Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૯/૧૦/૨૦૨૬)

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૨૮/૧૦/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૮ કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૯ કિ.રૂ.૩૮૦૦/- તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૪૯૧, ઇ.બોટલ-૪૮૫, બિયર-૦૫, મોબાઇલ-૦૨, કાર-૦૧ મળી કુલ કિ.રૂ.૧૧,૮૫,૬૦૩/- નો મુદ્દામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૮ સહિત કુલ-૧૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     મારામારીના કેસો

૧.      ગોત્રી પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૬૦૩૨૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(બી), ૩૫૧(૨), ૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી મુકેશકુમાર જયંતિલાલ પટેલ ઉ.વ.૪૫, ધંધો-નોકરી રહે-ઘર નં-૦૧, મારૂતી ટેનામેન્ટ, આયુષ પાર્ક સોસાયટી પાસે, ગોત્રી રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ચકો તથા બીજા બે માણસો જેના નામ સરનામાની ખબર નથી તે તા.૨૮/૧૦/૨૦૨૬ ના કલાક ૧૪/૦૦ થી ૧૪/૩૦ વાગ્યા દરમિયન મોજે.ગાયત્રી સ્કુલની આગળ આવેલ રોડ ઉપર ગોત્રી વડોદરા શહેર નાઓને આ કામના આરોપી ચકો તથા બીજા બે માણસો જેના નામઠામની ખબર નથી તેઓ અરજદારને પોતાની શાળાના છોકરાને છોડાવવા જતા બોલાચાલી કરી ઝગડો કરી ગડદપાટુ નો માર મારી  બિભસ્ત ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી કઈક તીક્ષ્ણ હથિયાર વડે માથાના વચ્ચેના ભાગે મારી ઈજા પહોચાડી એકબીજાને મદદગારી કરી મહેરબાન પોલીસ કમિશ્નર સા.શ્રીના હથીયારબંધી  જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૮/૧૦/૨૦૨૬ ના કલાક ૨૦/૨૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી બી.વી.જાડેજા ગોત્રી પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.