Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૩૧/૦૮/૨૦૨૬)

 

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૩૦/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૬૯ કિં.રૂ.૧૩,૮૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૩ તથા કવાટરીયા નંગ-૧૬ મળી કુલ કિ.રૂ.૧૮,૫૮૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૩ સહિત કુલ-૦૬ ઇસમને અટક કરવામાં આવેલ છે.

૨.     ઘરફોડ ચોરીના કેસો

૧.         બાપોદ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૬૦૪૨૫/૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ નીકલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી લલીતાબેન વા/ઓ દેવજીભાઈ પરમાર રહે.મ.નં.૨૧૫/૨૧૬ ચામુંડાનગર-૨ સાંઈશ્રધ્ધા સોસાયટીની બાજુમા આજવારોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૬/૦૮/૨૦૨૬ ના ક.૧૨/૦૦ વાગ્યાથી તા.૨૮/૦૮/૨૦૨૬ ના ક.૧૦/૦૦ દરમ્યાન મોજે-મ.નં.૨૧૫/૨૧૬ ચામુંડાનગર-૨ સાંઈશ્રધ્ધા સોસાયટીની બાજુમા આજવારોડ કોઇ અજાણ્યો ચોર ઇસમ ફરીયાદીના મકાનના લોખંડની જાળીના દરવાજાનો નકુચો કોઈ સાધન વડે કાપી કે તોડી ફરીયાદીના ઘરમાં પ્રવેશ કરી લોખંડની તિજોરીમાં મુકેલ સોનાના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ્લે રૂ.૧,૯૮,૦૦૦/- મત્તાની ચોરી કરી લઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૩૦/૦૮/૨૦૨૬ ના ક. ૧૬/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી આર.બી.પટેલ બાપોદ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     મારામારીના કેસો

૧.      માંજલપુર પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૪૨૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ ૧૧૫(૨)‌, ૨૯૬(બી), ૩૫૧(૨), જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના ફરિયાદી પાર્થકુમાર ઠાકોરભાઇ સોલંકી રહે,મ.નં.૨૦૧, માંજલપુર ગામ, ઉંડા ફળીયુ, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી જયેશ ઉર્ફે જેકસન સોલંકી રહે,વડવાળુ ફળીયુ, માંજલપુર ગામ, વડોદરા શહેર નાઓએ તા.૨૮/૦૮/૨૦૨૬ ના ક.૨૧/૩૦ વાગ્યે આસપાસ મોજે;- માંજલપુર ગામ ખાતે જીવામામાના મંદીર પાસે, રોડ ઉપર ફરીયાદીનાઓ માંજલપુર મોનાલિસા પાસે આવેલ નાગનાગેશ્વર મંદીર પાસે તેમના મિત્ર કમલેશભાઇ ઠાકોરભાઇ સોલંકી રહે- માંજલપુર ગામ, ઉંડા ફળીયુ, માંજલપુર નાઓ સાથે બેસીને વાતચીત કરતા હતા તે દરમ્યાન આરોપી નાઓ ત્યાં આવેલ અને દોઢેક વર્ષ અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી ફરીયાદી સાથે બોલાચાલી કરવા લાગેલ તથા માંજલપુર ગામ જીવામામા મંદીર પાસે રોડ ઉપર ફરીયાદી ઉભા હતા ત્યારે ફરીયાદી સાથે ગાળાગાળી કરી ધમકી આપી અને ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મારેલ અને ઝપાઝપીમાં આરોપીએ હાથમાં પહેરેલ કડુ ફરીયાદીને આંખના ભાગે વાગી જતા સામાન્ય ઇજા પહોચાડી ગુનો કર્યા વિ. બાબતે તા.૩૦/૦૮/૨૦૨૬ ના ક.૧૬/૪૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ ધર્મેશભાઇ લખમણભાઇ માંજલપુર પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.     ચોરીના કેસો

૧.      ગોરવા પો.સ્ટે એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૩૯૬/૨૦૨૬ બી.એન.એસ. કલમ.–૩૦૫(એ) મુજબના ગુનાના કામના ફરિયાદી મીરાબેન રામઆસરે સીંગ રહે. ૩૭/૪૪૮ શીવમ ફ્લેટ આઇ.ટી.આઇ.ચાર રસ્તા પાસે ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી શ્રેયા ડો/ઓ છોટેલાલ તાલુદાર સીંગ રહે. મ.નં એ/૬૭ સૌરભપાર્ક સોસાયટી સમતા ફ્લેટની પાસે લક્ષ્મીપુરા વડોદરા શહેર નાઓએ તા તા.૧૬/૦૬/૨૦૨૬ થી તા.૨૬/૦૮/૨૦૨૬ દરમ્યાન કોઇ પણ સમયે મોજે- ૩૭/૪૪૮ શીવમ ફ્લેટ આઇ.ટી.આઇ.ચાર રસ્તા પાસે ગોરવા આરોપીનાઓ નાઓ કે જેઓ ફરિના પતીના ભાઇની દિકરી થતી હોઇ જે ફરિના ઘરે રહેતી હતી જેઓને દીકરીની જેમ રાખેલ હતી તે ફરિયાદીના મકાનના કબાટની તીજોરીમા કાળા કલરના પાકીટમા મુકેલ સોના ચાંદીના દાગીના આશરે ૧૦૧ ગ્રામ વજનના જેની કિ.રૂ આશરે ૫,૦૦,૦૦૦/- તેમજ ચાંદીની પાયલ કે જે ૨૦ ગ્રામ વજનની જેની કી.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૫,૧૫,૦૦૦/- ના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૩૦/૦૮/૨૦૨૬ ના ક.૨૩/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇ. શ્રી કે.એન.લાઠીયા ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.     વાહન અકસ્માત/ ફેટલના કેસો

૧.         માંજલપુર પોલીસ સ્ટેશન પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૪૨૮ /૨૦૨૬ બી.એન.એસ.કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૧૦૬ તથા એમ.વી.એકટ કલમ.૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરીયાદી નિર્મલભાઇ હરીશભાઇ સોની ઉ.વ.૨૭ ધંધો.નોકરી રહે.મ.નં.ઇ/૪, નંદીગ્રામ સોસાયટી, વડસર રોડ, મકરપુરા જી.આઇ.ડી.સી, માંજલપુર, વડોદરા શહેર  નાઓની ફરિયાદ મુજબ આરોપી ઇકો જેનો રજી.નં.GJ-06-TE-9315 ના ચાલક જેનુ નામ હિતેંદ્રસિંહ વિજયસિંહ પરમાર રહે- મ.નં.૧૧ તુળજાનગર-૦૧, કોતરતલાવડી, અલવાનાકા, માંજલપુર, વડોદરા શહેર તા.૩૧/૦૮/૨૦૨૬ ના સવારના કલાક.૦૮/૧૫ વાગ્યાની આસપાસ મોજે;-  મ.નં.ઇ/૪, નંદીગ્રામ સોસાયટી, વડસર રોડ, મકરપુરા જી.આઇ.ડી.સી, માંજલપુર, વડોદરા શહેર આ કામના  ઇકો જેનો રજી.નં.GJ-06-TE-9315 ના ચાલક જેનુ નામ હિતેંદ્રસિંહ વિજયસિંહ પરમાર રહે- મ.નં.૧૧ તુળજાનગર-૦૧, કોતરતલાવડી, અલવાનાકા, માંજલપુર, વડોદરા શહેરનાઓએ તા.૩૧/૦૮/૨૦૨૬ ના સવારના ક.૦૮/૧૫ વાગ્યાની આસપાસ ફરીયાદીના પિતા જ્યારે તેમના ઘરનો મેઇન ગેટ બંધ કરતા હતા તે વખતે સદરી ઇસમે પોતાની ઇકોકાર કોતર તલાવડી તરફથી વડસર રોડ તરફ પુરઝડપે અને બેદરકારી રીતે હકાંરી લાવી ફરીયાદીના પિતા હરીશભાઇ નિંબાજીભાઇ સોની ઉ.વ.૬૨ વર્ષ નાઓ અકસ્માત કરતા ફરીયાદીના પિતાને સારવાર અર્થે સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ લાવતા સારવાર દરમ્યાન ફરજ પરના ડો.શ્રીએ કલાક.૧૦/૫૫ વાગે મરણ જાહેર કરેલ વિગેરે બાબતે તા.૩૧/૦૮/૨૦૨૬ ના કલાક ૧૩/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ  એ.એસ.આઇ ધર્મેશભાઇ લખમણભાઇ માંજલપુર પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.     વિશ્વાસઘાતના કેસો

૧.      ફતેહગંજ પો.સ્ટે. “એ” પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૬૦૧૨૨૬૦૩૪૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૩૧૬,૩૧૮(૩),૫૪ મુજબના ગુનાના કામના ફરીયાદી બાલક્રુષ્ણ મહેંદ્રકુમાર પંચાલ ઉ.વ.૫૨ ધંધો.નોકરી રહે.ટીએફ-૬ જગદીશ એવેન્યુ હાથી પોળ (એન્ડ) માણેક રાવ અખાડા રોડ,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) ગુડ્ડુકુમાર લલનપ્રસાદ રહે. ૧૮ ઇલારામ ચોક, બિતીયા, જી. પશ્ચીમ ચંપારણ(બિહાર) તથા (૨) પ્રતાપસિંગ અને (૩) જશબીરસિંગ જેના પુરા નામ સરનામાની ખબર નથી તા.૧૫/૧૧/૨૦૨૫ થી આજદીન સુધી મોજે- ડી.એન.કન્સલટન્સી ૪૦૧,ત્રીજા માળ કુંજ સોલીટેર નિઝામપુરા વડોદરાના શહેર આ કામના  ઓફિસ ભાડે લેનાર આરોપીઓ (૧) ગુડ્ડુકુમાર લલનપ્રસાદ રહે. ૧૮ ઇલારામ ચોક, બિતીયા, જી. પશ્ચીમ ચંપારણ(બિહાર) તથા (૨) પ્રતાપસિંગ અને (૩) જશબીરસિંગ જેના પુરા નામ સરનામાની ખબર નથી તે અને તેમની ટીમના માણસો પ્રતાપસિંગ અને જશબીરસિંગ અને તેમની ટીમના માણસોએ  ડી.એન.કન્સલટન્સી ૪૦૧,ત્રીજા માળ કુંજ સોલીટેસીટર નિઝામપુરા વડોદરાના નામથી વિદેશમાં અલગ અલગ દેશ અઝરબૈઝાન, કેન્યા,નૈરોબી યુરોપ વિગેરે દેશોમાં મોકલાવના એજન્ટ તરીકેની ઓળખ આપી જેમાં તેઓએ ફરીયાદી તથા  ૫૭ સાહેદોને  વિદેશમાં કામ કરવા ઈચ્છુક લોકો પાસેથી અલગ અલગ દેશમા મોકલવાના બહાના હેઠળ ફરીયાદી તથા  ૫૭ સાહેદો પાસેથી  કુલ્લે રૂ.૪૬,૯૭,૫૦૦/- મેળવી લઈ વિદેશ નહી મોકલી ફરીયાદી તથા   સાહેદોને  સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૩૧/૦૮/૨૦૨૬ના કલાક- ૧૩/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી.એસ.આર.વાસાવા ફતેહગંજ પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.