|
તા.૨૭/૩/ર૦૧૪ પોલીસ સમાચાર
તા.૧૦/૦૩/૨૦૧૪ ના રોજ જલારામ ખમણ સામે, શ્રીપ્રભા સો.સા.માં મ.નં. ૮ માં ચોર ઘુસેલ. જે અંગે જાગ્રુત નાગરીક શ્રી પ્રદિપભાઇ વીધીચન્દ્ર શર્મા, રહે, સહજાનંદ સોસાયટી મ.નં.૧, હરણી વારસીયા રીંગ રોડ વડોદરા નાઓએ પોલીસ કંટ્રોલરૂમના ૧૦૦ નંબર ઉપર જાણ કરતાં પોલીસ કંટ્રોલરૂમે તાત્કાલીક પી.સી.આર.-૪૨ વાનને ક.૧૬/૨૧ વાગે જાણ કરતાં પી.સી.આર.-૪૨ વાન ક.૧૬/૨૨ વાગે સ્થળ ઉપર પહોંચી ઇન્ચાર્જ શ્રી રાવજીભાઇ ગોંવિંદભાઇ, અ.હે.કો., બ.નં.૨૪૨૬ તથા ડ્રાઇવર અને એસ.આર.પી. જવાનોએ કોર્ડન કરી મકાનમાં ઘુસેલ ચોર મકાનના પ્રથમ માળેથી ભુસકો મારી નીચે પડેલ. જે પૈકી એક ઇસમને પકડી લીધેલ અને બીજો ઇસમ ભાગી જતાં શ્રી જગદીશભાઇ જીતસીંગભાઇ, પો.કો.,બ.નં.૩૪૪ સીટી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ પીછો કરી સંગમ ચાર રસ્તા પાસેથી પકડી પાડેલ અને મોટો ચોરીનો ગુનો બનતો અટકાવેલ. જે અંગે પોલીસ કમિશ્નરશ્રી તરફથી ઉપરોકત જાગ્રુત નાગરીક અને બંન્ને પોલીસ જવાનોને પ્રશંસાપત્ર આપી પ્રોત્સાહીત કરેલ છે.
|