Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૩૦/૦૯/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૨૯/૦૯/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૦૮ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૦૨ કિ.રૂ.૪૦૦/- રૂપિયાનો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૭ સહિત-૦૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

 

૨.    મારામારીના કેસો

૧.     અકોટા પો.સ્ટે.

અકોટા પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૪૧૨૫૦૩૮૨/૨૦૨૫ ભારતીય ન્યાંય સહિંતા-૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી વિજયભાઇ રમણલાલ અગ્રવાલ રહે.૯ ચાણાક્ય પાર્ક સોસાયટી ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે અકોટા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી હર્ષરાજ રાઠોડ તથા તેની સાથેના અન્ય ત્રણેક ઇસમોએ તા.૨૭/૦૯/૨૦૨૫ના સવારના ક.૦૩/૦૦ વાગ્યાની આસપાસ મોજે.  રેસકોર્ષ સર્કલ પાસે આવેલ બેરીક્યુ કેફે સામે રોડ ઉપર ફરીયાદીનો દિકરો અંશ ગઈ તા.૨૬/૦૯/૨૦૨૫ રાત્રીના નવેક વાગે સેવાસી ખાતે ગરબા રમવા ગયેલ અને ગરબા રમીને પરત ૨૭/૦૯/૨૦૨૫ ના સવારના ક.૦૩/૦૦ વાગ્યાની આસપાસ રેસકોર્ષ સર્કલ પાસે આવેલ બેરીક્યુ કેફે ખાતે નાસ્તો કરવા માટે ગયેલ હતો તે વખતે આરોપીઓ આવેલા અને ફરીયાદીના દિકરા અંશને લાતો તથા છુટા હાથે માર મારી ઝપાઝપી કરી ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી મોઢાના ભાગે તથા માથાના ભાગે મુઢ માર તથા જમણા પગમાં પણ મુઢ માર મારી નાસી જઇ ગુનો કર્યો વિગેરે બાબતે   તા.૨૯/૦૯/૨૦૨૫ ના ક.૨૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો ઉદેશંગભાઇ જીલુભાઇ અકોટા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     નવાપુરા પો.સ્ટે.

નવાપુરા પો.સ્ટે. પાર્ટ-બી.૧૧૧૯૬૦૧૫૨૫૦૨૭૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૧૧૫(૨), ૨૯૬,૩૫૨,૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ગૌરાંગ જયેશકુમાર કાછિયા રહે-પરદેશી ફળીયા નાકો પટેલ બિલ્ડિંગ તાડફળીયા રાજમહેલ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧)સુનીલ અશોકભાઇ કહાર રહે-દાંડીયા બજાર કાકા સાહેબનો ટેકરો  વડોદરા શહેર (૨) અનીલ ઉર્ફે હુક્કી રમેશભાઇ માળી નાઓએ ગઇ તા.૨૭/૦૯/૨૦૨૫ ના રાત્રીના ક-૦૩/૦૦ વાગ્યા ની આસપાસ મોજે-  ખંડેરાવ માર્કેટ વડોદરા મહાનગર પાલીકાના વચ્ચેના ગેટની અંદર પાર્કિગવાળી જગ્યાએ ફરીયાદી ઘરેથી ખંડેરાવ માર્કેટ દુકાન નં-૩૨ નવાપુરા ખાતે સ્કુટર લઇને પોતાની દુકાનની પાછળ અમો પાર્ક કરવા જતા હતા તે વખતે આરોપીઓ અચાનક આવી ઉગ્ર રીતે બોલાચાલી ઝઘડો કરી ફરિને ગડદાપાટુનો માર મારી તથા તેમની માતાને ગમેતેમ ગાળો આપી ઝઘડો કરેલ વિગેરે બાબતે તા.૨૯/૦૯/૨૦૨૫ ના ક.૨૧/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.હારૂનભાઇ અબ્બાસભાઇ નવાપુરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     નવાપુરા પો.સ્ટે.

નવાપુરા પો.સ્ટે.પાર્ટ-બી.૧૧૧૯૬૦૧૫૨૫૦૨૭૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૧૧૫(૨), ૨૯૬,૩૫૨ મુજબના ગુનાના કામના ફરિયાદી સુનીલ અશોકભાઇ કહાર રહે-દાંડીયા બજાર કાકા સાહેબનો ટેકરો  વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ગૌરાંગ કાછિયા રહે- તાડફળીયા રાજમહેલ રોડ વડોદરા શહેર નાઓએ ગઇ તા.૨૭/૦૯/૨૦૨૫ ના રાત્રીના ક-૦૩/૦૦ વાગ્યા ની આસપાસ મોજે-  ખંડેરાવ માર્કેટ વડોદરા મહાનગર પાલીકાના વચ્ચેના ગેટની અંદર પાર્કિગવાળી જગ્યાએ ફરીયાદી ત્રણ વાગ્યાની આસપાસ તેમના મિત્ર અનીલ માળી સાથે ખંડેરાવ માર્કેટ ગયેલ અને લારી પર ચા પીધેલ અને સીગરેટ લઇ બન્ને વડોદરા મહાનગર પાલીકાના વચ્ચેના ગેટની અંદર પાર્કિંગ વાળી જગ્યા એ બેઠા હતા તે વખતે આરોપીનાઓ અચાનક આવી ફરીયાદી સાથે ઉગ્ર રીતે બોલાચાલી ઝઘડો કરી ગાળાગાળી કરી ફરીયાદીની જમણી આંખના પાંપણ પર બચકુ ભરી ઇજા પહોચાડી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૯/૦૯/૨૦૨૫ ના કલાક ૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.હારુનભાઇ અબ્બાસભાઇ નવાપુરા પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.    વાહન અકસ્માતના કેસો

૧.     વારસીયા પો.સ્ટે.

વારસીયા પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૩૮૨૫ ૦૧૮૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,મુજબના ગુનાના કામના ફરિયાદી રાજેશભાઇ અંટોલભાઇ પરમાર રહે,મ.ન-૬૪,નરેંદ્રનગર સોસાયટી, હરણી-વારસીયા રિંગ રોડ,વારસીયા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક મો.સા નં.GJ-06-MQ-5567 ના ચાલક સ્મિત નરેશભાઇ નાઓએ તા.૨૬/૦૯/૨૦૨૫ ના ક.૦૨/૦૦ વાગ્યા આસપાસ મોજે.નાયરા પેટ્રોલપંપથી ખોડીયારનગર ચાર રસ્તા તરફ જવાના રોડ પર સ્નેહલ પાર્ક સોસાયટીના નાકા પાસે હરણી ફરીયાદીના દિકરા સાહેદ-રીષી પરમાર નાઓ તેઓના પિતા પાસેથી ડીઓ ટુ વ્હિલર રજી.નં.GJ-06-DL-9428 ની લઈ કારેલીબાગ સંદેશના ગરબા પર પોતાના મિત્રો સાથે ગરબા રમવા/જોવા સારૂ ગયેલ અને ગરબા પરથી તા.૨૬/૦૯/૨૫ ના રોજ રાત્રીના પોતાના મિત્રો સાથે પરત ઘરે આવતા હતા તે દરમ્યાનમા આશરે બે વાગ્યાની આસપાસ મોજે. નાયરા પેટ્રોલપંપથી ખોડીયારનગર ચાર રસ્તા તરફ જવાના રોડ પર સ્નેહલ પાર્ક સોસાયટીના નાકા પાસે તેનો મિત્ર સ્મિત નરેશભાઇ નાઓ મો.સા નં.GJ-06-MQ-5567 ની રોગ સાઇડે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી સાહેદ-રીષી પરમાર નાઓ સાથે એક્સિડેન્ટ કરી સાહેદ-રીષીને ડાબી બાજુના ફેફસામા તેમજ જમણા કાને ઇજાઓ પહોચાડી તેમજ જમણા હાથે કાંડાના ભાગે ફેકચર કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૯/૦૯/૨૦૨૫ ના ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી વી.આર.ચૌધરી  વારસીયા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.    ચોરીના કેસો

૧.     સયાજીગંજ પો.સ્ટે.

સયાજીગંજ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૦૨૫૦૫૭૨ /૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી મધુબેન વા/ઓ વિનુભાઇ પરમાર રહે-એફ/૪૦૩ કિશનગૌરી સોસાયટી પ્રથમ નિવેરા નજીક બીલકેનાલ રોડ અટલાદરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા-૨૩/૦૯/૨૦૨૫ ના સવાર ક.૧૧/૦૦ થી ક. ૧૧/૪૫ વાગ્યાના અરસામા મોજે. સકલ્પ ભુમી કામાટીબાગ ખાતે કોઇ અજાણ્યો ચોર ઇસમ તે સકલ્પ ભુમી કામાટીબાગ ખાતે ભીડનો લાભ લઇ ફરિયાદી બેનના ગળામા પેહરેલ સોનાની ચેઇન આશરે ત્રણ તોલાની જેની  કિ.રૂ.૨,૦૦,૦૦૦/-  જેટલી ગણી શકાય તે આંચકી લઈ નાસી જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૯/૦૯/૨૦૨૫ ના રોજ ક. ૧૫ /૪૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી ડી.વી.પાટીલ સયાજીગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.    વિશ્વાસઘાત/છેતરપીંડીના કેસો

૧.     પાણીગેટ પો.સ્ટે.

પાણીગેટ પોલીસ સ્ટેશન  પાર્ટ એ  ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૫૦૪૫૯/૨૦૨૫  ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૬૧, ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી પુંજાભાઇ હીરાભાઇ રોહિત રહે- મ.નં.સી/૫૯, મહેશનગર સોસાયટી, ડભોઇ વાઘોડીયા રીંગ રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ત્રણ અજાણ્યા ઇસમો તે તા.૨૯/૦૯/૨૦૨૫ ના બપોરના ક.૧ર/૧૫ વાગ્યાના અરશામાં સ્વામી નારાયણનગર સોસાયટી ત્રણ રસ્તા, ડૉકટર હાઉસની સામેના રોડ ખાતે આવી ફરિયાદીને વિશ્વાસ અને ભરોસો આપી ફરિ.ના ગળામાં પહેરેલ સોનાની ચેન જે આશરે ૭ (સાત) ગ્રામ જેની કિં.રૂ.૩૫,૦૦૦/- તથા ફરિ.ના હાથમાં પહેરેલ સોનાની લક્કી જે આશરે ૩૦ (ત્રીસ) ગ્રામ જેની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા ફરિના હાથની આંગળીમાં પહેરેલ સોનાની વીંટી જે ૫ (પાંચ) ગ્રામ જેની કિ.રૂ.૨૦,૦૦૦/- ના સોનાના દાગીના મળી કુલ્લે રૂ.૨,૦૫,૦૦૦/- ની મત્તામાં લીટીવાળા કાગળમાં મુકાવી ફરિની નજર ચુકવી ફરિયાદી સાથે છેતરપીંડી અને  વિશ્વાસઘાત કરી લઈ ગયેલ હોય ગુનો કર્યા વિગેરે બાબતે તા-૨૯/૦૯/૨૦૨૫ ના ક.૨૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈશ્રી બી.બી.પટેલ પાણીગેટ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     કારેલીબાગ પો.સ્ટે.

કારેલીબાગ પો.સ્‍ટે. “એ” પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૬૦૨૭૨૫૦૩૧૦/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૧૮(૨), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ભાવેશભાઇ ભાસ્કરભાઇ પારેખ રહે.મ.ન.102 રાંદલધામ સોસાયટી ગંગાસાગર સોસાયટીની બાજુમાં સમા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી હાર્દીક ભરતભાઇ સોની(૨) શ્રેયા વા/ઓ દિનેશભાઇ પટેલ તે હાર્દીક ભરતભાઇ સોનીની પત્ની બન્ને હાલ રહે- ઇમીગ્રેશન વી.આઇ.પી વ્યુ કોપ્મલેક્ષ કારેલીબાગ વડોદરા શહેર મુળ રહે-જી-આણંદ નાઓએ તા.૨૦/૧૨/૨૦૨૨ થી તા.૨૫/૧૦/૨૦૨૪ સુધીમાં ક.૧૦/૦૦ થી ૨૦/૦૦ દરમ્યાન મોજે-વી.આઇ.પી વ્યુ કોપ્મલેક્ષ કારેલીબાગ ફરીયાદીને યુ.કે મોકલવાના બહાને વીઝા કરાવી આપવા ફરીયાદી પાસેથી આશરે રૂ.૧૦,૦૦,૦૦૦/- પડાવી ઠગાઇ કરી  ગુનો કર્યા વિગેરે બાબતે તા. ર૯/૦૯/ર૦રપ ના ક. ૧૫/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એમ.ડી.લોખીલ કારેલીબાગ પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     ફતેગંજ પો.સ્ટે.

ફતેહગંજ પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૫૦૪૫૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ- ૩૧૬(૨), ૩૧૮(૪), મુજબના ગુનાના કામના ફરિયાદી અલ્કેશભાઇ સ/ઓ લાલાભાઇ દેવચંદભાઇ ગારી રહે, કાનુગા ફળીયુ ગામ- મુનખોસલા તા.ઝાલોદ જી.દાહોદ નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યો ઇસમ તે ગઇ તા.૦૨/૦૯/૨૦૨૫થી તા.૧૩/૦૯/૨૦૨૫ સુધી મોજે– એસ.એસ.જી હોસ્પીટલ તથા મહેસાણા નગર ચાર રસ્તા  નિઝામપુરા વડોદરા શહેર આરોપી નાઓએ સાહેદ દેવચંદભાઇ નાઓને ગઇ તા.૦૨/૦૯/૨૦૨૫ના રોજ એસ.એસ.જી. હોસ્પીટલ ખાતે સોનાનો હાર ૩,૦૦,૦૦૦/- ત્રણ લાખ રૂપિયામાં વેચવાનું કહી ફરીયાદી તથા સાહેદ દેવચંદનાઓને ગઇ તા.૧૩/૦૯/૨૦૨૫ના કલાક.૦૯/૫૩ વાગ્યે પંડીયા બ્રીજ ખાતે બોલાવી ચાલતા ચાલતા મહેસાણા નગર ચાર રસ્તા ખાતે લઇ જઇ ફરીયાદી પાસેથી રોકડા રૂપિયા  ૧,૫૦,૦૦૦/- લઇ જઇ બાકીના પૈસા પાછળથી આપવાનું કહી ફરીયાદીને  નકલી સોનાનો હાર આપી આ કામના ફરીયાદી તથા સાહેદ દેવચંદભાઇ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૩૦/૦૯/૨૦૨૫ ના ક.૧૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ નિલેષભાઈ રમણભાઈ ફતેહગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓેએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.    દુષ્પ્રેરણા આ૫વા બાબત ના કેસો

૧.     ગોરવા પો.સ્ટે.

         ગોરવા પોલીસ સ્ટેશન.પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૫૦૫૨૫/૨૦૨૫ બી.એન.એસ કલમ ૧૦૮ મુજબના ગુનાના કામના ફરિયાદી વર્ષાબેન વા/ઓ દીનેશભાઇ વાળા વણકર રહે-૮૫૧ વૈકુઠ સોસાયટી વાઘોડીયા રોડ  વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ અંકીતા ઉર્ફે અનિતા ઉર્ફે અન્નુ વા/ઓ યોગેશભાઇ વાલજીભાઇ પરમાર રહે: ૨/૭૫ શ્રીજી ટેનામેંન્ટ સી.કે પ્રજાપતિ સકુલની બાજુમા વડોદરા શહેર નાઓએ તા- ૧૮/૦૪/૨૦૨૫ ના રાત્રીના ક.૦૧/૦૦ થી ક.૦૧/૫૦  સુમારે મોજે-૨/૭૫ શ્રીજી ટેનામેંન્ટ સી.કે પ્રજાપતિ સકુલની બાજુમા વડોદરા ફરીયાદીશ્રીના ભાઇ નામે યોગેશભાઇ વાલજીભાઇ પરમાર નાઓને તેમના  પત્ની નામે અંકીતા ઉર્ફે અનિતા ઉર્ફે અન્નુ નાઓ સાથે એકાદ વર્ષથી ઘરની નજીવી બાબતોને લઇને રોકટોક કરી હેરાન પરેશાન કરી મરી જવા સુધીનુ દબાણ કરતા હોય તેનાથી કંટાળી જઈ ફરીયાદીશ્રી બેનના ભાઇએ ગઈ તા.૧૮/૦૪/૨૦૨૫ ના રાત્રીના ક:૦૧/૦૦ થી ક.૦૧/૫૦ વાગ્યા દરમ્યાન તેમના ઘરે ગળે ફાંસો ખાઇ મરણ ગયેલ હોય વિ. બાબતે તા-૨૯/૦૯/૨૦૨૫  ના ક.૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જે.જે.ડાભી છાણી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૭.    વાહન ચોરીના કેસો

૧.     હરણી પો.સ્ટે.

હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૫૦૩૭૫/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી જાકીરહુસેન ભોલુખા મેવાતી હાલ રહે.ક્રિષ્ણાનગર ખોડીયારનગર રોડ વડોદરા શહેર મુળ રહે.બોમ્બે હોટલ આલાહજરત મસ્જીદની પાસે નારોલ ચોકડી અમદાવાદ શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૧/૦૯/૨૦૨૫ ના ક.૧૨/૦૦ થી ક.૧૪/૦૦ વાગ્યાની આસપાસ મોજે.: ક્રિષ્ણાનગર ખોડીયારનગર રોડ ઉપર આવેલ દુકાનની સામે વડોદરા શહેર ફરીયાદીશ્રીની હિરો હોંડા કંપનીની પેસન પ્રો મો.સા. જેનો રજી.નં GJ 27 A 1134 જેનો ચેસીસ નં MBLHA10EUBGH03284 તથા એં.નં HA10ECBGH08560 નો છે જે કાળા કલરની જે 2011 ના મોડલની છે જેની અંદાજીત કિં.રૂ.૧૦,૦૦૦/- જે  મો.સા. કોઇ ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અથવા લોક તોડી ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૯/૦૯/૨૦૨૫ ના ક.૨૩/૪૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો લક્ષ્મણભાઇ અંબાલાલ હરણી પો.સ્ટે નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     રાવપુરા પો.સ્ટે.

રાવપુરા પો.સ્ટે.પાર્ટ-એ-૧૧૧૯૬૦૨૬૨૫૦૧૫૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી જીગ્નેશ  મહેશભાઇ  રાજપુત રહે. મ.નં. એ/૬૦૫, શીવમ ડુપ્લેક્ષ,વાઘોડીયા રોડ,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૩/0૯/૨૦૨૫ ના રોજ ક.૨૦/૦૫ વાગ્યાથી  બપોરના ૨૧/૦૦ વાગ્યા દરમ્યાન લાલ કોર્ટ સામે આવેલ પાર્કીંગમાંથી ફરીયાદીશ્રીની એકટીવા હોન્ડા કંપનીની જેનો આર.ટી.ઓ રજી.નં.GJ.06.HR-4813 જેનો ચે.નં. ME4JF502JE7212270 તથા એં.ન. JF50E71212286   જે ગ્રે કલરની છે જેની કિ.રુ.૨૫,૦૦૦/- ની કોઇ ચોર ઇસમ ડુબ્લીકેટ ચાવી વડે લોક ખોલી કે તોડી ચોરી કરી લઇ  અગર તોડી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૯/૦૯/૨૦૨૫ ના ક.૨૦/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. કાનાભાઇ જબરાભાઇ રાવપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.