Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૩૦/૦૪/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૨૮/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૦૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં ઇ.દારૂની બોટલ-૦૧ કિંરૂ.૮૦૦/-, પીધેલા-૦૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     મારામારીના કેસો

૧.      કપુરાઇ પોસ્ટે પાર્ટ એ-૧૧૧૯૬૦૪૩૨૬૦૨૪૨/૨૬ બી.એન.એસ કલમ ૧૧૫(૨),૧૧૮(૧) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી વિજયસિંહ પ્રતાપસિંહ ગોહીલ રહે. ર/૪૬ શ્રીજી આંગન, તરસાલી બાવપામ, તરસાલી,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી દિવ્યાબેન ડો/ઓ વિજેંદ્રસિંહ રાઠોડ રહે-એ/૨/૪૬, શ્રીજી આગન,તરસાલી બાયપાસ, તરસાલી વડોદરા શહેર નાઓએ તા.૨૫/૦૩/૨૦૨૬ ના રાત્રીના ક.૨3/30 વાગ્યાની આસપાસ મોજે- એ/૨/૪૬, શ્રીજી આગન,તરસાલી બાયપાસ, તરસાલી ફરિયાદીને દિવ્યા જોડે લોન એગ્રીમેંટ બાબતે ચર્ચા કરવા ગયો હતો ત્યારે ત્યારે દિવ્યાએ કહેલ કે, કોણ છો ? કેમ આવ્યો છે? અહિયા આવવું નહી આ મારૂ ઘર છે." આવ્યો તો મારી નાખીશ જેવી ધમકી આપેલી જેથી ફરિએ જેમતેમ કરી ઘરનો દરવાજો ખોલેલ ત્યારે દિવ્યાએ અચાનક ફરીયાદી પર હથોડી અને દસ્તા વડે હુમલો કરેલ અને છાતીના ભાગે નખ મારેલા તથા ડાબા ખભાના નીચેના ભાગે બચકુ ભરેલ અને હથોડી માથામાં મારવાનો પ્રયત્ન કરેલ તથા જમણા હાથની ટચલી આંગળી પર હથોડી મારતા આંગળી પર સોજો પડી ગયેલ અને ફેકચર કરવા બાબત ગુનો કર્યા વિ. બાબતે તા.૩૦/૦૪/૨૦૨૬ ના ક.૧૪/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી કે.ડી પરમાર કપુરાઇ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     છેતરપીંડીના કેસો

૧.      સાયબર ક્રાઇમ પો.સ્ટે પાર્ટ–A -ગુ.ર.નં ૧૧૧૯૬૦૪૦૨૬૦૦૧3/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા-૨૦૨૩ ની કલમ કલમ 318(4), 61(2), 54 તથા આઇ.ટી એક્ટ 66(D)  મુજબના ગુનાના કામના ફરિયાદી રાકેશભાઇ દિનેશકાંત દેસાઇ રહે- એ-૧૦૧, કામાક્ષી હાઇટ્સ, મોટનાથ મહાદેવ રોડ, હરણી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) બાબુ પટેલ મો.નં.૭૯૯૬૯૧૪૯૦૯, સરબરી સહા મો.નં.૯૬૦૧૪૧૪૮૬૩, ૮૨૯૨૦૮૪૬૯૬ ના ધારક તથા ઉપયોગ કરનાર.(૨) બેંક ખાતા ધારકો તથા ઉપયોગ કરનારાઓ (૩) વેબસાઇટ https:// www.aresdiversified.com ના વપરાશ કર્તાઓ તા.૧૪/૧૧/૨૦૨૫ થી ૨૦/૦૧/૨૦૨૬ સુધીમાં મોજે.- વડોદરા શહેર આરોપીઓએ ફરીયાદી સાથે અગાઉથી ગુનાહિત કાવતરુ રચી, વોટસેપ ગૃપ (૧) A203 ARES TREND (૨) ARES VIP GROUP (Rakesh) (૩) B105 Wealth Growth Strategy તથા ઉ૫રોકત વોટસએપ નંબર પર ફરીયાદીને વિશ્વાસમાં રાખી તથા શેરમાં રોકાણ કરવા સારુ aresdiversifiedની ડમી વેબસાઇટ https:// www.aresdiversified.com  માં એકાઉન્ટ બનાવડાવી, અલગ-અલગ બેંક ખાતા જે SEBI રજીસ્ટર્ડ છે તેનુ બનાવટી દસ્તાવેજો મોકલી, આ બેંક ખાતા SEBI રજીસ્ટર્ડ છે તેવો વિશ્વાસ કેળવી કુલ રૂ. ૧,૦૦,૧૦,૦૦૦/- ફરીયાદીના બેંક ખાતાઓમાંથી ટ્રાન્સફર કરાવડાવી, ફરીયાદીને વિશ્વાસમાં લેવા સારુ રૂ. ૧૦,૦૦૦/- પ્રોફીટ પેટે પરત ઉપાડવા દિધેલ. જે પૈકી બાકીના કુલ રૂ. ૧,૦૦,૦૦,૦૦૦/- ઉપાડવા ના દિધેલ અને આમ કુલ રૂ.૧,૦૦,૦૦,૦૦૦/- નો ફ્રોડ કરી ફરીયાદી સાથે  વિશ્વાસઘાત/ છેતરપીંડી ઠગાઇ કરી ગુનો કર્યા વિ.બાબતે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈશ્રી એ.એમ.પરમાર સાયબર ક્રાઇમ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     વાહન અકસ્માત/ફેટલના કેસો

૧.      અકોટા પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર. ન.૧૧૧૯૬૦૪૧૨૬૦૧૮૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ),૧૨૫(બી) એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી જીલ આશિષભાઇ શાહ રહે-બી-૭૦૧ વાત્‍સલ્ય હોમ્‍સ, વૈકુંઠ ક્રોસીંગ વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક સફેદ કલરની અજાણી ફોર વ્હિલર કાર નો ચાલક તા.૨૬/૦૪/૨૦૨૬ ના ક.૨૧/૩૦ વાગ્યાના અરસામા મોજે. વેક્સીન કંપાઉન્‍ડના સામે રોડ ઉપર, દિવાળીપુરા આરોપી પોતાની પાસે રહેલ સફેદ કલરની ફોરવ્હીલર કાર ફુલ સ્પીડમા બેદકારીપુર્વક ચલાવી લાવી ફરીયાદીની જ્યુપીટર રજી.નં.GJ-06-SJ-0907 ને પાછળના ભાગે ટક્કર મારી ફરીયાદી અને તેમની પત્ની કેશાને નીચે પાડી દઇ ફરીયાદીની પત્ની કેશાને જમણા હાથના કોણીના ભાગે ફ્રેકચર કરી ગંભીર ઇજા પહોંચાડી નાસી જઇ ગુનો કર્યા વિ. બાબતે તા-૨૯/૦૪/૨૦૨૬ ના ક-૧૯/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો જીગ્નેશકુમાર સુરેશચંદ્ર  અકોટા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.