-: પ્રેસનોટ :-
(તા.૩૦/૦૭/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૯/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૦૭ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૩૧ કિં.રૂ.૬૨૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૩૨ મળી કુલ્લે કિં.રૂ.૧૬,૮૯૦/-નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૬ સહિત કુલ-૦૯ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મારામારીના કેસો
૧. જે.પી.રોડ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૫૫/૨૦૨૬ યુનીક નં. 11196008260204/2026 ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૨૯૬(ખ), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મિતેષગીરી દીપકગીરી ગોસ્વામી રહે મ નં એમ આઈ જી–સી, ૩૦૧ પંડીત દીનદયાલ ઉપાધ્યાય નગર જ્યુપીટર ચાર રસ્તા પાસે તુલસીધામ વાળા રોડ પર, જી આઈ ડી સી તુલસીધામ રોડ મકરપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧)યોગેશભાઈ પટેલ (ર)ધવલ યોગેશભાઈ પટેલ (૩)કુણાલ ઉર્ફે કીનાભાઈ વિજયભાઈ પટેલ તમામ રહે. દેવદીપનગર સોસાયટી ઓ પી રોડ વડોદરા શહેર નાઓએ તા.૨૯/૦૭/૨૦૨૬ ના ક.૧૯/૦૦ વાગ્યાના અરસામાં મોજે. દેવદીપનગર સોસાયટી ઓ પી રોડ વડોદરા શહેર ખાતે આવેલ દેવદીપેશ્વર મહાદેવના મંદીર પાસે ફરીયાદી તથા ફરીયાદીના માતાનાઓ મંદીર ખાતે આરતી કરવા માટે ગયેલ હોય તે વખતે ધવલભાઈના પિતા યોગેશભાઈ પટેલનાઓ ફરીયાદીને તમે દક્ષિણાના પૈસા ઘરે કેમ લઈ જાવ છો તેમ કહી ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરવા લાગેલ અને ફરીયાદીને ગાળો આપી ગડદાપાટુનો માર મારતા ફરીયાદીએ યોગેશભાઈને મારતા રોકવા જતા તેઓનો પક્ષ લઈને યોગેશભાઈનો દીકરો ધવલ પટેલ તથા કુણાલ ઉર્ફે કીનાભાઈ પટેલનાઓ આવી કીનાભાઈ પટેલે ફરીયાદીનો હાથ પકડી રાખી ધવલભાઈ પટેલે ફરીયાદીના વાળ પકડી ફરીયાદીને ગાલ ઉપર તેમજ શરીરે ગડદાપાટુનો માર મારી ફરીયાદીના કપડા ફાડી નાખતા ફરીયાદીના માતાનાઓએ છુટા પડાવવા માટે વચ્ચે પડતા કીનાભાઈ ઉર્ફે કુનાલભાઈ પટેલનાઓએ ફરીયાદીના માતાને ગાળો આપી ધક્કો મારી દઈ દુર ધકેલી દઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૯/૦૭/૨૦૨૬ના ક.૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો દિનેશભાઇ ડાહ્યાભાઇ જે.પી.રોડ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વિશ્વાસઘાતના કેસો
૧. સયાજીગંજ પો.સ્ટે.પાર્ટ “એ” ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૦૨૬૦૪૩૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતાની કલમ ૩૧૮(૪), ૩૧૯(૨), ૩૩૬(૩), મુજબના ગુનાના કામના ફરિયાદી મોહમદ સાયન આરીફભાઈ શેખ રહે. થર્ડ ફ્લોર અલંકાર ટાવર અલંકાર હોટલ સયાજીગંજ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી મોહમદ જકવાન યુસુફ દેલાવાલા રહે. પાડખેત ગામ તા.જી.ભરૂચ નાઓએ તા.૧૦/૦૯/૨૦૨૪ થી તા.૧૩/૧૦/૨૦૨૪ સમયગાળા દરમ્યાન મોજે.સયાજીગંજ અલંકાર ટાવર અલંકાર હોટલ ખાતે આરોપી પોતે વેસ્ટર્ન રેલ્વેમા નોકરી કરુ છુ તેમ જણાવી રેલ્વેમા એકાઉન્ટ વિભાગમા નોકરી અપાવવાનુ કહી ફરિયાદીને ખોટો લેટર બતાવી ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે રૂ.૧,૯૫,૦૦૦/- મેળવી લઈ તેમજ ફરિયાદીના મિત્રો નં.(૧) વારીશઅલી અકબરઅલી બાલીસાના નાની પાસેથી રૂ.૩,૦૦,૦૦૦/- (૨)રમીજમીયા મુસ્તાકમીયા મીર નાની પાસેથી રૂ.૨,૨૦,૦૦૦/- (૩)મોહમદ ઝુબેર મેહમુદમિયા શેખ નાની પાસેથી રૂ.૩,૦૯,૦૦૦/- મળી કુલ રૂ.૧૦,૨૪,૦૦૦/- મેળવી લઈ ફરિયાદી તથા સાહેદોને ખોટા લેટર આપી રેલ્વેમા નોકરી અપાવવાનુ કહી ફરીયાદી તથા સાહેદોને રેલ્વેમા નોકરી અપાવેલ નહી અને રુપિયા પરત નહી આપી ફરિયાદી તથા સાહેદો સાથે ઠગાઈ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૯/૦૭/૨૦૨૬ ના ક.૧૮/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી ડી.વી.પાટીલ સયાજીગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. સમા પો.સ્ટે પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૨૭૩/૨૦૨૬IPC કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૭૧, ૧૨૦(બી) તથાGPID એકટ ૨૦૦૩ ની કલમ ૩ મુજબના ગુનાના કામના ફરિયાદી કુરેન મનિષકુમાર અમિન રહે. મ.નં.૯, પરીશ્રમ સોસાયટી, ઈનોર્બિટ મોલ પાછળ, સુભાનપુરા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧)કલ્પિત અશોકભાઇ સોની રહે-મ.નં. ૪૧એ, ઉમા કોલોની, ઉમા ચાર રસ્તા, વાઘોડીયા રોડ, વડોદરા (૨)સુરેન્દ્રકુમાર કિશોરલાલ શર્મા રહે-નાગંલબોરા ગામ, તા.રૈની જી.અલવર, રાજસ્થાન તથા (૩)બીલાલ શાહીદઅહેમદ સૈયદ રહે-અમદાવાદ (૪)કુંજલસિંહ વિક્રમસિંહ સોલંકી રહે-મ.નં.૨૭બી, પંચદેવ સોસાયટી, કોસંબા રોડ, ભાગડાવાડા, વલસાડ (૫) બસ્વરાજ લોની (૬) હિંમાશુ મિશ્રા તથા ફીનો પેમેન્ટ બેંકના જવાબદાર કર્મચારીઓ તેમજ અધિકારીઓ તેમજ તપાસમા નિકળી આવે તે તમામ સને-૨૦૨૨ ના માર્ચથી તા. ૩૦/૦૯/૨૦૨૨ ના રોજ સુધી અલગ-અલગ તારીખ અને સમયે ફરીયાદીશ્રીને આરોપીઓ ભેગા મળી ફીનો પેમેન્ટ બેન્કમાં સુવર્ણ ગોલ્ડ લોન સ્કીમમાં રોકાણ કરવા સારૂ ફરીયાદીને વિશ્વાસમાં લઇ તેમજ લોભામણી અને છેતરામણી વાતો કરી તેમજ આ સ્કીમના પેમ્પલેટ તેમજ ચોપાનીયા બતાવી તેમાં ફરીયાદીને સારૂ કમિશન/નફો અપાવવાનો પાકો ભરોસો આપી વિશ્વાસમાં લઇ તેમજ ફીનો પેમેન્ટ બેન્કના બનાવટી લેટર પેડનો સાચા તરીકે ઉપયોગ કરી ફરીયાદીને બતાવી ફરીયાદીને પાસેથી અલગ અલગ તારીખોમાં રૂા.૩,૩૦,૦૦,૦૦૦/-ની રકમ આરોપી નં.(૪)ના એકાઉન્ટમાં નંખાવી પેમેન્ટ મેળવી તથા (૫)બસ્વરાજ લોની, ફીનો પેમેન્ટ બેંક તુર્ભે, નવી મુંબઈના કંપની સેક્રેટરી & AVP લીગલ નાઓ દ્વારા ફીનો પેમેન્ટ બેંકના લેટર હેડ ઉપર વોલેટ એકાઉન્ટ ખોલવા માટે ICICI બેંકને પત્ર લખી તેમજ ફીનો પેમેન્ટ બેંકના મેનેજમેન્ટ દ્વારા ICICI બેંકમાં ખાતું ખોલાવવા માટે પ્રમાણિત કરી તેમજ તથા (૬)હિંમાશુ મિશ્રા, SDM ફીનો પેમેન્ટ બેંક નાઓએ વોટસએપ વીડીયો કોન્ફરન્સમાં સદરહું સ્કીમ બાબતની તમામ શરતો અને નફા વિશે ફરીયાદીને જાણકારી આપી તેમજ ફરીયાદીને માસિક ૩ ટકા થી ૫ ટકા સુધીનું વળતર સદરહું કેશ મેનેજમેન્ટ અને ગોલ્ડ લોન સ્કીમમાં મળશે તેવી પાકી ખાતરી અને બાંહેધરી આપી ફરીયાદીને વિશ્વાસમાં લઇ તેમજ ફરીયાદીને લોભામણી અને છેતરામણી વાતો કરી તેમજ ફીનો પેમેન્ટ બેંકના જવાબદાર કર્મચારીઓ તેમજ અધિકારીઓ કે જેઓએ આ ગુનો કરવામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદગારી કરી ફરીયાદીને પાસેથી રૂા.૩,૩૦,૦૦,૦૦૦/- મેળવી લઇ જેમાંથી ફરીયાદીને રૂા.૧૬૦૦૦૦૦/- પરત આપી તેમજ રૂા.૧૭૦૦૦૦૦/-પરત નહી આપી ફરીયાદીએ રોકેલ રૂપિયાનું ફરીયાદીને કોઇ વળતર, કે નફો નહી આપી તમામ આરોપીઓએ આ ગુન્હો કરવામાં એકબીજાને મદદગારી ગુન્હો કરેલ વિ.બાબતે તા ૨૯/૦૭/૨૦૨૬ ના ક.૨૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી યુ.એચ.વસાવા સમા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. સયાજીગંજ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૦૨૬૦૪૩૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૨૩,૩૦૩(૨),૩૧૮ મુજબના ગુનાના કામના ફરિયાદી રમેશચંદ્ર નેમચંદ શાહ રહે.રૂમ નં. 005, D/23,યોગીનગર સોસાયટી, ઓરા હોટેલની પાસે,અક્સર રોડ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ નાઓની ફરિયાદ મુજબ તા.૦૯/૦૭/૨૦૨૬ ના રોજ સવારે આશરે ક.૦૯:૪૫ વાગ્યે વડોદરા સેંટ્રલ એસ.ટી.ડેપો થી ડભોઈ જતી બસમાં મુસાફરી કરતી વખતે ફરીયાદી અજાણ્યા વ્યક્તિએ ફરીયાદીને મીઠી વાતો કરી, વિશ્વાસ જીતી ફરીયાદીને કેટલીક ગોળીઓ આપી ફરીયાદી પાસેથી (૧)૦૦/- રૂપિયાની કિંમતની આકાશી વાદળી રંગની બેગ જેમાં વપરાયેલા કપડાં, રૂમાલ, કાંસકો અને દવાઓ (૨) ૫૦,૦૦૦/- રૂપિયાની ભારતીય ચલણી નોટો (૫૦૦ રૂપિયાની નોટો) (૩) આંગળીમાં પહેરેલી ૨૨,૦૦૦ રૂપિયાની સોનાની વીંટી, જેમાં પીળા નીલમ (પુખરાજ) જડિત છે અને તેનું વજન ૭ ગ્રામ છે જે.પી. તથા (૪) રૂ. ૩૮,૦૦૦/- ગળામાં પહેરેલ બદામ આકારનું પેન્ડન્ટ અને સોનાની ચેઈન પહેરેલી જેમાં.'R' અક્ષર લખાયેલો છે તેનું વજન 14 ગ્રામ છે.તે તમામ મુદ્દામાલ મળી કુલ્લે રૂ. ૧,૧૦,૦૦૦/- ની લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૩૦/૦૭/૨૦૨૬ ના ક.૧૧/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.કે વસાવા સયાજીગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. ઘરફોડ ચોરીના કેસો
૧. મકરપુરા પોસ્ટે પાર્ટ-“એ” ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૬૨૬૦૪૪૦/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી રાહુલસિંહ વિક્રમસિંહ રાજપુત રહે-મકાન નં.ડી/૩૮૪, આંનદબાગ સોસાયટી, સુશેન-તરસાલી રીંગ રોડ, તરસાલી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૮/૦૭/૨૦૨૬ ના રોજ રાત્રીના ક.૧૧/૩૦ વાગ્યાથી તા.૨૯/૦૭/૨૦૨૬ ના રોજ સવાર ક-૦૭/૦૦ વાગ્યા દરમ્યાન મોજે-મકાન નં. ડી/૩૮૪, આંનદબાગ સોસાયટી, સુશેન-તરસાલી રીંગ રોડ, તરસાલી ખાતેથી કોઇ અજાણ્યા ચોર આરોપીએ ફરીયાદીના ઘરની આગળ લોખંડની ઘરની આગળ લોખંડની જાળી ખોલી, ઘરની અંદર પ્રવેશ કરીને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ બેડરૂમમાં રહેલ લોખંડની તિજોરી તથા અંદર રહેલ ડ્રોવરના લોક તોડી તેની અંદર મુકેલ સોના- ચાંદીના દાગીના મળી કુલ્લે ૧,૯૩,૦૦૦/- ની મતાની ચોરી લઇ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૯/૦૭/૨૦૨૬ ના ક-૧૯/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી વિ.એ.પરમાર મકરપુરા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. રાવપુરા પો.સ્ટે પાર્ટ ‘’એ’’ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૬૦૧૯૯ /૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૫(ઇ),૩૩૧(૩),૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી સુર્યકાંત શાંતીલાલ હઠીલા રહે.૯૯,પ્રથમપુર ગામ તા.ગોવિંદગૂરૂ લીંમડી જી.દાહોદ નાઓની ફરિયાદ મુજબ ગઈ તા.૧૮/૦૭/૨૦૨૬ ના ક.૧૪/૦૦ વાગ્યાથી તા.૨૮/૦૭/૨૦૨૬ ના ક.૧૭/૦૦ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે મોજે. અધિક નોંધણી સર નિરીક્ષકની કચેરી વડોદરા ઝોન નર્મદાભવન,જેલ રોડ,છઠ્ઠો માળ,રૂમ નંબર ૬૨૦,૬૨૧,૬૨૨ માં ગઈ તા.18- 07-2026 ના ક.14-00 વાગ્યાથી તા.28-07-2026 ના 17-00 વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે અધિક નોંધણી સર નિરીક્ષકની કચેરી વડોદરા ઝોન નર્મદાભવન જેલ રોડ છઠ્ઠો માળ રૂમ નં-૬૨૦, ૬૨૧, ૬૨૨ માં રૂમના મુખ્ય દરવાજામાં નીચેના ભાગનું પ્લાઇ તોડી ઓફીસમાં પ્રવેશ કરી ક્રોમ્પટોન કંપનીના સિલીંગ ફેન નંગ 10 કિ.રૂ.10,000/- તથા એન્કર કંપનીની લાઇટૉ નંગ 12 કિ.રૂ.60,000/- મળી કુલ્લે કિ.રૂ. 16000/- ની મત્તાની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુન્હો કર્યા વિ.બાબતે તા-૨૯/૦૭/૨૦૨૬ ના ક-૨૦/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.પી.ડાભી રાવપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. ચોરીના કેસો
૧. વારસીયા પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.ન-૧૧૧૧૧૧૯૬૦૩૮૨૬૦૨૦૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(ર),૨૮૭,૩૧૬(૪),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રીસત લાલજીભાઇ લાભુભાઇ અ.હે.કો બ.નં.૩૨૧૬ નોકરી એલસીબી ઝોન 04 વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) સંજય હિરાભાઇ કહાર રહે. ઉકાજીઈ વાડીયુ લક્ષ્મીનગર વાઘોડીયા રોડ વડોદરા શહેર (ર) દિનેશ મણીલાલ કહાર રહે. ૫૮૨ સ્વાદ કવાટર્સ હરણી રોડ વડોદરા શહેર (૩) ધર્મેશભાઇ દિનેશભાઇ ચુનારા રહે સીયાબાગ પોલીસ ચોકીની બાજુમા ઝુપડપટ્ટી પોલોગ્રાઉન્ડ રાજમહેલ રોડ વડોદરા શહેર નાઓએ તા.૨૯/૦૭/ર૦ર૬ ના કલાક ૨૦/૪૦ વાગે. મોજે. સ્વાદ કવાટર્સ વોર્ડ નં 4 ની ઓફીસના પાર્કીંગમા પકડાયેલ આરોપીનાઓ પૈકી આરોપી સંજય હિરાભાઇ કહાર નાનો વડોદરા મહાનગરપાલિકામાં અલ્ટ્રા મોડલના કોન્ટ્રાકટ હેઠળ રોલર મશીનમા ડ્રાઇવર તરીકેની નોકરી દરમ્યાન પોતાના આર્થિક ફાયદા સારૂ આરોપીઓ દિનેશ મણીલાલ કહાર તથા ધર્મેશભાઇ દિનેશભાઇ ચુનારા નાઓ સાથે ભેગા મળી ગેરકાયદેસર રીતે માનવ જીવન જરૂરીયાત પેટ્રોલીયમ પેદાશ જવલનશીલ ડીઝલની ચોરી કરી વડોદરા શહેરના ભીડભાડવાળા રહેણાંક વિસ્તારમાં માણસોની જીંદગી જોખમમાં મુકાય તે રીતે બેદરકારીપુર્વક જવલનશીલ ડીઝલનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચાણ કરવા સારૂ ભેગા મળી રોલર મશીનની ડીઝલની ટાંકીમાંથી પાઇપ વડે ડીઝલની ચોરી કરેલ બે કારબામાં આશરે 20 લીટર ડીઝલ કિ.રૂ.1900 તથા ડીઝલ ચોરી કરવા સારૂ ઉપયોગમાં લીધેલ પાઇપ નંગ 01 કિ.રૂ.100 તથા ડિઝલ ભરવાનુ માપીયુ ફનલ નંગ 01 કિ.રૂ.300 મળી કુલ્લે કિ.રૂ.2300/- ના મુદૃામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ગુન્હો કર્યા વિ.બાબતે તા.૨૯/૦૭/ર૦ર૬ ના ક.૨૨/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી વી.આર.ચૌધરી વારસીયા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. વાહન ચોરીના કેસો
૧. ગોત્રી પો. સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૬૦૨૬૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨),૩૦૫(એ) મુજબના ગુનાના કામના ફરિયાદી દાલચંદ માનાજી ગુર્જર રહે, મ.નં-એ/૩૦૩ સામીપ્ય એન્કલાવ વિધ્યામંદીર વિધ્યાલયની બાજુમા ક્રુણાલ ચાર રસ્તા પાસે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૮/૦૭/૨૦૨૬ ના સાંજના ક.૧૯/૩૦ વાગ્યાથી ક-૨૨/૩૦ વાગ્યા દરમ્યાન મોજે. ગોત્રી ગાર્ડન વડોદરા શહેરના પાર્કીંગમાંથી ફરિયાદી નાઓની હિરો-હોન્ડા કંપનીનુ સ્પેલન્ડર પ્લસ બાઈક જેનો રજી નં-GJ-06-JB-5519 ની સને ૨૦૧૪ ના મોડલની સિલ્વર અને બ્લેક ક્લરની જેનો ચે.નં.MBLHA10AMEHL 62023 તથા એ.નં.HA10EJEHK55881 ની જેની કિં.રૂ.૧૫,૦૦૦/- તે કોઈ ચોર ઈસમે ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૯/૦૭/૨૦૨૬ ના ક.૧૫/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.સંજયસિંહ પ્રતાપસિંહ ગોત્રી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૭. અન્ય કેસો
૧. ડીસીબી પો.સ્ટે પાર્ટ-એ-ગુ.ર.નં- ૧૧૧૯૬૦૧૦૨૬૦૦૧૨ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ- ૧૪૩(૪), ૯૮, ૯૯, ૩(૫), ૬૧(૨) તથા બાળ ન્યાય (બાળકોની સંભાળ અને સુરક્ષા) અધિનિયમ, ૨૦૧૫ (જુવેનાઈલ જસ્ટીસ એકટ) ની કલમ ૮૧ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી સ.ત. આર.એન.બારૈયા પો.સ.ઇ નોકરી : ડી.સી.બી. પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) સુનિલભાઈ ધુળાભાઈ રાવળ, (૨) મનોજભાઈ કેશાભાઈ રાવળ (૩) વિણાબેન વા/ઓ મનોજભાઈ કેશાભાઈ રાવળ ત્રણેય રહે. ચાટાવાડા, તા.સિધ્ધપુર જી.પાટણ (૪) નગીનભાઈ મોબાઈલ નં.7014849894 દલાલ (૫) માતા તરીકે ઓળખ (૬) પિતાની ઓળખ આપી બાળક આપી જનાર વ્યકિતઓ, (૭) બોમ્બેવાળા ડોકટર નામના વ્યકિત જેનો મોબાઈલ નં.8308716371છે તે તેમજ બોમ્બેવાળા ડોકટરનો પરીચય કરાવનાર (૮) દલાલ શ્રવણ નામનો વ્યકિત જેનો મોબાઈલ નં.6377965527 નાઓએ તા-૨૭/૦૭/૨૦૨૬ ના ક.૧૮/૦૦ વાગ્યાથી તા,૨૮/૦૭/૨૦૨૬ ના ક.૨૩/૨૦ વાગ્યા દરમ્યાન મોજે-લેઝંન્ડ હોટલ નેશનલ હાઇવે 48 વડોદરા આરોપીઓએ ભેગા મળી ગુનાહીત કાવતરુ રચી તાજુ જન્મેલુ નવજાત બાળક(છોકરો) (અંદાજીત ઉ.વ. ૦૮ દિવસ) ને આરોપી નં. (૧) સુનિલનાએ આરોપી નં (૪) મારફતે રૂ.૧૦,૦૦૦/- રૂપિયા કમિશન તથા બાળકના માતા તરીકે ઓળખ આપનાર આરોપી નં (૫) તથા પિતા તરીકે ઓળખ આપનાર આરોપી નં (૬) પાસેથી ૨,૦૦,૦૦૦/- રૂપિયામા બાળક ખરીદી તેમજ આરોપી નં (૮) શ્રવણ મારફતે આરોપી નં (૭) ડોક્ટર નામના ઇસમનો સંપર્ક કરી તેને આ બાળક ૩,૦૦,૦૦૦/-રૂપિયામા વેચવાનુ નક્કી કરી આરોપી નં(૧) સુનિલે તેના બહેન અને બનેવી આરોપી (૨) મનોજ (૩) વિણાબેનને બાળકને ડોક્ટર સુધી પહોંચાડવા ૨૦,૦૦૦/-રૂપિયા આપવાનુ નક્કિ કરી રૂપિયા મેળવવાની લાલચે તમામ આરોપીઓએ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા સારૂ બાળકને કોઈપણ હેતુ માટે બાળકને મેળવી અને તેનુ રૂપિયા ૩,૦૦,૦૦૦/-માં વેચાણ કરવાનુ પુર્વ આયોજીત કાવતરૂ રચી, તાજા જન્મેલા નવજાત બાળકની હેરાફેરી કરી ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૪૩(૪), ૯૮, ૯૯, ૩(૫), ૬૧(૨) તથા બાળ ન્યાય (બાળકોની સંભાળ અને સુરક્ષા)અધિનિયમ, ૨૦૧૫(જુવેનાઈલ જસ્ટીસ એકટ) ની કલમ ૮૧ મુજબ કાયદેસર ધોરણસર વિગેરે મુજબનો ગુનો તા.૨૯/૦૭/૨૦૨૬ ના ક.૧૯/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી સી.એચ.આસુન્દરા એએચટીયુ. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.