-: પ્રેસનોટ :-
(તા.૩૦/૦૩/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબીશનના કેસો
તા.૨૯/૦૩/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૮ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૨૦ કિ.રૂ.૪૦૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂના કવાટરીયા-૫૩ કિં.રૂ.૧૩,૩૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૨ સહીત કુલ-૧૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માતના કેસો:-
૧. કપુરાઇ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૬૦૧૪૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૩૨૪ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનાના કામના ફરિયાદી દીપા ડો/ઓ હેન્રી જુલીયસ કીન ઉ.વ.૩૪ ધંધો.વેપાર રહે.મ.નં.એ/૮૮ ધ પેલેસ સોસાયટી,આજવા રોડ,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી મહીંદ્રા કંપનીની બોલેરો પીક અપ ગાડી જેનો રજી નં.GJ16AW 0162 ના ચાલક તા.૨૯/૦૩/૨૦૨૬ ના કલાક ૧૩/૧૫ વાગ્યાની આસપાસ મોજે- ને.હા.૪૮ પર આજવા બ્રીજ થી ગોલ્ડન બ્રીજ તરફ જતા એ.પી.એમ.સી. માર્કેટ ની સામે રોડ પર,વડોદરા શહેર આ કામના ફરીયાદી તેઓના ઘરેથી પોતાની સ્કોડા સ્લાવીયા ફોર વ્હીલર જેનો રજી.નં.GJ06RB 1013 ની લઈને ફરી.ના પિતા હેન્રી જુલીયસ કીન તથા માતા જયશ્રી હેન્રી કીન નાઓ સાથે નીકળેલ અને આજવા બ્રીજ નીચે થઈ ને.હા.૪૮ પર ગોલ્ડન બ્રીજ તરફ જવા માટે હાઈવે પર જતા હતા તે વખતે એ.પી.એમ.સી માર્કેટની સામેથી પસાર થતા હતા તે વખતે એક મહીંદ્રા કંપનીની બોલેરો પીક અપ ગાડી જેનો રજી નં.GJ16AW 0162 ના ચાલકે તેની બોલેરો પીક પુરઝડપે,ગફલતભરી તેમજ બેફીકરાઈ થી ચલાવી લાવી ફરી.ની સ્કોડા સ્લાવીયા ફોર ર્વ્હીલર ને પાછળ થી અથાડી એક્સીડન્ટ કરી ફરી.ની માતાને ડાબા પગના સ્નાયુમાં સામાન્ય ઈજા પહોચાડી અને ફરી.ની સ્કોડા સ્લાવીયા કારને પાછળના ભાગે ભારે માત્રામાં નુકશાન કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૯/૦૩/૨૦૨૬ ના ક.૧૬/૪૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ ચિરાગભાઇ મહેશકુમાર કપુરાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પાર્ટ એ ૧૧૧૯૬૦૩૭૨૬૦૧૨૨/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૨૮૧, ૩૨૪(૪), ૧૨૫(એ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૩૪, ૧૭૭, ૧૮૪ મુજબ ગુનાના કામના ફરિયાદી પિયુષકુમાર મનુભાઈ પારેખ ઉ.વ-૪૪ ધંધો- છુટક મજુરી રહે- મ.નં.૫૬ ભાગ્યલક્ષ્મી સોસાયટી, મહીનગરની સામે, ગોત્રી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી સફેદ કલરની ફોર વ્હીલર ફોર્ડ કંપનીની ફિગો ગાડી જેનો રજી નંબર GJ-27-BE-9209 નો ચાલક આ કામના ફરી.ના સાળી રીનાબેન પંજાબી નાઓના માલીકીની હોન્ડા કંપનીની જાંબલી કલરની ડીઓ ડી.એલ.એક્સ ટુ-વ્હીલર જેનો રજીસ્ટર નં. GJ-06-FD-8393 ગાડી લઇને ગઇ તા.૨૫/૦૩/૨૦૨૬ ના રોજ બપોરના આશરે કલાક.૧૨/૦૦ થી કલાક.૧૨/૧૫ વાગ્યાની આસપાસ મોજે. નારાયણ ગાર્ડન તરફ જવાના રોડ ઉપર નંદીશ કોમ્પ્લેક્ષ એસ.બી.આઇ બેન્કની સામે ન્યુ અલ્કાપુરી સફેદ કલરની ફોર વ્હીલર ફોર્ડ કંપનીની ફિગો ગાડી જેનો રજી નંબર GJ-27-BE-9209 નો ચાલક જેના નામ ઠામની મને ખબર નથી જેના ચાલક પુરઝડપે અને ગફલત ભરી રીતે પોતાની ફોર વ્હીલર ફોર્ડ કંપનીની ફિગો ગાડી હંકારી લાવી, ફરિ.ની ગાડી સાથે અથાડી એક્સીડન્ટ કરી ફરી.ને ઇજા પહોચાડેલ હોય હોય વગેરે બાબતે તા.૨૯/૦૩/૨૦૨૬ ના ક.૧૮/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી વી.એસ.પાંડવ લક્ષ્મીપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. હરણી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬૦૧૧૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ..૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનાના કામના ફરિયાદી રાજુભાઇ મગનભાઇ વાળંદ ઉવ.૬૦, રહે- ૩૪, લક્ષ્મીનગર-૧ , સંસ્કારનગરની સામે ગોત્રી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ઇકો કાર નંબર જીજે 06 પીએલ 5134 ના ચાલક તા.૨૮/૦૩/૨૦૨૬ ના ક.૧૩/૧૫ વાગ્યાના સુમારે મોજે. ખોડીયાર નગર ચાર રસ્તા ઉપર વડોદરા શહેર આ કામના આરોપી ઇકો કાર નંબર જીજે 06 પી એલ 5134 ના ચાલકે પોતાની ઇક્કો કાર એકદમ પુર ઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી ફરિયાદીશ્રીની મોટરસાયકલ નંબર જીજે 06 ઇએલ 3481 ને ટક્કર મારી એકસીડન્ટ કરતા ફરિયાદીશ્રીને કપાળના ભાગે જમણા હાથની કોણી ઉપર સાધારણ વાગી ઇજા થયેલ તેમજ જમણા પગના ઘૂંટણ ઉપર વાગી ઇજા થતાં ડોક્ટર શ્રી એ ફરિયાદીશ્રીને ઘૂંટણ ઉપર ફેક્ચર હોવાનો જણાવેલ હોય અને આ ઇકો કાર ના ચાલક મને એક્સિડન્ટ કરી સ્થળ પરથી નાસી જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૯/૦૩/૨૦૨૬ ના ક.૧૯/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. ઉમેશભાઇ કાનજીભાઇ હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મારામારીના કેસો:-
૧. જે.પી.રોડ પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૮૨૬૦૦૭૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૧(3), ૨૯૬(ખ), ૫૪ મુજબ તથા જી પી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનાના કામના ફરિયાદી સદ્દામ સમસાદ ખાન ઉ વ 30 ધંધો વેપાર રહે મ.નં.08 તાજ રેસીડેન્સી લેન્ડમાર્ક ગેલેક્ષીની બાજુમાં કીસ્મત ચોકડીથી આગળ તાંદલજા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧)ઈરફાન ખલીલ ખાન ઉ.વ.૪૧ રહે મ નં ૦૬ ચાલ નં ૧૦ ટ્રાન્સીક કેમ્પ ભાઈકલા વેસ્ટ મુંબઈ (૨) સુમ્બુલ વા/ઓ ઈરફાન ખાન રહે મ નં ૦૬ ચાલ નં ૧૦ ટ્રાન્સીક કેમ્પ ભાઈકલા વેસ્ટ મુંબઈ (૩) ઉમ્મેખુલસુમ વા/ઓ સદ્દામ ખાન રહે મ.નં.08 તાજ રેસીડેન્સી લેન્ડમાર્ક ગેલેક્ષીની બાજુમાં કીસ્મત ચોકડીથી આગળ તાંદલજા વડોદરા શહેર તા.૨૯/૦૩/૨૦૨૬ના કલાક ૧૪/૩૦ વાગ્યાના અરસામાં મોજે મ નં 08 તાજ રેસીડેન્સી લેન્ડમાર્ક ગેલેક્ષીની બાજુમાં કીસ્મત ચોકડીથી આગળ તાંદલજા વડોદરા શહેર ફરીયાદીને તથા ફરીયાદીના પત્નીને ઝઘડા ચાલતા હોય અને ફરીયાદીના પત્નીને ફરીયાદીના સાથે રહેવુના હોય જેથી તેને લેવા માટે મુંબઈ ખાતેથી ફરીયાદીના સાઢુભાઈ ઈરફાન તથા તેના પત્ની સુમ્બુલ વા/ઓ ઈરફાન ખાનનાઓ તથા અન્ય બે ઈસમો ફરીયાદીના પત્નિને પરત લેવા માટે મ નં 08 તાજ રેસીડેન્સી લેન્ડમાર્ક ગેલેક્ષીની બાજુમાં કીસ્મત ચોકડીથી આગળ તાંદલજા વડોદરા શહેર ખાતે આવેલ જેથી વાત કરવા માટે ફરીયાદીએ તેઓના બહેન રોઝી તથા આફરીનબાનુનાઓને બોલાવેલ અને ફરીયાદીને તથા ફરીયાદીના પત્નીના ઝઘડા બાબતે વાતચીત વખતે ફરીયાદીના સાઢુભાઈએ ઈરફાનનાઓ ફરીયાદીને ગાળો આપી ફરીયાદીના પત્ની ઉમ્મેખુલસુમ તથા તેની બહેન સુમ્બુલનાઓ ફરીયાદીના સાઢુનો પક્ષ લઈને ફરીયાદી સાથે તથા ફરીયાદીના બહેનો રોઝી અને આફરીનબાનુ સાથે ઝઘડો લાગી ફરીયાદીના બહેનોને ગડદા પાટુનો માર મારી ફરીયાદીના સાઢુભાઈ ઇરફાનનાઓએ તેની પત્ની સુમ્બુલ પાસેથી છરી લઈ ફરીયાદીના બહેન રોઝીને હાથના ભાગે મારી દઈ ઈજા કરી ફરીયાદી તેને રોકવા જતા ફરીયાદીના સાઢુભાઈ ઇરફાનનાઓએ ફરીયાદીને “મારી સાળીને હેરાન કરી છે તો તને જીવતો છોડવાનો નથી” તેમ કહી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૯/૦૩/૨૦૨૬ના કલાક ૨૦/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એસ.વી.સાખરા જે.પી.રોડ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. જે.પી.રોડ પો.સ્ટે ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૮૨૬૦૦૭૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૧૧૫(૧), ૩૫૧(3), ૨૯૬(ખ), ૫૪ મુજબ ગુનાના કામના ફરિયાદી ઈરફાન ખલીલ ખાન ઉ વ ૪૧ ધંધો વેપાર રહે મ નં ૦૬ ચાલ નં ૧૦ ટ્રાન્સીક કેમ્પ ભાઈકલા વેસ્ટ મુંબઈ નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧)સદ્દામ સમસાદ ખાન રહે.મ.નં.08 તાજ રેસીડેન્સી લેન્ડમાર્ક ગેલેક્ષીની બાજુમાં કીસ્મત ચોકડીથી આગળ તાંદલજા વડોદરા (૨) સદ્દામના બહેન આફરીનબાનુ (૩) સદ્દામના બહેન રોઝી તા.૨૯/૦૩/૨૦૨૬ના કલાક ૧૪/૩૦ વાગ્યાના અરસામાં મોજે મ નં 08 તાજ રેસીડેન્સી લેન્ડમાર્ક ગેલેક્ષીની બાજુમાં કીસ્મત ચોકડીથી આગળ તાંદલજા વડોદરા શહેર ખાતે ફરીયાદી તેઓના સાળી ઉમ્બેખુલસુમને તેના પતિ સાથે મનમેળ ન હોય જેથી તેઓ બંન્ને અલગ અલગ રહેતા હોય તેઓને સમજાવવા માટે ફરીયાદી તેઓના પત્ની તથા બાળકો અને ફરીયાદીના મિત્રો ઈફ્તીખાર અંસારી તથા ઝુલ્ફીખાર અહેમદનાઓ સાથે આવેલ હતા તે વખતે ફરીયાદીના સાઢુભાઈ સદ્દામ સમસાદ ખાન તેના બે સગા બહેનો આફરીનબાનુ તથા રોઝીનાઓ સાથે આવી તારે અમારા પતિ પત્નિ વચ્ચે પડવાનુ નહી તેમ કહી ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરવા લાગી ફરીયાદીને ગાળો આપી ફરીયાદીના સાઢુભાઈ તેઓની બે બહેનો રોઝી તથા આફરીનનાની તેના ભાઈનો પક્ષ લઈને ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી ફરીયાદીના સાઢુભાઈ તથા તેની બહેનો ફરીયાદીને તથા ફરીયાદીના પત્નિ અને ફરીયાદીના સાળીને ગડદા પાટુનો મારી ફરીયાદીના સાઢુભાઈએ “મુબઈથી અહી બીજીવાર આવ્યો છે તે હવે પાછો જીવતો નહી જા”તેમ કહી ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૯/૦૩/૨૦૨૬ ના ક.૨૦/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એસ.વી.સાખરા જે.પી.રોડ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. બાપોદ પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૬૦૧૮૭/૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૫૧(૩), ૨૯૬(બી), ૧૧૫(૨), ૫૪ મુજબ ગુનાના કામના ફરિયાદી સમીરભાઈ મહંમદભાઈ મનસુરી ઉ.વ. ૩૨ ધંધો. કડિયાકામ રહે. બી/૭૭ સરસ્વતી સોસાયટી સુપર બેકરી સામે આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) મુસ્કાનબેન વા/ઓ સમીરભાઈ મહંમદભાઈ મનસુરી રહે.બી/૭૭ સરસ્વતી સોસાયટી સુપર બેકરી સામે આજવા રોડ વડોદરા શહેર તથા આરોપી (૨) આરીફભાઈ ઈબ્રાહીમભાઈ મન્સુરી તથા આરોપી (૩) નજમાબેન આરીફભાઈ મન્સુરી તથા આરોપી (૪) મોહસીનભાઈ ફકીર મહંમદભાઈ મન્સુરી રહે-આરોપી(૨,૩,૪) ત્રણેય રહે. રામનગર સોસાયટી બોડેલી તા-બોડેલી જી- છોટા ઉદેપુર તા.૨૯/૦૩/૨૦૨૬ ના કલાક ૦૮/૦૦ વાગે મોજે- બી/૭૭ સરસ્વતી સોસાયટી સુપર બેકરી સામે આજવા રોડ વડોદરા શહેર આ કામના ફરીયાદીની પત્ની મુસ્કાનબેન નાઓએ ફરીયાદીના માતા-પિતાથી અલગ રહેવા માટે ફરીયાદી સાથે ગમે તેમ બિભત્સ ગાળો બોલી ઝગડો કરી “મારા ભાઈના લગ્ન હોય જેથી મારા પપ્પાને પૈસા આપો નહી તો હું તારા માતા પિતાનુ કશુ કામ કરૂ નહી” તેમ કહી ઝઘડો કરેલ અને ત્યારબાદ ફરિયાદીના સસરા આરીફભાઈ તથા ફરિયાદીના સાસુ નજમાબેન તથા ફરિયાદીના મામા સસરા મોહસીનભાઈ નાઓ ફરિયાદીના ઘર આગળ આવી બિભત્સ ગાળો બોલતા-બોલતા ફરિયાદીના ઘરની અંદર આવી ફરિયાદીને કહેલ કે “તુ અમારી છોકરી જોડે ઝગડો કેમ કરે છે તેમ કહી ફરિયાદી સાથે ફરિયાદી ના સસરા તથા મામા સસરાએ ઝપાઝપી કરવા લાગેલ અને ફરિયાદીના સસરાએ ફરિયાદીને તથા તેના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપેલ તથા ફરિયાદીની સાસુ નજમાબેન નાઓએ ફરિયાદીની માતાને ધક્કો મારી નીચે પાડી દિધેલ તેમજ ફરિયાદીની માતાના વાળ પકડી ઘસડેલ અને માર મારી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૯/૦૩/૨૦૨૬ ના કલાક ૨૨/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.મુકેશભાઇ હીરાભાઇ બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. સ્ત્રી અત્યાચારના કેસો:-
૧. બાપોદ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.-૧૧૧૯૬૦૦૨૨૬૦૧૮૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૮૫, ૧૧૫(૨), ૩૫૧(૩), ૫૪ તથા જી.પી.એક્ટ-૧૩૫ દહેજ પ્રતિબંધક અધિનિયમ ની કલમ-૦૪ મુજબ ગુનાના કામના ફરિયાદી મુસ્કાનબેન વા/ઓ સમીરભાઈ મન્સુરી ઉ.વ.૨૬ ધંધો-ઘરકામ રહે. મ.નં બી/૭૭ સરસ્વતી સોસાયટી, આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) રસિદાબેન (૨) મહંમદભાઈ (૩) સમીરભાઈ ત્રણેય રહે.મ.નં.બી/૭૭ સરસ્વતી સોસાયટી, આજવા રોડ વડોદરા શહેર ગઈ તા.૦૮/૦૫/૨૦૧૭ થી તા.૨૯/૦૩/૨૦૨૬ સુધી આ કામના ફરીયાદીનાઓને તેમના પતી પતિ, સાસુ-સસરા નાઓ લગ્ન બાદથી અવારનવાર શારીરિક માનસીક, આર્થીક દુઃખત્રાસ આપતા હોય તેમજ આજથી પાંચેક મહીના પહેલા ફરિયાદીના સાસુએ ફરિયાદીને દહેજમાં સોનું કે વોશીંગ મશીન કે પીતળની કોઠી કેમ લાવી નથી તેમ કહીને માનસીક ત્રાસ આપેલ અને ફરિયાદીના પતી અને સસરાએ કહેલ કે તારે કંઈ બોલવાનું નહી તેમ કહીને એકસંપ થઈને માર મારેલ અને આજરોજ તા.૨૯/૦૩/૨૦૨૬ ના કલાક આઠેક વાગ્યેના અરશામાં ફરીવાર ફરિયાદીના સાસુએ “તે મારી જિંદગી ખરાબ કરેલ છે તેમ કહી બોલાચાલી કરેલ હોય જેથી આ બાબતે ફરિયાદી પોતાના પતીને કહેવા જતાં ફરિયાદીના પતીએ મારી માતા કહેશે તેમ જ થશે તેમ કહીને ફરિયાદીને માર મારેલ હોય તેમજ હવે બધુ જ પતાવવાનૂં છે તો પતાવી નાખૂં તેમ કહીને ઘરમાં રાખેલ લાકડાનો દંડા વડે જમણા પગના ભાગે માર મારેલ અને ફરિયાદીના સસરાએ ફરિયાદીને ઘરની અંદર માથાના વાળ પકડીને ઘસડેલ હોય તેમજ “તને તો પતાવી જ દેવાની છે તેમ કહીને ધમકી આપી” ફરિયાદીને શારીરીક માનસિક ત્રાસ આપેલ હોય વિ. બાબતે તા.૨૯/૦૩/૨૦૨૬ ના કલાક ૧૫/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.મુકેશભાઇ હીરાભાઇ બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહન ચોરીના કેસો:-
૧. કપુરાઇ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૬૦૧૪૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી સુનીલભાઇ રમણભાઇ રાઠવા ઉ.વ ૩૦ ધંધો નોકરી રહે. મ.નં સી/૭૨ વૈષ્ણવ પાર્ક સોસાયટી એમ.એમ.વોરા શો રૂમની સામે ડભોઇ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક અજાણ્યો ઇસમ તા.૨૩/૦૩/૨૦૨૬ ના કલાક ૨૩/૩૦ થી ૨૪/૦૩/૨૦૨૬ ના કલાક ૦૬/૦૦ વાગ્યા દરમ્યાન મોજે વૈષ્ણવ પાર્ક સોસાયટી મ.નં સી/૭૨ ની બહાર રોડ પરથી વડોદરા શહેર ફરી.ની હિરો મોટોકોર્પ લીમિ. કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મો.સા, બ્લેક કલરની જેનો રજી નં. GJ-06-NM-1495 તથા ચેચીસ નં.MBLHAW125 M5M21577 તથા એન્જીન નં. HA11ED M5M61336 ની જેની આશરે કિં.રૂ.૪૦,૦૦૦/- ગણી શકાય જે મો.સા. ફરી.એ વૈષ્ણવ પાર્ક સોસાયટીના મ.નં.સી/૭૨ ની બહાર રોડ પર પોતાના ઘરની પાર્ક કરેલ જે મો.સા. કોઇ અજાણ્યો ચોર ઇસમ લોક તોડી કે ડુપ્લીકેટ ચાવી લગાવી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૯/૦૩/૨૦૨૬ ના કલાક ૨૦/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો પ્રુથવિરાજસિંહ પ્રધ્યુમનસિંહ કપુરાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.