Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૩૦/૦૧/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૨૯/૦૧/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી- ૧૫ કિ.રૂ.૩૦૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ – ૨૩૩૦  તથા મોબાઇલ ફોન નંગ – ૦૪ તથા મહેન્દ્ર પીકઅપ- ૧ કિં.રૂ.૧૩,૭૫,૪૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૬ સહીત કુલ-૨૬ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨. વાહન-અક્સ્માતના કેસો

૧.      કુંભારવાડા પો.સ્ટે.

કુંભારવાડા પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૫૦૦૨૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૩૨૪(૪),તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરીયાદી હિતેશ ભુપેન્દ્રભાઈ પટેલ રહે;-મ.ન.૩૧૧/૫ વૈકુઠ-૨ ખોડીયારનગર ચાર રસ્તા ન્યુ.વી.આઈ.પી.રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ એક ગ્રાંડ વીટારા જેનો રજી નં.GJ-17-CK-7200 ના ચાલક ગઈ તા:૩૦/૧૧/૨૦૨૫ ના રોજ બપોરના આશરે ક.૦૩/૩૦ વાગ્યાની આસપાસ હાથીખાના માર્કેટમાં ફરિયાદી પોતાની વેગનાર (મારૂતિ) જેનો રજી નં-GJ-06-KH-1150 નાને આ કામના વાહન ચાલકે પોતાની ફોર વ્હીલ ગાડી બેદરકારીપુર્વક ચલાવી વેગનાર ગાડીને પાછળથી ડાબી બાજુના ભાગે અથાડી દેતા વેગેનાર ગાડીને ક્રે નુકશાન કરી ભાગી જઈ ગુન્હો કર્યા વિ.બાબતે તા.૨૯/૦૧/૨૦૨૬ ના ક.૧૯/૪૦ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો અલ્કેશભાઇ લાલસિંગભાઇ કુંભારવાડા પોલીસ સ્ટેશન નાઓએ કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.    વિશ્વાસઘાતના કેસો

૧.      બાપોદ પો.સ્ટે.

બાપોદ પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૬૦૦૬૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૫૪ મુજબના ગુનાના કામના ફરીયાદી મોબીન મોહંમદયુસુફ રંગરેજ રહે.મકાન નં– સી/૪૮, ભાગ્યલક્ષ્મી સોસાયટી, બહારકોલોની પાસે, આજવા રોડ, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) મોહંમદભાઇ સાલેહ મોહંમદ રંગરેજ (૨)નુરજહા વા/ઓફ મોહંમદભાઇ રંગરેજ (૩) ઇરફાનહુસૈન મોહંમદભાઇ રંગરેજ (૪) પરીસ્માબાનુ ઇરફાનહુસૈન રંગરેજ તમામ રહે.૪, આશીષ એપાર્ટમેન્ટ, પીરામણ નાકા, અંકલેશ્વર, ભરૂચ–૩૯૩૦૦૧ નાઓએ તા.૦૧/૦૬/૨૦૨૩ ના ક.૧૦/૦૦ થી આજદિન સુઘી મોજે-સી/૪૮, ભાગ્યલક્ષ્મી સોસાયટી, બહાર કોલોની પાસે, આજવા રોડ, આરોપીઓ ફરીયાદીને વિશ્વાસમા લઇ અંકલેશ્વર ભરૂચ પીરામન નાકા ખાતે આવેલ ગાંઘી શોપીંગ સેન્ટર દુકાન નં–૦૩ મા આવકાર સ્ટીલ નામની દુકાન તથા તેની સામે આવેલ એ.જે.શોપીંગ સેન્ટરમા રંગેરજ સ્ટીલ નામની બન્ને દુકાનો કેપ્રી ગ્લોબલ કેપીટલ લીમીટેડના લોન એકાઉન્ટમા કૂલ રૂ.૩૯,૦૦,૦૦૦/- ની ભરપાઇ કરાવી બાદમા લોનની રકમની ભરપાઇ નહીં આપી ગુનો કર્યા વિ.બાબતે તા. ૨૯/૦૧/૨૦૨૬ ના ક.૨૨/૧૫ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ આર.એન.પ્રસાદ બાપોદ પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.    મારામારીના કેસો

૧.      માંજલપુર પો.સ્ટે.

માંજલપુર પો.સ્ટે.પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૦૪૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ ૩૨૯(૪), ૧૧૭(૨),૨૯૬(બી),૩૫૧(૨),૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરીયાદી દલુબેન વા/ઓફ ડાયાભાઇ રામજીભાઇ ભાલીયાની વિધવા પત્ની રહે, ભાલીયા વાસ, વડસર ગામ, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧)હિમેશ ભાણાભાઇ ભાલીયા (૨)રોહન ભાણાભાઇ ભાલીયા (૩)ભાણાભાઇ માનસિંગભાઇ ભાલીયા (૪) અરૂણ અશોકભાઇ ભાલીયા રહે, વડસર ગામ, ગૌચર પાસે, વડોદરા શહેર  તા.૨૯/૦૧/૨૦૨૬ નાં રાત્રીના ક.૨૨/૩૦ વાગે ફરીયાદીના ઘરમાં ભાલીયા વાસ, વડસર ગામ,  ફરીયાદી પોતાની પાલતુ ભેંસ જયાં બાંધતા હોય તે જગ્યા માટે તા.૨૯/૦૧/૨૦૨૬ નાં રાત્રીના ક.૨૨/૩૦ વાગે આરોપીઓએ ફરીયાદીના ઘરમાં પ્રવેશ કરીને ફરીયાદીને આરોપી નં.(૨) નાઓએ “કાલથી તુ તારી ભેંસ તે જગ્યાએથી હટાવી લેજે નહી તો તને જાનથી મારી નાખીશ” તેમ ધમકી આપી બિભત્સ ગાળો બોલી હાથમાં રહેલ લોખંડની પાઇપ ફરીયાદી પર મારવા જતા ફરીયાદીએ તેમનો ડાબો હાથ આગળ કરતા ડાબાં હાથના કાંડા પર વાગી જતા ફ્રેક્ચર થયેલ હોય અને સાહેદ આકાશ જીતેન્દ્રકુમાર સલાટ નાઓ ફરીયાદીને છોડાવા માટે વચ્ચે પડતા ચારેય આરોપીઓએ ભેગા મળી સાહેદ આકાશ જીતેન્દ્રકુમાર સલાટને ગડદા પાટૂનો માર મારી આરોપી નં.(૨) નાઓના હાથમાં રહેલ લાકડી સાહેદના માથામાં મારી દઈ ઇજા પહોચાડી ચારેય આરોપીએ એકબીજાની મદદગારી કરી મે.પોલીસ કમિશ્નર સાહેબશ્રીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા તા.૩૦/૦૧/૨૦૨૬ ના ક.૦૩/૧૦ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એન.જી.રોહિત માંજલપુર પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫. ચોરીના કેસો

૧. અટલાદરા પો.સ્ટે.

      અટલાદરા પો.સ્ટે.પાર્ટ-એ- ૧૧૧૯૬૦૪૪૨૬૦૦૫૮/૨૬  ધી ભારતીય ન્યાય સંહિતા સને-૨૦૨૩ની કલમ ૩૩૧(૩)(૪)૩૦૫(એ) મુજબના ગુનાના કામના ફરીયાદી ઋષભ રાજેશભાઇ ત્રીવેદી રહે, મ.નં.૩૮ રોયલ હિરીટેજ વીલા બીલ કલાલી રોડ બીલગામ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા-૨૭/૦૧/૨૦૨૬ ના ક-૦૨/૦૦ વાગે મોજે-મ.નં-૩૮ રોયલ હિરિટેજ વીલા  બીલ કલાલી રોડ બીલગામ ફરીયાદીના મકાનના પુજાના રૂમની લોંખડની બારીની ફ્રેમ કોઇ સાઘનથી વાળી નાખીને બારીમાંથી કોઇ ચોર ઇસમ રૂમમાં પ્રવેશ કરી રૂમના લાકડાના મંદિરમાંથી ચાંદીની નાની મુર્તીઓ (૧) લક્ષ્મીજીની મુર્તી, (૨) ગણપતિની મુર્તી, (૩) અન્નપુર્ણા માતાજીની મુર્તી (૪) ચાંદીનુ શ્રીયંત્ર મળી આશરે વજન ૩૫૦ ગ્રામ કિં.રૂ.૫૦,૦૦૦/- તથા લાકડાના કબાટના ડ્રોવરમાંથી રોકડા રૂપિયા- ૧૧,૦૦૦/- મળી કુલ રૂપિયા- ૬૧,૦૦૦/- ના મત્તાની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા-૨૯/૦૧/૨૦૨૬ ના ક-૨૦/૩૦ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જી.એ.અનાવાડીયા અટલાદરા પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.