Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૮/૦૮/૨૦૨૬)

 

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૨૭/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૦૪ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૩ કિં.રૂ.૨૬૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૦૭ મળી કુલ કિ.રૂ.૩૩૦૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૦ સહિત કુલ-૦૧ ઇસમને અટક કરવામાં આવેલ છે.

૨.     વાહન અકસ્માત/ફેટલના કેસો

૧.         લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર પાર્ટ એ–11196037260૩૨૪/2026 બી.એન.એસ.કલમ ૧૨૫(૧), ૨૮૧, તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ઉપેન્દ્રભાઇ સુરેશભાઇ બારીયા રહે-બ્લોક નં.૩/૧૯ મ.નં ૨૮૫ નવા વુડાના મકાન દિન દયાલનગર ગોત્રી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી રાહુલ મિસ્ત્રી રહે- નવા વુડાના મકાન દિન દયાલ નગર ગોત્રી વડોદરા શહેર નાઓએ તા: ૨૩/૦૮/૨૦૨૬ ના સાંજના આશરે કલાક ૦૭/૩૦ વાગ્યાની આસપાસ મોજે – બ્લોક નં ૩/૧૯ મ.નં ૨૮૫ નવા વુડાના મકાન દિન દયાલ નગર સામે રોડ ઉપર આરોપી ટુ વ્હિલર જેનો રજી.નં.GJ06 QS 0062 ના ચાલકે પોતાના કબ્જાની ટુ વ્હિલર ગાડી રસ્તા પર વાહન ચલાવવાની ઝડપ કરતા વધારે ઝડપથી ચલાવી તેમજ એ રિતે વાહન ચલાવવાથી અકસ્માત થઇ શકે તેવુ જાણવા છતા પૂરઝડપે અને ગફલતભરી હંકારી પોતાની ઉપરોક્ત નંબર પ્લેટ વગરની હિરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરની મો.સા ગાડી હંકારી લાવી ફરિયાદીની દિકરી સ્વરા સાથે અથાડી નીચે પાડી દઈ માથાના ડાબા ભાગે ઇજા પહોંચાડેલ છે તેમજ જમણા હાથે તથા બંન્ને પગના ઘુંટણ પર છોલાયેલ આમ ઇજા પહોચાડી એકસીડન્ટ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૭/૦૮/૨૦૨૬ ના ક.૧૮/૨૦ વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો વિપુલકુમાર બાલાભાઇ લક્ષ્મીપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાાસ હાથ ધરેલ છે.

૨.      મકરપુરા પો.સ્ટે. પાર્ટ-એ-ગુ.ર.ન.-૧૧૧૯૬૦૧૬૨૬૦૫૦૦/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ),૧૨૫(બી),૧૦૬(૧) તથા એમ.વી એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી જીગરકુમાર ખુશાલભાઇ પટેલ રહે.મ નં ૨૬૭ મોટુ ફળીયુ દુમાડ ગામ તા-જી વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી મોહીતકુમાર સ/ઓ જીતેન્દ્રકુમાર પટેલ ઉ.વ.૧૯ રહે -લાલજીમંદીર પાછળ મકરપુરા ગામ વડોદરા શહેર નાઓએ તા.૨૭/૦૮/૨૦૨૬ ના રોજ રાત્રીના આશરે ૨૦/૩૦ વાગ્યે મોજે- વનરાજ કોમ્પલેક્ષ આગળ રોડ ઉપર વોલ્ટેમ કંપની નજીક માણેજા ફરીની પત્ની જૈમીના તથા તેમની બંન્ને દીકરી ધ્વનિ થતા મિસ્ટી નાઓ રોડ ઉભા હતા તે વખતે એક મો.સા.જેનો રજી. નં. GJ-06-SE-3307 નો ચાલક પોતાની મો.સા.પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી આ ત્રણેયને ટક્કર મારી અડફેટે લઈ અક્સ્માત કરી ફરીશ્રીની પત્નીને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી તથા નાની દીકરી મિસ્ટીને સામાન્ય ઇજાઓ પહોચાડી તથા ફરીશ્રીની દીકરી ધ્વનીને ગંભીર ઇજાઓ પહોચાડી મૃત્યુ નિપજાવી નાસી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૮/૦૮/૨૦૨૬ ના ક.૦૨/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી પી.એ.ભેડા મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાાસ હાથ ધરેલ છે.

 

 

૩.     મારામારીના કેસો

૧.      કપુરાઇ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૬૦૪૪૧/૨૦૨૬  ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૧૫, ૨૯૬(બી), ૩૫૧(૩), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રતિમાબેન વા/ઓ મનોજભાઇ મસ્કે ઉ.વ.૪૩ ધંધો-ઘરકામ રહે-મ.નં.૬૫ અરવિંદનગર સોસાયટી ભાર્ગવ રોડ રામેશ્વર ચાર રસ્તા મેઘાણી નગર અમદાવાદ શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં.(૧) મહેશ કાશીરામ મોરે (૨) સીમા ઉર્ફે પૂજા વા/ઓ મહેશ મોરે (૩) પ્રતિક સ/ઓ મહેશ મોરે (૪) હર્ષાલી ડો/ઓ મહેશ મોરે તમામ રહે-સી/૬૯ વૈષ્ણવપાર્ક સોસાયટી એમ.એમ.વોરા શો-રૂમની સામે ડભોઇ રોડ સોમાતળાવ વડોદરા શહેર નાઓએ તા.૨૩/૦૮/૨૦૨૬ ના રોજ સવાર ક.૧૧/૩૦ વાગ્યાની આસપાસ મોજે-સી/૬૯ વૈષ્ણવપાર્ક સોસાયટી એમ.એમ.વોરા શો-રૂમની સામે ડભોઇ રોડ સોમાતળાવ ફરીયાદી તેમના પિતાને મળવા સારું તેઓના ઘરે ગયેલ તે વખતે આરોપી નાઓએ ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી ગંદી ગાળો બોલી આરોપી નં.(૨) નાઓએ ફરીને લાફો મારેલ તથા નં.(૧) નાઓએ ફરીના બંને હાથ પકડી રાખતા નં.(૪) નાઓએ ફરીના વાળ ખેંચી નં.(૩) નાઓ રૂમમાંથી તલવાર લઈ આવેલ તથા તમામ આરોપીઓએ મળીને ફરીને તથા ફરીની બહેન સિમાબેન નાઓને ગંદી અને બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપેલ તથા ફરીના માતા-પિતાને ઘરમાંથી બહાર કાઢી મુકવાની ધમકી આપી તથા ફરીની બહેન રત્નપ્રભા તથા ભાણી કોમલ નાઓ સાથે બોલાચાલી ઝઘડો કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા. ૨૭/૦૮/૨૦૨૬ ના ક.૨૩/૨૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો રવિન્દ્રસિહ મહેંદ્રસિહ કપુરાઇ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાાસ હાથ ધરેલ છે.