Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૩૦/૧૦/૨૦૨૬)

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૨૯/૧૦/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૫ કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૫ કિ.રૂ.૩૦૦૦/- તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૩૧૦, બિયર-૧૧૧ મળી કુલ કિ.રૂ.૮૭,૮૫૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૮ સહિત કુલ-૧૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     વિશ્વાસઘાતના કેસો

૧.     સાયબર ક્રાઇમ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. 11196040260063/2026,  ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ 54,61(2), 318(4), 319(2), 336(2), 336(3), 338, 340(2) તથા આઇ.ટી એક્ટ 66(D), 84(C) મુજબના ગુનાના કામના ફરિયાદી કેવલ હરીશભાઈ ઉમરિયા રહે- ઇ-૨૬૭,ક્રિષ્ના ગલી, ગોવર્ધન ટાઉન શીપ, ગુરુકુળ ચાર રસ્તા પાસે, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી(૧) ફરીયાદમા જણાવેલ સામાવાળાની બનાવટી એપ્લિકેશન બનાવનાર તથા વપરાશ કરનાર(૨) ફરીયાદમા જણાવેલ સામાવાળાના બેંક ખાતાના ધારક તથા વપરાશ કરનાર (૩) ફરિયાદમા જણાવેલ સામાવાળાના વોટ્સએપ ગ્રુપ એડમીન તથા વોટ્સએપ નંબરના ધારક તથા ઉપયોગ કરનાર (૪) ગુનાહીત કાવતરામા સાથે સંકલાયેલ તમામ ઇસમો તા.૨૦-૦૮-૨૦૨૬ થી આજ દિન સુધી મોજે.- વડોદરા શહેર આ કામના આરોપીઓએ એકબીજાની મદદગારીમા રહી પૂર્વ આયોજીત કાવતરૂ રચી ફરીયાદીને ફરીયાદમાં જણાવ્યા મુજબની લિન્ક મોકલી Sam-pro લખાણ ધરાવતી ખોટી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવડાવી તેમા ફરીયાદીના પિતાના નામનુ રજીસ્ટ્રેશન કરાવી સામાવાળાઓ દ્વારા ફરીયાદીને અલગ-અલગ વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને છેતરવા માટે Samco Securities Limited દ્વારા મંજુરી હોવાનો દર્શાવતો તેમજ કંપનીના ખોટા અને બનાવટી દસ્તાવેજો તેમજ સર્ટિફિકેટો મોકલી, ખોટી ઓળખ આપીને અનધિક્રુત દુરપયોગ કરી ફરીયાદીને વોટસઅપ મારફતે મોકલી આપી તેમજ ફરીયાદીએ રોકેલ રકમના ૨૦૦ ટકા જેટલું પ્રોફિટ આપવાનો વાયદો કરીને ઈનવેસ્ટમેન્ટના નામ પર છેતરપિંડીથી ઓનલાઇન જુદા જુદા એકાઉન્ટમાં ટુકડે ટુકડે કુલ્લે રૂ.૧૩,૬૩,૧૦૦/- ઈલેક્ટ્રોનિક માધ્યમથી ટ્રાન્સફર કરાવડાવી તેમજ અરજદારને વિશ્વાસમાં લેવા સારું અરજદારના બેન્ક એકાઉટમાં રૂ.૨૦,૧૦૦/- જેટલી રકમ પ્રોફિટ તરીકે જમા કરી બાકી નીકળતા રૂ.૧૩,૪૩,૦૦૦/- જેટલી રકમ અરજદારને આજ દિન સુધી પરત નહી કરી ફરીયાદી સાથે ઓનલાઈન માધ્યમ થી ઈન્વેસ્ટમેન્ટના બહાને આ સામાવાળાઓએ ખોટા સર્ટિફિકેટ/ દસ્તાવેજો મોકલી આપી, ખોટી ઓળખ આપીને વિશ્વાસઘાત તેમજ છેતરપિડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૯/૧૦/૨૦૨૬ ના ક. ૧૬/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈશ્રી ડી.એન.ચુડાસમા સાયબર ક્રાઇમ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.     મારામારીના કેસો

૧.      કારેલીબાગ પો.સ્ટે. “એ” પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૭૨૬૦૪૩૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા કલમ-૧૧૫(૨), ૧૧૭(૨), ૧૩૨, ૩૨૪(૩),(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી વુ.એ.એસ.આઈ. શર્મિલાબેન વા/ઓ ઈસ્માઈલભાઈ મુસાભાઈ પટેલ રહે.૧૦૪, નવગ્રહ એપાર્ટમેન્ટ, ગોયાગેટ પોલીસ ચોકીની પાછળ વાડી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અનીલભાઈ ઉર્ફે ડેની ભીખાભાઈ કવડે ઉ.વ.૪૫ રહે.વાસવાની કોલોની, મંગુ ભજીયા વાળાની સામે, વારસીયા વડોદરા શહેર તા.૨૯/૧૦/૨૦૨૬ ના સવારના આશરે પોણા દસેક થી દસ વાગ્યાના અરસામાં મોજે-કારેલીબાગ પોલીસ સ્ટેશનનાં પી.એસ.ઓ. રૂમમાં,વડોદરા શહેર આ કામના ફરીયાદી નાઓ પોતાની નોકરી ઉપર હાજર હતા તે દરમ્યાન આરોપી પોલીસ સ્ટેશન ખાતે આવી ઈન્વેરૂમનાં કમ્પ્યુટરની સ્ક્રીન (મોનીટર) તોડી અચાનક પી.એસ.ઓ રૂમમાં આવી ફરીયાદી ઉપર કમ્પ્યુટરની સ્ક્રીન (મોનીટર) મારી હુમલો કરી ફરીયાદીના જમણા હાથના કાંડાના ભાગે મારી ફેકચર કરી તેમજ ખંભાના ભાગે ઈજા કરેલ હોય તેમજ ઈન્વેરૂમનાં કમ્પ્યુટરની સ્ક્રીન(મોનીટર) તોડી આશરે રૂ.૨૦,૧૦૦/- જેટલુ નુકશાન કરી  ગુનો કર્યા વિ.બાબતે તા.૨૯/૧૦/૨૦૨૬ ના ક.૧૭/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી આઈ.જે.રાઉલજી સા કારેલીબાગ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      ગોત્રી પો.સ્ટે પાર્ટ-“એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૬૦૩૨૭ /૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ- ૧૧૯(૧), ૩૦૮(૫), ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩), ૫૪, તથા જી.પી.એક્ટ કલમ- ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી વિશેષ દિપકભાઈ ઠક્કર રહે.89 જલ્યાન બંગ્લોઝ વિરાજ કોમ્લેક્ષ પાછળ વાસણા જકાત નાકા ભાયલી વાસણા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી શ્રેય પટેલ તથા તેની સાથેના બે-ત્રણ માણસો રહે. ગોત્રી વડોદરા શહેર સપ્ટેમ્બર-૨૦૨૬ થી આજદિન સુધી મોજે. કોફીન કેફે વાસણા રોડ આરોપીઓએ ફરિયાદી પાસે ગણપતિના ફાળાના નામે ફરિયાદી પાસે પૈસા માંગતા પૈસા ન આપતા ફરિયાદી પાસે પૈસા કઢાવવા તમામે એકસંપ થઈ અને એકબીજાની મદદગારી કરી ફરિયાદીને ડંડા તથા ગડદાપાટુનો માર મારી બિભત્સ ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ તેમજ આરોપી શ્રેય પટેલે ફરિયાદી તથા સાહેદનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તે વિડીયો વાયરલ ન કરવા રૂપિયા 50 લાખની માંગણી કરતા તે પૈકી રૂપિયા 25000 રોકડા મેળવી તેમજ રૂપિયા 50 લાખ જેટલી મોટી રકમ ફરિયાદી પાસે ન હોય પૈસા આપવા અસમર્થતા દેખાડતા જો આટલા પૈસા નહિ આપે તો જાનથી મારી દેવાની અને ઘરમાથી નિકળી ના શકે તે રીતે બદનામ કરી દેવાની ધમકી આપી મે પો કમિ સાશ્રી નાઓના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા-૨૯/૧૦/૨૦૨૬ ના ક.૨૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી બી.વી.જાડેજા  ગોત્રી પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.