Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૩૧/૧૦/૨૦૨૬)

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૩૦/૧૦/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૬ કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૨૮ કિ.રૂ.૫૬૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૨૦, કવાટરીયા નંગ-૦૯, મોબાઇલ ફોન-૧, કાર-૧ મળી કુલ કિ.રૂ.૮,૪૦,૫૮૭/- નો મુદ્દામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૬ સહિત કુલ-૨૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     મારામારીના કેસો

૧.     ફતેગંજ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૬૦૪૨૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ- ૧૧૫(૨), ૨૯૬(બી), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી નિશ્ચલ ચંદુલાલ દિવેશ્વરભાઇ પાઠક  રહે, મ.નં-૨૦, ગોવર્ધનપાર્ક-૨, ટી.પી-૧૩, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ ૧) બ્લુ કલરની રેન્જ રોવર ફોર વ્હીલર ગાડી જેનો રજી નં-GJ-06-PF-9936 નો અજાણ્યો ચાલક (૨) ડિમ્પલભાઇ પટેલ (૩)તક્ષ ડિમ્પલભાઇ પટેલ બન્ને રહે-મકાન નં-રર બાવીસ ગોવર્ધન પાર્ક-ર વડોદરા શહેર નાઓએ તા.૩૦/૧૦/૨૦૨૬ના ક-૨૦/૦૦ વાગ્યાની આસપાસ મોજે-મ.નં-ર૦ ની સામે રોડ પર ગોવર્ધનપાર્ક-ર ટીપી-૧૩ ફરીયાદી તથા તેમના પત્નિ તથા તેમના દિકરા, દિકરી સાથે તેમની ફોર-વ્હીલર ગાડી લઈને પોતાના મિત્રો સાથે બહાર જમવા જવાના હતા અને પોતાના મિત્રોની રાહ જોતા હતા દરમ્યાન ફરીયાદીના દિકરાએ પોતાની ફોર વ્હિલર ગાડીનો કાચ સાફ કરવા સારૂ વાઇપર ફ્લો ચાલુ કરતા એક બ્લુ કલરની રેન્જ રોવર ફોર-વ્હીલર ગાડી નં-GJ-06-PF-9936 ની લઈને આવેલ તેના પર પાણી ઉડતા તે મને પાણી કેમ ઉડાડ્યુ તેમ કહી ફરીયાદીના શર્ટની કોલર પકડી ઉશ્કેરાઇ જઇ માર મારવા લાગેલ તે દરમ્યાન ફરીયાદીનો દિકરો તથા તેમની પત્નિ તથા દિકરી ગાડીમાંથી ફરીયાદીને મારમાંથી બચાવવા માટે વચ્ચે પડતા ગાડી લઈને આવેલ ઇસમે ફરીયાદીના દિકરાને મોઢાના ભાગે ઇજા કરેલ તથા ડિમ્પલભાઇએ ફરીયાદીને ધક્કો મારી નીચે પાડી દઇ ઇજા કરેલ તેમજ તક્ષ ડિમ્પલભાઇ પટેલ નાઓ લોખંડનો સળીયો લઇને આવેલ અને ત્રણેય આરોપીઓએ ભેગા મળી ફરીયાદી તથા તેમના પરીવારને મારામારી કરી ઇજા પહોચાડી એકબીજાની મદદગારી કરી મે.પોલીસ કમિશ્નર સા.શ્રીના જાહેરનામાંનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૩૦/૧૦/૨૦૨૬ ના ક-૨૩/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. નિલેશભાઈ રમણભાઇ ફતેગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     સ્ત્રી અત્યાચારના કેસો

૧.     મકરપુરા પો.સ્ટે. પાર્ટ એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૫૮૯/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૮૫,૮૮,૮૯, ૧૧૫(૨),૨૯૬(બી), ૩૫૧(૩) તથા દહેજ પ્રતિબંધક અધિનિયમ કલમ ૩,૪ મુજબના ગુનાના કામના ફરિયાદી કરુણાબેન વા/ઓ વિજયભાઇ મકવાણા રહે-સી-૧૦૨ ગીતાંજલી ફ્લેટ નોવીનો તરસાલી રોડ મકરપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી વિજયભાઇ દેવેન્દ્રભાઇ મકવાણા રહે-મ નં સી/૧૦૨ ગીતાંજલી ફ્લેટ નોવીનો તરસાલી રોડ મકરપુરા વડોદરા શહેર નાઓએ જાન્યુઆરી ૨૦૧૦ થી તા.૨૨/૧૦/૨૦૨૬ સુધી મોજે: મ નં સી/૧૦૨ ગીતાંજલી ફ્લેટ નોવીનો તરસાલી રોડ મકરપુરા વડોદરા શહેર તથા મ.ન. ૧૦૧ કલ્યાણનગર તરસાલી ફરીયાદી નાઓને ગઇ તા-૧૫/૦૪/૨૦૨૬ ના રાત્રીના દસેક વાગ્યાના સુમારે આરોપીએ રસ્તામા કોઈ પણ કારણ વગર તને કેરોસીન નાખીને સળગાવી દઇશ તેમ કહેલ જે બાબત ફરીશ્રી ઘરે આવી તેમની દીકરીઓને જણાવેલ કે તારા પપ્પા મને કેરોસીન નાખીને સળગાવવાની ધમકી આપતા હતા તેમ કહેતા આરોપીનાઓ બોલાચાલી કરી ફરીશ્રી નાઓને છાતીના ભાગે પંચ મારી દીધેલ જે બાદ ફરીથી ગઈ તા-૨૨/૧૦/૨૦૨૬ ના સવારના ૯/૩૦ વાગ્યાના સુમારે ફરી પોતાના ઘરે હાજર હતા તે વખતે આરોપી કહેવા લાગેલ કે તુ હાલ જ મારા ઘરમાથી નીકળી જા નહિ તો તને જાનથી મારી નાખીશ અને જો તુ આજે ઘર નહિ છોડે તો હુ ગમે ત્યારે મારા ભાડુતી ગુંડાઓ મોકલીને તને મરાવી નાખીશ તેમ કહી ફરિને ગંદી ગંદી ગાળો આપવા લાગેલ અને ધક્કા મારી મારીને ઘરમાથી કાઢી મુકેલ હોય અને અગાઉ પણ અવાર નવાર નાની બાબતને લઇ બોલાચાલી કરી હેરાન કરી શારીરિક અને માનસીક રીતે હેરાનગતિ કરી આરોપી બહારથી કોઇક મેડીકલ સ્ટોરમાથી પ્રેગનન્સીનો નિકાલ કરવાની ગોળીઓ લાવી ઘરે કોઇ ના હોય ત્યારે ફરીશ્રીને ધાક ધમકી આપી માર મારી અને દાબ દબાણ કરી જો તુ આ દવા નહી પીવે તો હુ તને મારી નાખીશ તેમ ફરીને  કહી ધાક ધમકી આપીને ફરિશ્રીની સંમતી વિના આ દવા પીવડાવી ગર્ભપાત કરાવેલ અને ફરીશ્રીના પતિ દ્વારા અવાર નવાર શારીરિક અને માનસીક રીતે હેરાન કરી તારાથી દીકરો નહીં જન્મે તેમ કહી મેણા ટોણા મારી ફરિ શ્રી તથા તેમના પિયર પક્ષ પાસેથી દહેજ પેટે રૂ.૨૫,૦૦,૦૦૦/- ની માંગણી કરી જો તુ દહેજની રકમ ન આપી તો ઘરમાથી કાઢી મુકીશ તેવી ધમકીઓ આપી ગુનો કર્યા વિ.બાબતે તા:૩૦/૧૦/૨૦૨૬ ના ક-૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ વુ.પો.સ.ઇશ્રી આર.સી.તડવી મકરપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     વાહન ચોરીના કેસો

૧.      હરણી પો.સ્ટે  પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૩૬૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ 303(2) મુજબના ગુનાના કામના ફરિયાદી અનિલકુમાર શંકરલાલ કોરી રહે.મ.નં.આઇ/૦૦૩,બાલાજી હાઇટસ, મંગળપાંડે રોડ, સમા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઈ તા.૨૭/૧૦/૨૦૨૬ ના સાંજના ક.૧૬/૦૦ વાગ્યાની આસપાસથી તા.૨૮/૧૦/૨૦૨૬ ના સવારના આશરે ક.૦૫/૦૦ વાગ્યા દરમ્યાન મોજે-સુકન હોસ્પીટલની સામે અમિતનગર બ્રિજ નીચેથી ફરિયાદીશ્રીની હિરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર મો.સા.નં.GJ 06 DF 5325 જે કાળા કલરની જેનો એં.નં. HA10EA9HD40289 તથા ચે.નં. MBLHA10EJ9HD00370  છે જે ૨૦૦૯ ના મોડલની જેની અંદાજે કિં.રૂ.૧૫,૦૦૦/- ની મત્તાની કોઇ અજાણ્યો ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અથવા લોક તોડી ચોરી કરી લઈ  જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૩૦/૧૦/૨૦૨૬ ના ક.૧૫/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો વિજયભાઇ મોતીભાઇ હરણી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      અકોટા પો.સ્ટે. પાર્ટ-એ- ગુ.ર.ન-૧૧૧૯૬૦૪૧૨૬૦૪૩૧/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી ધ્રુવકુમાર નારાયણભાઇ શાહ રહે.એ ૧૨ શાંતિનગર સોસાયટી ઉર્મી ચાર રસ્તા પાસે અકોટા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૮/૧૦/૨૦૨૬ ના રાત્રીના ૨૨/૩૦ થી તા.૨૯/૧૦/૨૦૨૬ ના ક.૦૩/૦૦ વાગ્યા દરમ્યાન ફરીયાદીના ઘર બહારથી ફરીયાદીની ટી.વી.એસ જ્યુપીટર સને-૨૦૨૧ ના મોડેલની જેનો રજી નં.GJ-06-NH-1781 નો છે જેનો ચે.નં.MD626CG53M1H14582 તથા એ.નં.DG5HM160 6319 નો છે જેનો કલર લાઇટ બ્લુ કલરની છે જેની કિં.રૂ.૫૦,૦૦૦/- જે કોઈ અજાણ્યા ચોર ઈસમે ફરીની જ્યુપીટર ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ.બાબતે  તા.૩૦/૧૦/૨૦૨૬ ના ક-૧૭/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.દીલીપસિંહ ધર્મેન્દ્રસિંહ અકોટા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૫.     વાહન અકસ્માતના કેસો

૧.      અકોટા પો.સ્ટે.પાર્ટ-એ-૧૧૧૯૬૦૪૧૨૬૦૪૩૪/૨૦૨૬ ભારતીય ન્યાય સહિંતા-૨૦૨૩ ની કલમ ૧૨૫(એ), ૨૯૬(બી),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી જય અનિલ ખેરાજમલાની રહે.મકાન નં.બી-૧૧ હરીઓમનગર વારસીયા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ફોર વ્હીલર નં.GJ-03-LG-9369 ના ચાલક તથા તેની સાથેના બીજા બે ઇસમો તે તા.૩૦/૧૦/૨૦૨૬ ના ક.૦૨/૩૦ વાગ્યા આસપાસ મોજે:પારસપાન પાસે, મલ્હાર પોઇન્ટ ઓ.પી.રોડ ફરીયાદીની પારસપાન નામની દુકાને આરોપીઓ પોતાની ફોરવ્હીલર કાર લઈ આવી ફરીયાદીની દુકાનમાથી ત્રણ રેડ બ્લ્યુ, એક માલબોરો એડવાન્સ સીગરેટનુ પેકેટ, ત્રણ પ્લાસ્ટીકના ગ્લાસ, ચાર માવા મળી કુલ્લે રૂ.૯૭૦/- ના સામાન લઇ પોતાની કારમા બેસી રૂપીયા આપુ તેમ કહેતા ફરીયાદીના પિતા પૈસા લેવા જતા ફોરવ્હીલર ચાલકે પૈસા આપવાની ના પાડેલ જેથી ફરીયાદી તથા તેનો ભાઇ ફોરવ્હીલર ચાલકને સમજાવવા જતા ફોરવ્હીલરમા બેસેલ ત્રણેય ઇસમોએ ફરીયાદી તથા તેના પિતા સાથે બોલાચાલી ઝઘડો કરી ગંદી ગાળો આપી તેની ફોરવ્હીલ ગાડીના ડ્રાઇવરની બાજુની સીટવાળા દરવાજાના કાચમા ફરીયાદી તથા ફરીયાદીના પિતાનો હાથ ફોરવ્હીલરની બારીમા હોવા છતા તે કાચ બંધ કરી હાથ ફસાવી દઈ ફરીયાદી તથા તેના પિતાની જીંદગી જોખમમા મુકાય તે રીતે પોતાની કાર ડ્રાઇવરે બેફામ રીતે મલ્હાર પોઇન્ટથી ઉર્મી સર્કલ તરફ ભગાવી ફરીયાદી તથા તેના પિતાને રોડ ઉપર ઢસેડી લઈ જઈ આગળ જઈ કાચમાથી હાથ નીકળી જતા ફરીયાદીને માથાના ભાગે, બન્ને પગમા, ડાબા હાથમા તથા થાપાના ભાગે ઇજાઓ પહોચાડી તથા ફરીયાદીના પિતાને માથાના ભાગે, કમરના પાછળના ભાગે, બન્ને પગના ભાગે ઇજાઓ પહોચાડી ગાડી લઇને નાસી જઈ ગુનો કર્યો વિ.બાબતે તા.૩૦/૧૦/૨૦૨૬ ના ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.ગોપાલભાઈ કાળુભાઈ અકોટા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.     ઘરફોડ ચોરીના કેસો

૧.      ગોરવા પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૪૮૫/૨૦૨૬  બી.એન.એસ ૩૩૧(૪).૩૦૫(એ)મુજબના ગુનાના કામના ફરિયાદી હરેશભાઇ સ/ઓ ઝવેરભાઇ રાજવંત રહે. ઘર નં ૨૨ નીપા ટેનામેન્ટ વીભાગ-૨ સહયોગ ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા ૧૭/૧૦/૨૦૨૬ ના ક.૨૨/૧૫ વાગ્યાથી તા.૧૮/૧૦/૨૦૨૬ ના રાત્રીના ક.૦૨/૩૦ વાગ્યા દરમ્યાન ફરિયાદીના ઘરે કોઇ ચોર ઇસમે ફરીયાદીના ઘરના પ્રથમ માળે આવેલ ગેલેરીમાથી ઘરમા પ્રવેશ કરી રૂમમા રાખેલ લોખંડની તીજોરીમા આવેલ લોકરને કોઇ સાધન વડે તોડી લોકરમા મુકેલ સોનાના દાગીના તથા રોકડા રૂપીયા મળી કુલ્લે રૂા.૧,૨૪,૦૦૦/- ની માલમતા મળી આવેલ ન હોય જે કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા બાબતે તા.૩૦/૧૦/૨૦૨૬  ના ક.૨૧/૧૫ વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એચ.આર.મુજાવર ગોરવા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.