-: પ્રેસનોટ :-
(તા.૨૯/૦૪/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૮/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૦૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં ઇ.દારૂની બોટલ-૦૧ કિંરૂ.૮૦૦/-, પીધેલા-૦૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ચોરીના કેસો
૧. હરણી પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬૦૧૬૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી શૈલેન્દ્ર પ્રકાશભાઇ પ્રજાપતી ઉ.વ.૨૮ ધંધો.નોકરી રહે. મ.નં. 2 1 નવાખાખરીયા ગામ તા.સાવલી જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણ્યો ચોર ઇસમ તા.૨૫/૦૪/૨૦૨૬ ના ક.૧૮/૧૦ વાગ્યે મોજે- હરણી એરપોર્ટ સર્કલ વડોદરા શહેર આ કામના ફરીયાદીશ્રીનો વીવો કંપનીનો વી 30ઇ 5જી મોડલનો મોબાઇલ આઇ એમ ઇ આઇ નં 864562079357194 નો છે જેની આશરે કિં રૂ 10000 ગણી શકાય જે મોબાઇલની કોઇ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી જઇ ગુનો કર્યા વિ. બાબતે તા.૨૮/૦૪/૨૦૨૬ ના ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો સુરેશસિંહ મગનસિંહ હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. છેતરપીંડીના કેસો
૧. અકોટા પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.ન. ૧૧૧૯૬૦ ૪૧૨૬૦૧૮૪ /૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા કલમ ૩૧૮(૪), ૩૫૧,૫૪ મુજબ ગુનાના કામના ફરિયાદી યશ ધવલભાઇ મહેતા રહે એ-૮ સન રેસિડન્સી બસ સ્ટેન્ડ પાસે,આજોડ વડૉદરા નાઓની ફરિયાદ મુજબ ઓગષ્ટ ૨૦૨૩ થી આજદિન સુધિ મો.જે. ૩૦૫ વિધિ ગોલ્ડ જેતલપુર રોડ નારાયણ જવેલર્સ ની સામે ચીકુ વાડી અલકાપુરી વડોદરા આ કામે આરોપીઓ નં (૧) તિરૂપતિ ઇમીગ્રેશન ના ઇન્કના પ્રોપરાઇટર ના વહીવટ કર્તા જીજ્ઞાશુ પિયુષભાઇ પટવા તથા (૨) કશ્યપ S/ O જીજ્ઞા શુ પટવા કે જેઓ તેજ વિઝા કન્સલ્ટન્સીના વહીવટ કર્તા મો-૯૯૨૫૦ ૭૩૦૩૭ નાઓએ વિઝા અપાવવાના બહાને ફરીયાદી પાસેથી કુલ રુપીયા ૮,૫૦, ૦૦૦/- મેળવી લઈ આજ દિન સુધી વિઝાનુ કામ નહી કરાવી આપી વિઝા ના કામ પેટે લીધેલ રૂપિયા પણ પરત નહી આપતા ફરીયાદીએ ફોન કરી રૂપીયા પરત માંગતા આરોપી નં(૧) એ ફરીયાદી તથા તેના પરીવારને ધમકી આપતા જણાવેલ કે ફરીયાદીનુ આઈ ડી અને પાસવર્ડ થી પ્રોસેસ કરેલ છે અને તેની પહોંચ બોવ ઉપર સુધી છે અને તેને કોઈ પોલીસ કે કોર્ટ કે કોઈ ની બીક નથી જે કરવું હોય એ કરીલો પણ યશ ને કોઈ પણ કન્ટ્રી માં હવે જવા નહીં મળે એવું કરી દઈશ અને યશ નું ભવિષ્ય ખરાબ કરી નાખીશ તેમ ધમકી આપી બન્ને આરોપીએ ભેગા મળી ફરીયાદી સાથે છેતરપિંડી કરેલ છે વિગેરે બાબતે તા.૨૮/૦૪/૨૦૨૬ ના કલાક ૧૯/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. એલ.જે.પરમાર અકોટા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. સયાજીગંજ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નંબર ૧૧૧૯૬૦૩૦૨૬૦૨૬૮/૨૦૨૬ ઈ.પી.કો.કલમ ૪૦૬ તથા જી.પી.આઈ.ડી.એક્ટ કલમ ૩,૭ મુજબના ગુનાના કામના ફરીયાદી ભરતભાઈ ધીરજભાઈ પટેલ ઉ.વ.૪૬ ધંધો.નોકરી રહે. એ 09 પુરૂષોત્તમ પાર્ક સોસાયટી ઝડેશ્વર ભરૂચ નાઓની ફરીયાદ મુજબ આરોપી મિત્તલ મહેન્દ્રભાઈ પરમાર ઓફિસ 507 પાચમો માળ બ્લ્યુ ચિફ કોમ્પલેક્ષ રાજશ્રી સિનેમા પાસે કાલાઘોડા સયાજીગંજ વડોદરા તથા રહે. 22 જેપીનગર સરદાર એસ્ટેટ સામે આજવા રોડ પાણીની ટાંકી સામે વડોદરા શહેર તા.૦૧/૦૯/૨૦૨૩ થી તા.૧૮/૦૯/૨૦૨૩ ના સમયગાળા દરમ્યાન મોજે ઓફિસ 507પાચમો માળ બ્લ્યુ ચિફ કોમ્પલેક્ષ રાજશ્રી સિનેમા પાસે કાલાઘોડા સયાજીગંજ વડોદરા આ કામના આરોપી નાઓએ ફરીયાદીને લોકલ થી લઈને ઈન્ટરનેશનલ માર્કેટમા રોકાણ કરી રોજના ૨ ટકા લેખે ૧૦૦ દિવસ સુધી ગેરેન્ટેડ વળતર આપવાનુ કહીને ફરીયાદીને પાકો વિશ્વાસ અને ભરોસો આપી તા.૦૧ ૦૯ ૨૦૨૩ થી તા.૧૮ ૦૯ ૨૦૨૩ ના સમયગાળા દરમ્યાન ફરીયાદી પાસેથી રૂ.૧૩ ૦૦ ૦૦૦ તથા ફરીયાદીના મિત્ર સાહેદ રિતેષ પ્રભુદાસ પટેલ નાઓ પાસેથી રૂ.૧૨ ૭૫ ૦૦૦ રૂપિયા મળી કુલ્લે રૂપિયા ૨૫ ૭૫ ૦૦૦ જેટલી રકમ મેળવી લઈ તેઓએ કહ્યા મુજબ ફરીયાદી તથા સાહેદને આજદિન સુધી કોઈ વળતર કે આપેલ રૂપિયા પરત નહી આપી વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૯/૦૪/૨૦૨૬ ના ક.૧૨/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી ડી.વી.પાટીલ સાહેબ સયાજીગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન અકસ્માત/ફેટલના કેસો
૧. કપુરાઇ પો.સ્ટે. પાર્ટ એ-૧૧૧૯૬૦૪૩૨૬૦૨૪૧/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા- ૨૦૨૩ની કલમ-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનાના કામના ફરિયાદી બુધ્ધીધનભાઈ સોમાલાલ શાહ ઉ.વ.૭૫ રહે-એ/૫૦૧ મીત રેસીડ્ન્સી ભવંસ પાર્ટી પ્લોટ પાસે વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક અજાણ્યા ફોરવ્હીલ ચાલક જેના નામ-સરનામાની ખબર નથી તે તા. ૨૫/૦૪/૨૦૨૬ ના રોજ બપોર ના આશરે અગિયારેક વાગ્યાની આસપાસ મોજે – ને.હા.નં.૪૮ પર એલ એંડ ટી કંપનીની સામે સુરતથી અમદાવાદ જવાના રોડ પર આ કામના ફરી. તથા તેમના પત્ની રંજનબેન નાઓ સાથે ચાલીને રોડ ક્રોસ કરતા હતા ત્યારે એક અજાણ્યા ફોરવ્હીલ ચાલક ચાલકે પોતાનું વાહન પુરઝડપે,બેદરકારી રીતે તથા ગફલતભરી રીતે ચલાવી લાવી ફરી.ને ટક્કર મારી ફરી. ને માથામાં તથા જમણા પગના ભાગે ગંભીર ઇજા તથા શરીરે અન્ય નાની-મોટી ઇજાઓ પહોંચાડી પોતાની મો.સા. લઈ ભાગી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૮/૦૪/૨૦૨૬ ના કલાક ૧૯/૪૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ.ચિરાગભાઇ મહેશકુમાર કપુરાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. છાણી પોસ્ટે પાર્ટ એ ”ગુ.ર.નં.-૩૦/૨૦૨૬(૧૧૧૯૬૦૦૫૨૬૦૧૮૯/૨૦૨૬) બી.એન.એસ.૧૦૬, ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરીયાદી રાજેશ મગનભાઇ પટેલ ઉ.વ.૩૭ ધંધો.વેપાર રહે.મ.નં.૧૪/૧ અક્ષરનગર સોસાયટી સરકારી દવાખાના પાછળ છાણીગામ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી એક એકટીવા જેનો ર.જી.નં-GJ-11-EA-8069 ના ચાલક તારીખ ૨૯/૦૪/૨૦૨૬ ના રોજ કલાક ૧૦/૦૦ વાગ્યા ની આસપાસ મો.જે. છાણી ગુરુદ્વારા થી રામાકાકા ડેરી તરફ જતા નાયરા પેટ્રોલ પંપ સામે મઇન રોડ ક્રોસ કરતા હતા તે દરમ્યાન રોડ ના પહેલા ટ્રેક પર છાણી વડોદરા શહેર આ કામના ફરીયાદીશ્રીના પિતા નામે મગનભાઇ નારણભાઇ પટેલ ઉ.વ.૭૦ નાઓ તેમની એક્ટીવા જેનો. ર.જી.નં-GJ-06-JK-8397 ની લઈને કરીયાણુ લેવા માટે ગયેલ તે દરમ્યાન મેઇન રોડ ક્રોસ કરતા હતા તે દરમ્યાન રોડ ના પહેલા ટ્રેક પર એક એકટીવા જેનો ર.જી.નં-GJ-11-EA-8069 ના ચાલકે પુર ઝડપે ગફલતભરી રીતે ચલાવી લાવી અકસ્માત કરતા માથાના ભાગે મ્રુત્યુ નિપજાવે તેવી ગંભીર ઇજાઓ પહોચાડી મૃત્યુ નિપજાવી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૯/૦૪/૨૦૨૬ ના કલાક- ૧૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.જે.ડાભી.સા.છાણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.