-: પ્રેસનોટ :-
(તા.૩૧/૦૩/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબીશનના કેસો
તા.૩૦/૦૩/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૨ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૧૨ કિ.રૂ.૨૪૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂના કવાટરીયા અને બોટલ નંગ- -૧૬૮૫૧ મળી કુલ કિ.રૂ.૪૩,૯૮,૧૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૬ સહીત કુલ-૨૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માતના કેસો:-
૧. ગોરવા પો.સ્ટે “એ”પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૧૪૫/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫ (બી) તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સહેબાઝ સલીમભાઇ કુરેશી રહે.મકાન નં-એ એક આલ્ફા ડુપ્લેક્ષ ગોરખનાથ મંદિર બાજુમા ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક હિરો સ્પેન્ડર પ્લસ મો.સા.નં-GJ-06-QR-0744 ના ચાલકે તા.૩૦/૦૩/૨૦૨૬ ના ક-૦૫/૩૦ વાગે મોજે- ગોરવા બાપુનગર નાકા પાસે મેઇન રોડ ઉપર ગોરખનાથ મંદિરની સામે ગોરવા ફરીયાદીના પપ્પા સલીમભાઇ કરીમભાઇ કુરેશી ઉ.વ-૫૬ નાઓને આ કામના મો.સા ચાલકે તેની મો.સા. બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી અથાડી એક્સીડંટ કરી મોઢાના આગળાના તથા માથાના ભાગે ગભીર ઇજા પહોચાડી સ્થળ પરથી નાસી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૩૦/૦૩/૨૦૨૬ ના ક.૧૫ /૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી એચ.આર.મુજાવર ગોરવા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. સયાજીગંજ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૦૨૬૦૨૦૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ કલમ ૨૮૧,૧૨૫(એ) તથા એમ.વી એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી કિશનભાઈ બુધાભાઈ માળી રહે. મ.નં.૧૦૦, માળી મહોલ્લો, મુંજ મહુડા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક મો.સા નં.GJ-06-QJ-1807 ના ચાલકે તા.૨૯/૦૩/૨૦૨૬ ના રાત્રીના ક.૨૦/૩૦ વાગ્યાની આસપાસ મોજે પંડયા બ્રિજથી સેન્ટ્રલ બસ સ્ટેશન તરફ જવાના રસ્તે આરોપીનાએ તેની મો.સા. પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પોતાની મો.સા. રોડ પર પોતાની જાતે સ્લીપ કરાવી પોતાના માથાના આગળના ભાગે ઈજા પહોંચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૩૦/૦૩/૨૦૨૬ ના ક.૦૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો ખેંગારજી અરજણજી સયાજીગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. અન્ય ગુનાના કેસો:-
૧. અકોટા પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૧૨૬૦૧૨૩/૨૦૨૬ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૬૨ મુજબના ગુનાના કામના ફરિયાદી કિન્નેશ કુંજનપ્રસાદ પાઠક હથીયારી પોલીસ ઇન્સ્પેકટર (ઇ.મદદનીશ પોલીસ કમીશ્નર) પોલીસ હેડ ક્વાટર પ્રતાપનગર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અજય ઉર્ફે આકાશ દિનેશભાઇ રોકડે રહે.રણજીતનગર પરશુરામનો ભઠ્ઠો સયાજીગંજ વડોદરા શહેર નાઓએ તા.૩૦/૦૩/૨૦૨૬ ના ક.૧૮/૧૫ વાગ્યા પહેલા કોઇ પણ સમયે મોજે- દિવાળીપુરા કોર્ટ વડોદરાથી સયાજીગંજ પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૦૨૬૦૦૯૦૫/૨૦૨૦ પોકસો કેસ નં.૧૪૪/૨૦૨૦ ગુનાના આરોપી અજય ઉર્ફે આકાશ દિનેશભાઇ રોકડે રહે.રણજીતનગર પરશુરામનો ભઠ્ઠો સયાજીગંજ વડોદરા શહેર નાઓને જાપ્તા ઇન્ચાર્જ પો.સ.ઇ એન.એ.પાટીલ નાઓએ મે.સી.એન.પવાર સાહેબની કોર્ટમા રજુ કરેલ હતા અને ત્યારબાદ કોર્ટની કાર્યવાહી ચાલુ હોય જેથી આરોપીને બાથરૂમ લાગતા જાપ્તા ઇંચાર્જ પો.સ.ઇશ્રી એન.એ.પાટીલનાઓ તેને બાથરૂમ જવા માટે લઈ ગયેલ હતા અને બાથરૂમ કરાવી કોર્ટમા પરત જતા હતા ત્યારે રૂમ નં.બી/૧૫ ની બહારથી તેઓની નજર ચુકવી આરોપી જાપ્તામાંથી નાસી જઇ ગુનો કરેલ હોય વિ.બાબતે તા.૩૦/૦૩/૨૦૨૬ ના ક-૨૦/૨૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ વુ.પો.સ.ઈશ્રી પી.જી.રાવત અકોટા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. અ૫હરણના કેસો:-
૧. પાણીગેટ પો સ્ટે પાર્ટ-એ -ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૬૦૧૬૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૧૩૭(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી નાઓની ફરિયાદ મુજબ તા.૨૯/૦૩/૨૦૨૬ ના ક.૧૮/૦૦ ના સુમારે ફરીશ્રીના ઘર પાસેથી કોઇ અજાણ્યો ઈસમ ફરીશ્રીની સગીર વયની દીકરી ઉ.વ.૧૨ વર્ષ ૦૫ માસ નાનીને ફરીશ્રીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૩૦/૦૩/૨૦૨૬ ના ક.૨૦/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈશ્રી એ.બી.પટેલ પાણીગેટ પો.સ્ટે, વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. ખૂનની કોશિષના કેસો:-
૧. છાણી પો.સ્ટે પાર્ટ-”એ ”ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૫૨૬૦૧૩૦/૨૦૨૬ ભારતીય નાન્ય સહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૯, ૧૮૯(૨), ૧૯૧(૨),૧૯૧(૩), ૧૯૦,૧૨૫(એ), ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩),૩૨૪(૪) તથા જી.પી એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી કરણસિંહ પ્રકાશભાઇ જાદવ રહે મોટુ ફળીયુ પદમલા ગામ તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) રાકેશ ઉર્ફે પોપુ રામાભાઇ પરમાર (૨) વિક્રમ ગોહીલ (૩)બળવંત પરમાર (૪)કરણ કાંતીભાઇ પરમાર (૫) સંજય મેલાભાઇ પરમાર (૬) મેહુલ વિનોદભાઇ પરમાર(૭)મીતેશ રવજીભાઇ (૮) રાજવીર ઉર્ફે રાજુ પરમાર તમામ રહે પદમલા અલ્કાપુરી ફળીયુ(૯)પ્રવિણ દિનેશભાઇ પઢીયાર(૧૦)હાર્દીક પરમાર (૧૧) પિયુશ ચાવડા (૧૨) હિતેશ જગદીશભાઇ પઢીયાર તમામ રહે.પદમલા ગામ માઢવાળુ ફળીયુ (૧૩) પીયુશના સગા અલ્પેશભાઇ ચૌહાણ રહે બાજવા(૧૪) જયદીપ કિરીટભાઇ પરમાર રહે.પદમલા હરીનગર સોસાયટી (૧૫) કમો માંજરો રહે પદમલા ગામ ગાજણીયા વાળુ ફળીયુ તથા જેના નામ સરનામા ખબર નથી તેવા આઠથી દસ ઇસમો નાઓએ તા.૩૦/૦૩/૨૦૨૬ ના કલાક-૨૨/૦૦ થી ૨૩/૩૦ દરમ્યાન મોજે.પદમલા ગામના મુખ્ય ગેટ તથા ગોપી હોટલ તથા પદમલા ગામ ડેરીવાળુ તથા મોટુ ફળીયુ તથા માઢવાળા ફળીયાના નાકે સાહેદ પ્રુથ્વી જાદવ તથા આરોપી નં(૧) નાઓને બોલાચાલી ઝઘડો થયેલ જેની અદાવત રાખી આરોપી નં.(૧) તથા નં(૮) તથા નં(૧૧) તથા (૧૫) તથા નં(૨) નાઓ પોતાનો સામાન્ય ઇરાદો પારપાડવા ગેરકાયદેસર મંડળી બનાવી ફરીયાદીના ભાઇ સાહેદ પ્રદીપને માર મારવા શોધી રહેલ હતા જેની જાણ ફરીશ્રીને થતા ક.૨૨/૩૦ વાગ્યાના સુમારે પદમલા ગોપી હોટલે પુછવા ગયેલ અને આરોપી નં(૮) નો મળી આવતા તેની સાથે વાત ચીતકરી રહેલ તે દરમ્યાન આરોપી નં (૧) નાએ જાનથી મારી નાખવાના ઇરાદાથી તેના હાથની લોખંડની પાઇપનો એક ફટકો માથામા પાછળના ભાગે મારતા ચામડી ચીરાઇ લોહી નીકળવા લાગેલ અને ફરીયાદી નીચે પડી જતા આરોપી નં (૧),(૮),(૧૧),(૧૫) નાઓએ તેઓના હાથની લોખડની પાઇપ તથા લાકડી વડે આડેધડ માર મારતા ફરીને ડાબા હાથના કાંડા નજીક તથા ડાબા પગે સાથળના ભાગે ઇજા કરી તેમજ ફરીનો આઇફોન-૧૨ મોબાઇલને તોડી નાખી રૂ.૨૧,૦૦૦/-નુ નુકશાન કરેલ તેમજ ફરીશ્રી તથા સાહેદોને ગાળો બોલી“આજે તો આ લોકોને જીવતા છોડવાના નથી આજે તો બતાવી દઇએ કે અમારુ નામ લેવામા મઝા નથી અને આજે એકેયને જીવતો જવા દેવાનો નથી” તેમ જાનથી મારી નાખવાની ધમકી આપી ઇટ તથા આર.સી.સી.પેવર બ્લોકના ટુકડા છુટા મારતા સાદેદ રોહીત ચીમનભાઇ જાદવ નાઓને એક ટુકડો કપાળમા વગાડી ચામડી ચીરી લોહી કાઢી મે.પોલીસ કમિશ્નર સા.શ્રી વડોદરા શહેર નાઓના જાહેરનામાનો ભંગ કરી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૩૧/૦૩/૨૦૨૬ ના ક.૦૭/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી. આર.એલ. પ્રજાપતિ છાણી પોસ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. છાણી પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૫૨૬૦૧૩૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૯,૧૮૯(૨), ૧૯૧(૨),૧૯૧(૩),૧૯૦,૧૨૫(એ),૧૧૮(૧),૧૧૫(૨),૩૫૨,૩૫૧(૩) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી રાકેશભાઇ ઉર્ફે પોપુ સ/ઓ રામાભાઇ પરમાર રહે.અલ્કાપુરી ફળીયુ, પદમલાગામ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) પૃથ્વી ટેણુભાઇ જાદવ (૨) યોગેશ જાદવ (૩) કરણ પ્રકાશભાઇ જાદવ (૪) પ્રદિપ પ્રકાશભાઇ જાદવ તમામ રહે. પદમલા ગામ મોટુ ફળીયુ, (૫)ચિંતન ગોસ્વામી(૬) રોહીતભાઇ ચીમનભાઇ જાદવ (૭) અનીલ કનુભાઇ જાદવ (૮) સંદીપ નટવર જાદવ (૯) કિરીટ કાંતીભાઇ જાદવ (૧૦) વિષ્ણુભાઇ જયંતીભાઇ જાદવ (૧૧) સુરેશ રામાભાઇ જાદવ, (૧૨) રાજેશ ચંદ્રસિંહ જાદવ તમામ રહે.મોટુ ફળીયુ પદમલા ગામ વડોદરા તથા બીજા ૮ થી ૧૦ જેમના નામ જણાવેલ નથી રહે. પદમલા વડોદરા નાઓએ તા.૩૦/૦૩/૨૦૨૬ ના રાતના ૨૨/૦૦ થી ૨૩/૩૦ વાગ્યા દરમ્યાન મોજે-પદમલા ગામના મુખ્ય ગેટ પાસે તથા ગોપી હોટલ તથા પદમલા ગામની પંચાયત પાસે માંઢવાળુ તથા અલ્કાપુરી ફળીયાના નાકે ફરીયાદી પદમલા ગામના મુખ્ય ગેટ પાસેથી પસાર થતા હતા ત્યારે આરોપી નાઓએ રોકી “તે દિવસે શું હતુ ? ” તેમ કહી બોલાચાલી કરી ગાળા ગાળી કરી પકડી રાખતા આરોપી (૧) નાએ તેના હાથમાનુ કડુ મારી ડાબા કાનથી ઉપર માથાના ભાગે ઇજા કરી ચામડી ચીરી લોહી કાઢી તથા પદમલા ગામ ગોપી હોટલ મુકામે આરોપી (૩)નાએ સાહેદ રાજવીર રમેશભાઇ પરમારને “ કેમ તમો મારા ભાઇ પ્રદિપને માર મારવા પાછળ પડેલ હતા” તેમ કહી ઝઘડો કરી ગાળો બોલી જાનથી મારી નાખવાના ઇરાદાથી તેના હાથમાની લોખંડની પાઇપનો એક ફટકો મારી માથામાં વચ્ચેના ભાગે ઇજા કરી ચામડી ચીરી લોહી કાઢી તેમજ ક.૨૩/૩૦ વાગે પદમલા ગામની પંચાયત પાસે માંઢવાળુ તથા અલ્કાપુરી ફળીયાના નાકે તમામ આરોપી ઓએ પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા ગેર કાયદેશર મંડળી બનાવી ફરીયાદી સાહેદ સાથે ઝગડો કરી ગાળો આપી “ બહુ ચકી ગયા છે. આજે તો પુરુ જ કરી નાખવુ છે. એકને પણ જીવતા નથી મુકવાના” તેમ કહી જાનથી મારી નાખાવાના ઇરાદાથી ઇટો તથા આર.સી.સી બ્લોકના છુટા ટુકડા મારી પોલીસ કમિશ્નર સા.શ્રી વડોદરા શહેર નાઓના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા-૩૧/૦૩/૨૦૨૬ ના ક-૦૭/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી. આર.એલ. પ્રજાપતિ છાણી પોસ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.