Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૩૧/૦૭/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૩૦/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૩૬ કિં.રૂ.૭૨૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૦૫, ઇ.કવા-૧૧ મળી કુલ્લે કિં.રૂ.૨૬૨૦/-નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૭ સહિત કુલ-૧૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     ઘરફોડ ચોરીના કેસો

૧.         બાપોદ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૬૦૩૭૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી અજયભાઈ હરેશભાઈ નાઈ ઉ.વ.૩૭ ધંધો. વેપાર રહે. મ.નં.૧૫ દ્વારકેશકુંજ સોસાયટી પર્ણશીલ સોસાયટી સામે વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણ્યા ચોર ઇસમો તા.૨૮/૦૭/૨૦૨૬ ના કલાક ૧૯/૦૦ વાગ્યાથી તા.૨૯/૦૭/૨૦૨૬ ના ક.૦૭/૦૦ દરમ્યાન મોજે.મ.નં.૧૫ દ્વારકેશકુંજ સોસાયટી પર્ણશીલ સોસાયટી સામે વાઘોડીયા રોડ વડોદરા શહેર કોઇ અજાણ્યો ચોર ઇસમ ફરીયાદીના મકાનના લોખંડ ની જાળીનો નકુચો કોઈ સાધન વડે કાપી કે તોડી મારા ઘરમાં પ્રવેશ કરી લોખંડ ની તિજોરીમાં મુકેલ સોનાના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ્લે રૂપિયા ૬,૩૧,૦૩૫/- મત્તાની ચોરી કરી લઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૩૦/૦૭/૨૦૨૬ ના કલાક ૧૮/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈન્સ શ્રી. ડી.ડી.લાડુમોર બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     મારામારીના કેસો

૧.      પાણીગેટ પો.સ્ટે. પાર્ટ-એ- ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૬૦૪૧૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની  કલમ ૧૧૫(૨), ૧૧૭(૨), ૨૯૬(બી), ૩૫૧(૩), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી મિત પરેશભાઇ રાજપુત ઉમર.૨૧ ધંધો.અભ્યાસ રહે.મ.નં.૨૪ જય જલારામ સોસાયટી મરૂતીધામ ડુપ્લેક્ષ સામે ડભોઇ દશાલાડ ભવનની પાછળ આજવા રોડ મુળ રહે-રાણાવાસ પાણીગેટ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી યશ તથા તેના બે મિત્રો જેના પુરા નામ સરનામાની ખબર નથી તે ગઇ તા.૨૯/૦૭/૨૦૨૬ ના રાત્રીના સાડા અગીયારેક વાગ્યાની આસપાસ સોંદર્ય બ્યુટીકેરની સામે મહંમદ તળાવ વુડાના મકાનની બહારના ભાગે ફરી.ના મિત્ર ધ્રુવ શાહ અને શિવરાજ ના સમાધાન બાબતે ફરી.શ્રી ધ્રુવ શાહના ઘર પાસે ગયેલ હોય તે વખતે યશ તથા તેના બે મિત્રો જેના નામ સરનામાની ખબર નથી તેઓએ ફરી.શ્રીને ત્યા બોલાવી યશે ફરી.ની ફેટ પકડી બિભત્સ ગંદી ગાળો બોલી ઝપાઝપી કરી નિચે પાડી દઈ તેના બે મિત્રો સાથે મળી ગડદા પાટુનો માર મારી યશે ફરી.શ્રીને માથાના પાછળના ભાગે તથા જમણી બાજુ લાકડાનો ફટકો મારી ઇજા પહોચાડી તેના મિત્રએ નાક પર મુક્કો મારી ફેક્ચર કરી બિજા મિત્રએ ડાબી આંખ પર મુક્કો મારી ઇજા કરી ત્રણેય ફરી.શ્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી મ.પો.કમિ.સા.શ્રીના હથીયારબંદી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૩૦/૦૭/૨૦૨૬ ના ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી ડી.આર.પટેલ પાણીગેટ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.     વાહન ચોરીના કેસો

૧.      કારેલીબાગ પો.સ્‍ટે. પાર્ટ “એ” ગુ.ર.નં.-૧૧૧૯૬૦૨૭૨૬૦૩૧૪/૨૦૨૬ બી.એન.એસ. કલમ- ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી અનીલભાઈ મણીલાલ બારીયા ઉ.વ.૩૦ ધંધો-નોકરી હાલ રહે.-સન એંકલેવ,જલારામ મંદિર રોડ કારેલીબાગ વડોદરા શહેર મુળ રહે-પુછપુરા તા.તિલકવાડા જી.નર્મદા નાઓની ફરિયાદ મુજબ હીરો કંપનીની એક સ્પ્લેન્ડર પ્લસ બ્લેક કલરની મો.સા.જેનો રજી. નં. GJ-22-AA-4819 ની સને ૨૦૨૫ ના મોડલની જેનો ચેસીસ નં. MBLHAW47XS5G09213 તથા એન્જીન નં. HA11F6S5G06468નો છે જેમાં આશરે ૦૫ લીટર જેટલુ પેટ્રોલ હતુ જેની આશરે કિંમત રૂ.૫૦,૦૦૦/- ગણી શકાય, જે ગઈ ગઈ તા.૨૬/૦૭/૨૦૨૬ ના રાત્રીના ક.૨૧/૦૦ વાગ્યાથી તા.૨૭/૦૭/૨૦૨૬ના સવારના ક.૦૭/૦૦ વાગ્યા દરમ્યાન મોજે,જલારામ મંદિર રોડ સન એંકલેવની દિવાલ પાસે લોક મારી મુકેલ હતી તે કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ. બાબતે તા.૩૦/૦૭/૨૦૨૬ ક.૧૯/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. મનુભાઇ પુંજાભાઇ કારેલીબાગ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.