Loading...
Welcome to Police Department
Search
  • પોલીસની કામગીરી અંગેની માહિતી અને તેને સંબંધિત નાગરિકોના અધિકારો વિશેની જરૂરી માહિતી આ પત્રના માધ્યમથી આપવામાં આવી રહેલ છે.
  • પોલીસની મુખ્ય ફરજ સમાજના નાગરિકોના જાનમાલની સુરક્ષા કરવાની હોય છે, અને તેથી આ સંબંધમાં કોઈ પણ ગુનો બનેલ હોય તો તેની ફરિયાદ કોઈ પણ નાગરિક પોલીસ સ્ટેશનમાં આપી શકે છે. પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીએ તેઓની ફરિયાદ લેવી ફરજિયાત હોય છે. ફરિયાદ લેવાની ફરજ હોય છે અને તેમાં વિલંબ થવો ન જોઈએ. ફક્ત નોન-કોગ્નિઝેબલ ગુનામાં તપાસની સત્તા પોલીસને નથી હોતી, છતાં પણ તેવી ફરિયાદ લેવામાં આવે છે અને સંબંધિત કોર્ટને જાણ કરવામાં આવે છે.
  • તપાસ દરમિયાન પોલીસ કોઈને પણ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવી શકે છે, પરંતુ કોઈ સ્ત્રી કે ૧૫ વર્ષથી નાની ઉંમરના બાળકોને પોલીસ સ્ટેશનમાં બોલાવવાની સત્તા નથી. તેઓનાં નિવેદનો તેમના નિવાસસ્થાને જ લેવાય છે.
  • જ્યારે ફરિયાદ આપવામાં આવે છે ત્યારે ફરિયાદીને તેની ફરિયાદની નકલ આપવી જોઈએ. ઉપરાંત, ફરિયાદ અંગે કરવામાં આવેલી કાર્યવાહી અને અંતિમ પરિણામની જાણ પણ ફરિયાદીને કરવી જોઈએ.