-: પ્રેસનોટ :-
(તા.૨૯/૦૬/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૮/૦૬/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૪ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૨૩ કિં.રૂ.૪૬૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ તથા બિયર નંગ-૪૨૭, ઇં.કવાટરીયા નંગ-૦૧ , મોબાઇલ નંગ-૧ , મોપેડ-૦૧ મળી કિ.રૂ.૧,૭૧,૨૧૫/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૫ સહિત કુલ-૧૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વિશ્વાસઘાતના કેસો
૧. પાણીગેટ પો.સ્ટે. પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૩૪૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૧૬(૨), ૩૧૮(૨), ૩૫૧(૩), ૨૯૬(ખ), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અલ્તાફહુસેન ગુલામમહંમદ શેખ રહે. મ.નં.૭૭, મેમણ કોલોની, આજવા રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એસ.એસ. હજ કોર્પોરેશન ટુર એન્ડ ટ્રાવેલ્સના માલીક નં.(૧) સઈદભાઈ ટાસ્કંદ (પટેલ) .(૨) સરફરાજ ટાસ્કંદ (પટેલ) ઓફીસ- ૧૦૪, કશ્મીરી કોમ્પલેક્ષ નાનપુરા, માર્કેટ, ગાંધી બાગ સામે, મેઈન રોડ, સુરત તથા અલમુન્તહા ટુર એન્ડ ટ્રાવેલ્સના માલીક (૩) કબુતરવાલા મોહંમદભાઈ નં.(૪) કબુતરવાલા મહંમદમાહીર મહંમદભાઇ ઓફીસ. ત્રીજો માળ ચીસ્તીયા કલેકશનની ઉપર પાણીગેટ દરવાજાની સામે વડોદરા (૫) કબુતરવાલા રૂબીનાબાનુ મોહંમદમાહીર રહે.શેખ હારૂનપીરની મસ્જીદની બાજુમાં મોટી વ્હોર વાડ, વડોદરા શહેર નાઓએ તા.૦૯/૦૯/૨૦૨૫ ના સાંજના છ વાગેથી તા.૧૧/૦૩/૨૦૨૬ સાંજના પાંચ વાગ્યા દરમ્યાન મોજે- મ.નં. ૭૭, મેમણ કોલોની, આજવા રોડ, વડોદરા શહેર તથા અલમુન્તહા ટુર એન્ડ ટ્રાવેલ્સ, ઓફીસ. ત્રીજો માળ ચીસ્તીયા કલેકશનની ઉપર પાણીગેટ દરવાજાની સામે આરોપી નાઓએ ભેગા મળી ફરી. સાથે ગુનાહીત વિશ્વાસઘાત-છેતરપીંડી કરી ફરિયાદી પાસેથી હજયાત્રાના વિઝા અને ટીકિટ આપવાનુ જણાવી કુલ્લે રૂ.૧૦,૩૦,૦૦૦/- ની રકમ ચેક, રોકડા, અને આર.ટી.જી.એસ, અને ઓનલાઇન ગુગલ-પે મારફતે મેળવી જે અંગે હજ યાત્રાના વિઝા અને ટીકિટ આપેલ ન હોય અને રૂપીયા પરત આપી દેવાની વાત કરતા આરોપીઓએ ગમે તેમ ગંદી બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનાહીત વિશ્વાસઘાત છેતરપીંડીનો ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૮/૦૬/૨૦૨૬ ના ક.૧૮/૧૫ વાગે ગુનો નોધાયેલ હોય જે ગુનાની તપાસ પો.સ.ઇશ્રી ડી.આર.પટેલ પાણીગેટ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મારામારીના કેસો
૧. પાણીગેટ પો.સ્ટે. પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૩૫૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૧૫(૨),૨૯૬(ખ),૩૫૧(૩), ૫૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ઈર્શાદ મિયામહમદ મહુડાવાલા રહે. ગુજરાત બોક્સની ઉપર સ્વામીનારાયણ મંદીરની સામે તાઇવાડા વાડી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧)તંજીલ ઈસ્માઈલભાઈ બાંડવાલા (૨)દાનિશ ઈસ્માઈલભાઈ બાંડવાલા બંન્ને રહે.વિમા દવાખાનાની પાસે છેલ્લા ફળીયાની પાછળ તાઈવાડા વાડી વડોદરા શહેર નાઓએ ગઈ તા.૨૮/૦૬/૨૦૨૬ ના ક.૨૨/૦૦ વાગ્યે મોજે-ઉમંગ સ્ટીલ ફર્નીચરની દુકાન ખાતે હરણખાના રોડ તાઇવાડા વાડી ફરિયાદી અને તેઓનો મિત્ર મુસ્તકિમ ઉર્ફે કાસમ પુલાવાલા નાઓ બંન્ને બાઇક પર બેસી પાણીગેટ દરવાજા ખાતે જતા હોય તે વખતે ત્યા ઉભા રહી આંખો કાઢી બોલાચાલી કરેલ અને ત્યારબાદ નીકળી જઇ થોડીવારમાં આરોપી નં-૧ તથા ૨ નાઓ પોતાના હાથમા ચપ્પુ લઈ આવી ફરિયાદીને ગંદી બિભત્સ ગાળો આપી ઝપાઝપી કરી ફરી.ને શરીરે ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી મ.પો.કમિ.સા.શ્રીના હથીયારબંદી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતતે ગુનો નોધાયેલ હોય જે ગુનાની તપાસ એ.એસ.આઇ. વિજયકુમાર ખુમાનભાઇ પાણીગેટ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન ચોરીના કેસો
૧. ફતેગંજ પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૬૦૨૪૭/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૫ (બી) મુજબના ગુનાના કામના ફરિયાદી અખ્તરભાઈ સીરાજભાઈ બેલીમ રહે મસ્જિદવાળુ ફળીયુ મારેઠાગામ માણેજા વડોદરા નાઓની ફરિયાદ મુજબ તા.૧૭/૦૬/૨૦૨૬ના રાત્રીના ક.૧૧/૦૦ થી તા.૧૯/૦૬/૨૦૨૬ ના રાત્રીના ક.૧૦/૦૦ વાગ્યા દરમ્યાન મોજે-ફતેહગંજ બ્રિઝ નિચે ફોર પોઈન્ટ હોટેલની સામે ફુટપાથ પર ફરીની એક કાળા અને સિલ્વર કલરની હિરો કંપનીની સ્પ્લેંડર પ્લસ મો.સા જેનો રજી.નં. GJ-06-NA-6835 તથા જેનો એ.નં. HA11EVL5B05388 તથા ચેસીસ નં. MBLHAW115L5B05198 ની છે જેની કિં.રૂ. ૩૦,૦૦૦/-ની જેમા જે-તે સમયે આશરે ૦૨ લિટર પેટ્રોલ હતુ તે મો.સા કોઇ ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અગર કોઇ સાધન વડે લોક તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૯/૦૬/૨૦૨૬ ના ક.૧૩/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો શાંતિભાઈ રામેશ્વરભાઈ ફતેગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.