Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૮/૦૭/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૨૭/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૨ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૨૦ કિં.રૂ.૪૦૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૨૮ કિં.રૂ.૨૮૦૦/-નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૪ સહિત કુલ-૧૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     ચોરીના કેસો

૧.         વાડી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૫૨૬૦૨૪૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની  કલમ‌ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી મીનાબેન W/O દિનેશભાઇ દેવરાજભાઇ ચુનારા ઉ.વ.૪૯ ધંધો.છુટક મજુરી હાલ રહે. મ.નં.૧૨, શાંતી ચેમ્‍બર્સ, શિવમ મસાલાની બાજુમાં, દાલીયાવાડી, વડોદરા શહેર મુળ રહે.જેસીંગરાવની પાગા, ભારતી સ્કુલની પાછળ, ચુનારાવાસ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક અજાણી મહીલા તા.૨૬/૦૭/૨૦૨૬ ના સાંજના આશરે કલાક ૧૮/૦૦ થી કલાક ૧૮/૩૦ દરમ્‍યાન મોજે.સાધના સિનેમા આઇ.સી.આઇ.સી.આઇ. બેન્‍ક સામે રોડ પર થી ભારતી સ્કુલ બરાનપુરા સુધીમાં કોઇ પણ જગ્યાએ આ કામના ફરીયાદી નાઓએ એમ.જી.રોડ હરીક્રુષ્ણ જવેલર્સ ખાતેથી કાનમાં પહેરવાની સોનાની એક જોડી બુટી જેનો વજન આશરે ૫.૮૧૦ ગ્રામની જેની કિ.રૂ.૯૬,૦૦૦/-ની ખરીદી કરેલ અને સાધના સિનેમા ICICI Bank ની આગળ રોડ પરથી રીક્ષામાં બેસી ભારતી સ્કુલ તરફ જતા હતા તે દરમ્‍યાન  સાધના સિનેમાંથી રીક્ષામાં બેસેલ એક અજાણી મહીલાએ ફરી.ની નજર ચુકવી થેલીમાં રહેલ સોનાની બુટી જેનો વજન આશરે ૫.૮૧૦ ગ્રામની જેની કિ.રૂ.૯૬,૦૦૦/-ગણી શકાય જે ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૭/૦૭/૨૦૨૬ ના કલાક-૧૭/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ.શ્રી જીગરભાઈ ધનજીભાઈ વાડી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     ઘરફોડ ચોરીના કેસો

૧.      ગોરવા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૩૪૫/૨૬ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ (બી.એન.એસ.) ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪), મુજબના ગુનાના કામના ફરિયાદી અમીત રમેશભાઈ પટેલ ઉ.વ.૪૯ ધંધો.વેપાર રહે.મ.નં,એ/૩૪ ,દર્શનમ કલ્બ લાઈફ ,લક્ષ્મીપુરા રોડ,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઈ તા.૨૧/૦૭/૨૦૨૬ ના રોજ તથા ગઈ તા.૨૬/૦૭/૨૦૨૬ ના રોજ ફરીયાદીનાઓ અમીત એનજીનિયરિંગ વર્ક્સ પાટ્નર્સ નામની પિત્તળની મેન્યુફેકચરિંગ યુનિટના પાછળનો પતરુ તોડી સી.સી.ટી.વી.નો ડી.વી.આર સેટ,ડી.વી.આર,ટી.બી.ની હાર્ડ ડિસ્ક ,વી.પી.એન. સિસ્ટમ, મેટ્રીક એ,બી.એક્સ સિસ્ટમ, ઈન્ટરનેટ રાવટર ,વાઈફાઈ રાવટર, ડી.લીંક ની આઠ પાર્ટની સ્વીચ,૧૬ પાર્ટ ની સ્વીચ ઉપરોક્ત તમામ સામાનની કિમત આશરે ૩૫,૦૦૦/- રૂપિયા જેટલી ગણી શકાય અને તા.૨૧/૦૭/૨૦૨૬ ના રોજ તથા ગઈ તા.૨૬/૦૭/૨૦૨૬ ના રોજ લઈ ગયેલ કુલ ૧૬૮ પિત્તળના બુસ જેની આશરે કિંમત ૧,૬૦,૦૦૦/- એમ કુલ્લે મળી કિં.૧,૯૫.૦૦૦/- જેટલા મુદ્દામાલ ની કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ  ગુનો કર્યા વિ.બાબતે તા.૨૭/૦૭/૨૦૨૬ ના ક.૨૧/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.કે.વાળા ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.      અકોટા પો.સ્ટે.પાર્ટ “એ” ૧૧૧૯૬૦૪૧૨૬૦૨૯૬/૨૦૨૬ બી.એન. એસ કલમ ૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫ મુજબના ગુનાના કામના ફરીયાદી સંદીપભાઈ નાગજીભાઈ પટેલ ઉ.વ.૫૩ ધંધો.વેપાર રહે.ઘર નં.૩૯ પુષ્પક ડુપ્લેક્ષ માંજલપુર ટાઉનશીપની પાછળ માંજલપુર વડોદરા નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ ગઈ તા.૨૭/૦૭/૨૦૨૬ ના ક.૧૯/૩૦ થી તા.૨૮/૦૭/૨૦૨૬ ના ક.૦૭/૦૦ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે મોજે. આર.સી.દત રોડ વેલકમ હોટલની બાજુમા આવેલ દ્રારકેશ કોમ્પલેક્ષ ખાતે આવેલ ઓફીસ ખાતે આ કામના આરોપીએ અલગ અલગ ઓફીસોના દરવાજાનો તથા બારીનો લોક કોઈ સાધાન વડે તોડી અંદર પ્રવેશ કરી સર સામાન વેરવીખેર કરી આ કામના ફરીયાદીની નવમા માળે આવેલ ઓફીસ નં.૯૦૧ ખાતેથી રોકડ રુ.૫૫૦૦૦/- તથા આ કામના સાહેદ મુકેશભાઈ વાસુદેવ ભાવસાર નાઓની આઠમા માળે આવેલ ઓફીસ નં.૮૦૪ ખાતેથી રોકડ રૂ.૪૪૧/- તથા આ કામના સાહેદ અનીશભાઈ કીરીટભાઈ દેસાઈ નાઓની આઠમા માટે આવેલ ઓફીસ નં.૮૦૧/૮૦૩ ખાતેથી રોકડ રૂ.૨૩,૮૦૦/- આમ કુલ્લે રોકડ રૂ.૭૯,૨૪૧/-ની મતાની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ હોય ગુનો કર્યા વિ.બાબતે તા.૨૮/૦૭/૨૦૨૬ ના કલાક ૧૪/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એલ.જે.પરમાર અકોટા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.     વાહન ચોરીના કેસો

૧.      અકોટા પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૪૧૨૬૦૨૯૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ.૩૦૫ (બી) મુજબના ગુનાના કામના ફરિયાદી સંજયભાઇ કનુભાઇ મીરાની ઉ.વ.૫૫ ધંધો.વેપાર રહે. ૫૧/૩૨૫ એમ.આઇ.જી ફ્લેટ તેજસ વિધ્યાલયની સામે ઇલોરા પાર્ક ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૩/૦૭/૨૦૨૬ ના ૧૮/૪૫ વાગ્યા થી ૨૧/૪૫ વાગ્યાની વચ્ચે ગમે તે સમયે  મોજે: જેતલપુર રોડ ખાતે આવેલ કોર્નર પોઇંટ નામના કોમ્પલેક્ષમાં સ્વીટ કોર્નર જનરલ સ્ટોર નામની દુકાનની બાજુમા આવેલ ખત્રી એમ્પોરીયમ નામની દુકાનની સામેથી વડોદરા શહેર ખાતેથી આ કામના ફરીયાદી ની  પીયાજો કંપનીની વેસ્પા મોપેડ રજી નં.GJ-06-HQ-7899 ની છે જે સને-૨૦૧૪ ના મોડલની જેનો ચેસીસ નંબર-MET0000 AASF061197 તથા એન્જીંન નંબર.M449M 3077837 નો છે જે લાલ કલરની છે જેની કિંમત આશરે ૨૦,૦૦૦/- ગણી શકાય જેની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે  તા.૨૭/૦૭/૨૦૨૬ ના ક.૧૭/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ હાર્દીકભાઇ પુરષોતમભાઇ અકોટા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.      અકોટા પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૪૧૨૬૦૨૯૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ.૩૦૫(૨) મુજબના ગુનાના કામના ફરીયાદી સત્યમ દિનેશભાઇ ગુપ્તા ઉ.વ.૨૦ ધંધો.નોકરી રહે.ભૈયાની ચાલી, ગોમતીપુરા ગાજરાવાડી પાણીની ટાકી પાછળ ગાજરાવાડી વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.૨૬/૦૭/૨૦૨૬ ના બે વાગ્યા દરમ્યાન મોજે: ચકલી સર્કલની પાસે આવેલ બર્ગરકિંગ રેસ્ટોરંટ ઓ.પી રોડ વડોદરા શહેર આ કામના ફરીયાદી ની  હોંડા કંપનિની એક્ટિવા રજી .નં.GJ-06-JC-5750ની જે સને-૨૦૧૫ ના મોડલની જેનો ચેસીસ નંબર-ME4JF502MET691677 તથા એન્જીંન નંબર.JF50ET1695316 નો છે જે સફેદ કલરની છે જેની કિંમત આશરે ૨૦,૦૦૦/- ગણી શકાય જેની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૮/૦૭/૨૦૨૬ ના કલાક.૧૪/૧૫ વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ હાર્દીકભાઇ પુરષોતમ ભાઇ અકોટા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

 

૫.     વિશ્વાસઘાતના કેસો

૧.      સમા પોલીસ સ્ટેશન પાર્ટ- એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૨૭૨/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા સને ૨૦૨૩ ની કલમ ૩૧૮ (૨) મુજબના ગુનાના કામના ફરીયાદી ગીરીશભાઇ મનહરભાઇ શાહ ઉ.વ:-૬૨ ધંધો:-નિવૃત રહે:-૧૦૫, દેવાઆશ્રય ફલેટ, શ્રીજી પાર્કની સામે,  કેનાલ રોડ, ચાણકયપુરી ચાર રસ્તા, ન્યુ સમા રોડ, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી ભાર્ગવ વિનોદભાઈ પટેલ રહે, પટેલ ફળિયુ, નિઝામપુરા,ગામ નિઝામપુરા વડોદરા શહેર મે-૨૦૨૫ થી એપ્રીલ-૨૦૨૬ સુધીના સમયગાળા દરમ્યાન અલગ અલગ જગ્યાએ આ કામના આરોપી નાઓએ ફરીયાદીને ઉંચા પગારની નોકરી અપાવવાના બહાને તથા બીજનેસમાં રોકાણ કરી વધારે નફો કમાવવાની લાલચ આપી ફરીયાદીને પાકા વિશ્વાસ અને ભરોસોમાં લઈ ફરીયાદી પાસેથી મે-૨૦૨૫ થી એપ્રીલ-૨૦૨૬ સુધીના સમયગાળા દરમ્યાન અલગ અલગ કંપનીઓના મોબાઈલ ફોન કુલ નંગ-૦૬ જેની કુલ કિ.રૂા. ૪,૮૮,૨૦૧/-તથા આરોપીના કહેવાથી આરોપીની માતા દક્ષાબેન તથા રવી શર્માના બેંક એકાઉન્ટમાં રોકડેથી રૂા.૩,૩૯,૮૦૦/- તેમજ આરોપીના ખાતામાં તથા આરોપીએ જણાવેલ અલગ અલગ વ્યક્તિઓના સ્કેનર મોકલી આરોપીએ જણાવેલ રકમ ફરીયાદીએ તેઓના ગુગલ પે દ્વારા રૂા.૩૪,૪૭,૯૫૩/- ચુકવીને ફરીયાદી સાથે કુલ કિંમત રૂપીયા  ૪૨,૭૫,૯૫૪/- ની છેતરપીંડી કરેલ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૮/૦૭/૨૦૨૬  કલાક:૧૧/૩૦  વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પોલીસ સબ ઈન્સપેકટર એસ.જી.ડામોર સમા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.