Loading...
Welcome to Police Department
Search

સાફલ્‍યગાથા

(૧) સીટી પો.સ્‍ટે. વિસ્‍તારમાં રહેતા વર્ષાબેન પ્રકાશકુમાર તુલજાણીયા રહે. ટી-૧૭, રૂમ નં. ૪૦૪, શીવ મંદિર પાછળ, વારસીયા રોડ, વડોદરા નાઓએ તા.૧૦/૧૧/૧૩ના રોજ પોલો ગ્રાઉન્‍ડ, વડોદરા ખાતે યોજાયેલ મેળામાં એક ત્રણ વર્ષની બાળકી નામે પ્રતિજ્ઞાબેન તેના માં-બાપથી વિખુટી પડેલ તેને સાત્‍વના આપી તેઓ પોતાના ઘરે લઇ ગયેલ. તેના માં-બાપ કે જેઓ પ્રતાપનગર ઝૈનિથ સ્‍કુલની બાજુમાં રહે છે. તેઓને શોધી તેઓની બાળકી પ્રતિજ્ઞાને સહી સલામત રીતે સોંપેલ છે. જે સામાજિક ભાવના બજાવી એક સાચા અને સજજન નાગરીકની  ફરજ અદા કરેલ છે.

(ર) કારેલીબાગ પો.સ્‍ટે. અ.મોત નં. ૪૧/૧૩, સી.આર.પી.સી. એકટ કલમ. ૧૭૪ મુજબના કામે મરણ જનાર દિલીપભાઇ ભોગીલાલ કાપડીયા  ઉ.વ.૭૮, રહે. ૪૧, સંતોષનગર સોસાયટી, નિઝામપુરા વડોદરા નાઓને તેના સગા ભાઇ નામે રવિન્‍દ્રભાઇ ભોગીલાલ કાપડીયા રહે. સદર નાઓએ તા.૨૭/૧૨/૧૯૬૧ ના રોજથી માનસીંક આરોગ્‍યની હોસ્‍પિટલ, કારેલીબાગ ખાતે દાખલ કરેલ હતા. ત્‍યાર પછી આ રવિન્‍દ્રભાઇએ તા.૨૭/૧૧/૨૦૦૦ ના રોજ માનસીંક હોસ્‍પીટલને. પત્ર લખી પોતે વયોવૃધ્‍ધ હાર્ટપેશન્‍ટ અને પોતાના દિકરા વિદેશ રહેતા હોવાનું જણાવી હવેથી આ મરણ જનારની મુલાકાત લેવા નહીં આવીએ તેમ જણાવેલ. ત્‍યાર બાદ સદર મરણ જનાર વયોવૃધ્‍ધના કારણે બિમાર પડતાં મેન્‍ટલ હોસ્‍પીટલથી એસ.એસ.જી. હોસ્‍પિટલ વોર્ડ નં. ૨૨ માં દાખલ કરેલ જેનું સારવાર દરમ્‍યાંન તા.૧૬/૧૧/૧૩ ના રોજ મોત નિપજેલ જેથી મેન્‍ટલ હોસ્‍પીટલના સ્‍ટાફના માણસે તેના ભાઇ રવિન્‍દ્રભાઇ કાપડીયા રહે. સદર નાઓને ત્‍યાં તપાસ કરતાં તેઓ ત્‍યાંથી મકાન વેંચી જતા રહેલ હોવાનું જાણવા મળેલ. જેથી તે ન મળતાં આખરે ઉપરોકત હકિકત દર્શાવતું મેન્‍ટલ હોસ્‍પીટલનું પત્રક લઇ તા.૧૮/૧૧/૧૩ના રોજ કારેલીબાગ પો.સ્‍ટે. આવતાં ઉપરોકત અ.મો.ત રજી કરી. આગળની તપાસ એ.એસ.આઇ નટુભાઇ ફુલજીભાઇ બ.નં. ૨૦૨૩ નાઓએ સંભાળતાં તેઓએ સદર મરણ જનાર લાશનું ઇન્‍કવેસ્‍ટ પંચનામું ભરી, પી.એમ. કરાવી લાશને ૭૨ કલાક માટે તેના વાલીવારસદારની શોધખોળ ચાલુ રહે તે સમય દરમ્‍યાંન લાશને કોલ્‍ડરૂમાં રાખી આ બાબતની જાણ માહીતી પ્રસારણ ખાતામાં કરી તેમજ લાગતા વળગતા સાહેદોના નિવેદનો લઇ આ બાબતે સગા સબંધીને શોધી કાઢવા સારૂ ખંતથી શોધખોળ કરી ઉપરોકત દિલીપભાઇ  રવિન્‍દ્રભાઇ કાપડીયા રહે. ગોત્રી રોડ, રાજેશ ટાવર સામે, સાંઇનાથ પ્‍લાઝા મ.નં. એ-૨૦૪, માં તેઓની પત્‍ની સાથે રહેતા મળી આવતાં તેઓને સાંત્‍વના આપી, પી.એમ.રૂમ ઉપર બોલાવી મૃતકની લાશ તેઓને સોંપી અંતિમવિધિ કરવા સારૂ મદદ કરી.

અત્રેના ઝોન હસ્તકના પો.સ્‍ટે. વિસ્‍તારમા અગત્‍યના પોઇન્‍ટો ઉપર માણસો રાખી દંડ વસુલાત તથા વાહન ડીટેઇનની કામગીરી તેમજ શકાસ્‍પદ વાહનોને ચેક કરવામાં આવે છે.

વુધ્ધો સીનીયર સીટીઝન) ના ઘરે જઇ પોલીસ દવારા અવાર નવાર પુછપરછ કરવામાં આવે છે. હાલમાં તેઓની કોઇ પરેશાની જણાય આવેલ નથી.

પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પોલીસની હાજરી દેખાય તે રીતે ફૂટપેટ્રોલીંગ રાખવામાં આવે છે.