Loading...
Welcome to Police Department
Search
-: પ્રેસનોટ :-

(તા.૩૧/૦૮/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૩૦/૦૮/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૩ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૪૯ કિ.રૂ.૯૮૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૭૨૪, કવાટરીયા નંગ-૦૭, બિયર નંગ-૦૬, મોબાઇ ફોન-૦૧, ફોર વ્હીલ-૦૧,  મળી કુલ કિ.રૂ.૩૩૪૨૦૫/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૦૬ સહિત-૧૩ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨. અન્ય  કેસો

૧.  હરણી પોલીસ સ્ટેશન

હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૩૪૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૨૧,૨૯૬(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી સત પો.સ.ઇશ્રી એન.એમ.પ્રિયદર્શી હરણી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી દર્શન સંજયભાઇ ચૌહાણ રહે મ નં 32 સ્વાદ ક્વાટર્સ ન્યુ વી આઇ પી રોડ કારેલીબાગ વડોદરા શહેર નાઓએ તા.૩૦/૦૮/૨૦૨૫ ના આશરે ક.૧૮/૧૫ વાગે મોજે:-એરપોર્ટ સર્કલ રજવાડી સ્ટોલની સામે આરોપીનાઓ  બિહારના રાજ્યપાલશ્રી નાઓનો વીવીઆઇપી બંદોબસ્ત દરમ્યાન પોતાની મો.સા જેનો રજી નં.જીજે 07 સીએસ 9295 ની જાહેર રસ્તા ઉપર નો પાર્કિંગમા પાર્ક કરી તેની મોટર સાયકલ ની ડિટેઇનની કાર્યવાહી કરતા હતા ત્યારે તે ડિટેઇનની કાર્યવાહી નહિ કરવા જાહેરમાં ફરીયાદીશ્રી સાથે બોલાચાલી તકરાર કરી ગંદીગાળો આપવા લાગેલ તથા સરકારી કામકાજમા રૂકાવટ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૩૦/૦૮/૨૦૨૫ ના ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.અમિતકુમાર વાલસિંગભાઇ હરણી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.મારા મારીના  કેસો

૧.  નંદેસરી પોલીસ સ્ટેશન

નંદેસરી પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૯૨૫૦૩૯૧/૨૦૨૫  ભારતીય ન્યાય સંહીતા -૨૦૨૩ ની કલમ-૧૧૮(૧),૧૨૫(ક),૧૧૫(૨), ૨૯૬, ૩૫૧(૩), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનાના કામના ફરિયાદી ચતુરભાઈ કિશોરભાઈ ડાભી રહે–સાંકરદા ગામ વણકરવાસ નાઓની ફરિયાદ મુજબ આરોપી જયેશભાઈ ઉર્ફે ગુલ્યો રોહીત તથા તેઓના બે દીકરા રહે-રોહીતવાસ સાંકરદા ગામ તા.જી.વડોદરા નાઓએ તા-૩૦/૦૮/૨૦૨૫ ના બપોરના ક-૧૪/૦૦ વાગ્યા દરમ્યાન વણકરવાસ સાંકરદાગામ તા.જી.વડોદરા ફરીયાદીના ઘરે ફરીયાદીના ઘરે આરોપીનાઓ આવી ફરીયાદીના દીકરા જગદીશની મજાક ઉડાવવાની વાતને લઇને ફરી-તથા ફરીયાદીના પત્નિ રમીલાબેન તથા દિકરા જગદિશભાઇને ગંદી ગાળો આપી ગડદાપાટુનો માર મારી ફરીયાદીના ઘરની બહારથી ઇંટોના બે ટુકડા લઇ આવી છુટા હાથે મારતા ફરીયાદીને નાકના ભાગે તથા ફરીયાદીના પત્નીને માથાના ભાગે વગાડી દઇ ઇજ્જા પહોંચાડી જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી જઈ એકબીજાની મદદગારી કરી ગુન્હો કર્યા વિ. બાબતે તા.૩૦/૦૮/૨૦૨૫ ના ક.૧૮/૫૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ એસ.આઇ.ચેતનસિંહ દશરથજી નંદેસરી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.