હોય તેઓને હાઇડ્રા ક્રેન જેની નંબર પ્લેટ લગાવેલ ન હોય અને તેના એંજીન તથા ચેસિસ નંબર જોતા એન્જીન નં.SJV43507149CACFK003102 તથા ચેસીસ નં.ACE014XWLS1291451 ના ચાલકે પાછળથી ટક્કર મારી અકસ્માત કરી કમરના ભાગે તથા પેટના ભાગે ગંભીર ઈજા પહોચાડી મોત નિપજાવી ગુનો કર્યા બાબતે તા.૨૭/૦૧/૨૦૨૬ ક.૧૭/૪૫ વાગે ગુનો નોધાયેલ છે.સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી.એન.જી.રોહિત સાહેબ માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.       અન્ય કેસો

૧.       હરણી પો.સ્ટે.

હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬૦૦૪૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૩૭(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી કનુભાઇ સનાભાઇ નાયક ઉ.વ.૪૬ ધંધો-મજુરી રહે. શાંતીનગર ગામ તા વાઘોડીયા જી વડોદરા  નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ઇસમ તા.૧૫/૦૧/૨૦૨૬ ના કલાક ૨૨/૦૦ વાગ્યાના સુમારે  મોજે હરણી સમા લિન્ક રોડ બાલાજી પાર્ટી પ્લોટ માથી વડોદરા શહેર આ કામના ફરીયાદીશ્રીની દીકરી નામે અરૂણાબેન કનુભાઇ નાયક ઉ વ 17 વર્ષ 05 મહીના 12 દિવસ રહે સદર નાનીને પટાવી ફોસલાવી ફરીયાદીશ્રીના કાયદેસરના વાલીપણામાથી અપહરણ કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૭/૦૧/૨૦૨૬ ના ક.૧૯/૦૦ વાગે ગુનો નોધાયેલ છે.સદર ગુનાની તપાસ પો.સ.ઇ એન.એમ.પ્રિયદર્શી સા હરણી  પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.