-: પ્રેસનોટ :-
(તા.૩૦/૦૮/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૯/૦૮/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૮ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૪૪ કિ.રૂ.૮૮૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૦૨, કવાટરીયા નંગ-૧૪ મળી કુલ કિ.રૂ.૪૦૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૧૪ સહિત-૨૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માતના કેસો
૧. હરણી પોલીસ સ્ટેશન
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૩૩૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૨૮૧, તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪, ૧૩૨, ૧૩૪ મુજબ ગુનાના કામના ફરિયાદી ડી.બી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર ટ્રાફીક રીંસ્પોન્સ ટીમ ૦૧ ટ્રાફીક શાખા પુર્વ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક અર્ટીગા ગાડી નં. GJ27 EC 7112 ના ચાલક જેના પુરા નામ સરનામા ખબર નથી તા.૨૯/૦૮/૨૦૨૫ ના આશરે ક.૧૫/૨૫ વાગે મોજે:- અમિતનગર સર્કલ ખાતે વડોદરા શહેર ફરીયાદીશ્રીએ અર્ટીગા ગાડી નં જીજે27ઈસી7112 ના ચાલકને હાથનો ઇશારો કરી ઉભા રહેવાનુ જણાવવા છતા ઉભો રહેલ નહી અને પોતાની ગાડી એકદમ પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી હંકારી ફરીયાદીશ્રીને અથાડી એક્સીડંટ કરી પાડી દઈ તેની અર્ટીગા ગાડી લઈને નાસી જઇ ગુનો કર્યા વિગેરે બાબતે વિ. બાબતે તા.૨૯/૦૮/૨૦૨૫ ના કલાક ૧૯/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો ડાયાભાઇ ચીકાભાઇ હરણી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ધાક-ધમકીના કેસો
૧. ગોરવા પોલીસ સ્ટેશન
ગોરવા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૫૦૪૭૧/૨૦૨૫ બી.એન.એસ. એક્ટ કલમ-૩૫૧(૨), ૫૪ મુજબ ગુનાના કામના ફરિયાદી રાહુલ ભરતભાઇ બાણીયા ઉ.વ-૩૩ ધંધો:-વેપાર રહે-સીઝન પલાસ ડી-૧૦૩ વાસણા ભાયલી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) અજય કલાણીયા(૨)મહેશભાઇ (૩) ભરતભાઇ જેના પુરાનામ સરનામાની ખબર નથી તા.૦૮/૦૮/૨૦૨૫ ના કલાક ૧૭/૩૦ વાગ્યાની આસપાસ થી આજદિન સુધી મો.જે.- સ્પંદન ફ્લેટ ટેલીગ્રાફ ઓફીસ પાસે ઓધવપુરા વડોદરા શહેર ફરીયાદીએ શિવ ફરસાણના આગળ ભાગે લગાવેલ સેડ બાબતે વીએમસી દબાણ શાખામા અરજી આપેલ જે અરજીની બાબતને ધ્યાનમા રાખી આરોપી નં (૧) તથા શિવ ફરસાણની દુકાન પર કામ કરતા આરોપી નં (૨) તથા નં (૩) નાઓએ આ કામના ફરિયાદીનાનોને અરજી પાછી ખેચી લેવા જણાવી ફરિયાદીને માર મારવાની ધાક ધમકી આપી ગુનો કર્યા વિ.બાબત. તા.૨૯/૦૮/૨૦૨૫ ના કલાક ૧૮/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. ગોવિદ્સિહ લક્ષ્મણસિહ ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ગોરવા પોલીસ સ્ટેશન
ગોરવા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૫૦૪૭૨/૨૦૨૫ બી.એન.એસ.એક્ટ કલમ-૩૫૧(૨), ૨૯૬(બી) મુજબ ગુનાના કામના ફરિયાદી મહેશભાઈ ઉકાભાઈ વાઢીયા ઉ.વ-૨૯ ધંધો:-નોકરી રહે-ઈ-૧૦૪, પ્રધાનમંત્રી આવાસ યોજના,ગોરવા,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી રાહુલભાઇ જેના પુરા નામ સરનામાની ખબર નથી તા.૦૭/૦૮/૨૦૨૫ ના કલાક ૧૧/૩૦ વાગ્યાની આસપાસ થી આજદિન સુધી મો.જે.- સ્પંદન ફ્લેટ ટેલીગ્રાફ ઓફીસ પાસે ઓધવપુરા વડોદરા શહેર શિવ ફરસાણ દુકાનના માલિક અજય કલાણિયા નાઓએ તેમની દુકાન આગળ પતરાનો સેડ નાખેલ હતો ત્યારે તેમની બાજુમા ચાર નંબરમા ગણેશ લોન્ડ્રી દુકાન આવેલ છે અને જેઓના માલિક નામે રાહુલભાઇનાઓએ ફરિયાદીનેને કહેલ કે તમારો સેડ કાડી નાખો અમારી દુકાન ઢંકાય જાય છે તેમ કહી અપશબ્દો બોલી ઝગડો કરી વીએમસીમા અરજી આપતા ફરિયાદીની દુકાનનો સેડ તોડી નાખેલ હતો ત્યારબાદ ફરિયાદીના માલિકે પોતાની દુકાન આગળ પ્લાસ્ટીકનો સેડ નાખતા આ સેડ કાડી નાખવાનુ જણાવી ત્યા કામ કરતા મજુરોને આ રાહુલભાઇનાઓ છાસવારે માર મારવાની ધાક ધમકી આપી ગુનો કર્યા વિ. બાબતે તા.૨૯/૦૮/૨૦૨૫ ના કલાક ૧૮/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. ગોવિદ્સિહ લક્ષ્મણસિહ ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. અટલાદરા પોલીસ સ્ટેશન
અટલાદરા પો.સ્ટે. પાર્ટ એ-૧૧૧૯૬૦૪૪૨૫૦૪૦૩/૨૦૨૫ ભારતીય સુરક્ષા સહીતા સને.૨૦૨૩ ની કલમ ૨૯૬(બી), ૩૫૧(૩),૫૪ મુજબ ગુનાના કામના ફરિયાદી નવનીતભાઇ બળવંતભાઇ ઠાકોર ઉ.વ.૩૮ ધંધો-નોકરી અને હાલ સરપંચ રહે.બળિયાદેવ મંદિર વાળું ફળિયું તલસટ ગામ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ૧)પિયુશ જગદીશભાઇ ઠાકોર (૨) રાકેશ જગદીશભાઇ ઠાકોર (૩) સતીષ છત્રસિંહ ઠાકોર (૪) સુખદેવ ડાહ્યાભાઇ ઠાકોર તમામ રહે. ઘંટીવાળા ફળિયામાં તલસટ વડોદરા શહેર તા.૧૫/૦૮/૨૦૨૫ થી તા.૨૫/૦૮/૨૦૨૫ સુધી મોજે તલસટ ગામ ખાતે અલગ અલગ જગ્યાએ તથા જુની કલેકટર કચેરીના પાર્કીંગમા ખાતે રાવપુરા વડોદરા શહેર આ કામના ફરી.શ્રી તલસટ ગામના સરપંચ હોય જેની વિરોધ વૃતી રાખી આરોપીઓએ ફરી.શ્રીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને જુદી જુદી તારીખે અને જુદી જુદી જગ્યાએ જાનથી મારી નાખવાની ધમકી આપી બિભત્સ ગાળો બોલી ફરી. તથા ફરી.ના પરિવારને જોઇ લેવાની ધમકી આપી એક બીજાની મદદગારી કરી ગુન્હો કર્યા વિ.બાબતે તા.૨૯/૦૮/૨૦૨૫ ના ક.૨૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એમ.કે.સુરુ અટલાદરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. બુટ્ટી સ્નેચીંગના કેસો
૧. માંજલપુર પોલીસ સ્ટેશન
માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૫૦૪૧૩/૨૦૨૫ ભારતીય ન્યાય સહીંતા કલમ-૩૦૪ મુજબ ગુનાના કામના ફરિયાદી મોનીકાબેન W/O વીરપ્રતાપસિંગ વીરેન્દ્રપાલ જાતે સિંગ ઉ.વ-૩૪ ધંધો.ઘરકામ રહે.બ્લોક.નં.એ,ટાવર.નં.૨૦૩,કટારીયા શોરૂમની લાઈન માં,મકરપુરા,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૯/૦૮/૨૦૨૫ ના બપોરના ક-૧૬/૧૫ વાગ્યાની આસપાસ મોજે;- કટારીયા શો-રૂમની સામે રોડ પર ,મકરપુરા,વડોદરા શહેર આ કામના ફરીયાદી પોતાની છોકરીને કોચિંગ ક્લાસ છોડી પરત પોતાના ઘરે જતા હતા તે વખતે ફરીયાદીની પાછળથી એક અપાચી મોટર સાઈકલનો ચાલક જે મો.સા.નો નંબરની ખબર નથી તે મો.સાનોચાલક તેના નામ સરનામાની ખબર નથી તેણે શરીરના બદનમાં કાળી ટિ-શર્ટ પહેરેલ તથા તેના પેંટના કલરની ખબર નથી જે શરીરે મજબુત બાંધાનો રંગે ધંઉ વર્ણનો તેની ઉંમર આશરે ૨૫ વર્ષના આશરાનો જેના માથે કાળા વાળા હતા જે ફરીયાદીની ગાડીની બાજુમાં આવી ફરીયાદીના કાનમાં સોનાની રીંગ વાળી બુટ્ટી જે અઢી ગ્રામની કિં.રૂ.૨૦,૦૦૦/- ની પહેરેલ હતી તે બુટ્ટી આરોપીએ હાથથી ખેચી લઈ નાસી જઈ ગુનો કર્યા બાબતે તા.૨૯/૦૮/૨૦૨૫ ના કલાક ૧૭/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇન્સ.શ્રી.એન.જી.રોહિત માંજલપુર પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. મારામારીના કેસો
૧. બાપોદ પોલીસ સ્ટેશન
બાપોદ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં -૧૧૧૯૬૦૦૨૨૫૦૫૦૪/૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૩૫૧(૨,૩), ૨૯૬(બી),૫૪ અને જી.પી એક્ટ ૧૩૫ મુજબ ગુનાના કામના ફરિયાદી બતુલ ઉર્ફે જોયા સાબીર પાનાગર ઉ.વ ૩૩ ધંધો ઘરકામ રહે.મ.ન ૭૧ વુડાના મકાન રામ પાર્ક આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) સમીર ઉર્ફે કાળીયો સંજય રાજ રહે.ખતીજા પાર્ક, અલહયાત બિલ્ડીગની બાજુમા આજવા રોડ વડોદરા તથા (૨) ફૈયાજ ઉર્ફે પતલુ નવસાદભાઇ રહે.વુડાના મકાન રામ પાર્ક આજવા રોડ વડોદરા શહેર ગઈ તા.૨૭/૦૮/૨૦૨૫ ના કલાક ૦૦/૩૦ વાગ્યાના આરશામા સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે આવેલ શક્તિ પાન પાસે આ કામના ફરીયાદીના પતિ સાબીરને આરોપી (૧) નાઓ અગાઉની અદાવત રાખી બિભત્સ શબ્દો બોલાવા લાગેલ જેથી ફરિ.ના પતિ સાબીર ત્યાથી નિકળી ગયેલ ત્યારબાદ ફરિ. અને તેના પતિ ચા પિવા જતા હતા તે વખતે તૈયબી મસ્જીદની ગલીમા આરોપી (૧) અને (૨) નાઓએ તેઓને રસ્તામા રોકી ગમે તેમ બિભત્સ શબ્દો બોલી ફરિ.ના પતિને આરોપી(૨) ફૈયાજ લોખંડનો પાઇપ મારવા જતા ફરિ. તેને મારતા રોકવા ગયેલ જેથી આરોપી (૧) અને (૨) ફરિ.ના પતિને ગડદાપાટુનો મારમારવા લાગેલ અને આરોપી(૨)એ ફરિ.ના ડાબા હાથને પકડી અનામીકા (આંગળી) મરડી નાખેલ અને ફરિ.ને જમણા હાથના અંગુઠામા બચકુ ભરી લિધેલ હતુ અને તેઓ આરોપી (૧), (૨) ફરિ.ને મારી નાખવાની ધમકી આપવા લાગેલ હતા જેથી તેઓ બન્ને એકબીજાને મદદગારી કરી તેમજ મે. પોલીસ કમીશ્નર સાહેબ શ્રી નાઓએ બહાર પાડેલ હથીયાર બંધી જાહેરનામોનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૯/૦૮/૨૦૨૫ ના ક.૨૨/૫૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ મહેશકુમાર ભુદરભાઈ બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે