-: પ્રેસનોટ :-
(તા.૩૦/૦૬/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૯/૦૬/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૦૪ કિં.રૂ.૨૧૮૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૦૮, બિયર નંગ-૦૩ મળી કુલ કિ.રૂ.૨૩,૩૭૫/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૮ સહિત કુલ-૧૩ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માત/ ફેટલના કેસો
૧. હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૨૪૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૨૮૧,૩૨૪(૪) એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મુખ્તારભાઇ અલીઅહમદ પઠાણ રહે-મ.નં-૯૬ રોશન પાર્ક દિપ ટોકીસની બાજુમા છાણી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ડમ્ફર ગાડી રજી. GJ 16 AW 7610 નો ચાલક તા.૨૯/૦૬/૨૦૨૬ ના સવારના ક. ૧૦/૩૦ વાગ્યાની આસપાસ મોજે. ને.હા.48 અમદાવાદ થી સુરત તરફ જતા દેના બ્રિજ પાસે રોડ ઉપર તેનુ ડમ્ફર એકદમ પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારી થી ચલાવી લાવી ફરીયાદીની આઇસર નં-GJ 06 BV 2154 ને ટક્કર મારી એક્સીડંન્ટ કરી આઈસરને કંડકટરની બાજુના દરવાજો અને સાઇડ ફેન્ડર તથા આગળની બોડી અને નીચેનુ આગળની સાઇડનુ બંપરને નુકસાન કરી સ્થળ ઉપરથી ભાગી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૯/૦૬/૨૦૨૬ ના ક.૨૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. વીજેશભાઇ કુરીચંદ હરણી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. સમા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૨૩૭/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૧૦૬(૧), ૨૮૧,૧૨૫(એ), ૧૨૫ (બી) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સુનિલ ભાગચંદ શર્મા રહે.મ.નં.એ/૧૦૩ એલીયન રેસીન્ડન્સી સમા સાવલી રોડ વેમાલી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૯/૦૬/૨૦૨૬ ના રાત્રીના ક.૦૯/૩૦ વાગ્યાની આસપાસ મોજે-દેના ચોકડીથી દુમાડ ચોકડી તરફ જતા ને.હા.નં.૪૮ પર ઓર્ચીડ લકઝરીયસ ફ્લેટની સામે દુમાડ ચોકડી સમા આરોપીએ પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મરણ જનાર નરેશસિંહ મગનસિંહ રાઠોડને રોડ ક્રોસ કરતી વખતે અથાડી એક્સીડન્ટ કરી હાથે પગે અને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોચાડી સ્થળ ઉપર મોત નિપજાવી કોઇ અજાણ્યો વાહન ચાલક સ્થળ ઉપરથી નાશી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૩૦/૦૬/૨૦૨૬ ના ક.૦૨/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. કિરણસિહ પુનાભાઈ સમા પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓએ સંભાળી કાીયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મારામારીના કેસો
૧. વાડી પો.સ્ટે પાર્ટ - એ ૧૧૧૯૬૦૩૫૨૬૦૨૨૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૧૧૮(૨), ૩૫૧(૩), ૨૯૬(બી),૫૪ તથા જી.પી.એક્ટ. કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના કામના ફરિયાદી અરબાઝ ઉર્ફે બોઇલર ગુલામદસ્તગીર શેખ રહે.ત્રીજો માળ, માસુમ ચેમ્બર,ખાનગાહ મસ્જીદ પાસે,ખાનગાહ મહોલ્લો વાડી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧)મોહમંદ આરીફ ઉર્ફે માજરો રહે.એમ.ઇ.એસ.સ્કુલની ગલીમા જહાંગીરપુરા વાડી વડોદરા શહેર (૨) આદિલ ઉર્ફે બાટલો નાઓએ તા.૨૯/૦૬/૨૦૨૬ ના રોજ બપોરના આશરે ક.૧૫/૩૦ વાગ્યા દરમ્યાન મોજે- એચ.વી.શ્રોફ સ્કુલની પાછળ,લાડવાડા વાડી ખાતે ફરીયાદીને વાત કરવા માટે બોલાવેલ અને બનાવવાળી જગ્યા પર ફરી. તથા જેદ ઉર્ફે ગામા સલીમભાઈ મંસુરી તથા ઇકબાલ ઉર્ફે ટફી ઉભા હતા તે વખતે ફરી.ને ગંદી ગાળો બોલવા લાગેલ ત્યારબાદ આરોપી નં.૧ પણ આવી ગયેલ અને તેની પાસે રહેલ તિક્ષ્ણ હથિયાર (છરી) ફરીને મારી જમણા હાથમાં હથેળીના ભાગે તથા ડાબા હાથમાં કોણીના ઉપરના ભાગે ગંભીર ઈજા પહોચાડી ભાગી ગયેલ તથા જતાં-જતાં આ વખતે તુ બચી ગયો છે હવે પછી મળીશ તો તને જાનથી મારી નાખીશ તેવુ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી મે. પોલીસ કમિશનર સા. શ્રી નાઓના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૯/૦૬/૨૦૨૬ ના ક.૨૧/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જી.એન.ચોહાણ વાડી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. વાડી પો.સ્ટે પાર્ટ-એ ૧૧૧૯૬૦૩૫૨૬૦૨૨૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૧(૩), ૨૯૬(બી),૫૪ તથા ગુજરાત પોલીસ અધિનીયમ ૧૯૫૧ ની કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી મોહમદઆરીફ ઉર્ફે માંઝરો અબ્દુલરજાક શેખ રહે.જહાંગીરપુરા, એમ.ઇ.એસ. સ્કુલની ગલીમાં, આર.કે. હેર સલુનની સામે, વાડી, વડોદર શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) અરબાઝ ઉર્ફે બોઇલર (૨) ઇકબાલ ઉર્ફે ટફી (૩) જૈદ ઉર્ફે મોટો ગામા નાઓએ તા.૨૯/૦૬/૨૦૨૬ ના રોજ બપોરના આશરે ક.૧૫/૩૦ વાગ્યા દરમ્યાન મોજે- એચ.વી.શ્રોફ સ્કુલની પાછળ, લાડવાડા, વાડી ખાતે ફરીયાદીના ભત્રીજાને સામાવાળા નાઓએ સમાધાન અર્થે બોલાવેલ અને ફરીયાદી બનાવવાળી જગ્યા પર જતા આરોપીઓ ફરીના ભત્રીજા સાથે બોલાચાલી ઝઘડો કરતા જેથી ફરીએ ઝઘડો ના કરવા સમજાવતા એકદમ ઉશ્કેરાઇ જઈ ગંદી ગાળો બોલી ફરી. તથા તેના ભત્રીજા સાથે ઝપાઝપી કરવા લાગેલ એટલામાં આરોપી નં.૨ નાએ પોતાની પાસેની છરી લઈ ફરીના ભત્રીજાને મારવા જતા ફરી વચ્ચે પડી બચાવવા જતા ફરીના ડાબા હાથની કોણીના ભાગે છરી વાગી ગયેલ તથા ઝપાઝપી દરમ્યાન અગાઉ ડાબા હાથની છેલ્લી બે આંગળીમાં વાગેલ હોય ત્યાં પણ ઇજા થયેલ તેમજ જતા જતા ફરીયાદી તથા તેના ભત્રીજાને ફરીવાર જયાં મળે ત્યાં જાનથી મારી નાખવાની ધમકી આપી મે.પોલીસ કમિશ્નર સા.શ્રી વડોદરા શહેર નાઓના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી એકબીજાની મદદગારી કરી ગુનો ક્ર્યા વિ.બાબતે તા.૨૯/૦૬/૨૦૨૬ ના ક.૨૧/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એઅ.આઇ. જીગરભાઇ ધનજીભાઇ વાડી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. લક્ષ્મીપુરા પો.સ્ટે પાર્ટ “એ” ગુના રજી નં.૧૧૧૯૬૦૩૭૨૬૦૨૩૨/૨૬ ભારતીય ન્યાય સહીતાની ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૩૫૧(૨),૫૪ તથા જી.પી એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી હિનાબેન વા/ઓફ ચિરાગભાઇ પરમાર રહે- બ્લોક નં.૩૫/૪૧૮ જુના વુડાના મકાન દીનદયાલ નગર ગોત્રી રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ગોત્રી દિનદયાળ વુડાના મકાનમાં રહેતા મુના કનોજીયા, જયરાજ ઉર્ફે રાજલાનો સાળો જીગર, રાગીનીબેન કનોજીયા, શોભનાબેન કનોજીયા નાઓએ તા.૨૯/૦૬/૨૦૨૬ ના રોજ ૨૩/૩૦ વાગ્યાની આસપાસ મોજે-બ્લોક નં.૩૫/૪૧૮ જુના વુડાના મકાન દીનદયાલ નગર ગોત્રી રોડ ફરીયાદીના ઘરની નીચે ફરીયાદી, સાહેદ ચિરાગભાઇ, ઉદય ઉર્ફે કીશુ ડોડીયાનાઓ સાથે છુટા હાથની મારામારી કરી, ફરીયાદીની ડાબી આંખના ઉપરના આરોપી રાગીનીબેને મુક્કો મારી ઇજા કરેલ તથા જીગરે મોટુ ચપ્પુ કાઢીને “જો ચેઇન નહિ મળે તો તમને બધાને જોઇશ લઇશ” તેવી ધમકી આપી, મારામારી કરી ફરીયાદી તથા સાહેદને મુઢમાર ઇજા કરી, વડોદરા શહેર પોલીસ કમિશ્નરશ્રીના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા ૩૦/૦૬/૨૦૨૬ ના રોજ ક.૦૨/૨૦.વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એસ.જી.પટેલ લક્ષ્મીપુરા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. ચોરીના કેસો
૧. રાવપુરા પો.સ્ટે પાર્ટ ‘’એ’’ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૨૬૨૬૦૧૬૫/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી કમલેશભાઇ ઇશ્વરભાઇ મકવાણા રહે. એ સતર નતાશા પાર્ક રેસીડન્સી એક નિઝાપુરા છાણીરોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૫/૬/૨૦૨૬ તથા તા.૨૬/૬/૨૦૨૬ ના રોજ કોઇ પણ સમયે મોજે - અરવિંદ આશ્રમ પાસે આવેલ ફુટપાથ થી સીટી ગેસ ઓફીસની સામે આવેલ યમુના અગરબત્તીની દુકાન ફુટપાથ સુધી તેમજ સયાજી રેડીયો પાસે ફુટપાથના પેવર બ્લોક કાઢી ટુકડે ટુકડે ખોદકામ કરી બી એસ એન.એલ ના અલગ અલગ સાઇઝના આશરે ૧૩૦ મીટર કોપર કેબલો કોર કેબલના વાયરોની કિં.રૂ.૧,૫૦,૦૦૦/- તેની કોઇ ચોર ઇસમે કેબલોને કાપી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૯/૦૬/૨૦૨૬ ના ક.૧૫/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે .સદર ગુનાની તપાસ અ.હેડ.કોન્સ. રણજીતસિંહ ભાવસંગભાઇ રાવપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળીક ાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહન ચોરીના કેસો
૧. બાપોદ પાર્ટ-“એ”-૧૧૧૯૬૦૦૨૨૬૦૩૩૪/૨૬ બી.એન.એસ.કલમ- ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી કેવલભાઇ સન/ઓફ રમેશચંન્દ્ર અંબાલાલ પરમાર રહે,મ.નં-૪૩૬ બાપાસીતારામનગર-૦૨ સયાજીપાર્ક આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઇ તા.૨૭/૦૬/૨૦૨૬ ના રાતના સવા નવ વાગ્યાથી તા.૨૮/૦૬/૨૦૨૬ ના સવારના સાડા આઠ વાગ્યા સુધીમા મોજે- આજવા રોડ સિધ્ધેશ્વવર હોલ સ્ટેડા એન્ટ્રી માર્ક પાસેથી ફરીયાદીની એક યામાહા આર વન ફાઇવ વર્ઝન થ્રી મો. સા.નં-GJ-34-J-6649 ની મેટ ગ્રે કલરની સને ૨૦૨૦ ના મોડલની જેનો એ.નં-G3N4E0053691 તથા ચે.નં-ME1RG6718L0041825 નો છે જેની કિ.રૂ ૨૫,૦૦૦/- જે કોઇ ચોર ઇસમ કોઇ સાધન વડે લોક તોડી કે લોક ખોલી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૯/૦૬/૨૦૨૬ ના ક.૧૭/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો રીંકુબેન જયંતીભાઇ બાપોદ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળીક યાદેસર તપાસ હાથ ધરેલ છે.