-: પ્રેસનોટ :-
(તા.૩૧/૦૧/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૩૦/૦૧/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી- ૨૮ કિ.રૂ.૫૬૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ – ૨૩૦ તથા બિયર નંગ-૦૮ મળી કુલ કિ.રૂ.૫૩,૭૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૦ સહીત કુલ-૧૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વિશ્વાસઘાતના કેસો
૧. મકરપુરા પો.સ્ટે.
મકરપુરા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૦૮૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૧૮(૪), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી કિર્તિભાઇ ધનજીભાઇ પંચાલ રહે-સી/૧૨, અશ્વિન પાર્ક સોસાયટી, સુસેન-તરસાલી રીંગ રોડ, તરસાલી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) દિપક મનહરાવ કાલે રહે.બી-૩૦૩, સંત કોમ્પ્લેક્ષ, આર.વી.દેસાઇ રોડ, સેન્ટર બેન્ક ઓફ ઇન્ડીયાની બાજુમાં, નવાપુરા, વડોદરા શહેર(૨) દિપ ભરતભાઇ પોપટ હાલ રહે.એ-૫૦, ઇન્દ્રવિલા સોસાયટી, પ્રથમ રીવેરાની સામે, અટલાદરા બિલ કેનાલ રોડ, વડોદરા શહેર (૩) તરૂણકુમાર મોરલીધરભાઇ રાઠી હાલ રહે-એમ-૯૦૨, પ્રથમ બ્યુએટ, ન્યુ અલ્કાપુરી, લક્ષ્મીપુરા રોડ, વડોદરા શહેર નાઓએ તા.૨૭/૦૫/૨૦૨૫ થી તા.૩૦/૦૫/૨૦૨૫ સુધી સી/૧૨, અશ્વિન પાર્ક સોસાયટી, સુસેન-તરસાલી રીંગ રોડ, તરસાલી, વડોદરા શહેર તથા ચોથો માળ, ઓપેલ સ્વેર, ન્યુ આમ્રપાલી કોમ્પ્લેક્ષ પહેલા, કારેલીબાગ, વડોદરા શહેર પ્રી.આઇ.પી.ઓ. (અનલીસ્ટેડ શેર) જેની કુલ કિં.રૂ.૨૪,૧૦,૦૦૦/ ની રકમ પ્રી.આઇ.પી.ઓ. (અનલીસ્ટેડ શેર) લેવા સારૂ વિશ્વાસ અને ભરોસો રાખીને આરોપીઓને રૂપિયા ચુકવી આપ્યા તેમ છતાં અમારા ડીમેન્ટ એકાઉન્ટમાં પ્રી.આઇ.પી.ઓ. (અનલીસ્ટેડ શેર) ટ્રાન્સફર થયેલ ન હોય જેથી આ અંગે ફરીયાદીશ્રીએ તપાસ કરતા તેઓને જાણવા મળેલ કે ફરીયાદીશ્રીએ પ્રથમ આ પ્રી.આઇ.પી.ઓ.(અનલીસ્ટેડ શેર) ખરીદવા સારૂ આરોપી -૧ નાઓનો સંપર્ક કરેલ જેથી તેઓએ તેમના ઓળખીતા શેર બ્રોકરનું કામકાજ કરતા આરોપી –ર નાઓને કામ આપેલ અને આ આરોપીનાએ તેના ઓળખીતા બીજા શેર બ્રોકર આરોપી નં-૩ આમ ત્રણેય આરોપીઓએ ભેગામળી એકબીજાની મદદગારી કરી તરૂણકુમાર રાઠીના કોટક બેન્ક અકાઉન્ટ નં.9247772312 માં ઓનલાઇન આર.ટી.જી.એસ.થી ટ્રાન્સફર કરેલ. પરંતુ ફરીયાદીશ્રીને ૧૧૦૦ પ્રી.આઇ.પી. ઓ. (અનલીસ્ટેડ શેર) મળેલ ન હતા કે ફરીયાદીશ્રીને આપેલ રૂપિયા પરત આપેલ ન હતા. જેથી ફરીયાદીશ્રીએ આપેલ રૂપિયા પરત માંગતા તેઓએ ફરીયાદીશ્રીને તરૂણકુમાર રાઠીના કોટક બેન્ક અકાઉન્ટ નં.9247772312 આઇ એફ સી આઇ કોડ કેબીકે 00029 ના ચેક નં૦૦૦૦૯૮ માં રૂ.૧૯,૦૦,૦૦૦/ તેમજ બીજા ચેક નં.000116 માં રૂ.પ૧૦૦૦૦/-ના બે ચેક તા.૦૧/૦૭/૨૦૨૫ ના રોજની મુદ્દતના ફરીયાદીશ્રીના કંપની શ્રીસાંઇ લક્ષ્મી એન્જીનીયરીંગના નામથી ચેકો આપેલ હતા અને આ ચેક તેઓના કહ્યા મુજબ ચેકમાં જણાવેલ તારીખે ફરીયાદીશ્રીએ બેંકમાં ભરેલ પરંતુ બંન્ને ચેક તેઓના અકાઉન્ટમાં અપુરતા બેલેન્સના કારણે બાઉન્સ થયેલ હતા. જેથી ફરીયાદીશ્રી સાથે પ્રી.આઇ.પી.ઓ.(અનલીસ્ટેડ) શેર માં રોકાણ કરવા પેટે રૂ.૨૪,૧૦,૦૦૦/-ની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૩૦/૦૧/૨૦૨૬ ના રોજ ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.પી.ડાભી મકરપુરા પોલીસ સ્ટેશન-વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. અ૫હરણના કેસો
૧. ફતેગંજ પો.સ્ટે.
ફતેહગંજ પો.સ્ટે “એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૬૦૦૪૪/૨૦૨૬ બી.એન.એસ કલમ-૧૩૭(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી નાઓની ફરિયાદ મુજબ ગઈ તા.૨૦/૦૧/૨૦૨૬ના ક.૦૩/૦૦ વાગ્યા થી કલાક.૦૫/૦૦ વાગ્યા દરમ્યાન ફરીયાદીની સગીર વયની દીકરી ઉ.વ.૧૬ નાઓને કોઇ અજાણ્યો ઇસમ લાલચ આપી ફોસલાવી ફરીયાદીશ્રીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૩૦/૦૧/૨૦૨૬ ના ક.૨૧/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.બી બારૈયા ફતેગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. મોબાઇલ ચોરીના કેસો
૧. કુંભારવાડા પો.સ્ટે.
કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૪૨૨૬૦૦૩૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી જીજ્ઞય જગદીપ અધ્યારૂ રહે-બી-૩૧,સત્તર તાલુકા સોસાયટી કલાવતી હોસ્પીટલ સામે હરણી વારસીયા રિંગ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૪/૦૧/૨૦૨૬ ના ક.૦૨/૩૦ થી ૦૩/૩૦ વાગ્યાની આસપાસ વિજયનગર ચાર રસ્તા પાસે M SONS નામની દુકાનની સામે રોડ ઉપર તેમના મિત્ર કેવિન હરીશપુરી ગોસ્વામી નાઓને લઇને ટ્રાફીક હોવાને કારણે ફરીયાદી થોડી વાર ઉભા રહેલ તે વખતે ફરીયાદીનો google pixel 9 મોબાઇલ જે ફોનનો IMEI નં. (૧) 354965918678828 તથા IMEI નં. (2) 354965918678836 જેની આશરે કિ.રૂ.૫૫,૦૦૦/- તે મોબાઇલ ફોન ક્યાક પડી ગયેલ છે અથવા કોઈ ચોર ઈસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૩૦/૦૧/૨૦૨૬ ના ક.૨૦/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો અલ્કેશભાઇ લાલસિંગભાઇ કુંભારવાડા પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહન ચોરીના કેસો
૧. સીટી પો.સ્ટે.
સીટી પો.સ્ટે. પાર્ટ-એ ૧૧૧૯૬૦૦૬૨૬૦૦૨૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી વૃશાંત શૈલેશભાઇ પટણી રહે.એ.૦૮ ઈંદ્રપુરી સોસાયટી,સંગમ ચાર રસ્તા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.30/૦૧/૨૦૨૬ ના ક.૦૯/૪૫ થી ક.૧૧/૩૦ વાગ્યે મોજે-ડાયમંડ ઓટોપાર્ટસ ,ફતેપુરા ચાર રસ્તા નામની દુકાનની બહાર ફરી.શ્રી ઇ.એફ.આઇ.આર નં- 20260130080273 કરેલ હોય જેથી ફરીશ્રીની રોયલ એનફિલ્ડ કંપનીની બુલેટ બાઇક જેનો રજી નં.GJ-06-ND-3256 ની સને ૨૦૨૦ ના મોડલની લાલ કલરની જેનો જેનો ચે.નં.ME3U3SSF2LM017865 તથા એ.નં. U355FILM432600 નો છે. જેમાં આશરે એક લીટર જેટલું પેટ્રોલ હતુ, જેની કિ.રૂ.૯૫,૦૦૦/- જે કોઇ ચોર ડુપ્લીકેટ ચાવી વડે તાળુ તોડી અગર કોઇ સાધન વડે તાળુ તોડી ચોરી કરી લઈ ગુનો કર્યો વિ.બાબતે તા.30/૦૧/૨૦૨૬ ના ક.૨૦/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી. એસ..બી.પટેલ સીટી પો.સ્ટે નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.