Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૮/૦૩/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.       પ્રોહીબીશનના કેસો

તા.૨૭/૦૩/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૪૦ કિ.રૂ.૮૦૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ-૯૬, કવાટરીયા-૦૨, બિયર-૩૭ મળી કુલ કિં.રૂ.૩૯,૩૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૬ સહીત કુલ-૨૧ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.       વાહન ચોરીના કેસો:-

૧.         નંદેસરી પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૯૨૬૦૧૬૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા- ૨૦૨૩ ની કલમ ૩૦૫(બી)  મુજબ ગુનાના કામના ફરિયાદી રતિલાલ ગુલાબસિંહ પરમાર રહે. વેરાઈ માતાના મંદીર પાછળ ગણપતપુરા ગામ તા. આંકલાવ જી.આણંદ નાઓની ફરિયાદ મુજબ ગઈ તા.૨૧/૦૩/૨૦૨૬ ના સવાર ક.૧૧/૦૦ વગ્યાથી ક.૧૧/૩૦ વાગ્યા દરમ્યાન નંદેસરી જી.આઇ.ડી.સી. મીની નદીની બાજુમા આવેલ મનોજભાઈ પ્રહલાદભાઈના પીપળાના ગોડાઊન બહાર નંદેસરી જી.આઈ.ડી.સી તરફ આવતા રોડની બાજુમાથી ફરીયાદીશ્રીના દીકરા રમેશભાઈ રતિલાલ પરમાર ઉ.વ.૩૨ નાઓએ પોતાની માલીકીની હોંડા કંપનીની ડ્રીમ યુગા બાઈક જેનો રજી.નં.GJ-23-BN-8562 ની જેની કિં.રૂ. ૩૫,૦૦૦/- તે કોઇ ચોર ઇસમ ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ. બાબતે તા.૨૭/૦૩/૨૦૨૬ ના ક-૧૬/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી વિ.કે.પાટીલ નંદેસરી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.       મારામારીના કેસો:-

૧.      નંદેસરી પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૯૨૬૧૬૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા - ૨૦૨૩ કલમ –૧૧૮(૧)  ૧૧૫(૨),  ૩૫૨, ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનાના કામના ફરિયાદી વિશાલભાઇ શૈલેષભાઇ વસાવા રહે- જુની બાવરી ફળીયુ , મહાકાળી મંદીર પાસે, ભાયલી પોલીસ સ્ટેશન સામે, ભાયલી ગામ તા.જી વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી ત્રણ અજાણ્યા ઇસમો તે તા.૨૭/૦૩ /૨૦૨૬ ના ક- ૧૮/૦૦ વાગ્યા દરમ્યાન મોજે- મહોણી માતાના મદિર ના નીચેના પાર્કિંગના ભાગે અનગઢ ગામ ફરીયાદીનાઓ તથા તેઓના પરીવારના સભ્યો સાથે અનગઢ ગામ મસાણી માતાના મંદિર દર્શન માટે આવેલ તે વખતે પાર્કિગના ભાગે રોડ ઉપર ફરીયાદી પોતાની મો.સા મંદિરના ઉપરના ભાગે દર્શન કરવા લઈ ગયેલ તે વાતને લઈ ફરીયાદીને અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારી તથા ફરીયાદીના ભાઇ કરણને પણ ગડદાપાટુનો માર મારી એક ઈસમ લાકડાનો દંડો લઈ આવી ફરીયાદીને જમણા હાથના ખભા ઉપર  તથા માથાના ભાગે મારી ટાંકા જેવી ઈજા પહોંચાડી એકબીજાની મદદગારી કરી ગુંહો કર્યા વિ.બાબતે તા.૨૮/૦૩/૨૦૨૬ ના ક.૦૦/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી વિ.કે.પાટીલ નંદેસરી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      નંદેસરી પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૯૨૬૧૬૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા - ૨૦૨૩ કલમ –૧૧૫(૨),  ૩૫૨, ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનાના કામના ફરિયાદી સંજયભાઇ દેવેંદ્રસિંહ ગોહીલ રહે. અનગઢ ગામ નવુ ફળિયુ તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ ત્રણ અજાણ્યા ઇસમો તે તા.૨૭/૦૩/૨૦૨૬ ના ક- ૧૮/૦૦ વાગ્યા દરમ્યાન મોજે- મહોણી માતાના મદિર ના નીચેના પાર્કિંગના ભાગે અનગઢ ગામ ફરીયાદી નાઓ તથા મેઘરજભાઇ ભરતભાઇ ગોહિલ તથા ફરીયાદીનો ભત્રીજો વિરેન્દ્રસિંહ રાજેંદ્રસિંહ ગોહિલ મહોણી માતાના મંદિર ખાતે વાહન પાર્કિંગ કરાવતા હતા તે વખતે ચાર મો.સા અને એક રિક્ષામાં માણસો મહોણી માતાના મંદિર ખાતે દર્શન કરવા આવેલ જેઓને નીચે મો.સા  પર્કિંગ કરવાનુ કહેલ હોય તે વાતને લઈને આવેલ માણસોમાંથી ત્રણ ઈસમો ફરીયાદી પાસે જઈ અપશબ્દો બોલી ફરીયાદી તથા સાહેદો મેઘરાજભાઇ તથા વિરેન્દ્રસિંહને ગડદાપાટુનો મારમારી એક ઈસમે લાકડાનો ડડો લઈ આવી ફરીયાદી ને માથાના ભાગે મારી ઈજા પહોંચાડી એકબીજાની મદદગારી કરી ગુંહો કર્યા વિ.બાબતે તા.૨૮/૦૩/૨૦૨૬ ના કલાક ૦૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ મુળજીભાઇ નાગદાનભાઇ નંદેસરી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.