: પ્રેસનોટ :-
(તા.૨૯/૦૮/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૮/૦૮/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૧૧૨ કિ.રૂ.૨૨,૮૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૦૫, કવાટરીયા નંગ-૦૨ મળી કુલ કિ.રૂ. ૨૪,૦૫૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૦૪ સહિત-૨૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વિશ્વાસઘાત/છેતરપીંડીના કેસો
૧. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ના પાર્ટ–A -ગુ.ર.નં ૧૧૧૯૬૦૪૦૨૫૦૦૩૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૧૮(૪),૫૪,૬૧(૨) તથા આઇ.ટી.એક્ટ કલમ ૬૬(ડી) મુજબના ગુનાના કામના ફરિયાદી દીપંકર S/O સુશાંતકુમાર હળદર રહે-સી-4, હાથીભાઇનગર, દિવાળીપુરા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (1) ફરિયાદમા જણાવેલ સામાવાળાના વોટ્સએપ નંબરના ધારક તથા ઉપયોગ કરનાર (2) ફરિયાદમા જણાવેલ સામાવાળાના મોબાઈલ નંબર ના ધારક તથા વપરાશ કરનાર (૩) ફરિયાદમા જણાવેલ સામાવાળાના મેઇલ આઈ.ડી ના ધારક તથા વપરાશ કરનાર (4) ફરીયાદમા જણાવેલ સામાવાળાની વેબસાઈટ બનવનાર તથા વપરાશ કરનાર (5)ફરીયાદમા જણાવેલ સામાવાળાના બેંક ખાતા ના ધારક તથા વપરાશ કરનાર(6)ગુનાહીત કાવતરામા સાથી સંકલાયેલ તમામ ઇસમોનાઓએ તા.૦૯/૦૪/૨૦૨૫ થી આજ દિન સુધી મોજે.-વડોદરા શહેર તમામ આરોપીઓ ગુનાહિત કાવતરું રચી એકબીજાની મદદગારીથી અગાઉથી ફરિયાદીને આજદિન સુધી તેઓનાં વ્હોટસએપ નંબર પર વ્હોટ્સએપ મોબાઈલ નંબર વોટસએપ નંબર.પ્લસ 447449269163, પ્લસ447454431206, પ્લસ447403627125 તેમજ અલગ અલગ મો.નં.પ્લસ 441252437694,પ્લસ442046000386,પ્લસ441235643190, પ્લસ441 252437710,પ્લસ442038686378,પ્લસ442039294474,પ્લસ442039293951,પ્લસ442039360089,પ્લસ 442039365467 અલગ અલગ મોબાઇલ નંબર તેમજ મેઇલ આઇ.ડી. નોરીપ્લે@ટ્રેડીઓનએન.નેટ ઉપરથી સંપર્ક કરી એચટીટીપીએસ://ટ્રેડ.ટ્રેડીઓનએન.નેટ/સાઇનઇન/ ની વેબસાઇટની લીંક મોકલી ગોલ્ડ, કોમોડીટી, ફોરેક્ષમા પૈસા કમાવવાની લાલચ આપી પહેલા વિશ્વાસમાં લેવા સારું ફરિયાદીને રૂ.49,502/ પરત કરી વિશ્વાસમાં લઇ અલગ અલગ ટાસ્કના બહાને અલગ અલગ બેંક ખાતાઓ મોકલી ફરિયાદી પાસેથી કુલ રૂપિયા 15,75,602/ ભરાવડાવી વધુ પૈસા કઢાવવા સતત એક અથવા બીજી રીતે માંગણી કરીને ઈલેક્ટ્રોનિક માધ્યમથી વિશ્વાસઘાત/ છેતરપિંડી કરેલ હોય જેથી ઓનલાઈન રોકાણ કરવાના બહાને અલગ અલગ બેંક ખાતાઓમા રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધેલ અને ફરિયાદીને વિશ્વાસમા લઇ ફરિયાદીના રૂપિયા પરત નહી કરી આ કામના આરોપીઓએ એક બિજાની મદદગારીથી ઇલેક્ટ્રોનીક માધ્યમથી વિશ્વાસઘાત/છેતરપીંડી કરીને ગુનો કરવા બાબતે તા.૨૮/૦૮/૨૦૨૫ ના ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી જે.ડી.પરમાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન ચોરીના કેસો
૧. બાપોદ પોલીસ સ્ટેશન
બાપોદ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૨૨૫૦૫૦૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી જીગ્નેશભાઈ રમેશભાઈ પટેલ રહે.એફ-૪૦૪, શ્રીજી વંદન, વૈકુંઠ ચાર રસ્તા પાસે વાઘોડિયા રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૫/૦૮/૨૦૨૫ ના ક. ૨૨/૦૦ થી તા.૨૬/૦૮/૨૦૨૫ ના સવાર ક.૧૦/૦૦ વાગ્યા સુધીમાં ફરીયાદીના ઘર શ્રીજી વંદન ફ્લેટ્સ, વૈકુંઠ ચાર રસ્તા પાસે વાઘોડિયા રોડ, વડોદરા શહેરના કોમન પાર્કિંગમાં ફરીયાદીની ટાટા કંપનીની ટીયાગો એક્ષ.એન ગાડી પાર્ક કરેલ જે ફોર વ્હિલર ગાડી જેનો આર.ટી.ઓ.નં. જી.જે ૩૧ બી.એ ૧૭૩૨ જેનો એ.નં. REVTRN23AVXK00992 તથા ચે.નં.MAT626029RKA00288 જેની કિં.રૂ.૫,૦૦,૦૦૦/- તે કોઇ ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવીથી અગર તો લોક તોડી ચોરી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૮/૦૮/૨૦૨૫ ના ક.૧૯/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી આર.એન.પ્રસાદ બાપોદ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન અકસ્માતના કેસો
૧. હરણી પોલીસ સ્ટેશન
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૩૩૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ)(બી) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી વિનોદકુમાર અમ્રુતલાલ પ્રજાપતિ હાલ રહે.મ.નં.૨૫ સાંઇ મંદિર એપાર્ટમેન્ટ રીલાઇન્સ ડિઝિટલ મોલ પાછળ કારેલીબાગ વડોદરા શહેર મુળ રહે.ચાણસ્મા ગામ પ્રજાપતીવાસ મોચીકુવા પાસે તા.ચાણસ્મા જી.પાટણ નાઓની ફરિયાદ મુજબ એક મો.સા.રજી.નં. GJ.06.MH.2124 ના ચાલક રાહુલ કનોજીયા તે તા.૨૭/૦૮/૨૦૨૫ ના ક. ૨૩/૪૫ વાગ્યે મોજે:- એલ & ટી સર્કલ થી વી.આઇ.પી.રોડ બરોડા સેન્ડવિચ આગળ હરણી આરોપીએ તેની મો.સા. પુરઝડપે ગફલતભરી બેદરકારીથી ચલાવી લાવી ફરીયાદીશ્રીના માતા ખેમીબેનને એક્સિડન્ટ કરી નીચે પાડી દઈ જમણા હાથ-પગ ઉપર તથા કમર ભાગે ફ્રેક્ચર કરી તેમજ શરીરે નાની મોટી ઇજાઓ પહોચાડી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૯/૦૮/૨૦૨૫ ના ક.૦૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ અ.હે.કો.હેમલદાન હર્ષદદાન હરણી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. સયાજીગંજ પોલીસ સ્ટેશન
સયાજીગંજ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૦૨૫૦૫૧૬/ભારતીય ન્યાય સંહીતા કલમ ૨૮૧, ૧૨૫ (બી), તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરીયાદી ડો.યોગેશ્વર રાજકુમાર શર્મા ઉ.વ.ર૫ ધંધો-નોકરી રહે.આઇ-૭૦૧ દર્શનમ સેન્ટ્રલ પાર્ક સયાજીગંજ વડોદરા શહેર, મુળ રહે-હાઉસ નં.જી-૧૩ સાઉથ નગર -૦૧ ગુડગાવ હરીયાણા નાઓની ફરીયાદ મુજબ આરોપી ફરીયાદી પોતે તા.૨૮/૦૮/૨૦૨૫ ના રોજ સવારના સાડા સાતેક વાગ્યાના સુમારે જેતલપુર બ્રિજ પાસે સુર્યા પેલેસ ચાર રસ્તા ખાતે ફરીયાદી પોતાની ફોર વ્હિલ કાર ટોયોટો ટાઇઝર જેનો આર.ટી.ઓ રજી નં.GJ-06-RB-6160ની લઈને જતા હતા તે વખતે એક અજાયો પુરૂષ ઇસમ ઉ.વ. આશરે ૬૦ નાનો ઝડપથી રસ્તો ક્રોસ કરવા જતા ફરીયાદીની ગાડીના આગળના ભાગે જમણી હેડ લાઇટ ના ભાગે અથડાતા માથાના આગળના ભાગે તથા મોઢાના ભાગે તથા જમણા ખભા પાસે ઇજા કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૮/૦૮/૨૦૨૫ ના રોજ કલાક ૧૩/૧૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ હે.કો. કાળાજી કાંતીજી સયાજીગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. મારામારીના કેસો
૧. રાવપુરા પોલીસ સ્ટેશન
રાવપુરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૫૦૧૪૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૧૧૫(૨), ૨૯૬(બી),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી યશ હરીશભાઇ પટ્ટણી રહે, ગેંડીગેટ વિચારે મસાલા દુકાનની બાજુની ગલીમાં શેફે મહોલ્લો ચોખંડી, વાડી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ (૧) એક સફેદ કલરની ફોરવ્હીલર ગાડીનો ચાલક જેણે લીલા જેવા કલરનુ ટી-શર્ટ તથા મોટી દાઢી તથા ચશ્મા પહેરેલ છે તે ઇસમ (૨) એક ચેક્સવાળો શર્ટ પહેરેલ ઇસમ (૩) એક સફેદ કલરની ટી-શર્ટ તથા ચશ્મા પહેરેલ હાઇટ બોડીવાળો ઇસમ (૪) એક કાળા કલરના શર્ટવાળો ઇસમ તે તમામ અજાણ્યા ઇસમો તા.૨૮/૦૮/૨૦૨૫ ના આશરે ક- ૨૩/૦૦ વાગ્યા દરમ્યાન મોજે- ન્યાય મંદીર પાછળ, દુધવાળા મહોલ્લા તરફના વળાંકવાળા રસ્તા ઉપર મસ્જીદની સામે રોડ ઉપર ફરિયાદી તથા તેની પત્નિ બાઇક નં. GJ-06-JG-6766 ઉપર બેસી ગણપતિજીના પંડાલ જોવા માટે જતા હતા તે દરમ્યાન ટ્રાફીક હોય ફરીયાદીએ પોતાની બાઇક થોડી ધીમી કરેલ તેમાં એક સફેદ કલરની ફોર વ્હીલર અજાણી ગાડી બાઇક પાછળ જ આવતી હોય તેણે બે-ત્રણ વખત હોર્ન વગાડેલ જેથી ફરીયાદીએ ચાલુ બાઇકે પાછળ ફરી જોતા તે ફોર વ્હીલરના ચાલક જેણે લીલા જેવા કલરનુ ટી-શર્ટ તથા મોટી દાઢી તથા ચશ્મા પહેરેલ ઇસમે ફરીયાદીને હાથ બતાવી સાઇડમાં ચલાવને તેમ કહી ગંદીગાળો આપતા ફરીયાદીએ ગાડી ઉભી રખાવી તેને કહેવા જતા નીચે ઉતરી બોલાચાલી ઝઘડો કરી ગંદી ગાળો આપવા લાગતા તેમાં બીજા ત્રણ ઇસમો આવી જતા જેમાં એક ચેક્સવાળો શર્ટ પહેરેલ ઇસમે ફરીયાદીને ગાલ ઉપર ત્રણથી ચાર લાફા મારી દીધેલા અને બીજો પણ એક સફેદ કલરની ટી-શર્ટ તથા ચશ્મા પહેરેલ હાઇટ બોડીવાળો ઇસમે ફરીયાદીને ગડદાપાટુનો મારમારી તથા એક કાળા કલરના શર્ટવાળો ઇસમે પણ ગંદીગાળો આપી તમામે ફરીયાદી સાથે બોલાચાલી, ઝઘડો કરી ગંદીગાળો આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૯/૦૮/૨૦૨૫ ના ક- ૦૦/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.આર.શુક્લા રાવપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.