-: પ્રેસનોટ :-
(તા.૩૦/૦૮/૨૦૨૬)
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૯/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૨૭ કિં.રૂ.૫૪૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૦૪ તથા બિયર નંગ-૦૧ મળી કુલ કિ.રૂ.૧૪,૬૦૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૪ સહિત કુલ-૧૬ ઇસમને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માતના કેસો
૧. ગોરવા પો.સ્ટે ફસ્ટ પાર્ટ- ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૩૯૫/૨૦૨૬ BNS એક્ટ કલમ-૧૨૫(એ), ૧૨પ/બી) ૨૮૧ તથા એમ.વી. એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી નિશાંતભાઇ હર્ષદકુમાર હરસિદ્ર રહે.૫.નં.૭૦૪ એચ-ટાવર સ્વામી વિવેકાનંદ હાઇસ-૦૧ આકાંક્ષા ડુપ્લેક્ષ પાસે ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી મારૂતી સુઝુકી કંપનીની સેલેરીઓ ફોર વ્હિલ ગાડી જેનો રજી નં GJ-06-JE-7706 ના ચાલક ખ્યાતી દોષી નાઓએ તા.૧૯/૦૮/૨૦૨૬ ના ક.૦૯/૦૦ વાગ્યાની આસપાસ મોજે.અંજલી ફાર્મસી ચાર રસ્તા જૈન મંદિર પાસે સુભાનપુરા ફરિયાદી તેમની એકટિવા જેનો રજી નં- GJ-06-HG-1403 ની લઇને જતા હતા તે વખતે આ કામના આરોપીએ પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી ફરિયાદીને એકટીવાને ટકકર મારતા ફરિયાદી તેમની એકટીવા સાથે પડી જતા તેઓને ડાબા પગના ઘુટણના ભાગે ઇજા થયેલ હોય જેથી ૧૦૮ મારફતે ફરિયાદીને સુભાનપુરા હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયેલ હતા ત્યા ર્ડા.શ્રીએ એક્ષ-રે કરતા પગના ઘુટણના ભાગે ફેકચર થયેલ હોવાનુ જણાવેલ હતુ અને માથાના ભાગે સીટી સ્કેન તથા એમઆરઆઇ કરતા માથાના ભાગે સામાન્ય ઇજા થયેલ હતી ત્યારબાદ વધુ સારવાર માટે ફરિયાદી વાયરોક હોસ્પિટલ કારેલીબાગ ખાતે ગયેલ હતા અને ગઇ તા.૨૪/૦૮/૨૦૨૬ ના રોજ ફરિયાદીને રજા આપી દિધેલ હતી અને ફરિયાદીને ડોકટર સા શ્રી બેડરેસ્ટનુ જણાવેલ હતુ અને આ અકસ્માત કરનાર મારૂતી સુઝુકી કંપનીની સેલેરીઓ ફોર વ્હિલ ગાડી જેનો રજી નં GJ-06-JE-7706 નો ચાલક નાઓ ઇજાનો સારવાર ખર્ચ આપવાની વાતચીત કરતા હતા પરંતુ આજદિન સુધી તે એકસીડન્ટ કરનાર નાઓ ખર્ચ આપેલ ન હતો અને ફરિયાદીને ડાબા પગના ઘુટણના ભાગે ઇજા કરી ગુનો કર્યા ગુનો કર્યા વિ.બાબતે તા-૨૯/૦૮/૨૬ ના ક-૨૦/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ મહેશભાઈ ચીમનભાઈ ગોરવા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. આપઘાત/ દુષ્પ્રેરણાના કેસો
૧. જવાહરનગર પો.સ્ટે ખાતે પાર્ટ-એ- ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૯૨૬૦૨૮૫/૨૦૨૬ ઇ.પી.કો કલમ-૩૦૬,૫૦૬(૧), ૧૧૪ મુજબના ગુનાના કામના ફરિયાદીશ્રી સુમલીબેન વા/ઓ મડુભાઇ અનોપભાઇ ભુરીયા હાલ રહે.મ.ન.૧૪૦૬, નેહરૂનગર, બાજવા ગામ તા.જી.વડોદરા મુળ રહે. તા.ગરબાડા જી.દાહોદ નાઓની ફરિયાદ મુજબ આરોપી નં.(૧) આકાશ સોમલાલ સપકાળે (૨) શોભાબેન સોમલાલ સપકાળે બન્ને રહે.નેહરૂનગર બાજવા તા.જી.વડોદરા નાઓએ તા.૧૮/૧૨/૨૦૨૩ ના રોજ બપોરના આશરે ત્રણ વાગ્યા પહેલા કોઇપણ સમયે ફરીયાદીની દીકરી પુજા ડો/ઓ મડુભાઇ ભુરીયાને ફોનમાં તથા અવારનવાર મળીને પ્રેમસબંધ બાબતે હેરાન કરતો હોય અને ધમકી આપી ગઈ તા.૧૭/૧૨/૨૦૨૩ ના રોજ બપોરના આશરે બે વાગ્યાના સુમારે ફરીયાદીના ઘરે આવી ફરીયાદીની હાજરીમાં ફરીયાદીની દિકરીને “તું મારા છોકરા સાથે પ્રેમસબંધ ના રાખીશ અને ગળેફાંસો ખાઈને મરીજા અને જો તારો જીવ ના ચાલે તો મને કે હું તને ગળેફાંસો દઈ દવ તથા હવે પછી મને કોઇ દિવસ દેખાતી નહી.” તેમ કહી ધમકી આપેલ તેમજ પોલીસ તપાસ દરમ્યાન ઓડીયો ક્લીપ સાંભળતા ફરીયાદીની દિકરી પુજાનો અવાજ હોય અને ફરીયાદીની દિકરી રડતા રડતા બોલે છે કે” આકાશ બસ મે તમને જોઇ લીધુ હવે તમે મને કેટલો પ્યાર કરો છોને હવે કાલે જો તમને હુ શુ કરૂ છુ અને શુ નઇ કસમથી કવ છુ ભગવાનની કસમ કાલે મે મરી જ જઈશ અને નઇ મરી તો મારુ નામ પુજા નઇ હવે છે ને માર થી નઇ સહન થતુ નઇ હવે તો આજે ને આજે રાત્રે મરી જઇશ મરી જઇશ જ ” તેમ તા-૨૪/૧૧/૨૦૨૩ ના ઓડીયો ક્લીપમાં તેમજ રડતા રડતા “ આ વાત સાચી છે એટલે તમે છે ને આટલુ એ કરો છોને તમને એની જોડે કરવુ હોય તો કરો જાવ હવે મે સાચે મરી જઇશ” તેમ તા-૧૧/૧૨/૨૦૨૩ ના ઓડીયો કલીપમા ફરીયાદીની દિકરી તેના વોઇસમાં બોલે છે. જેથી આરોપી નાઓએ ફરીયાદીની દિકરી પુજા ડો/ઓ મડુભાઇ ભુરીયાને માનસિક ત્રાસ આપી મરવા મજબુર કરતા ફરીયાદીની દિકરીથી આ ત્રાસ સહન ન થતા ગઈ તા.૧૮/૧૨/૨૦૨૩ ના રોજ બપોરના આશરે ત્રણ વાગ્યા પહેલા ફરીયાદીના ઘરમાં બાજવા ગામ તા.જી.વડોદરા ખાતે રૂમમાં પંખાના હુક સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઇ મરણ ગયેલ વિ. બાબતે તા-૨૯/૦૮/૨૦૨૬ ના ક-૨૧/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી બી.પી.ખુમાણ જવાહરનગર પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન ચોરીના કેસો
૧. સીટી પાર્ટ-એ-ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૬૨૬૦૨૦૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી આફરીનબાનુ મોહમદઆદીલ શેખ, રહે.૩૦૨, બીલાલ એપાર્ટમેંટ, ચોરા પાસે, નાલબંધવાડા, વાડી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અરબાઝ ઉર્ફે બોઈલર ગુલામદસ્તગીર શેખ રહે-બ્લોક-૦૨, ત્રીજો માળ ,માસુમ એપાર્ટમેંટ, ખાનગાહ મહોલ્લો, પાણીગેટ, વડોદરા શહેર નાઓએ તા.૨૩/૦૮/૨૦૨૬ ના આશરે બપોરના બાર-એક વાગ્યાથી સાંજના છ વાગ્યા દરમ્યાન મોજે, ચાંદમીયાની ચાલી,એમ.ઇ.એસ બોયસ સ્કુલની સામે,યાકુતપુરા આરોપીએ ફરીશ્રીની એક બર્ગમેન ટુ-વ્હિલર ગાડી જેનો રજી નં. GJ-06-SP-2824 ની સને ૨૦૨૬ ના મોડેલની ગ્રે કલરની જેનો ચે.નં. MB8EA115AT8335170 તથા એ.નં.AF215541017 નો છે. જેમા જે તે સમયે આશરે એક લીટર જેટલુ પેટ્રોલ હતુ જેની કિંમત આશરે રૂ.૭૦,૦૦૦/- જે આરોપી નાઓ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૯/૦૮/૨૦૨૬ ના ક.૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી ડી.કે.સોજીત્રા સીટી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.