-: પ્રેસનોટ :-
(તા.૨૮/૧૦/૨૦૨૬)
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૭/૧૦/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૨ કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૦૫ કિ.રૂ.૧000/- તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૧૦૧ મળી કુલ કિ.રૂ.૨૬,૩૩૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.તેમજ પીધેલા-૦૭ સહિત કુલ-૧૧ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મારામારીના કેસો
૧. કપુરાઇ પો.સ્ટે ફગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૫૩૩/૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૧૧૫(૨),૨૯૬(બી),૩૫૧(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી જ્યોતીબેન વા/ઓ ભરત યશવંતલાલ વિરવાલ રહે,બી-૬૬ તક્ષ ગેલેક્ષી સોસાયટી,તક્ષ મોલ ની પાછળ વાઘોડીયા ચોકડી નજીક વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ભરત યશવંત વિરવાલ રહે,મગન પાર્ક સોસાયટી ,બેંક ઓફ બરોડા પાસે માણેજા વડોદરા નાઓએ તા.૨૫/૦૯/૨૦૨૬ ના બપોરના ૦૩/૩૦ વાગ્યા ની આસપાસ મોજે-બી/૬૬ તક્ષ ગેલેક્ષી સોસાયટી,તક્ષ મોલની પાછળ વાઘોડીયા ચોકડી નજીક વડોદરા આરોપીએ ફરીયાદી સાથે નાની નાની બાબતોમા અવાર નવાર બોલાચાલી તકરાર કરી ગંદી ગાળો બોલી ઝઘડો કરી ગડડાપાટુનો માર મારી તેમજ ત્યાર બાદ પાંચેક દિવસ પછી ઝાડુ થી માર મારી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૭/૧૦/૨૦૨૬ ના ક. ૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એમ.કે.કટારીયા કપુરાઇ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૫૦૭/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૧૧૫(૨), ૩૩૩, ૨૯૬(બી),૩૫૧(૨)મુજબ ના ગુનાના કામના ફરિયાદી વૈશાલીબેન વા/ઓફ ઉમેશભાઇ કમલેશભાઇ પાટીલ રહે, બ્લોક નં.૯૧, મ.નં.૯૦૨, પાર્થભૂમી-૦૨, મારૂતિધામની પાસે, આકાશવાણીની પાછળ, મકરપુરા રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી મહેશભાઇ ઠાકોરભાઇ પરમાર રહે,મ.નં.૦૨, શ્રીકૃષ્ણ નગર, ઝવેર નગરની બાજુમાં, અલવાનાકા, માંજલપુર, વડોદરા શહેર નાઓએ તા.૨૪/૧૦/૨૦૨૬ ના ક.૧૯/૩૦ વાગ્યે મોજે: બ્લોક નં.૯૧, મ.નં.૯૦૨ ના મકાનની અંદર, પાર્થભૂમી-૦૨, મારૂતિધામની પાસે, આકાશવાણીની પાછળ, મકરપુરા રોડ ફરીયાદી નાઓએ પ્રેમ લગ્ન કરેલ હોય જે આરોપી કે જેઓ ફરીયાદીના કાકા થતા હોય તેમને પસંદ ન હોય અને ફરીયદીના પતિ ઉમેશભાઇ પાટીલ લાઉડ સ્પીકરોનો ઓર્ડર હોવાથી તુલસીધામ ખાતે મુકવા માટે ગયેલ હતા જ્યા સ્પીકર મુકવા બાબતે આરોપી સાથે બોલાચાલી ઝઘડો થતા આરોપી ફરીયાદીના ઘરમાં જઈને ફરીયાદીને કહેવા લાગેલ કે ‘‘તારા ઘરવાળાને સમજાવી દેજે નહી તો હુ તેને પતાવી દઇશ’’ તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ગંદી ગાળો બોલતા ફરીયાદીએ ગાળો નહી બોલવાનુ કહેતા ધક્કો મારી દઈ જમીન પર પાડી દઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૭/૧૦/૨૦૨૬ ના ક.૧૫/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો ભરતભાઇ દેવાજી માંજપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાડી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૫૨૬૦૩૩૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૧૧૮(૧),૫૪,૨૯૬ (બી),૩૫૧(૩) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરીયાદી હુસેનઉદ્દીન અમીરઉદ્દીન શેખ રહે.નાલબંધવાડા વાડી, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) રિયાઝ યુસુફ ટીનવાલા રહે.મહેદીવીયા હોલની પાછળ વાડી તાયવાડા વડોદરા શહેર (૨) સાફીલ ઇકબાલશા દિવાન રહે.બાવામાન દરગાહ પાસે બાવામાનપુરા પાણીગેટ (૩) સારીક જાફરશા દિવાન રહે.નુરાની મસ્જીદ પાસે બંગડીવાલાની ગલી બાવામનપુરા પાણીગેટ વડોદરા શહેર નાઓએ તા.૨૮/૧૦/૨૦૨૬ ના રાત્રિના ૦૦/૧૦ વાગ્યા આસપાસ મોજે.નુર આમલેટની દુકાનમા હરણખાના રોડ વાડી, ફરિયાદી હાજર હતા તે દરમ્યાન આરોપીઓ આવેલ અને ફરીને કહેવા લાગેલ કે “તુ દાદા બની ગયો છે”.તેવુ કહેલ જેથી ફરિયાદી સમજાવવા ગયેલ તે વખત ગંદી-ગંદી ગાળો આપેલ.ફરીએ ગાળો ન બોલવા કહેતા આરોપી નાઓએ ફરીને ગડદાપાટુનો માર મારેલ તે વખતે આરોપી નં (૦૧)નાઓએ પોતાની પાસે રાખેલ છુરી ફરીને માથાના ભાગે ડાબી બાજુ મારી ઇજા પહોચાડેલ તથા આરોપી (૦૨)નાઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી.મે.પોલીસ કમિ.સા.શ્રીના જાહેરનામાનો ભંગ કરી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૮/૧૦/૨૦૨૬ ના ક.૦૪/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.અનિલભાઇ ગુલાબભાઇ વાડી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માતના કેસો
૧. સમા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૩૭૪/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૧૨૫(એ), ૧૨૫(બી), ૨૮૧ એમ.વી. એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સંજયકુમાર મનીરામ શર્મા રહે, મ.નં.ઈ/૩૪, મુખીનગર સોસાયટી-૦૧, ખોડીયાર નગર, ન્યુ વી.આઇ.પી. રોડ, બાપોદ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક સુઝુકી ફ્રોન્ક્ષ ફોર વ્હીલર રજી.નં. GJ-16-DP-5182 નો ચાલક તા.૨૪/૦૯/૨૦૨૬ ના ક.૦૯/૧૫ વાગે મોજે:નેશનલ હાઇવે ૪૮, દુમાડ બ્રીજ પર, સમા આરોપીએ પોતાની સુઝુકી ફ્રોન્ક્ષ ફોર વ્હીલર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી પાછળથી ફરીયાદીની બજાજ પ્લેટીના મો.સા. રજી નં.GJ-06-JR-5848 ની સાથે અથાડી એક્સીડન્ટ કરી ફરીયાદીને જમણા હાથમાં તથા જમણા પગના અંગુઠા અને ઘુંટણમાં તથા કપાળમાં સામાન્ય ઇજા તથા કમરના મણકામાં ફેક્ચર કરી ગંભીર ઇજાઓ પહોચાડી ગુનો કર્યા વિ. બાબતે તા.૨૭/૧૦/૨૦૨૬ ના ક.૧૬/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. જનકભાઇ પરબતભાઇ સમા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. ઘરફોડ ચોરીના કેસો
૧. અકોટા પો.સ્ટે.પાર્ટ એ ગુર.ન.૧૧૧૯૬૦૪૧૨૬૦૪૩૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા કલમ-૨૦૨૩ કલમ ૩૩૧(૩),૩૩૧ (૪) ૩૦૫(એ) મુજબના ગુનાના કામના ફરિયાદી નિર્મળાબેન ડો/ઓ નાનુભાઇ નાથાભાઇ પટેલ રહે.બ્લોક-૨૨ મ.નં.૨૬૧, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ચેતન સોસાયટી સામે અકોટા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૬/૧૦/૨૦૨૬ સાંજના ક.૨૦/૩૦ થી તા.૨૭/૧૦/૨૦૨૬ ના ક.૦૯/૦૦ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે મોજે. બ્લોક-૨૨ મ.નં. ૨૬૧, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ચેતન સોસાયટી સામે અકોટા ફરીયાદીના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરની અંદર પ્રવેશ કરી હોલમાં રાખેલ તિજોરીનો દરવાજો ખોલી તિજોરીમાં મુકેલ રોકડ રૂ.૫૦,૦૦૦/- તથા એક સોનાની ચેઇન (૨) એક ચાંદીની ગાયની મુર્તી મળી કુલ કિ.રૂ.૧૨,૫૦૦/- આમ સોનાની ચેઈન તથા ચાંદીની મુર્તી તથા રોકડા રૂપિયા મળી કુલે કિ.રૂ ૬૨,૫૦૦/- ના મત્તાની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૭/૧૦/૨૦૨૬ ના ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો જીજ્ઞેશકુમાર સુરેશચન્દ્ર અકોટા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. અન્ય કેસો
૧. ફતેગંજ પો.સ્ટે પાર્ટ (બી) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૨૨૬૦૪૧૬/૨૦૨૬ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૨૫ તેમજ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ-૧૯૬૩ ની કલમ ૩૦ તથા ૩૩ મુજબના ગુનાના કામના ફરીયાદી શ્રીસ.ત. એ.એસ.આઇ સતિષકુમાર ભોગીલાલ, બ.નં. ૧૨૨૬, એસ.ઓ.જી., વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી દીનેશભાઇ ઉર્ફે ભરુચી ડોન ચતુરભાઇ પરમાર, રહે. મકાન નં. ૬૦, ગાયત્રીધામ સોસાયટી, અમરનગરની બાજુમાં, જુના છાણી રોડ, વડોદરા શહેર નાઓએ તા.ર૭/૧૦/ર૦ર૬ ના ક.૨૧/૪૫ વાગે મોજે. શોપ નં. ૦૮, શ્રીનાથપુરમ, શ્રીનગરની સામે, દીપ પીવીઆર રોડ, નવાયાર્ડ રોડ આરોપી પોતે ડોકટરની કોઇપણ પ્રકારની ડીગ્રી ધરાવતો ન હોવા છતાં તેમજ એલોપેથીક દવાઓ આપવા માટે કોઇ સક્ષમ ડીગ્રી નહી ધરાવતો હોવા છતાં ‘સાંઇનાથ એજયુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ, ફેમીલી ફીઝીશીયન એન્ડ જનરલ સર્જન, ડો.દીનેશ સી.પરમારના નામનું કલીનીક ધરાવી, એલોપેથીક દવાઓ, ઇન્જેકશનો રાખી, એલોપેથીક તબીબ તરીકેની ગેરકાયદેસર પ્રેકટીસ કરી, દવાઓ આપી લોકોના સ્વાસ્થય, આરોગ્ય સાથે ચેડા કરી રેઇડ દરમ્યાન જુદી જુદી કંપનીની એલોપેથીક દવાઓ તેમજ મેડીકલ ઇસ્ટુમેન્ટ તેમજ કાર્ડ, વીઝીટીંગ કાર્ડ, પ્રિસ્ક્રીપ્શન લેટર બુકો, તથા ડો.દીનેશભાઇ સી.પરમારના લખાણવાળા ડોકયુમેન્ટ તથા રબર સ્ટેમ્પ સહિતની અન્ય ચીજવસ્તુઓ મળી કુલ કિ.રૂા.૧૪,૬૪૪.૯૫/- તથા અંગઝડતીમાંથી રોકડા રૂા.૧૨૩૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧, કિ.રૂા.૫,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂા.૨૦,૮૭૪.૯૫/- ની મત્તાના મુદૃામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ગુન્હો કર્યા વિ.બાબતે તા.ર૮/૧૦/ર૦ર૬ ના ક.૦૦/ ૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી આર.કે.બારીઆ ફતેગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.