Loading...
Welcome to Police Department
Search

માહે ૨/ર૦૧૪ ના માસમાં પોલીસે કરેલ સારી કામગીરીનું પત્રક વડોદરા શહેર.

અ. નં.

સારી કામગીરી ક૨ના૨ પો.અધિ./કર્મચારીનું નામ

કરેલ સારી કામગીરીની વિગત.

રીકવર કરેલ મુદામાલ

૧

 પો.ઇન્‍સ.શ્રી પી.સીબી. શાખા તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૯/૨/૧૪ ના રોજ બાતમી આધારે ભુતડીઝાંપા બસ સ્‍ટેન્‍ડ પાછળ ખુલ્‍લી જગ્‍યામાં વડોદરા ખાતે રેઇડ કરતાં આરોપી ઇન્‍દ્રજીત કનકસિંહ ચૌધરી તથા બીજા ૩ નાઓએ પોતાના અંગત ફાયદા સારૂ જાહેરમાં પત્‍તા પાના તથા પૈસા વડે હારજીતની રમત રમતા અંગઝડતીના રોકડા રૂ.૧૩૪૧૫/- તથા જમીન દાવ ઉપરના રૂ.૪૮૦/- કુલ્‍લે રૂ.૧૩૮૯૫/- સાથે મળી આવતાં સીટી પો.સ્‍ટે. સે. ૧૪૧/૧૪, જુગારધારા કલમ ૧ર મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

અંગઝડતીના રોકડા રૂ.૧૩૪૧૫/- તથા જમીન દાવ ઉપરના રૂ.૪૮૦/- કુલ્‍લે રૂ.૧૩૮૯૫/-

૨

 પો.ઇન્‍સ.શ્રી મકરપુરા પો.સ્‍ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૯/૨/૧૪ ના રોજ બાતમી આધારે તરસાલી નવીનગરી સામે સરકારી સ્‍કુલની દિવાલ સામે ઝુપડામાં વડોદરા ખાતે રેઇડ કરતાં આરોપી અલ્‍પેશ જગદીશભાઇ પટેલ તથા બીજા ૪ નાઓએ પોતાના અંગત ફાયદા સારૂ પત્‍તા પાના તથા પૈસા વડે હારજીતની રમત રમતા અંગઝડતીના દાવ ઉપરના તથા સાધનો મળી કુલ્‍લે રૂ.૨૦૪૪૫૦/- સાથે મળી આવતાં મકરપુરા પો.સ્‍ટે. સે. ૬૫/૧૪, જુગારધારા કલમ ૧ર મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

અંગઝડતીના દાવ ઉપરના તથા સાધનો મળી કુલ્‍લે રૂ.૨૦૪૪૫૦/-

૩

 પો.ઇન્‍સ.શ્રી સીટી પો.સ્‍ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૧૫/૨/૧૪ ના રોજ બાતમી અધારે મંગળ બજાર ઓકટ્રોય નાકા પાસે વડોદરા ખાતે રેઇડ કરતાં આરોપી સલીમ ગુલામ રસુલ ચેલાવાળા તથા બીજા ર નાઓએ ભેગા મળી ભારત પાકીસ્‍તાન અંડર-૧૯ વર્લ્‍ડ કપ મેચના આંકડા લખી હારજીતની રમત રમતા લખેલ ત્રણ ચીઠીઓ કિં.રૂ.૦૦/૦૦ તથા મો.ફોન-૩ કિં.રૂ.૩૫૦૦/- અંગઝડતીના રોકડા રૂ.ર૯૩૦૦/- સાથે કુલ રૂ.૩ર૮૦૦/- ના મુદામાલ સાથે મળી આવતાં સીટી પો.સ્‍ટે. સે. ૧૫૯/૧૪, જુગારધારા કલમ ૧ર મુજબનો ગુનો રજી. કરાવેલ છે.

ત્રણ ચીઠીઓ કિં.રૂ.૦૦/૦૦ તથા મો.ફોન-૩ કિં.રૂ.૩૫૦૦/- અંગઝડતીના રોકડા રૂ.ર૯૩૦૦/- સાથે કુલ રૂ.૩ર૮૦૦/-

૪

પો.ઇન્‍સ.શ્રી કારેલીબાગ પો.સ્‍ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૨૭/૨/૧૪ ના રોજ ગોલ્‍ડન ચોકડી પાસે વાહન ચેકીંગ દરમ્‍યાન સેન્‍ટ્રો કાર નં.જી.જે.૦૬-એફ.એચ.-૮ર૭૮ માં વિદેશી દારૂની બોટલો નંગ-ર૧૬ કિં.રૂ.૭૦૮૦૦/- તથા મો.ફોન-ર કિં.રૂ.૧૦૦૦/- તથા બીયરની બોટલ-૯૬ કિં.રૂ.૯૬૦૦/-, કાર કિં.રૂ.૧૫૦૦૦૦/- મળી કુલ્લે રૂ.૨૪૧૪૦૦/-નો મુદામાલ  સાથે આરોપી પ્રશાંત રાજુભાઇ જાધવ તથા ડેનીશ રમેશભાઇ ફોજદાર નાઓ પકડાઇ જઇ એક બીજાને મદદગારી કરી તથા અતુલભાઇને વોન્‍ટેડ જાહેર કરી કારેલીબાગ પો.સ્‍ટે. થર્ડ ૧૧૫/૧૪, પ્રોહી એક્ટ કલમ ૬૬બી, ૬૫એ, ઇ, ૧૦૮, ૧૧૬(ખ), ૮૧ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

વિદેશી દારૂની બોટલો નંગ-ર૧૬ કિં.રૂ.૭૦૮૦૦/- તથા મો.ફોન-ર કિં.રૂ.૧૦૦૦/- તથા બીયરની બોટલ-૯૬ કિં.રૂ.૯૬૦૦/-, કાર કિં.રૂ.૧૫૦૦૦૦/- મળી કુલ્લે રૂ.૨૪૧૪૦૦/-

૫

હેડ કોન્સટેબલ શ્રી હીતેશભાઇ વ્યાસ, કંટ્રોલરૂમ, ધ્‍વારા

ગત તારીખ ૧૪/૦૨/૨૦૧૪ ના રોજ વડોદરા શહેર મા માનનીય મુખ્યમંત્રી શ્રી પધારેલ હોય, પોલીસ પણ ખુબજ તેઓની કામગીરીમાં વ્યસ્ત હતી તે દીવસે બપોરે ૧:૩૦ થી ૨:૩૦ ના સમયગાળા માં ત્રણ અજાણી સ્ત્રીઓ મારી દુકાન માં ચોરી કરવા ના ઇરાદે ઘુસી ગયેલ તે વખતે વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમ મા ફરજ બજાવતા હેડ કોન્સટેબલ શ્રી હીતેશભાઇ વ્યાસ એકલા મારી દુકાન મા ઘુસી જઇ હિંમતપુર્વક ત્રણ સ્ત્રીઓ જે અમદાવાદ થી છારાનગર થી છારાઓના કોમ ની હતી. તેઓને પકડી પાડેલ ત્યારબાદ વાડી પોલીસ સ્ટેશનના સ્ટાફ ને પણ બોલવી લીધેલ બાદ બજાર મા ફરતી બીજી ત્રણ સ્ત્રીઓ ને પણ પકડી પાડી કુલ છ સ્ત્રીઓ ને ચપળતા થી અમદાવાદ થી છારાનગર અમારે ત્યાથી સોની (ઝવેરી) ની દુકાનો માં પણ ચોરીઓ કરવામાં આવેલ હતી.જે આપના પોલીસ કંટ્રોલરૂમ માં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ શ્રી હિતેશભાઇ વ્યાસ ને મળેલ બાતમી ના આધારે અમારી બાજુની દુકાન રાધા મેચીંગ એક કલાક બેસી નીરીક્ષણ કરી ખુબજ ચપળતા અને હિંમતપુર્વક તમામ છ સ્ત્રીઓ ને પકડી પાડી અમારા વિસ્તાર મા બનતા ચોરી ના બનાઓ અટકાવેલ છે.

- 

૬

એ.એસ.આઇ. શ્રીકાંત યશવતરાવ જોષી બ.નં.ર૦૦૭ ફતેગંજ પો.સ્‍ટે.

તા.૧૮/ર/૧૪ ના રોજ ફતેગંજ પો.સ્‍ટે વિસ્‍તારમાં રહેતા સ્‍વ.ગોરધનભાઇ એમ.પટેલનાઓએ આપધાત કરેલ જેની જાણ ફતેગંજ પો.સ્‍ટે.મા એ.એસ.આઇ. શ્રીકાંત યશવતરાવ જોષી બ.નં.ર૦૦૭ ફતેગંજ પો.સ્‍ટે.નાઓને થતા તેઓ તુરત જ બનાવવાળી જગ્‍યા એ પહોચી જઇ તેઓના કુટુબીજનો સગાસંબધીઓ સાથે સાહનુભતી દાખવી શાંતવન આપી તેઓને સંતોષ થાય તેમ ખુબં જ ઉત્‍સાહથી મદદ કરી તમામ કાયદેસરની કાર્યવાહી ઝડપથી પુર્ણ કરેલ ભોગબનનાર પુત્ર યુ.કે. હોય તેઓ સાથે પણ ટેલીફોન થી !! પોલીસ કાર્યવાહી થઇ ગયેલ છે કોઇ ચિતા કરવાની જરૂર નથી !! તેમ જણાવી તેઓને સાંતન્‍વ  આપેલ અને પોલીસ પ્રજાનો મિત્ર છે તેવુ  ઉત્‍કૃષ્‍ઠ ઉદાહરણ પુરૂ પાડેલ .

-