-: પ્રેસનોટ :-
(તા.૨૯/૦૮/૨૦૨૬)
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૮/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૪ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૦૭ કિં.રૂ.૧૪૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૨૨ તથા કવાટરીયા નંગ-૦૨ મળી કુલ કિ.રૂ.૮,૨૧૧/- નો મુદ્દામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૨ સહિત કુલ-૦૬ ઇસમને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માત/ફેટલના કેસો
૧. છાણી પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૫૨૬૦૩૫૨/૨૦૨૬ (ફસ્ટ- ૫૪/૨૦૨૬) ભારતીય ન્યાય સંહિતાની કલમ– ૨૮૧, તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪, ૧૯૦ તથા ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રફુલભાઈ મનસુખભાઈ થોરીયા રહે-થોરીયા બજાર રામજી મંદીર પાસે ગામ મુળ બાવળા તા.લિમડી જી.સુરેંદ્રનગર નાઓની ફરિયાદ મુજબ એક ટેલર રજી.નં.GJ-06-XX-6533 નો ચાલક તા.૨૮/૦૮/૨૦૨૬ ના સાંજના ક-પાચેક વાગ્યાના અરશામા મોજે – ને.હા.૪૮ વડોદરાથી વાસદ તરફ જતા પદમલા બ્રિજ ચડતા ફરીયાદીશ્રી પોતાના કબ્જાની મારુતી સુઝુકી કંપનીની બ્લેક કલરની બ્રેજા ફોર-વ્હિલર કાર જેનો રજી નં.GJ-13-CF-5962 છે. જે લઈને ને.હા.૪૮, વડોદરા થી વાસદ તરફ જતા પદમલા બ્રિજ ચડતા આરોપીએ પોતાના ટેલરમા વધુ કદનુ (પહોળુ) માલ-સામાન ભરી અન્ય વાહનોને અડચણરૂપ થાય તથા અન્ય વાહનોને નુક્સાન થાય તે રીતે ભરીને બેદરકારી પુર્વક પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી લાવી ફરીયાદીની કારને ડ્રાઈવર સાઈડથી એક્સીડન્ટ કરી તેઓની કારને આશરે રૂ.૧,૫૦,૦૦૦/- નુ નુકશાન કરી ભાગી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૮/૦૮/૨૦૨૬ ના ક-૨૦/૨૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો આશિષભાઇ શરદભાઇ છાણી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. મકરપુરા પો.સ્ટે. પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૫૦૧/૨૬ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧, ૧૨પ(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી હિતેશભાઈ કાળુભાઈ વાઘેલા રહે-મ.ન.૧૨, ગંગાનગર, કિશનનગર પાસે, હેવી વોટર સામે, દંતેશ્વર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક એસ.ટી.બસ નં. GJ-18-ZT-2902 ના ચાલક તા-૦૯/૦૮/૨૦૨૬ ના રોજ રાત્રીના ક:૨૦/૧૭ વાગ્યા પહેલા માજે-પ્રતાપનગર બ્રિજ ઉપર ઓ.એન.જી.સી. થી પ્રતાપનગર બ્રિજ ચડતી વખતે પ્રતાપનગર પોતાની એસ.ટી.બસ પુરઝડપે, બેફીકરાઈ અને ગફલતભરી રીતે હંકારી લાવી આગળ ચાલતા વાહનોને ઓવર ટેક કરવા જતી વખતે ડભોઈ રોડ તરફથી પ્રતાપનગર બ્રિજ ચડીને મકરપુરા ઓએનજીસી તરફ ઉતરતી વખતે ફરીયાદીશ્રીની ઓટોરિક્ષા નં.GJ06-BZ-4616 ને રાત્રીના ક.૨૦/૧૭ પહેલા ઓ.એન.જી.સી તરફથી પ્રતાપનગર બ્રિજ ચડતી વખતે ફરીયાદીશ્રીની રિક્ષાને અડફેટમાં લેતા ફરિયાદીની રિક્ષાને ડ્રાયવર સાઈડમાં જમણી બાજુમાં દબાઈ ગયેલ જેમા ફરિયાદીને કપાળના આગળના ભાગે તથા માથામાં ઉપરના ભાગે ઈજા પહોંચાડી તથા ફરીયાદીના પત્ની સાહેદ લક્ષ્મીબેનને કપાળમા હોઠમા, છાતીમા મુઢમારની ઈજાઓ પહોંચાડી અને ફરીયાદીના ભાભી સાહેદ હંસાબેન વાઘેલા નાઓને જમણા કપાળમા અને જમણા કાનમા અને ડાબા પગમા ઈજાઓ પહોંચાડી તથા રિક્ષાને નુકશાન કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૮/૦૮/૨૦૨૬ ના ક:૧૫/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ સુરેશભાઇ જેઠાભાઇ મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. છાણી પો.સ્ટે પાર્ટ “એ”ગુ.રા.નં-૧૧૧૯૬૦૦૫૨૬૦૩૫૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતાની કલમ–૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી),૧૦૬ તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪,તથા ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શિવરાજ બદ્રીલાલ જાટ હાલ રહે.પટેલ ખડકી નં.૦૨ પદમલા ગામ તા.જી.વડોદરા શહેર મુળ રહે. જી.ભીલવાડા રાજસ્થાન નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યા ફોરવ્હિલર ચાલકે તા.૨૮/૦૮/૨૦૨૬ ના સાંજના ક-૧૯/૪૮ વાગ્યાના અરશામા મોજે–NH-48 પર વાસદ થી વડોદરા તરફ જતા, દશરથ બ્રીજ ઉતરતા, ઇન્દીરાનગરી દશરથ જતા કટ પાસે, મેઇન હાઇવેની ત્રિજી લેન પર ફરીયાદીના મિત્ર હનુમાનારામ બાલુરામજી જાટ (ચૌધરી) હાલ રહે,માડવાલા ફલિયા પદમલા ગામ તા.જી.વડોદરા શહેર મુળ રહે,ગોમથલીયા ગામ પોસ્ટ ભાડાસર તા.મોલાસર જી.ડીડવાના કુચામલ રાજ્ય.રાજસ્થાન નાઓ ચાલતા રોડ ક્રોસ કરી રહ્યા હતા તે વખતે આરોપી પોતાના કબ્જામા રહેલ કાર પુરઝડપે ગફલત ભરી રીતે હંકારી લાવી ફરીયાદીશ્રીના મિત્ર હનુમાનરામા નાઓને અથાડી મથાના ભાગે, કપાળના ભાગે, તથા ડાબા હાથે મૃત્યુ નિપજાવે તેવી ગંભીર ઈજાઓ પોહચાડી મૃત્યુ નીપજાવી ભાગી જઈ ગુનો કર્યા વિ. બાબતે તા.૨૯/૦૮/૨૦૨૬ ના ક.૦૩/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી જે.જે ડાભી છાણી પોસ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૪૪૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી),૧૦૬ તથા એમ.વી. એક્ટ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રીમતી હેમલતા વા/ઓ રાજકુમાર ફલેંદ્રસિંહ ચૌહાણ રહે- મ.ન.ટાવર ૨૮ ફ્લેટ ૪૦૨ મોનાલીસા કોમ્પ્લેક્ષ માંજલપુર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા-૨૮/૦૮/૨૦૨૬ ના રાત્રીના પોણા અગિયારેક વાગ્યા પહેલા કોઈપણ સમયે ને.હા.૪૮ પર જાંબુવા બ્રીજથી તરસાલી બ્રીજ તરફ જતા ગોકુલ કટ પાસે મહાસાગર હોટેલની સામે રોડ પર ફરીનો ભાણેજ પ્રવેંદ્રસિંહ દેવપાલસિંહ ઉ.વ.૩૧ રહે-ગ્રામ જૈતપુર થાના મહમદાબાદ જી-ફરૂખાબાદ ઉ.પ્રદેશ નાઓ ચાલતો રોડ ક્રોસ કરતો હતો તે વખતે જાંબુવા બ્રિજ તરફથી કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પુરઝડપે ગફલતભરી રીતે અને બેદરકારીથી ચલાવી લાવી ફરીના ભાણેજને ટક્કર મારી એક્સીડેંટ કરી માથામાં, ચહેરા પર તથા બંને પગમાં ગંભીર ઈજાઓ અને શરીરે અન્ય નાની મોટી ઈજાઓ પહોચાડી સ્થળ પર મોત નિપજાવી સ્થળ પરથી ભાગી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૯/૦૮/૨૦૨૬ ના ક.૦૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જે.કે.પરમાર કપુરાઈ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. ફતેહગંજ પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૬૦૩૪૩/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબ ના ગુનાના કામના ફરીયાદી હસમુખભાઇ સોમાભાઇ પરમાર ઉ.વ.૬૩ ધંધો-નિવૃત રહે. મ.નં.૪૫, રાધાનગર સોસાયટી ભગવતનગર સામે અભિલાષા ચાર રસ્તા પાસે ન્યુ સમા રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી મારૂતી કંપનીની અર્ટીકા ફોર વ્હીલ જેનો રજી નં.GJ-06-BX-5844નો ચાલક નામે દિપક સુર્યવંશી રહે. અભીલાષા વડોદરા શહેર તા.૨૪/૦૮/૨૦૨૬ ના કલાક.૧૧/૧૫ વાગ્યાના સુમારે મોજે – શીવમ સોસાયટી ચાર રસ્તા એક્તાનગર પાસે છાણી જકાતનાકા વડોદરા શહેર આ કામના ફરીયાદીશ્રી તથા સાહેદ વિલાસબેન પોતાની એક્ટીવા મોપેડ જેનો રજી નં.GJ-06-LR-5751ની લાઇને તેના પૌત્ર ખુશ નાઓને લેવા માટે જતા હતા ત્યારે શીવમ સોસાયટી ચાર રસ્તા પાસે આવતા એક મારૂતી કંપનીની અર્ટીકા ફોર વ્હીલ જેનો રજી નં.GJ-06-BX-5844નો ચાલક નામે દિપક સુર્યવંશી રહે. અભીલાષા વડોદરા શહેર નાઓ પોતાની ફોર વ્હીલ ગાડી પૂર ઝડપે અને બેદરકારી ભરી રીતે ચલાવી ફરી શ્રીની એક્ટીવાને ટક્કર મારી રોડ ઉપર પાડી દઈ ફરીશ્રીને કપાળના ભાગે જમણી બાજુ તથા જમણી આંખની બાજુમાં તથા જમણા હાથે તથા બન્ને ઘુટણના ભાગે ઇજા તથા સાહેદ વિલાશબેન નાઓનો ડાબો પગ નળાના ભાગે તથા જમણા ખંભે ફેક્ચર કરી ગંભીર ઈજા પહોચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૯/૦૮/૨૦૨૬ના કલાક.૧૫/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો ભાવેશકુમાર ગણેશભાઇ ફતેહગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મારામારીના કેસો
૧. ગોરવા પો.સ્ટે ફ.ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૩૯૧/૨૦૨૬ બી.એન.એસ કલમ-૧૧૫(૨), ૨૯૬(૨), ૩૫૧(૨), ૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ગૌતમકુમાર જેંન્તીભાઈ ભાલીયા રહે.ધનોરાગામ મહાદેવવાળુ ફળીયુ તા.સાવલી,જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) અક્ષય ભાલીયા રહે ઝરોદ ગામ વડોદરા તથા તેના અન્ય ત્રણ મિત્રો તા.૨૮/૦૮/૨૦૨૬ના ક-૦૦/૧૦ વાગ્યાના સુમારે મોજે-દશમાં ચાર રસ્તા પાસે ગોરવા ખાતે હતા તે વખતે આરોપીઓ અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી અચાનક ફરીયાદી સાથે ગાળાગાળી કરવા લાગેલ અને તને છોડીશ નહી તેમ કહી ધમકી આપાી ફરીયાદીને ગડદાપાટુનો માર મારવા લાગેલ અને ઝપાઝપી કરવા લાગેલ અને આ અક્ષય ભાલીયાના હાથમા પહેરેલ સ્ટિલનું કડુ ફરીયાદીના માથાના ભાગે વાગી જતા માથામાંથી લોહી નિકળવા લાગેલ અને ફરીયાદીનો મિત્ર વિશાલ છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ માર મારવા લાગેલ જેથી ફરીયાદી અને તેના મિત્ર વિશાલને માથાના ભાગે ઇજા થયેલ કરી મે.પોલીસ કમિશ્નર સાહેબશ્રી વડોદરા શહેરના હથીયારબંધી અંગેનુ જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો વિ.બાબતે તા.૨૮/૦૮/૨૦૨૬ ના ક-૧૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ શૈલેષભાઈ કાનજીભાઈ ગોરવા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ગોરવા પો.સ્ટે ફ.ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૩૯૨/૨૦૨૬ બી.એન.એસ કલમ-૨૯૬(૨),૩૫૧(૨), તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી સઇદ અજબ સિંહરાજ રહે.બી/૧૦૯ બિસ્મીલ્લા પાર્ક કરોડિયા રોડ ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી તાહિર સલીમભાઇ રાણા રહે-બજાણીયાવાસ ગોરવા ગોરખનથ મંદીર પાસે વડોદરા શહેર નાઓએ તા.૨૮/૦૮/૨૦૨૬ ના ક.૧૯/૪૫ વાગ્યાના સુમારે મોજે-બજાણીયાવાસ મીના પ્રોવિઝન સ્ટોર પાસે ગોરવા પોતાની બર્ગમેન મોપેડ લઈને તેમના ઘરે જતા હતો તે વખતે બજાણીયા વાસ પાસે આરોપી નાઓએ તા.૨૬/૦૮/૨૦૨૬ ના રોજ થયેલ ઝઘડાની અદાવત રાખી પોતાના હાથમા તલવાર રાખી ફરીયાદીને ઉભો રાખી ગંદી ગાળો આપી અને માર મારવાની ધમકી આપી મે.પોલીસ કમિશ્નર સાહેબશ્રી વડોદરા શહેરના હથીયાર બંધી અંગેનુ જાહેરનામાનુ ભંગ કરી ગુનો કર્યો વિ.બાબતે તા.૨૮/૦૮/૨૦૨૬ ના ક.૦૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ ગોરવા પો.સ્ટે નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ગોરવા પો.સ્ટે ફ.ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૨૯૩/૨૦૨૬ બી.એન.એસ કલમ-૨૯૬(૨),૩૫૧(૨), તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી રાણા તાહિર સલીમભાઇ રહે.ગોરવા બજાણીયા વાસ ગોરવા પોલીસ સ્ટેશન પાછ્ળ ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી સઈદ અઝબસિંહ રાજ રહે રહે.બી/૧૦૯ બિસ્મીલ્લા પાર્ક કરોડિયા રોડ ગોરવા વડોદરા શહેર નાઓએ તા.૨૮/૦૮/૨૦૨૬ ના ક-૧૯/૪૫ વાગ્યાના સુમારે મોજે-બજાણીયાવાસ મીના પ્રોવિઝન સ્ટોર પાસે ગોરવા પોતાના ઘર પસે બેઠેલ હતા તે વખતે આરોપી તેમના ઘરે જતા હતો તે વખતે બજાણીયા વાસ પાસે આરોપી નાઓએ તા.૨૬/૦૮/૨૦૨૬ ના રોજ થયેલ ઝઘડાની અદાવત રાખી પોતાના હાથમા ચપ્પુ રાખી ફરીયાદીને ગંદી ગાળો આપી માર મારવાની ધમકી આપી મે.પોલીસ કમિશ્નર સાહેબશ્રી વડોદરા શહેરના હથીયાર બંધી અંગેનુ જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો વિ.બાબતે તા.૨૮/૦૮/૨૦૨૬ ના ક. ૦૧/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ ગોરવા પો.સ્ટે નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. ઘરફોડ ચોરીના કેસો
૧. હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬0૩૦૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૫(એ),૩૩૧(૩)મુજબના ગુનાના કામના ફરિયાદી રાજીવકુમાર સત્યેંદ્રનાથ સિંહા રહે.મ.નં. ૩૦૨ બી ટાવર સૌંદર્ય બેઝીક એપાર્ટમેંટ જીઓ પેટ્રોલ પંપની બાજુમા ખોડીયારનગર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૮/૦૮/૨૦૨૬ ના ક.૧૧/૪૫ થી બપોરના ક.૧૫/૦૫ વાગ્યા દરમિયાન મોજે:- મ.નં.૩૦૨ બી ટાવર સૌંદર્ય બેઝીક એપાર્ટમેંટ જીઓ પેટ્રોલ પંપની બાજુમા ખોડીયારનગર ફરિયાદીશ્રીના ઘરનુ તાળુ ખોલી તોડી ઘરમા પ્રવેશ કરી બેડરૂમમા મુકેલ લોખંડની તીજોરીનો સરસામાન વેરવીખેર કરી તીજોરીમા મુકેલ સોનાના ઘરેણા કુલ કિ.રૂ.૫,૬૪૦/- તથા રોકડા રૂ.૨,૦૦૦/- સાથે મળી કુલ રૂ. ૭,૬૪૦/- ની મત્તાની કોઇ અજાણ્યા ચાોર ઇસમે ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિ.બાબતે ૨૮/૦૮/૨૦૨૬ ના ક.૨૧/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી એન.એમ.પ્રિયદર્શી હરણી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.