-: પ્રેસનોટ :-
(તા.૨૯/૦૯/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૮/૦૯/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૩ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૦૪ કિ.રૂ.૮૦૦/- તથા બિયર-૦૧ તથા મો.સા.-૦૧ મળી કુલ કિ.રૂ.૭૦,૨૦૦/- રૂપિયાનો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૦ સહિત-૧૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મારામારીના કેસો
૧. જવાહરનગર પો.સ્ટે.
જવાહરનગર પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૯૨૫૦૨૪૯/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬(ખ), ૩૫૧(૩), ૧૩૧ મુજબ ગુનાના કામના ફરીયાદી ઉર્વેશકુમાર કનુભાઈ પટેલ ઉ.વ.૩૭ ધધો-નોકરી રહે-૨૧૨, સુર્યદીપ કોમપેલેક્ષ રૂપમ સિનેમાની બાજુમા હરણી રોડ વડોદરા નાઓની ફરીયાદ મુજબ આરોપી સૌરભ પ્રભાશંકર ગીરી રહે-એ/૯૦૨ ઇશાનીયા સ્કાય બ્રીજ ઉંડેરા રોડ વડોદરા ગઈ તા.૨૬/૦૯/૨૦૨૫ નારોજ મોજે. ઇશાનીયા સ્કાય બ્રીજ નામની સાઈડ ઉંડેરા રોડ ખાતે કલાક ૧૬/૦૦ વાગ્યાની આસપાસ સૌરભ પ્રભાશંકર ગીરી રહે-એ/૯૦૨ ઇશાનીયા સ્કાય બ્રીજ ઉંડેરા રોડ વડોદરાનાઓ આવી અચાનક ઉશ્કેરાઇ જઇ બિભત્સ ગાળો બોલી, લોખંડના સળીયા વડે તથા એક પ્લાસ્ટરના બ્લોક વડે મારવાની કોશીષ કરી ઝપાઝપી કરી જમણા હાથની ત્રીજી આંગળીમાં તથા ડાબા હાથની કોણીના ભાગે પણ ઇજા કરી મને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય વિ.બાબતે તા-૨૮/૦૬/૨૦૨૫ ના કલાક ૧૭/૩૫ વાગે ગુનો નોધાયેલ છે. જે ગુનાની તપાસ ASI રમેશભાઇ પરથીભાઇ જવાહરનગર પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. લક્ષ્મીપુરા પો.સ્ટે.
લક્ષ્મીપુરા પો.સ્ટે.પાર્ટ “એ” ગુના રજી.નં.૧૧૧૯૬૦૩૭૨૫૦૩૭૪/૨૦૨૫ બી.એન.એસ. ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬, ૩૫૧(૩), ૫૪ તથા જી.પી.એક્ટની કલમ ૧૧૨ મુજબ ગુનાના કામના ફરીયાદી સુભાષ ભીમસિંગ ગીરાસે ઉ.વ.૫૨ ધંધો-કોન્ટ્રાક્ટર રહે, મ.નં.૨૦૧ પારીજાત ટાવર, પ્રથમ બ્લુટ્સ, ન્યુ અલ્કાપુરી, ગોત્રી, વડોદરા શહેર મુળ રહે. બી-૨૭ પ્રભુનગર સોસાયટી, છાણી બાજવા રોડ, બાજવા, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી નં.(૧) મોક્ષ ચંડેલ નં.(૨) પૃથ્વીરાજસિંહ સીસોદીયા તથા નં.(૦૩) વેદાંત ખંડેકર તથા નં.(૪) બ્લ્યુ ટીશર્ટ અને ચશ્મા પહેરેલ ઇસમ તા:૨૬/૦૯/૨૦૨૫ ના કલાક ૧૭/૦૦ વાગ્યાની આસપાસ મોજે. અંકોડીયા રોડ, ન્યુ અલ્કાપુરી, વડોદરા શહેર આ કામના આરોપી નં.૦૧ થી ૦૪ નાઓએ ફરી. શ્રીના દિકરાને “છોકરીનું નામ કેમ લીધુ” તેવુ કહી ચાલુ બાઇક ઉપર પાટુ મારી પછાડી દઇ, ગડદા પાટુંનો માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ બાબતે તા.૨૯/૦૯/૨૦૨૩ ના ક.૦૧/૩૦ વાગે ગુનો નોધાયેલ છે. જે ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એન.એચ.સોલંકી લક્ષ્મીપુરા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માતના કેસો
૧. કપુરાઇ પો.સ્ટે.
કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૫૦૫૭૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી. એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનાના કામના ફરીયાદી પલ્લવીબેન વા/ઓ દિગ્નેશભાઇ બારોટ ઉ.વ.૪૮ ધંધો-રસોઇકામ રહે-મ.નં.૫૦૧ મીત રેસીડેન્સી ભવંસ પાર્ટી પ્લોટની સામે બાપોદ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી મહીન્દ્રા કંપનીની થાર ગાડી નં.GJ-06-PR-5182 નો ચાલક પરવિંદરસિંઘ રવિંદરસિંઘ સંધુ જેના સરનામાની ખબર નથી તે તા.૨૭/૦૯/૨૦૨૫ ના સવારના સવા છ વાગ્યાની આસપાસ મોજે-વાઘોડીયા ચોકડીથી તક્ષ ગેલેક્ષી તરફ જવાના સર્વિસ રોડ ઉપર હનુમાનજીના મંદીરની પાસે વડોદરા શહેર આ કામના ફરી. તથા તેમની દિકરી તેમની આલ્ફા કંપનીની ઇલેક્ટ્રિક યો-બાઇક લઈને તેમના ઘરેથી તક્ષ ગેલેક્ષી સોસાયટી ખાતે જતા હતા તે દરમ્યાન વાઘોડીયા ચોકડીથી તક્ષ ગેલેક્ષી તરફ જવાના સર્વિસ રોડ ઉપર હનુમાનજીના મંદીરની પાસે એક મહિન્દ્રા થાર ગાડી જેનો રજી. નં.GJ-06-PR-5182 ના ચાલકે સામેથી તેની ગાડી પુરઝડપે,ગફલતભરી રીતે તેમજ બેદરકારીથી ચલાવી લાવી ફરી.ની યો-બાઇક સાથે એક્સિડન્ટ કરતા ફરી.ને પગની ઘૂંટીના ભાગે તથા ફરી.ની દિકરી વિશ્વાને જામણા હાથની વચ્ચેની આંગળીમાં ગંભીર ઇજા તથા ડાબા અને જમણા પગે ઘૂંટણમાં સામાન્ય ઇજાઓ પહોંચાડી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૮/૦૯/૨૦૨૫ ના ક.૧૮/૧૫ વાગે ગુનો નોધાયેલ છે. જે ગુનાની તપાસ એ.એસ.આઇ. ચિરાગભાઇ મહેશકુમાર કપુરાઇ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. ચોરીના કેસો
૧. બાપોદ પો.સ્ટે.
બાપોદ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૫૦૫૫૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨), ૬૨ મુજબ ગુનાના કામના ફરીયાદી વિકાશભાઇ લક્ષ્મણભાઇ ઠાકુર ઉ.વ.૪૦ ધંધો- વેપાર રહે. મ.નં.૩૦૬, વૈકુંઠ કોમ્પ્લેક્ષ, પરીવાર ચાર રસ્તા પાસે, વાઘોડીયા રોડ, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી જાફર આરીફભાઇ ઘાચી રહે, એ/૧૪, બહાર કોલોની, આજવા રોડ, વડોદરા શહેર તા.૨૮/૦૯/૨૦૨૫ ના કલાક ૧૯/૦૦ વાગ્યા પહેલા મોજે- આજવા રોડ પંડીત દિન દયાળ હોલની બાજુમા આવેલ મેદાન ખાતે આધ્ય શક્તી ગરબા ગ્રાઉન્ડ ખાતેના પાછળના દરવાજાની બાજુમા આ કામના આરોપી નાએ પંડીત દિન દયાળ હોલની બાજુમા આવેલ મેદાન ખાતે આધ્ય શક્તી ગરબા ગ્રાઉન્ડ ખાતેના પાછળના દરવાજાની બાજુમા રાખેલ છ જનરેટર માથી એક ૧૨૫ કે.વી. સુધીર કંપંનીના જનરેટર મા રાખેલ એક્સાઇડ કંપંનીની ૧૦૦ એમ્પીયરના પાવર વાળી બેટરી તથા બીજા એક ૧૨૫ કે.વી. સુધીર કંપંનીના જનરેટર મા રાખેલ ટાટા કંપંનીની ૮૦ એમ્પીયરના પાવર વાળી બેટરી પોતાની પાસેના સાધન વડે ઉપરોક્ત બે જનરેટરના દરવાજા ખોલી બેટરી ચોરી કરવાના ઈરાદે આવી પકડાઇ જઈ ગુનો કર્યા વિ. બાબતે તા.૨૮/૦૯/૨૦૨૫ ના ક.૨૧/૪૦ વાગે ગુનો નોધાયેલ છે. જે ગુનાની તપાસ પો.સ.ઇન્સ શ્રી આર.બી.પટેલ બાપોદ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વિશ્વાસઘાતના કેસો
૧. મકરપુરા પો.સ્ટે.
મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૫૦૫૬૦/૨૦૨૫ ઈ.પી.કો. કલમ- ૪૦૬ મુજબ ગુનાના કામના ફરીયાદી સંભાજી જ્ઞાનદેવ દેસાઈ ઉ.વ.૪૪ ધંધો-નોકરી રહે-મ.નં.આર ટાવર ફલેટ નં.૩૦૨ શ્રીજી હોસ્પિટલ નજીક માણેજા વડોદરા શહેર મુળ રહે- ગામ-કાલે તા-કરાડ જી-સતારા નાઓની ફરીયાદ મુજબ આરોપી વનિતા ભોસલે રહે-૧૦૦૩ ૧૦ફ્લોર પ્લોટ નં.૨૧ કામોટે ન્યુ મુંબઈ ગઇ તા-૦૮/૦૯/૨૦૨૩ થી તા-૩૧/૦૩/૨૦૨૪ દરમ્યાન.મોજે- મ.નં.આર ટાવર ફલેટ નં.૩૦૨ શ્રીજી હોસ્પિટલ નજીક માણેજા વડોદરા શહેર આ કામના આરોપી નાઓએ ફરીયાદીને વિશ્વાસમા લઇ અલગ-અલગ તારીખે ફરીયાદી પાસેથી કુલ્લે રૂપીયા રૂ.૨૭,૫૯,૫૦૦/- ઓનલાઇન ઈન્વેસ્ટમેન્ટ માટે લીધેલા ત્યારબાદ આરોપી વનિતાબેન નાઓએ ફરીયાદીએ આપેલ રૂપિયામાંથી રૂ.૩,૨૧,૦૦૦/- પરત આપેલા અને બાકી નીકળતા રૂ.૨૪,૩૮,૫૦૦/- ની આજદીન સુધી માંગણી કરતા પરત આપેલ ન હોય ફરીયાદી નાઓ સાથે વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૯/૦૯/૨૦૨૫ ના ક.૧૪/૧૫ વાગે ગુનો નોધાયેલ છે. જે ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી પિ.એ.ભેડા સા નોકરી મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.