અરજદાર
મનોજભાઇ ખેમાણી
અમન મેચીંગ સેન્ટર,
ઘડિયાળી પોળ, વડોદરા,
ફોન નં. ૦૨૬૫ - ૨૪૩૨૬૮૫
પ્રતિ,
શ્રી પોલીસ કમીશ્નર સાહેબ,
પોલીસ ભવન, વડોદરા
વિષય ઃ- પોલીસે કરેલી કામગીરી બદલ અભિનંદન પત્ર.
આજદરણીય સાહેબશ્રી,
હું અરજદાર મનોજભાઇના આપશ્રીને નમસ્કાર. મારી પોતાની ઘડીયાળી પોળ મા કરોળીયા પોળ માં અમન મેચીંગ સેન્ટર નામની દુકાન છે. અમારા વિસ્તાર મા વારંવાર અમુક દુકાનો મા અજાણી સ્ત્રીઓ ઘુસી જઇ ચોરી ઓ કરે છે.
ગત તારીખ ૧૪/૦૨/૨૦૧૪ ના રોજ વડોદરા શહેર મા માનનીય મુખ્યમંત્રી શ્રી પધારેલ હોય, પોલીસ પણ ખુબજ તેઓની કામગીરીમાં વ્યસ્ત હતી તે દીવસે બપોરે ૧:૩૦ થી ૨:૩૦ ના સમયગાળા માં ત્રણ અજાણી સ્ત્રીઓ મારી દુકાન માં ચોરી કરવા ના ઇરાદે ઘુસી ગયેલ તે વખતે વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમ મા ફરજ બજાવતા હેડ કોન્સટેબલ શ્રી હીતેશભાઇ વ્યાસ એકલા મારી દુકાન મા ઘુસી જઇ હિંમતપુર્વક ત્રણ સ્ત્રીઓ જે અમદાવાદ થી છારાનગર થી છારાઓના કોમ ની હતી. તેઓને પકડી પાડેલ ત્યારબાદ વાડી પોલીસ સ્ટેશનના સ્ટાફ ને પણ બોલવી લીધેલ બાદ બજાર મા ફરતી બીજી ત્રણ સ્ત્રીઓ ને પણ પકડી પાડી કુલ છ સ્ત્રીઓ ને ચપળતા થી અમદાવાદ થી છારાનગર અમારે ત્યાથી સોની (ઝવેરી) ની દુકાનો માં પણ ચોરીઓ કરવામાં આવેલ હતી.જે આપના પોલીસ કંટ્રોલરૂમ માં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ શ્રી હિતેશભાઇ વ્યાસ ને મળેલ બાતમી ના આધારે અમારી બાજુની દુકાન રાધા મેચીંગ એક કલાક બેસી નીરીક્ષણ કરી ખુબજ ચપળતા અને હિંમતપુર્વક તમામ છ સ્ત્રીઓ ને પકડી પાડી અમારા વિસ્તાર મા બનતા ચોરી ના બનાઓ અટકાવેલ છે. તે બદલ આપ સાહેબને તથા હેડ કોન્સટેબલ શ્રી હિતેશભાઇ વ્યાસ તથા વાડી પોલીસ સ્ટેશન ના સ્ટાફ ને ખુબ ખુબ અભિનંદન.
અને આપ સાહેબ આવ્યા આપના સ્ટાફ ના માણસો ફરતા રાખી ગુના બનતા અટકાવેલ છે.તે બદલ ફરી થી આપને આપના સ્ટાફ ને ખુબ ખુબ અભિનંદન.
સહી :
મનોજભાઇ ખેમાણી
(અમન મેચીંગ સેન્ટર)