Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૮/૦૪/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૨૭/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૦૮ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં પીધેલા-૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     ઘરફોડ ચોરીના કેસો

૧.      અટલાદરા પો.સ્ટે. પાર્ટ ‘’એ’’ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૪૪૨૬૦૨૨૬/૨૦૨૬ ઘી ભારતીય ન્યાય સંહિતા સને-૨૦૨૩ ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબ ગુનાના કામના ફરિયાદી ઉપેન્દ્રભાઇ બાલુભાઇ પટેલ રહે-મ.ન.૫૮ વણક્કમ સોસાયટી કલાલી ચાપડ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૪/૦૪/૨૦૨૬ ના ક.૧૨/૦૦ થી તા.૨૬/૦૪/૨૦૨૬ ના રાત્રીના ક.૦૩/૩૦ વાગ્યા દરમ્યાન કોઈપણ સમયે મોજે-કલાલી વિસેન્જા મેરીગોલ્ડ મ.ન.૬૨ ફરીયાદીના ભાઇ દીલીપભાઇ બાલુભાઇ પટેલના વિસેન્જા મેરીગોલ્ડ મ.ન.૬૨ બંધ મકાનનો મેઇને દરવાજાનો લોક તોડી ગ્રૃહ અપપ્રવેશ કરી મકાનની અંદર બેડરૂમના કબાટનો લોક તોડી કબાટમાથી ચાંદીની અલગ અલગ વસ્તુની કિંમત ૨૧,૦૦૦/- તથા રોકડા રૂ.૭૦૦૦/- મળી કુલ કિંમત રૂપીયા ૨૮,૦૦૦/-ના મત્તાની કોઇ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા-૨૭/૦૪/૨૦૨૬ ના ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જી.એ.અનાવાડીયા અટલાદરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     લુંટના કેસો

૧.      ફતેગંજ પો.સ્ટે.”એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૬૦૦૧૮૯/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા કલમ ૩૦૯(૩),૩૦૯(૪),૩૧૧,૩(૫),૩૩૧(૫), ૩૩૨(ગ),તથા  જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ઠેક્કેદત પોદુવેટિલ રાધાકૃષ્ણન રહે.બી/૪૯ સંતોષીનગર મહેસાણા નગર પાસે નિઝામપુરા વડોદરા શહેર મુળ રહે,ગામ-કરીમપુઝા તા-જી,પાલાકડ(કેરલમ) નાઓની ફરિયાદ મુજબ બે અજાણ્યા ઇસમો જે બન્ને આશરે ૩૦-૩૫ વર્ષના તે તા.૨૭/૦૪/૨૦૨૬ ના ક.૧૪/૦૦ વાગ્યાના અરસામાં બી/૪૯ સંતોષીનગર મહેસાણા નગર પાસે નિઝામપુરા ફરીયાદીશ્રી તથા તેમના પત્નિ બપોરના બે વાગ્યાની આસપાસ પોતાના ઘરે હાજર હતા તે દરમ્યાન બે અજાણ્યા ઇસમો આવી ફરીને જણાવેલ કે “આપને કલ મતદાન કિયા હે કી નહિ” તેમ કહેતા ફરીએ ના પાડતા ફરીને ઘરની અંદર ધક્કો મારી ઘરમાં પ્રવેશ કરી “તુમ્હારે પાસ જો ભી સામાન હે હમે દેદો વર્ના હમ તુમકો માર દેંગે” તેવુ કહેતા ફરીની પત્નિ રસોડામાંથી આવી જતા આ અજાણ્યા ઇસમે ફરીને ચપ્પુ બતાવી મો દાબી રાખી ફરીના પત્નિએ ગળામાં પહેરેલ સોનાની ચેઇન, હાથમાં પહેરેલ સાત સોનાની બંગડીઓ, હાથમાં પહેરેલ સોનાની વિટીઓ તેમજ ફરીના હાથમાં પહેરેલ બે સોનાની વિંટીઓ જે તમામ સોનાની ચિઝ વસ્તુઓ આશરે ૧૦(દસેક) તોલા જેની કિં.આશરે ૬૦,૦૦૦/- તથા ફરીયાદી તેમજ તેમની પત્નિના મોબાઇલ ફોન નંગ-૦૨ જે બન્ને મોબાઇલની કિં.રૂ.૧૫,૦૦૦/-, તથા તિજોરીમાં મુકેલ રોકડા રૂપિયા ૧૨,૦૦૦/- તથા પાકીટમાં રહેલ અલગ અલગ બેંકના એ.ટી.એમ. કાર્ડ નંગ-૦૪, ડ્રાઇવિંગ લાઇસન્સ મળી કુલ્લે રૂપિયા ૮૭,૦૦૦/-ની લુંટ કરી ફરીયાદી તેમજ સાહેદને ઘરમાં બંધક બનાવી નાસી જઇ ગુનો કર્યા વિ. બાબતે તા.૨૭/૦૪/૨૦૨૬ ના ક.૧૬/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇ.શ્રી  એ.એમ.ગઢવી ફતેગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     ખૂનના કેસો

૧.      કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૦૯૪/૨૦૨૬ ભારતીય ન્યાય સહિંતા ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧),  જી.પી.એકટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી અજીતભાઇ નાનજીભાઇ દેવીપુજક રહે, ખારી તલાવડી વિમા દવાખાના કુંભારવાડા , વડોદરા શહેર  નાઓની ફરિાયદ મુજબ આરોપી મંજુબેન વા/ઓ અમિતભાઇ નાનજીભાઇ દેવીપુજક રહે, ખારી તલાવડી વિમાદવાખાના પાસે  કુંભારવાડા , વડોદરા શહેર નાઓએ તા.૨૭/૦૪/૨૦૨૬ ના ક.૧૨/૪૫ વાગે મોજે, મરણ જનારના ઘરે ખારી તલાવડી વિમા દવાખાના પાસે કુંભારવાડા મરણજનાર અમીતભાઇ નાનજીભાઈ દેવીપુજક ઉ.વ. ૨૬ રહે.ખારી તલાવડી કુંભારવાડા વડૉદરા શહેર નાઓને તા.૨૭/૦૪/૨૦૨૬ ના રોજ ક. ૧૨/૪૫ વાગ્યાની આસપાસ પોતાના ઘરે જમવા બાબતે આરોપી નાઓએ મરણ જનારને ત્રીકમ વડે ગળાના ભાગે તથા ડાબી છાતીના ભાગે તથા પેટના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડી મૃત્યુ નિપજાવી મે.પોલીસ કમિશ્નર સા.શ્રી વડોદરા શહેર નાઓના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો વિ. બાબતે તા.૨૭/૦૪/૨૦૨૬ ના ક-૧૫/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇ.શ્રી એ.જે.પાંડવ કુંભારવાડા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.     વાહન અકસ્માત/ ફેટલના કેસો

૧.      કપુરાઈ પો.સ્ટે પાર્ટ-એ.ગ.૨.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૨૩૯/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫ (બી), ૧૦૬ તથા એમ.વી. એક્ટ-૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી હમીરભાઈ ભુરાભાઈ ભુવા રહે-મ.નં.૪૩ અભયનગર સોસાયટી મારૂતી ચોક વરાછા સુરત શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ગોપાલભાઈ ઘોહાભાઈ કામળીયા રહે-સંતોષનગર વરાછા સુરત નાઓએ તા.૨૮/૦૪/૨૦૨૬ ના ક.૦૦/૩૦ વાગ્યા આસપાસ મોજે:-ને.હા ૪૮ સુરતથી વડોદરા શહેર બાયપાસ જાંબુવા બ્રીજ ઉતરતા હાઈવે રોડ પર આરોપીએ પોતાના મિત્ર દિલીપ જેઠવાની હુંડાઈ કંપનીની ફોરવ્હિલર ગાડી રજી.નં.GJ-05-RP-2439 ની પુરઝડપે,ગફલતભરી રીતે અને બેદરકારી રીતે ચલાવી લાવી હાઈવે વચ્ચેનો ડીવાઈડર કુદાવી સામેના રોડેથી આવતી આઈસર ગાડી નં.GJ-06-BV-6583 ના હેડ કાચ પર અથાડી એક્સીડેટ કરી આરોપીના મિત્રો પાછળ બેસેલ આશીષ પરમાર ઉ.વ.૨૮ સ્થળ પર મરણ ગયેલ તથા પાછળ બેસેલ યોગેશ કિશોરભાઈ ચાવડા ઉ.વ.૨૪ એસ.એસ.જી હોસ્પીટલ સારવાર દરમ્યાન મરણ ગયેલ તથા દિલીપ ભિખાભાઈ જેઠવાને છાતીના ભાગે ગંભીર ઈજા તથા મોઢાના ભાગે ઈજા થયેલ તથા ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલ ફરિયાદીને કમરના ભાગે, ડાબા હાથે, જમણા પગે ગંભીર ઈજા પહોચાડી તથા આરોપી પોતે માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી સારવાર દરમ્યાન મરણ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૮/૦૪/૨૦૨૬ ના ક.૦૬/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી કે.ડી.પરમાર કપુરાઇ પો.સ્ટે. વડોદર શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.     મારામારીના કેસો

૧.      જે.પી.રોડ પો.સ્ટે ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૮૨૬૦૧૩૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૧(3), ૨૯૬(૨),૫૪ તથા જી પી એક્ટ ક.૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી અનસ નફીસ ખાન ઉ.વ.21 ધંધો અભ્યાસ રહે મ નં સી 201 સામ્યા ફ્લેટ મુન્સી સ્કુલ પાસે સનફાર્મા કંપની પાછળ સનફાર્મા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) અમન ઉર્ફે બાબા શેખ રહે રૂમાના ડુપ્લેક્ષ દારૂલ ઉલુમ પાસે તાંદલજા વડોદરા શહેર (૨) અબ્દુલરહેમાન ઉર્ફે ચંદુ ચંદુભાઈ પરમાર રહે મિલ્લતનગર તહુરા પાર્ક સામે તાંદલજા વડોદરા શહેર (૩) મીઝાન મહંમદફારૂક ખાન રહે આદીલ પાર્ક ફૈસ સ્કુલ પાસે તાંદલજા વડોદરા શહેર ગઈ તા.૨૭/૦૪/૨૦૨૬ના રાત્રીના સાડા દસ વાગ્યાના અરસામાં ફરીયાદી છેલા શેઠ પાર્ટી પ્લોટની સામેના ભાગે આવેલ ખુલ્લા મેદાન ખાતે અમન ઉર્ફે બાબા શેખ સાથે અગાઉ થયેલ ઝઘડા બાબતે વાત કરી રહેલ હતા ત્યારે અમન ઉર્ફે બાબા નાઓ વાતો વાતોમાં ફરીયાદી ગાળો આપવા લાગેલ હોય જેથી ફરીયાદીએ અમનને ગાળો આપવાની ના પાડતા અમનનો પક્ષ લઈને અબ્દુલરહેમાન ઉર્ફે ચંદુ તથા મીઝાન ખાનનાઓ ફરીયાદી સાથે ઝઘડો કરી ગાળો આપી ઝપાઝપી કરી ફરીયાદીને નીચે પાડી દઈ ગડદા પાટુનો માર મારી અબ્દુલરહેમાન ઉર્ફે ચંદુનાએ તેની કમરના ભાગેથી એક છરી કાઢી ફરીયાદીને શરીરે મારવા જતા ફરીયાદી દુર હટી જતા ફરીયાદીને જમણી બાજુ માથામાં આગળના ભાગે છરી મારી દઈ અમન બાબાનાએ “આજે તુ બચી ગયો હવે ઝઘડા કરતો નહી બાકી બચીસ નહી પતાવી દઈસ” તેમ કહી મારી નાખવાની ધમકી આપી ગુનો કરી પોલીસ કમિશ્નર શ્રીના જાહેરનામાનો ભંગ કર્યા વિ.બાબતે તા.૨૮/૦૪/૨૦૨૬ ના કલાક ૧૪/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો દિનેશભાઇ ડાહ્યાભાઇ જે.પી.રોડ પો.સ્ટે. વડોદર શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.