Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૯/૦૭/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૨૮/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૫૦ કિં.રૂ.૧૦૦૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૨૩ તથા બિયર નંગ-૫૩ મળી કુલ્લે કિં.રૂ.૨૫,૮૯૦/-નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૬ સહિત કુલ-૧૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     મારામારીના  કેસો

૧.         જે.પી.રોડ પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૮૨૬૦૨૦૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૧૧૫(૨),૨૯૬(ખ),૩૫૨ મુજબના ગુનાના કામના ફરિયાદી ભાવીન અરવિંદભાઈ રાઠોડ રહે.મ નં ૮૯ મુંજમહુડા ગામ હનુમાન મંદીરની પાછળ મુંજ મહુડા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી જયેશભાઈ કનૈયાલાલ માળી રહે.મુજમહુડા વડોદરા શહેર નાઓએ તા.૨૮/૦૭/૨૦૨૬ ના ક.૦૯/૩૦ વાગ્યાના અરસામાં મોજે.હનુમાનજી મંદિર પાસે મુજમહુડા ફરીયાદી પોતાની નોકરી પર જવા સારૂ ઉભા હતા તે વખતે આરોપીએ અગાઉના ઝઘડાની અદાવત રાખી ફરીયાદી સામે આંખો કાઢતા ફરીયાદીએ આરોપીને પુછતા જણાવેલ કે તે દિવસે તારા પિતાએ માર ખાધો તારે પણ ખાવો છે તેમ કહી ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી ઝપાઝપી કરવા લાગી ફરીયાદીને ગાલ પર બે-ત્રણ ઝાપટો મારી વ્યથા કરી ફરીયાદીને ગંદી બિભત્સ ગાળો આપી ઝઘડો કરવા માટે ઉશ્કેરણી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૮/૦૭/૨૦૨૬ ના ક.૧૬/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. વિરમભાઇ બનુભાઇ જે.પી.રોડ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     વિશ્વાસઘાતના કેસો

૧.      અકોટા પો.સ્ટે.પાર્ટ “એ” ૧૧૧૯૬૦૪૧૨૬૦૨૯૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા કલમ ૩૧૮(૪), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી જાગૃતભાઈ ભાસ્કરભાઈ વોરા રહે.૮-કિર્તીધામ બંગ્લોઝ, દીવાળીપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અનીલભાઇ અંબાલાલ મકવાણા રહે.એફ-૪૭, ગુરૂકૃપા સોસા. ખંભાત આણંદ નાઓએ ગઈ તા.૨૭/૦૨/૨૦૨૬ થી તા.૦૫/૦૬/૨૦૨૬ ના ક.૦૭/૦૦ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે મોજે. ૦૮, કિર્તીધામ બંગ્લોઝ દીવાળીપુરા આરોપી ફરીયાદીના પિતા ભાસ્કરભાઈ મોહનલાલ વોરા ઉમર ૯૫ વર્ષ નાઓની સાર સંભાળ રાખવા સારૂ આવતા હોય જે દરમ્યાન ગઈ તા.૨૧/૦૫/૨૦૨૬ ના રોજ આરોપી બે ત્રણ દીવસ રજા ઉપર ગયેલ હોય ત્યારબાદ ગઈ તા.૦૧/૦૬/૨૦૨૬ ના રોજ ફરીયાદી તેના પિતાનુ એ.ટી.એમ કાર્ડ લઈ પૈસા ઉપાડવા જતા મીની સ્ટેટમેંટ કાઢતા તેમા તા.૨૨/૦૫/૨૦૨૬ ના રોજ રૂ.૧,૨૦,૦૦૦/- ઉપડેલ હોય ફરીએ કસ્ટમર કેરમા ફોન કરતા જાણવા મળેલ કે ફરીયાદીના પિતાના ચેક ન.૦૦૦૨૯૮ થી ખંભાતની આઇ.સી.આઇ.સી.આઇ બેંકમાથી પૈસા ઉપડેલ હોય જેથી ફરીયાદી સદર બ્રાંચમા જઈ તપાસ કરતા ફરીના પિતાના ચેકમા ખોટી સહી કરેલ હોય અને ત્યારબાદ  આરોપીને વારંવાર ફોન કરતા તેઓનો ફોન બંધ આવવા લાગેલ અને ત્યારબાદ તા.૦૫/૦૬/૨૦૨૬ ના રોજ ફરીના પિતાના પેંશન એકાઉંટમાથી બેંક ઓફ ઇન્ડીયાનો ચેક નં.૪૩૬૦૨૫ થી રૂ.૨૨,૦૦,૦૦૦/- ક્લીયર કરવા નાખતા ફરીના પિતાના મોબાઇલ નંબર ઉપર મેસેજ આવેલ હોય પરંતુ જે તે સમયે સ્ટોપ પેમેંટ કરાવેલ હોય સદર ચેક ક્લીયર થયેલ ના હતો જેથી સદર આરોપીએ ફરીના પિતાની સાર સંભાળ રાખતા સમયે છેતરપીંડી કરી બે ચેક લઈ જઈ અને ચેકમા ફરીના પિતાની ખોટી સહીઓ કરી તેમાથી એક ચેક ખંભાત આઇ.સી.આઇ.સી.આઇ બેંકમા ચેક ન.૦૦૦૨૯૮ મા ખોટી સહી જ વાળો ચેકને સાચા ચેક તરીકે વટાવી રૂ.૧,૨૦,૦૦૦/- રોકડ મેળવી છેતરપિંડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૮/૦૭/૨૦૨૬ ના ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી પી.જી રાવત અકોટા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.      પાણીગેટ પો.સ્ટે પાર્ટ-એ-ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૬૦૪૧૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૧૬(૨),૩૧૮(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી જલ્પનભાઇ જગદીશચંદ્ર દવે રહે-બી/૦૩ રોયલ-વિલા ડુપ્લેક્ષ મહેશનગર પાછળ ભારત પેટ્રોલપંપ સામે સોમા તળાવ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ભાવીન ચંદુલાલ શાહ ઓફિસ-ડ્રીમ કન્ટ્રકશન એન્ડ ઇન્ટીરીયર સ્ટુડીયો, ગાયત્રી મંદિર પાસે વાઘોડિયા ચોકડી તા-૨૫/૦૪/૨૦૨૬ થી તા.૨૩/૦૬/૨૦૨૬ સુધી મોજે- રોયલ વિલા ડુપ્લેક્ષ મહેશનગર પાછળ ભારત પેટ્રોલ પંપ સામે સોમા તળાવ આરોપી નાઓએ ફરીશ્રી તથા તેમના પાડોશીના મકાનનુ રીનોવેશનનુ કામ રાખી કામ કરવાના બહાને રૂ.૧૪,૧૧,૦૦૦/- તથા ફરીશ્રીના પાડોશી દેવાંશુભાઇના મકાનના રૂ.૧૦,૨૦,૦૦૦/-તથા ક્રિષ્નાબેન જીગ્નેશકુમાર શાહના મકાનના રૂ. ૪,૫૦,૦૦૦/- તથા જગદીશ મગનભાઈ સોલંકીના મકાનના રૂ.૦૬,૮૦,૦૦૦/- લઈ મકાનનુ બાંધકામ તોડી અધુરૂ કામ છોડી બાકીનુ કામ પુરૂ નહી કરી હલકી કક્ષાનુ જોખમી બાંધકામ કરી ફરીશ્રી તથા તેમના સાહેદ પડોશી દેવાંશુભાઇ ઓઝા તથા ક્રિષ્નાબેન જીગ્નેશકુમાર શાહ તથા જગદીશ મગનભાઈ સોલંકી નાઓ સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૮/૦૭/૨૦૨૬ ના ક.૧૮/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી આર.એસ. ભરવાડ પાણીગેટ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.      ગોરવા પો.સ્ટે.પાર્ટ- એ  ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૭૨૬૦૩૫૩/૨૦૨૬ બી.એન.એસ ની કલમ-૩૧૬(૨), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨), ૩૫૧(૩), ૬૧ મુજબના ગુનાના કામના ફરિયાદી વિશાલ પ્રકાશ વ્યાસ રહે:-રહે-સાયક કૃપા સોસાયટી યંગ બ્લડ ગૃપ સોસાયટી પુરાણીની ખડકી સાવલી વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી ZPS OIL @GAS PRIVATE LIMITED ના ડિરેક્ટર નં-૧ તપસ રંજન પટનાયક (ર)રણજીતા તપસ પટનાયક (૩)આસુતોષ તપસ પટનાયક તમામ રહે- પ્લોટ નં-સી-૫૩ બેઝમેન્‍ટ શીવાલીક, શાકેત, ન્યુ દિલ્લી નાઓએ ગઈ તા:-૧૫/૦૭/૨૦૨૬ થી આજદિન સુધી મોજે- એ-૮ મિરાઝ એપાર્ટમેન્ટ મિરાઝ કો.ઓ.હાઉસિંગ સોસાયટી નટુભાઇ સર્કલ ખાતે આરોપી નાઓએ પુર્વ આયોજીત કાવતરૂ રચી તેઓના દિકરાના બર્થડે પાર્ટીમાં બોલાવી ફરીયાદી સાથે સંબધ કેળવી ગઈ તા:-૧૫/૦૭/૨૦૨૬ થી આજ દિન સુધી ફરીયાદીના ધંધા માટે ઇન્‍ડસ્ટ્રીયલ ફ્યુઅલ ઓઇલ અપાવશે તેમ જણાવી ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી ફરીયાદી પાસે માલ સામાન ખરીદી કરવા સારૂ ઇન્વોઇસ બીલ નં. આઇ.એન.વી.-૦૮ થી રૂ.૩૨,૬૭,૬૦૦/- નુ ખોટુ અને બનાવટી બીલ તેનો સાચા તરીકે ઉપયોગ કરી તે બીલ મુજબના નાણા તેમની બીજી કંપની Z PLUS SYNDICATE ના બેંક ઓફ બરોડા ના એકાઉન્‍ટ નં-06880200001293 IFSC CODE: BARB0BHUBAN મા રૂ.૧૦,૬૪,૮૩૧/- તથા રૂ.૨૨,૦૦,૦૦૦/- કુલ રૂ.૩૨,૬૪,૮૩૧/- જેટલી માતબર રકમ પડાવી લઈ ફરીયાદીને માલ સામાન ન મોકલી આપી ફરીયાદીએ આપેલ નાણા પરત માંગણી કરતા નાણા પરત નહી મળેલ અને “તુ નાણા લેવા સારૂ અહી આવીશ તો તને જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી ફરીયાદીએ આપેલ નાણા ફરીયાદીને પરત ન આપી તે નાણા તેના અંગત ઉપયોગમાં લઈ ફરીયાદીને આર્થીક નુકસાન પહોચાડી તેઓની સાથે વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિ.બાબતે તા:-૨૮/૦૭/૨૦૨૬ ના ક.૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એલ.એન.સાંસલા ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

૪.     ઘરફોડ ચોરીના કેસો

૧.      પાણીગેટ પો.સ્ટે પાર્ટ-એ-ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૬૦૪૧૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૦૫(અ), ૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી દિવ્યાંગભાઇ મહેન્દ્રભાઇ પટેલ રહે- ડી/૧૨૮, અપુર્વ સોસાયટી, પરીવાર ચાર રસ્તા પાસે, વાઘોડીયા રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૫/૦૬/૨૦૨૬ ના રાત્રીના આશરે દશેક વાગ્યેથી તા.૧૬/૦૬/૨૦૨૬ ના સવારના આશરે સાડા સાતેક વાગ્યા મોજે-ડી/૧૨૮, અપુર્વ સોસાયટી, પરીવાર ચાર રસ્તા પાસે, વાઘોડીયા રોડ, કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીના મકાનના મેઇન દરવાજાની લોખંડની જાળીનો નકુચો તથા મુખ્ય લાકડાનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશી ઘરના બેડરૂમમા રહેલ લોખંડની તિજોરીમા મુકેલા રોકડા રૂા.૩૭,૦૦૦/-ની મત્તાની ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૮/૦૭/૨૦૨૬ ના ક.૧૬/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી વી.એસ.દેસાઈ પાણીગેટ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      નંદેસરી પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૯૨૬૦૩૮૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા - ૨૦૨૩ ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૪), ૬૨, ૫૪ મુજબના કામના ફરીયાદી પ્રતીકભાઇ સરદારભાઇ પરમાર રહે.મ.નં.બી/૪૮ સાંઇદિપનગર, ન્યુ વી.આઇ.પી. રોડ, હરણી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૯/૦૭/૨૦૨૫ ના ક.૦૩/૨૦ થી ક.૦૩/૨૪ વાગ્યા દરમ્યાન મોજે. અનગઢ ગામ રામજી મંદિર પાસે આવેલ બેંક ઓફ બરોડાના ATM માં કોઈ અજાણ્યા બે ચોર ઈસમો ATM માં પ્રવેશ કરી ATM મા રાખેલ પૈસાની ચોરી કરવાના ઈરાદે લોખંડના હથોડા વડે ATM ને નુકશાન પહોચાડી નાશી જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૯/૦૭/૨૦૨૬ ના ક.૧૨/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી વિ.કે.પાટીલ નંદેસરી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.     વાહન અકસ્માત/ફેટલના કેસો

૧.      હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૨૭૫/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫ (બી) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અર્ષકુમાર લેખરાજ ત્રિવેદી રહે. ડી/૪૦૩ સુરમ્ય પાર્ક દેણા ચોકડી પાસે, હરણી વડોદરા શહેર, નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યો ફોર વ્હીલ ચાલક તા.૨૩/૦૭/૨૦૨૬ ના ક.૧૯/૩૦ વાગ્યાની આસપાસ મોજે. હરણી કેનાલ એચ.પી.પેટ્રોલપંપની સામે તેની ફોર વ્હિલ એકદમ પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી ફરીયાદીની બુલેટ નં. GJ 06 SC 0668 ને સામેથી અથાડી એક્સીડંટ કરી ફરીને જમણા હાથના ખંભા ઉપર તથા ડાબા પગના સાથળ ઉપર ફેક્ચર કરી સ્થળ ઉપરથી તેનુ વાહન લઈ નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૮/૦૭/૨૦૨૬ ના ક.૨૧/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો વિજયભાઇ મોતીભાઇ હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.      ફતેહગંજ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૧૨૨૬૦૨૯૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા. ૨૦૨૩ની કલમ -૨૮૧, ૧૦૬(૧) તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રધ્ધા ધર્મેશ કદમ રહે- બ્રાહમણ સભા હોલની બાજુમા રાજ મધુનીત ફલેટ વાડી રંગમાલ રોડ વાડી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યા બસ ના ચાલક તા.૨૮/૦૭/૨૦૨૬ ના આશરે બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ મોજે- ફતેગંજ બ્રીજ ઉપર સેવન સીઝ મોલ સામે ફતેહગંજ ફરીશ્રી એકટીવા જેનો રજી નં.જીજે સિક્સ એસ એફ ઝિરો બે સાઇઠની લઈને તેમની બહેનપણી ક્રીષા અમીતભાઇ રાણા તથા તુપ્તી સંદિપભાઇ માળી બંન્ને રહે.વાડી રંગમાલ રોડ વાડીનાઓ સાથે ઇસ્કોન મંદિરથી ઘરે પરત આવતા હતા ત્યારે ફતેગંજ બ્રીજ ઉપર સેવન સીઝ મોલ સામે પહોંચતા એક અજાણ્યા બસ ના ચાલકે પોતાની બસ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ફરીશ્રીની એકટીવાને પાછળથી ટક્કર મારી એકસીડન્ટ કરી નીચે પાડી ફરીને જમણા હાથના ખભાના ભાગે તથા કોણીના ભાગે સામાન્ય ઇજા થયેલ તથા પાછળ બેસેલ તુપ્તી સંદિપભાઇ મહાડીક નાઓને શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી ભાગી જઈ ગુનો કર્યા વિ. બાબતે તા.૨૮/૦૭/૨૦૨૬ ના ક. ૧૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.કે.બારીઆ ફતેગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.      છાણી પો.સ્ટે. પાર્ટ એ ગુર.નં.૧૧૧૯૬૦૦૫૨૬૦૨૯૮/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫ (બી), ૧૦૬ તથા એમ.વી એક્ટ ૧૩૪,૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી જેતલબેન ડો/ઓફ મનુભાઈ ડાભી રહે.મ.નં.-૦૫ નિલદિપ રેસીડેન્સી દસરથ ગામ તા.જી.-વડોદરા નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યો વાહન ચાલક ગઈ તા.૨૮/૦૭/૨૦૨૬ ના સાંજના ક.૨૦/૦૦ વાગ્યાની આસપાસ મોજે. ઈન્દિરાનગરીથી દસરથ બ્રિજ તરફ જતા આર.સી.સી. રસ્તા પર દસરથગામ રામા રેસિડેન્સિની બાજુમાં આરોપીએ પોતાની જાતે પુરઝડપે ગફલતભરી રીતે વાહન ચલાવી લાવી ફરિયાદીશ્રીના મોટા ભાઇ મહેશભાઇ મનુભાઇ ડાભી ઉ.વ.૪૫ રહે-રીહેબ સેન્ટર નડિયાદ નાઓની મો.સા. રજી.નં.GJ-06-JN-2289 ની સાથે કોઇ અજાણ્યા વાહનની ટક્કરે અથવા પોતાની જાતે અકસ્માત કરી મ્રુત્યુ નિપજાવે તેવી માથાના ભાગે ગંભીર તથા શરીરના ભાગે સામાન્ય ઈજાઓ પહોચાડી મ્રુત્યુ નિપજાવી અકસ્માતનો ગુનો કર્યા વિ.બાબતે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.એસ.ચોધરી છાણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.      જે.પી.રોડ પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૮૨૬૦૨૦૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૨૮૧, ૧૨૫(બી), તથા એમ.વી એક્ટની કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી લતાબેન વા/ઓ પ્રફુલભાઇ મહેતા રહે.એ/૯૧, ક્રુષ્ણધામ સોસાયટી, રાણેશ્વર મંદિર પાસે, વાસણા રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ટી.વી.એસ જ્યુપીટર મોપેડ જેનો રજી નં.GJ-06-SC-8145ની ચાલક નામે કોયના ડો/ઓ પ્રેમપાલ રાજપુત રહે.તરસાલી, વડોદરા શહેર નાઓએ તા-૦૫/૦૭/૨૦૨૬ના રોજ ક.૦૬/૩૦ વાગે મોજે. કલ્યાણ પાર્ટી પ્લોટ સામે વાસણા ભાયલી રોડ ફરીયાદીના પતિ પ્રફુલભાઇ બલક્રુષ્ણ મહેતા ઉ.વ.૭૪ નાઓ કલ્યાણ પાર્ટી પ્લોટ સામે વાસણા ભાયલી રોડ પર ચાલતા જતા હતા તે વખતે આરોપી નાઓએ તેની મોપેડ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ફરીયાદીના પતિને પાછળના ભાગે અથાડી દેતા ફરીયાદીના પતિ રોડ પર નિચે પડી જતા તેઓને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૯/૦૭/૨૦૨૬ ના ક- ૧૩/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ કનુભાઇ રૂમાલભાઇ જે.પી.રોડ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૬.     વાહન ચોરીના કેસો

૧.      રાવપુરા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૨૬૨૬૦197/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ નીકલમ-૩૦૫(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી સુનીલ રમેશભાઇ માળી રહે.ગાયત્રી એપાર્ટમેન્ટ કાનકૂવા ખાંચાની સામે માળી મોહલ્લો ગાજરાવાડી વાડી વડોદરા નાઓની ફરિયાદ મુજબ તા:૧૫/૦૬/૨૦૨૬ ના સવારના આશરે ક.૦૯/૪૦થી ક.૧૨/૦૦વાગ્યા દરમ્યાન મોજે-એસએસજી હોસ્પીટલ ગાર્ડનના ગેટની સામે ફરીયાદીશ્રીની મોસાહિરો કંપનીની જે સિલ્વર પટ્ટાવાળી કાળા કલરની જેનો RTO રજી.નંGJ06KR6040 નો છે જેનો ચે.નંMBLHAR0 75HHD33473 તથા એં. નં. HA10AGHHD34958 નો છે જે સને-૨૦૧૭ ના મોડેલનું જેની કિં.રૂા.૨૦,૦૦૦/- જે બાઇક પાર્ક કરેલ જે કોઇ ચોર ઇસમ બાઇકનું લોક ડુપ્લિકેટ ચાવી વડે ખોલી કે કોઇ સાધન વડે તોડી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા:-૨૮/૦૭/૨૦૨૬ ના ક.૧૫/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો કાનાભાઇ જબરાભાઇ રાવપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.